< ગીતશાસ્ત્ર 103 >
1 ૧ દાઉદનું (ગીત.) હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન અને મારા ખરા અંતઃકરણ, તેમના પવિત્ર નામને સ્તુત્ય માન.
Min Sjæl! lov Herren, og alt det, som i mig er, love hans hellige Navn.
2 ૨ હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન, અને તેમના સર્વ ઉપકારો તું ભૂલી ન જા.
Min Sjæl! lov Herren og glem ikke alle hans Velgerninger,
3 ૩ તે તારાં સઘળાં પાપ માફ કરે છે; અને તારા સર્વ રોગ મટાડે છે.
ham, som forlader dig alle dine Misgerninger; ham, som læger alle dine Sygdomme;
4 ૪ તે તારો જીવ નાશથી બચાવે છે; તને કૃપા તથા દયાનો મુગટ પહેરાવે છે.
ham, som genløser dit Liv fra Graven; ham, som kroner dig med Miskundhed og Barmhjertighed;
5 ૫ તે તારા જીવને ઉત્તમ વસ્તુઓથી તૃપ્ત કરે છે જેથી ગરુડની જેમ તારી જુવાની તાજી કરાય છે.
ham, som mætter din Sjæl med det gode, at du bliver ung igen som Ørnen.
6 ૬ યહોવાહ જે ઉચિત છે તે કરે છે, અને તે સર્વ જુલમથી લદાયેલાને માટે ન્યાયનાં કૃત્યો કરે છે.
Herren øver Retfærdighed og Ret for alle fortrykte.
7 ૭ તેમણે પોતાના માર્ગો મૂસાને અને પોતાનાં કૃત્યો ઇઝરાયલના વંશજોને જણાવ્યાં.
Han lod Mose vide sine Veje, Israels Børn sine Gerninger.
8 ૮ યહોવાહ દયાળુ તથા કરુણાળુ છે; તે ધીરજ રાખનાર છે; તે કૃપા કરવામાં મોટા છે.
Herren er barmhjertig og naadig, langmodig og af megen Miskundhed.
9 ૯ તે હંમેશાં શિક્ષા કરશે નહિ; તે હંમેશા ગુસ્સે રહેતા નથી.
Han skal ikke bestandig gaa i Rette, ej heller beholde Vrede evindelig.
10 ૧૦ તેઓ આપણાં પાપ પ્રમાણે આપણી સાથે વર્ત્યા નથી અથવા આપણા પાપના પ્રમાણમાં તેમણે આપણને બદલો વાળ્યો નથી.
Han har ikke gjort imod os efter vore Synder og ikke betalt os efter vore Misgerninger.
11 ૧૧ કારણ કે જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે, તેમ તેમનો આદર કરનાર પર તેમની કૃપા વિશાળ છે.
Thi saa høj Himmelen er over Jorden, har hans Miskundhed været mægtig over dem, som frygte ham.
12 ૧૨ પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે, તેટલાં તેમણે આપણા અપરાધો આપણાથી દૂર કર્યાં છે.
Saa langt som Østen er fra Vesten, har han ladet vore Overtrædelser være langt fra os.
13 ૧૩ જેમ પિતા પોતાનાં સંતાનો પર દયાળુ છે, તેમ યહોવાહ પોતાના ભક્તો પર દયાળુ છે.
Ligesom en Fader forbarmer sig over Børn, saa forbarmer Herren sig over dem, som frygte ham.
14 ૧૪ કારણ કે તે આપણું બંધારણ જાણે છે; આપણે ધૂળ છીએ એવું તે જાણે છે.
Thi han kender vor Skabning, han kommer i Hu, at vi ere Støv.
15 ૧૫ માણસના દિવસો ઘાસ જેવા છે; ખેતરમાંના ફૂલની જેમ તે ખીલે છે.
Et Menneskes Dage ere som Græs; som et Blomster paa Marken, saa blomstrer han.
16 ૧૬ પવન તેના પર થઈને વાય છે અને તે ઊડી જાય છે અને તે ક્યાં હતું એ કોઈને માલૂમ પડતું નથી.
Naar et Vejr farer over det, da er det ikke mere, og dets Sted kender det ikke længere.
17 ૧૭ પણ યહોવાહની કૃપા તેમના ભક્તો પર અનાદિકાળથી તે અનંતકાળ સુધી છે. તેમનું ન્યાયીપણું તેમના વંશજોને માટે છે.
Men Herrens Miskundhed er fra Evighed og indtil Evighed over dem, som frygte ham, og hans Retfærdighed med Børnebørn,
18 ૧૮ તેઓ તેમનો કરાર માને છે અને તેમની સૂચનાઓનું પાલન કરે છે.
med dem, som holde hans Pagt, og med dem, som komme hans Befalinger i Hu for at gøre derefter.
19 ૧૯ યહોવાહે પોતાનું રાજ્યાસન આકાશમાં સ્થાપ્યું છે અને તેમના રાજ્યની સત્તા સર્વ ઉપર છે.
Herren har befæstet sin Trone i Himmelen, og hans Rige behersker alt.
20 ૨૦ હે બળમાં પરાક્રમી, યહોવાહનું વચન પાળનારા તથા તેમની આજ્ઞાઓ પાળનારા તેમના દૂતો, તમે યહોવાહની સ્તુતિ કરો.
Lover Herren, I hans Engle! I vældige i Magt, som udrette hans Ord, idet I høre paa hans Ords Røst!
21 ૨૧ હે યહોવાહનાં સર્વ સૈન્યો, તેમની ઇચ્છાને અનુસરનારા તેમના સેવકો, તમે તેમને સ્તુત્ય માનો.
Lover Herren, alle hans Hærskarer! I hans Tjenere, som gøre hans Villie!
22 ૨૨ યહોવાહના રાજ્યમાં સર્વ સ્થળોમાં તેમનાં સૌ કૃત્યો તેમને સ્તુત્ય માનો; હે મારા આત્મા, તું યહોવાહને સ્તુત્ય માન.
Lover Herren, I hans Gerninger alle til Hobe! i alle hans Herredømmes Steder: Min Sjæl, lov Herren!