< ગીતશાસ્ત્ર 105 >
1 ૧ યહોવાહનો આભાર માનો, તેમના નામને વિનંતિ કરો; તેમનાં કૃત્યો લોકોમાં પ્રસિદ્ધ કરો.
Wysławiajcie PANA, wzywajcie jego imienia, opowiadajcie jego dzieła wśród narodów.
2 ૨ તેમની આગળ ગાઓ, તેમનાં સ્તોત્ર ગાઓ; તેમનાં સર્વ આશ્ચર્યકારક કામોનું મનન કરો.
Śpiewajcie mu, śpiewajcie mu psalmy, rozmawiajcie o wszystkich jego cudach.
3 ૩ તેમના પવિત્ર નામને લીધે તમે ગૌરવ અનુભવો; યહોવાહને શોધનારનાં હૃદય આનંદ પામો.
Chlubcie się jego świętym imieniem, niech się weseli serce szukających PANA.
4 ૪ યહોવાહને તથા તેમના સામર્થ્યને શોધો; સતત તેમની હાજરીનો અનુભવ કરો.
Szukajcie PANA i jego mocy, szukajcie zawsze jego oblicza.
5 ૫ તેમણે જે આશ્ચર્યકારક કામો કર્યાં છે, તે તથા તેમના ચમત્કારો અને તેમના મુખમાંથી નીકળતા ન્યાયચુકાદા યાદ રાખો.
Przypominajcie sobie dzieła, które czynił; jego cuda i wyroki jego ust.
6 ૬ તેમના સેવક ઇબ્રાહિમના વંશજો, તમે યાકૂબના વંશજો છો, તેમના પસંદ કરેલા, તમે તેમને યાદ કરો.
[Wy], potomkowie Abrahama, jego słudzy; [wy], synowie Jakuba, jego wybrańcy!
7 ૭ તે યહોવાહ, આપણા ઈશ્વર છે. આખી પૃથ્વીમાં તેમનાં ન્યાયનાં કૃત્યો પ્રસિદ્ધ છે.
On jest PANEM, naszym Bogiem, jego sądy po całej ziemi.
8 ૮ તે પોતાનો કરાર સર્વદા યાદ રાખે છે, હજાર પેઢીઓને આપેલું વચન પાળે છે.
Pamięta wiecznie o swoim przymierzu; o słowie, które nakazał po tysiąc pokoleń;
9 ૯ જે કરાર તેમણે ઇબ્રાહિમ સાથે કર્યો હતો અને ઇસહાક પ્રત્યેની પ્રતિજ્ઞા કરી હતી.
[O przymierzu], które zawarł z Abrahamem, i o przysiędze złożonej Izaakowi.
10 ૧૦ તેમણે યાકૂબ માટેના નિયમ તરીકે તેનું સ્થાપન કર્યું તેને તેમણે ઇઝરાયલ માટે સર્વકાળનો કરાર બનાવ્યો.
Ustanowił je jako prawo dla Jakuba, dla Izraela jako wieczne przymierze;
11 ૧૧ તેમણે કહ્યું, “આ કનાન દેશ હું તમને આપીશ તે સર્વદા તમારું પોતાનું વતન થશે.”
Mówiąc: Tobie dam ziemię Kanaan jako dział waszego dziedzictwa;
12 ૧૨ તેમણે આમ પણ કહ્યું જ્યારે તેઓ અલ્પ સંખ્યામાં હતા, ત્યારે તેઓની વસ્તી ઘણી ઓછી હતી અને તેઓ દેશમાં પ્રવાસીઓ હતા.
Kiedy ich było niewielu, nieliczni i obcy w niej.
13 ૧૩ તેઓ એક દેશથી બીજે દેશ અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ફરતા.
I wędrowali od narodu do narodu, z [jednego] królestwa do innego ludu;
14 ૧૪ તેમણે તેઓ પર કોઈને જુલમ કરવા દીધો નહિ; તેઓને લીધે તેમણે રાજાઓને શિક્ષા કરી.
Nikomu nie pozwolił ich krzywdzić, nawet karcił królów z ich powodu, [mówiąc]:
15 ૧૫ તેમણે કહ્યું, “મારા અભિષિક્તોને અડશો નહિ અને મારા પ્રબોધકોને નુકસાન પહોંચાડશો નહિ.”
Nie dotykajcie moich pomazańców, a moim prorokom nie czyńcie [nic] złego.
16 ૧૬ તેમણે કનાનની ભૂમિમાં દુકાળ આવવા દીધો; તેમણે અન્નનો આધાર તોડી નાખ્યો.
Potem przywołał głód na ziemię i zniszczył cały zapas chleba.
17 ૧૭ તેમણે તેઓની પહેલાં યૂસફને કે જે ગુલામ તરીકે વેચાઈ ગયો હતો તેને મોકલ્યો.
Posłał przed nimi męża, Józefa, który został sprzedany jako niewolnik;
18 ૧૮ બંદીખાનામાં તેઓએ તેના પગોએ સાંકળો બાંધી અને તેઓએ લોખંડનાં બંધનો તેના ગળે બાંધ્યાં.
Którego nogi ranili pętami, a w żelazo zakuto jego ciało;
19 ૧૯ યહોવાહના શબ્દે પુરવાર કર્યુ કે તે સાચો હતો, ત્યાં સુધી યૂસફ જેલમાં રહ્યો.
Aż do [tego] czasu, gdy jego słowo się spełniło, słowo PANA doświadczało go.
20 ૨૦ રાજાએ માણસો મોકલીને તેને છોડાવ્યો; લોકોના અધિપતિઓએ તેનો છુટકારો કર્યો.
Posłał król i kazał go uwolnić, władca narodu wypuścił go na wolność.
21 ૨૧ તેણે તેને પોતાના મહેલનો કારભારી અને પોતાની સર્વ મિલકતનો વહીવટદાર ઠરાવ્યો.
Ustanowił go panem swego domu i władcą wszystkich swoich posiadłości;
22 ૨૨ કે તે રાજકુમારોને નિયંત્રણમાં રાખે અને પોતાના વડીલોને ડહાપણ શીખવે.
Aby rządził jego dostojnikami według swego uznania i jego starszych nauczał mądrości.
23 ૨૩ પછી ઇઝરાયલ મિસરમાં આવ્યો અને ત્યાં હામનાં દેશમાં યાકૂબે મુકામ કર્યો.
Potem Izrael wszedł do Egiptu, a Jakub był gościem w ziemi Chama;
24 ૨૪ ઈશ્વરે પોતાના લોકોને ઘણા આબાદ કર્યા અને તેમના દુશ્મનો કરતાં વધારે બળવાન કર્યા.
Gdzie [Bóg] bardzo rozmnożył swój lud i uczynił go potężniejszym od jego wrogów.
25 ૨૫ તેમણે પોતાના લોકો પર દ્વ્રેષ રાખવાને તથા પોતાના સેવકોની સાથે કપટથી વર્તવાને તેઓની બુદ્ધિ ફેરવી નાખી.
Odmienił ich serca, żeby znienawidzili jego lud i postępowali przebiegle wobec jego sług.
26 ૨૬ તેમણે પોતાના સેવક મૂસાને અને તેમના પસંદ કરેલા, હારુનને મોકલ્યા.
Posłał Mojżesza, swego sługę, i Aarona, którego wybrał;
27 ૨૭ તેઓએ મિસરના લોકોમાં તેમનાં ચિહ્નો બતાવ્યાં, વળી હામના દેશમાં ચમત્કારો પ્રગટ કર્યા.
Pokazali im jego znaki i cuda w ziemi Chama.
28 ૨૮ તેમણે પૃથ્વી પર ગાઢ અંધકાર મોકલ્યો, પણ તે લોકોએ તેમની વાતને માની નહિ.
Zesłał ciemności i nastał mrok, i nie buntowali się przeciw jego słowu.
29 ૨૯ તેમણે તેઓનું પાણી લોહી કરી નાખ્યું અને તેઓનાં માછલાં મારી નાખ્યાં.
Zamienił ich wody w krew i pozabijał ich ryby.
30 ૩૦ તેઓના દેશ પર અસંખ્ય દેડકાં ચઢી આવ્યાં, હા, તેઓ છેક રાજમહેલના ઓરડા સુધી ભરાયાં.
Ich ziemia wydała mnóstwo żab, [były] nawet w komnatach królewskich.
31 ૩૧ તે બોલ્યા અને માખીઓ તથા જૂનાં ટોળાં આવ્યાં અને તેઓના આખા દેશમાં ફેલાઈ ગયાં.
Rozkazał i zjawiły się rozmaite muchy i wszy w całym ich kraju.
32 ૩૨ તેમણે વરસાદ અને કરા મોકલ્યા, તેઓના દેશમાં ભડભડતો અગ્નિ સળગાવ્યો.
Zesłał grad zamiast deszczu, ogień płonący na ich ziemię.
33 ૩૩ તેમણે તેઓના દ્રાક્ષવેલાઓ તથા અંજીરીનાં ઝાડોનો નાશ કર્યો તેમણે તેઓના દેશનાં બધાં વૃક્ષો તોડી પાડ્યાં.
Zniszczył ich winnice i figowce i połamał drzewa w ich kraju.
34 ૩૪ તે બોલ્યા અને અગણિત, તીડો આવ્યા.
Rozkazał i zjawiła się szarańcza, niezliczone mnóstwo larw;
35 ૩૫ તીડો તેઓના દેશની સર્વ વનસ્પતિ ખાઈ ગયાં; જમીનનાં બધાં ફળ ભક્ષ કરી ગયાં.
I pożarły całą zieleń w ich kraju, i zjadły płody ich ziemi.
36 ૩૬ તેઓના દેશમાંના સર્વ પ્રથમજનિતને મારી નાખ્યા, તેઓના મુખ્ય બળવાનોને તેમણે મારી નાખ્યા.
Zabił też wszystko, co pierworodne w ich ziemi, pierwociny wszelkiej ich siły.
37 ૩૭ તે ઇઝરાયલીઓને તેમના સોના તથા ચાંદી સાથે બહાર લાવ્યા; તેઓના કુળોમાં કોઈ પણ નિર્બળ ન હતું.
Wyprowadził ich ze srebrem i złotem i nie było słabego wśród ich plemion.
38 ૩૮ જ્યારે તેઓ ગયા ત્યારે મિસરના લોકો આનંદ પામ્યા, કારણ કે મિસરના લોકો તેમનાથી ગભરાઈ ગયા હતા.
Egipt się radował, gdy wychodzili, bo ogarnął go strach przed nimi.
39 ૩૯ તેમણે આચ્છાદનને માટે વાદળું પ્રસાર્યું અને રાત્રે પ્રકાશ આપવા માટે અગ્નિસ્તંભ આપ્યો.
Rozpostarł obłok jak osłonę, a ogień, by świecił w nocy.
40 ૪૦ ઇઝરાયલીઓએ ખોરાક માગ્યો, તો તેમણે લાવરીઓ આપી અને આકાશમાંની રોટલીઓથી તેઓને તૃપ્ત કર્યા.
Na [ich] żądanie zesłał przepiórki i nasycił ich chlebem z nieba.
41 ૪૧ તેમણે ખડક તોડ્યો એટલે ત્યાં પાણી નીકળ્યું; તે નદી થઈને સૂકી ભૂમિમાં વહેવા લાગ્યું.
Otworzył skałę i trysnęły wody, popłynęły po suchych miejscach [jak] rzeka;
42 ૪૨ તેમણે પોતાના સેવક ઇબ્રાહિમને આપેલા પોતાના વચનનું સ્મરણ કર્યું.
Pamiętał bowiem o swoim świętym słowie i o Abrahamie, swym słudze.
43 ૪૩ તે પોતાના લોકોને, પોતાના પસંદ કરેલાઓને, ખુશીથી પાછા લઈ આવ્યા.
Wyprowadził swój lud wśród wesela, swoich wybranych wśród radości.
44 ૪૪ તેમણે તેઓને વિદેશીઓની ભૂમિ આપી; તે લોકોએ કરેલા શ્રમના ફળનો વારસો તેમને મળ્યો.
I dał im ziemię pogan, i zawładnęli dorobkiem narodów;
45 ૪૫ કે જેથી તેઓ તેમના વિધિઓનું પાલન કરે અને તેમના નિયમોને પાળે. યહોવાહની સ્તુતિ કરો.
Aby zachowywali jego nakazy i przestrzegali jego praw. Alleluja.