< ગીતશાસ્ત્ર 108 >
1 ૧ ગાયન: દાઉદનું ગીત. હે ઈશ્વર, મેં મારું હૃદય દૃઢ કર્યું છે; હું મારા અંતઃકરણથી ગીત ગાઈશ અને સ્તુતિ કરીશ.
Ee Mungu, moyo wangu u thabiti; nitaimba, naam, nitaimba sifa pia kwa moyo mkuu.
2 ૨ વીણા, સિતાર, જાગો; હું જાતે પરોઢિયાને જગાડીશ.
Amka, kinanda na kinubi; nitaamka alfajiri.
3 ૩ હે યહોવાહ, હું લોકોમાં તમારો આભાર માનીશ; પ્રજાઓમાં હું તમારાં સ્તોત્ર ગાઈશ.
Nitakushukuru wewe, Yahwe, kati ya watu; nitakuimbia sifa kati ya mataifa.
4 ૪ કારણ કે તમારી કૃપા આકાશો કરતાં ઊંચી છે; અને તમારું વિશ્વાસુપણું આભ સુધી પહોંચે છે.
Kwa maana uaminifu wa agano lako ni mkuu juu ya mbingu; na uaminifu wako wafika mawinguni.
5 ૫ હે ઈશ્વર, તમે આકાશો કરતાં ઊંચા મનાઓ અને તમારું ગૌરવ આખી પૃથ્વી કરતાં ઊંચું મનાઓ.
Ee Mungu, uinuliwe, juu ya mbingu, na utukufu wako utukuke juu ya nchi.
6 ૬ કે જેથી જેઓ તમને પ્રેમ કરે છે તેઓનો છૂટકો થાય, તમારા જમણા હાથથી અમને છોડાવો અને ઉત્તર આપો.
Ili kwamba wale uwapendao waokolewe, utuokoe sisi kwa mkono wako wa kuume na unijibu.
7 ૭ ઈશ્વર પોતાની પવિત્રતાએ બોલ્યા છે; “હું હરખાઈશ; હું શખેમના ભાગ કરીશ અને સુક્કોથની ખીણ વહેંચી આપીશ.
Mungu ameongea katika utakatifu wake; “Nitashangilia; nitaigawanya Shekemu na nitalipima bonde la Sukothi.
8 ૮ ગિલ્યાદ મારું છે અને મનાશ્શા મારું છે; એફ્રાઇમ મારા માથાનો ટોપ છે; યહૂદિયા મારો રાજદંડ છે.
Gileadi ni yangu, na manase ni yangu; Ephraimu ni nguvu ya kichwa changu; Yuda ni fimbo yangu ya kifalme.
9 ૯ મોઆબ મારા હાથ ધોવાનો કૂંડ છે; અદોમ ઉપર હું મારાં પગરખાં ફેંકીશ; પલિસ્તીઓને કારણે હું વિજયમાં આનંદ કરીશ.
Moabu ni bakuli langu la kunawia; nitatupa kiatu changu juu ya Edomu; nitapaza sauti katika ushindi kwa ajili ya Filisti.
10 ૧૦ મને કોટબંધ નગરમાં કોણ લઈ જશે? મને અદોમમાં કોણ દોરી જશે?”
Ni nani atakaye nipeleka kwenye mji imara? Ni nani atakayeniongoza mpaka Edomu?”
11 ૧૧ હે ઈશ્વર, શું તમે અમને તરછોડ્યા નથી? તમે અમારા સૈન્યોની સાથે બહાર આવતા નથી.
Ee Mungu, sio wewe uliyetukataa? Hauendi vitani na jeshi letu.
12 ૧૨ અમને અમારા શત્રુઓ સામે મદદ કરો, કેમ કે માણસની મદદ તો મિથ્યા છે.
Utupe msaada dhidi ya adui yetu, maana msaada wa wanadamu ni bure.
13 ૧૩ અમે ઈશ્વરની સહાયથી પરાક્રમો કરીશું; તે જ અમારા શત્રુઓને કચડી નાખશે.
Tutashinda kwa msaada wa Mungu; atawakanyaga kwa adui zetu.