< ગીતશાસ્ત્ર 109 >

1 મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. હે મારા સ્તુતિના ઈશ્વર, તમે શાંત ન રહો.
Přednímu zpěváku, žalm Davidův. Ó Bože chvály mé, nečiň se neslyše.
2 કારણ કે દુષ્ટ અને કપટી માણસો મારા પર હુમલાઓ કરે છે; તેઓ મારી વિરુદ્ધ જૂઠું બોલે છે.
Nebo ústa nešlechetného a ústa lstivá proti mně se otevřela, mluvili proti mně jazykem lživým.
3 તેઓએ મને તિરસ્કૃત શબ્દોથી ઘેરી લીધો છે અને કોઈ કારણ વગર મારી સાથે લડાઈ કરવા હુમલો કરે છે.
A slovy jizlivými osočili mne, válčí proti mně beze vší příčiny.
4 તેઓ મારી પ્રીતિના બદલામાં મારા શત્રુ થયા છે, પણ હું તેઓને માટે પ્રાર્થના જ કરું છું.
Protivili mi se za mé milování, ješto jsem se za ně modlíval.
5 તેઓ ઉપકારને બદલે અપકાર કરે છે અને તેઓ મારા પ્રેમને ધિક્કારે છે.
Odplacují se mi zlým za dobré, a nenávistí za milování mé.
6 મારા શત્રુનો સામનો કરવા માટે એક દુષ્ટ માણસને નિયુક્ત કરો; તેને જમણે હાથે કોઈ અપ્રામાણિકને ઊભો રાખો.
Postav nad ním bezbožníka, a protivník ať mu stojí po pravici.
7 જ્યારે તે ન્યાય કરે, ત્યારે તે અપરાધી ઠરો; તેની પ્રાર્થના પાપરૂપ ગણાઓ.
Když před soudem stane, ať zůstane za nešlechetného, a prosba jeho budiž jemu k hříchu.
8 તેના દિવસો થોડા થાઓ; તેનું સ્થાન બીજા કોઈ લઈ લો.
Budiž dnů jeho málo, a úřad jeho vezmi jiný.
9 તેના સંતાનો અનાથ અને તેની પત્ની વિધવા થાઓ.
Buďtež děti jeho sirotci, a žena jeho vdovou.
10 ૧૦ તેના સંતાનો રખડીને ભીખ માગો, ઉજ્જડ થયેલાં પોતાના ઘરોમાંથી તેઓને નસાડી મૂકવામાં આવે.
Buďtež běhouni a tuláci synové jeho, žebřete, vyhnáni jsouce z poustek svých.
11 ૧૧ તેનો લેણદાર જોરજુલમથી તેનું બધું લઈ જાઓ; તેની મહેનતનું ફળ અજાણ્યા લૂંટી જાઓ.
Přitáhni k sobě lichevník všecko, cožkoli má, a úsilé jeho rozchvátejte cizí.
12 ૧૨ તેના પર દયા રાખનાર કોઈ ન રહો; તેનાં અનાથ બાળકો પર કોઈ કૃપા રાખનાર ન રહો.
Nebudiž, kdo by mu chtěl milosrdenství prokázati, aniž buď, kdo by se smiloval nad sirotky jeho.
13 ૧૩ તેના વંશજોનો ઉચ્છેદ થાઓ; આવતી પેઢીમાંથી તેનું નામ સંપૂર્ણપણે ભૂંસાઈ જાઓ.
Potomci jeho z kořen vyťati buďte, v druhém kolenu vyhlazeno buď jméno jejich.
14 ૧૪ તેના પિતૃઓનાં પાપ યહોવાહને યાદ રહો; અને તેની માતાનું પાપ માફ કરવામાં ન આવો.
Přijdiž na pamět nepravost předků jeho před Hospodinem, a hřích matky jeho nebuď shlazen.
15 ૧૫ તેનાં પાપો નિત્ય યહોવાહની નજરમાં રહો; યહોવાહ તેનું નામ પૃથ્વી પરથી ઉખેડી નાખે.
Buďtež před Hospodinem ustavičně, až by vyhladil z země památku jejich,
16 ૧૬ કારણ કે તેણે બીજાઓ પ્રત્યે દયા કરવાનું ચાહ્યું નહિ, પણ નિરુત્સાહીની હત્યા કરવા માટે અને ગરીબ તથા જરૂરતમંદને સતાવ્યા.
Proto že nepamatoval, aby činil milosrdenství, ale protivenství činil člověku chudému a nuznému a sevřenému bolestí srdce, aby jej zamordoval.
17 ૧૭ બીજાઓને શાપ આપવામાં તે ખુશ હતો; માટે એ શાપ તેને લાગો. તે આશીર્વાદને ધિક્કારતો; તેથી તેના પર કોઈ આશીર્વાદ ન આવો.
Poněvadž miloval zlořečení, nechať přijde na něj; neměl líbosti v požehnání, nechať se vzdálí od něho.
18 ૧૮ તેણે વસ્ત્રની જેમ પોતાના શરીર પર શાપ ધારણ કર્યો હતો અને તેનો શાપ પાણીની માફક તેના અંતઃકરણમાં તેના હાડકામાં તેલની જેમ પ્રસરી જતો હતો.
A tak budiž oblečen v zlořečenství jako v svůj oděv, a ať vejde do vnitřností jeho jako voda, a jako olej do kostí jeho.
19 ૧૯ પહેરવાનાં વસ્ત્રની જેમ તે તેને આચ્છાદિત કરનાર થાઓ કમરબંધની જેમ તે સદા વીંટળાઈ રહો.
Budiž jemu to jako plášť k přiodívání, a jako pás k ustavičnému opasování.
20 ૨૦ જેઓ મારા શત્રુ છે અને જેઓ મારા આત્માની વિરુદ્ધ બોલનાર છે, તેઓને યહોવાહ તરફથી આવો બદલો મળો.
Taková mzda přijdiž mým protivníkům od Hospodina, a mluvícím zlé věci proti duši mé.
21 ૨૧ હે યહોવાહ, મારા પ્રભુ, તમે તમારા નામની ખાતર મારા માટે લડો. કેમ કે તમારી કૃપા ઉત્તમ છે, મારો બચાવ કરો.
Ty pak, Hospodine Pane, nalož se mnou laskavě pro jméno své, nebo dobré jest milosrdenství tvé; vytrhni mne.
22 ૨૨ કેમ કે હું ગરીબ તથા દરિદ્રી છું અને મારું હૃદય ઊંડે સુધી ઘાયલ થયું છે.
Jsemť zajisté chudý a nuzný, a srdce mé raněno jest u vnitřnostech mých.
23 ૨૩ હું નમી ગયેલી છાયાના જેવો થઈ ગયો છું; મને તીડની જેમ ખંખેરી નાખવામાં આવે છે.
Jako stín, když se nachyluje, ucházeti musím; honí se za mnou jako za kobylkou.
24 ૨૪ ઉપવાસથી મારાં ઘૂંટણ નબળા પડ્યાં છે; મારું માંસ પુષ્ટિ વિના ઘટી ગયું છે.
Kolena má klesají postem, a tělo mé vyschlo z tučnosti.
25 ૨૫ હું સર્વ માણસો માટે નિષ્ફળતાનું પ્રતીક બન્યો છું; જ્યારે તેઓ મને જુએ છે, ત્યારે તેઓ પોતાના માથાં હલાવે છે.
Nadto jsem jim za posměch; když mne uhlédají, potřásají hlavami svými.
26 ૨૬ હે યહોવાહ મારા ઈશ્વર, મને મદદ કરો; તમારી કૃપા પ્રમાણે મારો બચાવ કરો.
Spomoz mi, ó Hospodine Bože můj, zachovej mne podlé milosrdenství svého,
27 ૨૭ તેઓ જાણે કે આ તમે કર્યું છે, હે યહોવાહ, તમે જ આ કર્યું છે,
Tak aby poznati mohli, že jest to ruka tvá, a že jsi ty, Hospodine, učinil to.
28 ૨૮ જો તેઓ મને શાપ આપે, તો કૃપા કરી તેમને આશીર્વાદ આપજો; જ્યારે તેઓ હુમલો કરે, ત્યારે તેઓ શરમાઈ જાઓ, પણ તમારો સેવક આનંદ કરે.
Nechť oni jakkoli zlořečí, ty dobrořeč; kteříž povstali, nechť se zastydí, aby se veselil služebník tvůj.
29 ૨૯ મારા શત્રુઓ વસ્ત્રની જેમ બદનામીથી શરમ અનુભવો અને ઝભ્ભાની જેમ તેઓ શરમથી ઢંકાઈ જાઓ.
Buďtež oblečeni protivníci moji v zahanbení, a nechť se odějí jako pláštěm hanbou svou.
30 ૩૦ હું વારંવાર યહોવાહનો આભાર માનીશ; હું ઘણા લોકોમાં તેમની સ્તુતિ ગાઈશ.
Slaviti budu Hospodina velice ústy svými, a u prostřed mnohých chváliti jej budu,
31 ૩૧ કારણ કે દરિદ્રીના આત્માને અપરાધી ઠરાવનારાઓથી ઉદ્ધાર આપવાને માટે યહોવાહ તેને જમણે હાથે ઊભા રહેશે.
Proto že stojí po pravici nuznému, aby ho zachoval od těch, kteříž odsuzují život jeho.

< ગીતશાસ્ત્ર 109 >