< ગીતશાસ્ત્ર 100 >
1 ૧ આભારસ્તુતિનું ગીત. હે પૃથ્વીના લોકો, યહોવાહની સમક્ષ ગાઓ.
സകല ഭൂവാസികളുമായുള്ളോരേ, യഹോവെക്കു ആൎപ്പിടുവിൻ.
2 ૨ આનંદથી યહોવાહની સેવા કરો; ગાતાં ગાતાં તેમની આગળ આવો.
സന്തോഷത്തോടെ യഹോവയെ സേവിപ്പിൻ; സംഗീതത്തോടെ അവന്റെ സന്നിധിയിൽ വരുവിൻ.
3 ૩ જાણો કે યહોવાહ તે જ ઈશ્વર છે; તેમણે આપણને ઉત્પન્ન કર્યા છે અને આપણે તેમના જ છીએ. આપણે તેમના લોક અને તેમના ચારાનાં ઘેટાં છીએ.
യഹോവ തന്നേ ദൈവം എന്നറിവിൻ; അവൻ നമ്മെ ഉണ്ടാക്കി; നാം അവന്നുള്ളവർ ആകുന്നു; അവന്റെ ജനവും അവൻ മേയിക്കുന്ന ആടുകളും തന്നേ.
4 ૪ આભારસ્તુતિ સાથે તેમના દ્વારમાં પ્રવેશો અને સ્તવન કરતાં તેમના આંગણામાં આવો. આભાર માનીને તેમના નામની પ્રશંસા કરો.
അവന്റെ വാതിലുകളിൽ സ്തോത്രത്തോടും അവന്റെ പ്രാകാരങ്ങളിൽ സ്തുതിയോടും കൂടെ വരുവിൻ; അവന്നു സ്തോത്രം ചെയ്തു അവന്റെ നാമത്തെ വാഴ്ത്തുവിൻ.
5 ૫ કારણ કે યહોવાહ ઉત્તમ છે; તેમની કૃપા સર્વકાળ અને તેમનું ન્યાયીપણું પેઢી દરપેઢી ટકી રહે છે.
യഹോവ നല്ലവനല്ലോ, അവന്റെ ദയ എന്നേക്കുമുള്ളതു; അവന്റെ വിശ്വസ്തത തലമുറതലമുറയായും ഇരിക്കുന്നു.