< ગીતશાસ્ત્ર 108 >

1 ગાયન: દાઉદનું ગીત. હે ઈશ્વર, મેં મારું હૃદય દૃઢ કર્યું છે; હું મારા અંતઃકરણથી ગીત ગાઈશ અને સ્તુતિ કરીશ.
Pieśń. Psalm Dawida. Boże, moje serce jest gotowe; będę ci śpiewać i wysławiać cię, także i moja chwała.
2 વીણા, સિતાર, જાગો; હું જાતે પરોઢિયાને જગાડીશ.
Obudź się, cytro i harfo, gdy o świcie powstanę.
3 હે યહોવાહ, હું લોકોમાં તમારો આભાર માનીશ; પ્રજાઓમાં હું તમારાં સ્તોત્ર ગાઈશ.
Będę cię wysławiać wśród ludu, PANIE, będę ci śpiewał wśród narodów.
4 કારણ કે તમારી કૃપા આકાશો કરતાં ઊંચી છે; અને તમારું વિશ્વાસુપણું આભ સુધી પહોંચે છે.
Twoje miłosierdzie bowiem jest wielkie, [sięga] ponad niebiosa, a twoja prawda aż pod obłoki.
5 હે ઈશ્વર, તમે આકાશો કરતાં ઊંચા મનાઓ અને તમારું ગૌરવ આખી પૃથ્વી કરતાં ઊંચું મનાઓ.
Bądź wywyższony ponad niebiosa, Boże, a twoja chwała ponad całą ziemię;
6 કે જેથી જેઓ તમને પ્રેમ કરે છે તેઓનો છૂટકો થાય, તમારા જમણા હાથથી અમને છોડાવો અને ઉત્તર આપો.
Aby twoi umiłowani byli ocaleni, wybaw ich swoją prawicą i wysłuchaj mnie.
7 ઈશ્વર પોતાની પવિત્રતાએ બોલ્યા છે; “હું હરખાઈશ; હું શખેમના ભાગ કરીશ અને સુક્કોથની ખીણ વહેંચી આપીશ.
Bóg przemówił w swej świętości: Będę się weselić, rozdzielę Sychem, a dolinę Sukkot wymierzę.
8 ગિલ્યાદ મારું છે અને મનાશ્શા મારું છે; એફ્રાઇમ મારા માથાનો ટોપ છે; યહૂદિયા મારો રાજદંડ છે.
Mój [jest] Gilead, mój i Manasses, Efraim mocą mojej głowy, Juda moim prawodawcą.
9 મોઆબ મારા હાથ ધોવાનો કૂંડ છે; અદોમ ઉપર હું મારાં પગરખાં ફેંકીશ; પલિસ્તીઓને કારણે હું વિજયમાં આનંદ કરીશ.
Moab jest moją miednicą do mycia, na Edom rzucę moje obuwie, nad Filisteą zatriumfuję.
10 ૧૦ મને કોટબંધ નગરમાં કોણ લઈ જશે? મને અદોમમાં કોણ દોરી જશે?”
Kto mnie wprowadzi do miasta warownego? Kto mnie doprowadzi aż do Edomu?
11 ૧૧ હે ઈશ્વર, શું તમે અમને તરછોડ્યા નથી? તમે અમારા સૈન્યોની સાથે બહાર આવતા નથી.
Czy nie [ty], Boże, [który] nas odrzuciłeś? Czy nie wyruszysz, Boże, z naszymi wojskami?
12 ૧૨ અમને અમારા શત્રુઓ સામે મદદ કરો, કેમ કે માણસની મદદ તો મિથ્યા છે.
Udziel nam pomocy w ucisku, bo próżna jest pomoc ludzka.
13 ૧૩ અમે ઈશ્વરની સહાયથી પરાક્રમો કરીશું; તે જ અમારા શત્રુઓને કચડી નાખશે.
W Bogu będziemy mężni, on podepcze naszych wrogów.

< ગીતશાસ્ત્ર 108 >