< ગીતશાસ્ત્ર 104 >
1 ૧ હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન. હે યહોવાહ મારા ઈશ્વર, તમે અતિ મહાન છો; તમે વૈભવ તથા ગૌરવ ધારણ કર્યાં છે.
[A Psalm] of David. Bless the Lord, O my soul. O Lord my God, thou art very great; thou hast clothed thyself with praise and honour:
2 ૨ તમે વસ્ત્રની જેમ અજવાળું પહેર્યું છે; પડદાની જેમ તમે આકાશને વિસ્તારો છો.
who dost robe thyself with light as with a garment; spreading out the heaven as a curtain.
3 ૩ તમારા આકાશી ઘરનો પાયો તમે અંતરિક્ષનાં પાણી પર નાખ્યો છે; તમે વાદળાંને તમારા રથ બનાવ્યા છે; તમે પવનની પાંખો પર સવારી કરો છો.
Who covers his chambers with waters; who makes the clouds his chariot; who walks on the wings of the wind.
4 ૪ તમે પવનોને તમારા દૂત બનાવો છો અને તમારા સેવકો અગ્નિના ભડકા છે.
Who makes his angels spirits, and his ministers a flaming fire.
5 ૫ તમે પૃથ્વીને તેના પાયા પર સ્થિર કરી છે જેથી તે ખસે નહિ.
Who establishes the earth on her sure foundation: it shall not be moved for ever.
6 ૬ તમે પૃથ્વીને વસ્ત્રની જેમ જળના ભંડારોથી આચ્છાદિત કરો છો; પાણીએ પર્વતોને આચ્છાદિત કર્યાં છે.
The deep, as it were a garment, is his covering: the waters shall stand on the hills.
7 ૭ તમારી ધમકીથી તેઓ નાસી ગયાં; તમારી ગર્જનાથી તેઓ જતાં રહ્યાં.
At thy rebuke they shall flee; at the voice of thy thunder they shall be alarmed.
8 ૮ પહાડો ચઢી ગયા અને ખીણો ઊતરી ગઈ જે સ્થળ તમે પાણીને માટે મુકરર કર્યું હતું, ત્યાં સુધી તે પ્રસરી ગયાં.
They go up to the mountains, and down to the plains, to the place which thou hast founded for them.
9 ૯ તેઓ ફરીથી પૃથ્વીને ઢાંકે નહિ માટે તમે તેઓને માટે હદ બાંધી છે કે જેથી તેઓ તે પાર ન કરી શકે;
Thou hast set a bound which they shall not pass, neither shall they turn again to cover the earth.
10 ૧૦ તેમણે ખીણોમાં વહેતાં ઝરણાં બનાવ્યાં; તે પર્વતોની વચ્ચે વહે છે.
He sends forth his fountains among the valleys: the waters shall run between the mountains.
11 ૧૧ તે સર્વ પશુઓને પાણી પૂરું પાડે છે; રાની ગધેડાંઓ પણ પોતાની તરસ છિપાવે છે.
They shall give drink to all the wild beasts of the field: the wild asses shall take [of them] to [quench] their thirst.
12 ૧૨ આકાશના પક્ષીઓ ઝરણાંઓને કિનારે માળા બાંધે છે; વૃક્ષોની ડાળીઓ મધ્યે ગાયન કરે છે.
By them shall the birds of the sky lodge: they shall utter a voice out of the midst of the rocks.
13 ૧૩ તે ઓરડામાંથી પર્વતો પર પાણી સિંચે છે. પૃથ્વી તેમનાં કામના ફળથી તૃપ્ત થાય છે.
He waters the mountains from his chambers: the earth shall be satisfied with the fruit of thy works.
14 ૧૪ તે જાનવરને માટે ઘાસ ઉપજાવે છે અને માણસના માટે શાકભાજી ઉપજાવે છે કે જેથી માણસ ભૂમિમાંથી અન્ન ઉપજાવે છે.
He makes grass to grow for the cattle, and green herb for the service of men, to bring bread out of the earth;
15 ૧૫ તે માણસને આનંદ આપનાર દ્રાક્ષારસ, તેના મુખને તેજસ્વી કરનાર તેલ અને તેના જીવનને બળ આપનાર રોટલી તે નિપજાવે છે.
and wine makes glad the heart of man, to make his face cheerful with oil: and bread strengthens man's heart.
16 ૧૬ યહોવાહનાં વૃક્ષો, એટલે લબાનોનનાં દેવદારો; જે તેમણે રોપ્યાં હતાં, તેઓ પાણીથી ભરપૂર છે.
The trees of the plain shall be full [of sap]; [even] the cedars of Libanus which he has planted.
17 ૧૭ ત્યાં પક્ષીઓ પોતાના માળા બાંધે છે. વળી દેવદાર વૃક્ષ બગલાઓનું રહેઠાણ છે.
There the sparrows will build their nests; and the house of the heron takes the lead among them.
18 ૧૮ ઊંચા પર્વતો પર રાની બકરાઓને અને ખડકોમાં સસલાને રક્ષણ અને આશ્રય મળે છે.
The high mountains are a refuge for the stags, [and] the rock for the rabbits.
19 ૧૯ ઋતુઓને માટે તેમણે ચંદ્રનું સર્જન કર્યું; સૂર્ય પોતાનો અસ્તકાળ જાણે છે.
He appointed the moon for seasons: the sun knows his going down.
20 ૨૦ તમે અંધારું કરો છો એટલે રાત થાય છે ત્યારે જંગલનાં પશુઓ બહાર આવે છે.
Thou didst make darkness, and it was night; in it all the wild beasts of the forest will be abroad:
21 ૨૧ સિંહનાં બચ્ચાં શિકાર માટે ગર્જના કરે છે અને તેઓ ઈશ્વર પાસે પોતાનું ભોજન માગે છે.
[even] young lions roaring for prey, and to seek meat for themselves from God.
22 ૨૨ સૂર્ય ઊગે કે તરત તેઓ જતાં રહે છે અને પોતાના કોતરોમાં સૂઈ જાય છે.
The sun arises, and they shall be gathered together, and shall lie down in their dens.
23 ૨૩ માણસ પોતાના કામકાજ કરવા બહાર આવે છે અને સાંજ સુધી પોતાનો ઉદ્યોગ ચલાવે છે.
Man shall go forth to his work, and to his labour till evening.
24 ૨૪ હે યહોવાહ, તમારાં કામ કેવાં તરેહતરેહનાં છે! તમે તે સર્વને બુદ્ધિપૂર્વક બનાવ્યાં છે; તમારી બનાવેલી વસ્તુઓથી પૃથ્વી ભરપૂર છે.
How great are thy works, O Lord! in wisdom hast thou wrought them all: the earth is filled with thy creation.
25 ૨૫ જુઓ આ વિશાળ તથા ઊંડા સમુદ્રમાં, અસંખ્ય જીવજંતુઓ, નાનાંમોટાં જળચરો છે.
[So is] this great and wide sea: there are things creeping innumerable, small animals and great.
26 ૨૬ વહાણો તેમાં આવજા કરે છે અને જે મગરમચ્છ તેમાં રમવા માટે તમે ઉત્પન્ન કર્યાં છે તે સમુદ્રમાં રહે છે.
There go the ships; [and] this dragon whom thou hast made to play in it.
27 ૨૭ તમે તેઓને યોગ્ય સમયે ખાવાનું આપો છો, તેથી આ સર્વ તમારી રાહ જુએ છે.
All wait upon thee, to give them [their] food in due season.
28 ૨૮ જ્યારે તમે તેઓને આપો છો, ત્યારે તેઓ ભેગા થાય છે; જ્યારે તમે તમારો હાથ ખોલો છો, ત્યારે તેઓ તૃપ્ત થાય છે.
When thou hast given [it] them, they will gather [it]; and when thou hast opened thine hand, they shall all be filled with good.
29 ૨૯ જ્યારે તમે તમારું મુખ ફેરવો છો, ત્યારે તેઓ ગભરાઈ જાય છે; જો તમે તેઓનો પ્રાણ લઈ લો છો, તો તેઓ મરણ પામે છે અને પાછાં ધૂળમાં મળી જાય છે.
But when thou hast turned away thy face, they shall be troubled: thou wilt take away their breath, and they shall fail, and return to their dust.
30 ૩૦ જ્યારે તમે તમારો આત્મા મોકલો છો, ત્યારે તેઓ ઉત્પન્ન થાય છે અને તમે દેશભરનું નવીકરણ કરો છો.
Thou shalt send forth thy Spirit, and they shall be created; and thou shalt renew the face of the earth.
31 ૩૧ યહોવાહનો મહિમા સદાકાળ ટકી રહો; પોતાના સર્જનથી યહોવાહ આનંદ પામો.
Let the glory of the Lord be for ever: the Lord shall rejoice in his works;
32 ૩૨ તે પૃથ્વી પર દ્રષ્ટિ કરે છે અને તે કંપે છે; તે પર્વતોને સ્પર્શે છે અને તેઓમાંથી ધુમાડો નીકળે છે.
who looks upon the earth, and makes it tremble; who touches the mountains, and they smoke.
33 ૩૩ હું જીવનપર્યંત યહોવાહની પ્રશંસાનાં ગીતો ગાઈશ; હું મારા છેલ્લાં શ્વાસ સુધી યહોવાહની સ્તુતિ કરીશ.
I will sing to the Lord while I live; I will sing praise to my God while I exist.
34 ૩૪ તેમના માટેના મારા શબ્દો વડે તે પ્રસન્ન થાઓ; હું યહોવાહમાં આનંદ કરીશ.
Let my meditation be sweet to him: and I will rejoice in the Lord.
35 ૩૫ પૃથ્વીમાંથી સર્વ પાપીઓ નાશ પામો અને દુષ્ટોનો અંત આવો. હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન. યહોવાહની સ્તુતિ કરો.
Let the sinners fail from off the earth, and transgressors, so that they shall be no more. Bless the Lord, O my soul.