< ગીતશાસ્ત્ર 109 >
1 ૧ મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. હે મારા સ્તુતિના ઈશ્વર, તમે શાંત ન રહો.
Dawid dwom. Me Nyankopɔn a mekamfo wo, nyɛ komm,
2 ૨ કારણ કે દુષ્ટ અને કપટી માણસો મારા પર હુમલાઓ કરે છે; તેઓ મારી વિરુદ્ધ જૂઠું બોલે છે.
na amumɔyɛfo ne nkontompofo atu wɔn ano agu me so; wɔde atoro tɛkrɛma akasa atia me.
3 ૩ તેઓએ મને તિરસ્કૃત શબ્દોથી ઘેરી લીધો છે અને કોઈ કારણ વગર મારી સાથે લડાઈ કરવા હુમલો કરે છે.
Wɔde nitansɛm atwa me ho ahyia na wɔtow hyɛ me so a menkaa wɔn.
4 ૪ તેઓ મારી પ્રીતિના બદલામાં મારા શત્રુ થયા છે, પણ હું તેઓને માટે પ્રાર્થના જ કરું છું.
Wɔka nsɛm to me so de tua mʼadɔeyɛ so ka, nanso meyɛ obi a mepɛ mpaebɔ.
5 ૫ તેઓ ઉપકારને બદલે અપકાર કરે છે અને તેઓ મારા પ્રેમને ધિક્કારે છે.
Wɔde bɔne tua me papayɛ so ka, na wɔde ɔtan tua mʼadɔeyɛ so ka.
6 ૬ મારા શત્રુનો સામનો કરવા માટે એક દુષ્ટ માણસને નિયુક્ત કરો; તેને જમણે હાથે કોઈ અપ્રામાણિકને ઊભો રાખો.
Ma onipa bɔne bi nsɔre ntia no; na Satan nnyina ne nsa nifa so.
7 ૭ જ્યારે તે ન્યાય કરે, ત્યારે તે અપરાધી ઠરો; તેની પ્રાર્થના પાપરૂપ ગણાઓ.
Wodi nʼasɛm a, ma onni fɔ, na ne mpaebɔ mmu no kumfɔ.
8 ૮ તેના દિવસો થોડા થાઓ; તેનું સ્થાન બીજા કોઈ લઈ લો.
Ma ne nkwa nna nyɛ kakraa bi; na ɔfoforo nsi nʼanan mu sɛ ɔkannifo.
9 ૯ તેના સંતાનો અનાથ અને તેની પત્ની વિધવા થાઓ.
Ma ne mma nyɛ ayisaa na ne yere nyɛ okunafo.
10 ૧૦ તેના સંતાનો રખડીને ભીખ માગો, ઉજ્જડ થયેલાં પોતાના ઘરોમાંથી તેઓને નસાડી મૂકવામાં આવે.
Ma ne mma nkyinkyin nsrɛsrɛ ade; ma wɔmpam wɔn mfi wɔn afi a abubu no mu.
11 ૧૧ તેનો લેણદાર જોરજુલમથી તેનું બધું લઈ જાઓ; તેની મહેનતનું ફળ અજાણ્યા લૂંટી જાઓ.
Ma ɔdefirifo bi mfa nea ɔwɔ nyinaa; na ananafo mfom nʼadwuma so aba.
12 ૧૨ તેના પર દયા રાખનાર કોઈ ન રહો; તેનાં અનાથ બાળકો પર કોઈ કૃપા રાખનાર ન રહો.
Mma obiara nhu no, anaa ne ayisaa mmɔbɔ.
13 ૧૩ તેના વંશજોનો ઉચ્છેદ થાઓ; આવતી પેઢીમાંથી તેનું નામ સંપૂર્ણપણે ભૂંસાઈ જાઓ.
Ma nʼase nhyew, na wɔn din nyera wɔ awo ntoatoaso a ɛreba no mu.
14 ૧૪ તેના પિતૃઓનાં પાપ યહોવાહને યાદ રહો; અને તેની માતાનું પાપ માફ કરવામાં ન આવો.
Ma wɔnkae nʼagyanom nnebɔne wɔ Awurade anim; na ne na bɔne no ntena hɔ daa.
15 ૧૫ તેનાં પાપો નિત્ય યહોવાહની નજરમાં રહો; યહોવાહ તેનું નામ પૃથ્વી પરથી ઉખેડી નાખે.
Wɔn bɔne nyinaa nka Awurade anim, na wɔankae wɔn bio wɔ asase so.
16 ૧૬ કારણ કે તેણે બીજાઓ પ્રત્યે દયા કરવાનું ચાહ્યું નહિ, પણ નિરુત્સાહીની હત્યા કરવા માટે અને ગરીબ તથા જરૂરતમંદને સતાવ્યા.
Efisɛ wannwene da sɛ ɔbɛyɛ adɔe, na mmom ɔtaa ahiafo mmɔborɔfo ne wɔn a wɔn werɛ ahow de kɔɔ owu mu.
17 ૧૭ બીજાઓને શાપ આપવામાં તે ખુશ હતો; માટે એ શાપ તેને લાગો. તે આશીર્વાદને ધિક્કારતો; તેથી તેના પર કોઈ આશીર્વાદ ન આવો.
Nʼani gyee sɛ ɔbɛdome enti nnome mmra no so; wampɛ sɛ obehyira enti nhyira mmɔ no.
18 ૧૮ તેણે વસ્ત્રની જેમ પોતાના શરીર પર શાપ ધારણ કર્યો હતો અને તેનો શાપ પાણીની માફક તેના અંતઃકરણમાં તેના હાડકામાં તેલની જેમ પ્રસરી જતો હતો.
Ɔhyɛɛ nnome sɛ atade; ɛno kɔɔ ne nipadua mu sɛ nsu, ne ne nnompe mu sɛ ngo.
19 ૧૯ પહેરવાનાં વસ્ત્રની જેમ તે તેને આચ્છાદિત કરનાર થાઓ કમરબંધની જેમ તે સદા વીંટળાઈ રહો.
Ma ɛnyɛ sɛ atade a ɛkyekyere ne ho, ne abɔso a ɛbɔ no daa.
20 ૨૦ જેઓ મારા શત્રુ છે અને જેઓ મારા આત્માની વિરુદ્ધ બોલનાર છે, તેઓને યહોવાહ તરફથી આવો બદલો મળો.
Ma eyi nyɛ Awurade akatua a ɔde ma me sobobɔfo, wɔn a wɔka nsɛmmɔne fa me ho no.
21 ૨૧ હે યહોવાહ, મારા પ્રભુ, તમે તમારા નામની ખાતર મારા માટે લડો. કેમ કે તમારી કૃપા ઉત્તમ છે, મારો બચાવ કરો.
Nanso wo Asafo Awurade, wo din nti wo ne me nni no yiye; fi wʼadɔe mu gye me.
22 ૨૨ કેમ કે હું ગરીબ તથા દરિદ્રી છું અને મારું હૃદય ઊંડે સુધી ઘાયલ થયું છે.
Efisɛ meyɛ ohiani ne nea onni bi, na me koma atɔ beraw wɔ me mu.
23 ૨૩ હું નમી ગયેલી છાયાના જેવો થઈ ગયો છું; મને તીડની જેમ ખંખેરી નાખવામાં આવે છે.
Mitwaa mu sɛ anwummere sunsuma; wopia me kyene sɛ mmoadabi.
24 ૨૪ ઉપવાસથી મારાં ઘૂંટણ નબળા પડ્યાં છે; મારું માંસ પુષ્ટિ વિના ઘટી ગયું છે.
Mmuadadi ama me nkotodwe mu agugow; mafɔn, na ama aka me nnompe.
25 ૨૫ હું સર્વ માણસો માટે નિષ્ફળતાનું પ્રતીક બન્યો છું; જ્યારે તેઓ મને જુએ છે, ત્યારે તેઓ પોતાના માથાં હલાવે છે.
Mayɛ aserewde ama wɔn a wɔbɔ me sobo; sɛ wohu me a, wɔwosow wɔn ti.
26 ૨૬ હે યહોવાહ મારા ઈશ્વર, મને મદદ કરો; તમારી કૃપા પ્રમાણે મારો બચાવ કરો.
Boa me, Awurade me Nyankopɔn; gye me sɛnea wʼadɔe te.
27 ૨૭ તેઓ જાણે કે આ તમે કર્યું છે, હે યહોવાહ, તમે જ આ કર્યું છે,
Ma wonhu sɛ ɛyɛ wo nsa, na wo na woayɛ, Awurade.
28 ૨૮ જો તેઓ મને શાપ આપે, તો કૃપા કરી તેમને આશીર્વાદ આપજો; જ્યારે તેઓ હુમલો કરે, ત્યારે તેઓ શરમાઈ જાઓ, પણ તમારો સેવક આનંદ કરે.
Wɔbɛdome, nanso wubehyira; sɛ wɔtow hyɛ me so a wɔn anim begu ase, nanso wo somfo ani begye.
29 ૨૯ મારા શત્રુઓ વસ્ત્રની જેમ બદનામીથી શરમ અનુભવો અને ઝભ્ભાની જેમ તેઓ શરમથી ઢંકાઈ જાઓ.
Mʼatamfo befura animguase; na akyekyere wɔn ho sɛ atade.
30 ૩૦ હું વારંવાર યહોવાહનો આભાર માનીશ; હું ઘણા લોકોમાં તેમની સ્તુતિ ગાઈશ.
Mede mʼano bɛma Awurade so ayɛ no kɛse; mɛkamfo no wɔ dɔm mu.
31 ૩૧ કારણ કે દરિદ્રીના આત્માને અપરાધી ઠરાવનારાઓથી ઉદ્ધાર આપવાને માટે યહોવાહ તેને જમણે હાથે ઊભા રહેશે.
Efisɛ ogyina ohiani nsa nifa so sɛ obegye no nkwa afi wɔn a wobu no kumfɔ nsam.