< ગીતશાસ્ત્ર 102 >
1 ૧ દુ: ખીની પ્રાર્થના; આકુળવ્યાકુળ થઈને તે યહોવાહની સમક્ષ શોકનો સાદ કાઢે છે. હે યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; મારા પોકારને તમારી પાસે આવવા દો.
A prayer of one who is afflicted, when he grows faint and pours out his lament before the LORD. Hear my prayer, O LORD; let my cry for help come before You.
2 ૨ મારા સંકટના દિવસે તમારું મુખ મારાથી ન ફેરવો. મારું સાંભળો. જ્યારે હું તમને પોકારું, ત્યારે તમે મને વહેલો ઉત્તર આપો.
Do not hide Your face from me in my day of distress. Incline Your ear to me; answer me quickly when I call.
3 ૩ કારણ કે મારા દિવસો તો ધુમાડાની જેમ વીતી જાય છે અને મારાં હાડકાં અગ્નિની જેમ બળી જાય છે.
For my days vanish like smoke, and my bones burn like glowing embers.
4 ૪ મારું હૃદય તો ઘાસના જેવું કપાયેલું અને ચીમળાયેલું છે. એટલે સુધી કે રોટલી ખાવાનું પણ હું ભૂલી જાઉં છું.
My heart is afflicted, and withered like grass; I even forget to eat my bread.
5 ૫ મારા નિસાસાને કારણે હું ઘણો સુકાઈ ગયો છું.
Through my loud groaning my flesh clings to my bones.
6 ૬ હું રાનની જળકૂકડી જેવો થઈ ગયો છું; અરણ્યના ઘુવડ જેવો થઈ ગયો છું.
I am like a desert owl, like an owl among the ruins.
7 ૭ હું જાગૃત રહું છું, હું અગાસી પર એકલી પડેલી ચકલી જેવો થઈ ગયો છો.
I lie awake; I am like a lone bird on a housetop.
8 ૮ મારા શત્રુ આખો દિવસ મને મહેણાં મારે છે; જેઓ મારી મજાક ઉડાવે છે તેઓ બીજાને શાપ આપવા મારા નામનો ઉપયોગ કરે છે.
All day long my enemies taunt me; they ridicule me and curse me.
9 ૯ રોટલીને બદલે હું રાખ ખાઉં છું મારાં આંસુ વહીને મારા પ્યાલામાં પડે છે.
For I have eaten ashes like bread and mixed my drink with tears
10 ૧૦ તે તમારા રોષને કારણે છે, કેમ કે તમે મને ઊંચો કરીને નીચે ફેંકી દીધો છે.
because of Your indignation and wrath, for You have picked me up and cast me aside.
11 ૧૧ મારા દિવસો નમતી છાયા જેવા છે અને હું ઘાસની જેમ કરમાઈ ગયો છું.
My days are like lengthening shadows, and I wither away like grass.
12 ૧૨ પણ, હે યહોવાહ, તમે સર્વકાળ ટકનાર છો અને તમારું સ્મરણ પેઢી દરપેઢી રહેશે.
But You, O LORD, sit enthroned forever; Your renown endures to all generations.
13 ૧૩ તમે ઊભા થઈને સિયોન પર દયા કરશો. તેના પર દયા કરવાનો સમય, એટલે ઠરાવેલો સમય, આવ્યો છે.
You will rise up and have compassion on Zion, for it is time to show her favor— the appointed time has come.
14 ૧૪ કારણ કે તમારા સેવકોને તેના પથ્થરો વહાલા છે અને તેની ધૂળ પર તેઓને દયા આવે છે.
For Your servants delight in her stones and take pity on her dust.
15 ૧૫ હે યહોવાહ, વિદેશીઓ તમારા નામનો આદર કરશે અને પૃથ્વીના સર્વ રાજાઓ તમારા ગૌરવનો આદર કરશે.
So the nations will fear the name of the LORD, and all the kings of the earth will fear Your glory.
16 ૧૬ યહોવાહે સિયોનને ફરીથી બાંધ્યું છે અને તે પોતાના ગૌરવથી પ્રગટ થયા છે.
For the LORD will rebuild Zion; He has appeared in His glory.
17 ૧૭ તે જ સમયે, તેમણે લાચારની પ્રાર્થના પર લક્ષ લગાડ્યું છે; તે તેઓની પ્રાર્થના નકારશે નહિ.
He will turn toward the prayer of the destitute; He will not despise their prayer.
18 ૧૮ આ વાતો તો આવનાર પેઢી માટે લખવામાં આવી છે અને જે લોકો હજી સુધી જન્મ્યા નથી, તેઓ પણ યહોવાહની સ્તુતિ કરશે.
Let this be written for the generation to come, so that a people not yet created may praise the LORD.
19 ૧૯ કેમ કે તેમણે પોતાના ઉચ્ચ પવિત્રસ્થાનમાંથી જોયું છે; આકાશમાંથી યહોવાહે પૃથ્વીને નિહાળી,
For He looked down from the heights of His sanctuary; the LORD gazed out from heaven to earth
20 ૨૦ જેથી તે બંદીવાનોના નિસાસા સાંભળી શકે, જેઓ મરણના સપાટામાં સપડાયેલા છે તેઓને તે છોડાવે.
to hear a prisoner’s groaning, to release those condemned to death,
21 ૨૧ પછી માણસો સિયોનમાં યહોવાહનું નામ અને યરુશાલેમમાં તેમની સ્તુતિ જાહેર કરે.
that they may proclaim the name of the LORD in Zion and praise Him in Jerusalem,
22 ૨૨ જ્યારે લોકો અને રાજ્યો ભેગા થાય છે, ત્યારે તેઓ યહોવાહની સેવા કરે છે.
when peoples and kingdoms assemble to serve the LORD.
23 ૨૩ તેમણે માર્ગમાં મારી શક્તિ ઘટાડી છે. તેમણે મારા દિવસો ટૂંકા કર્યા છે.
He has broken my strength on the way; He has cut short my days.
24 ૨૪ મેં કહ્યું, “હે મારા ઈશ્વર, મારા દિવસો પૂરા થયા અગાઉ તમે મને ન લઈ જાઓ; તમે અહીંયાં પેઢી દરપેઢી સુધી છો.
I say: “O my God, do not take me in the midst of my days! Your years go on through all generations.
25 ૨૫ પૂર્વે તમે પૃથ્વીનો પાયો નાખ્યો; આકાશો તમારા હાથનું કામ છે.
In the beginning You laid the foundations of the earth, and the heavens are the work of Your hands.
26 ૨૬ તેઓ નાશ પામશે, પણ તમે ટકી રહેશો; તેઓ સર્વ વસ્ત્રની જેમ જીર્ણ થઈ જશે; વસ્ત્રની જેમ તમે તેઓને બદલશો અને તેઓ બદલાઈ જશે.
They will perish, but You remain; they will all wear out like a garment. Like clothing You will change them, and they will be passed on.
27 ૨૭ પણ તમે તો એવા અને એવા જ રહેશો તમારાં વર્ષોનો અંત આવશે નહિ.
But You remain the same, and Your years will never end.
28 ૨૮ તમારા સેવકોનાં બાળકો અહીં વસશે અને તેઓનાં વંશજો તમારી હજૂરમાં રહેશે.”
The children of Your servants will dwell securely, and their descendants will be established before You.”