< ગીતશાસ્ત્ર 10 >
1 ૧ હે યહોવાહ, તમે શા માટે દૂર ઊભા રહો છો? સંકટના સમયમાં તમે શા માટે સંતાઈ જાઓ છો?
Dlaczego, PANIE, stoisz z daleka? [Dlaczego] ukrywasz się w czasie niedoli?
2 ૨ દુષ્ટો ગર્વિષ્ઠ થઈને ગરીબોને બહુ સતાવે છે; પણ તેઓ પોતાની કલ્પેલી યુક્તિઓમાં ફસાઈ જાય છે.
Niegodziwy w swej pysze prześladuje ubogiego, niech niegodziwi uwikłają się w zamysły, które uknuli.
3 ૩ કેમ કે દુષ્ટ લોકો પોતાના અંતઃકરણની ઇચ્છાની તૃપ્તિ થતાં અભિમાન કરે છે; લોભીઓ યહોવાહને ધિક્કારે છે અને તેમની નિંદા કરે છે.
Bo niegodziwy chełpi się pragnieniem swej duszy, a chciwiec błogosławi [sobie i] znieważa PANA.
4 ૪ દુષ્ટ પોતાના અહંકારી ચહેરાથી બતાવે છે કે, ઈશ્વર બદલો લેશે નહિ. તેના સર્વ વિચાર એવા છે કે, ઈશ્વર છે જ નહિ.
Niegodziwy przez pychę, którą po sobie pokazuje, nie szuka [Boga]; całe jego myślenie to że nie ma Boga.
5 ૫ તે બધા સમયે સુરક્ષિત રહે છે, પણ તમારો ન્યાય એટલો બધો ઊંચો છે કે તે તેના સમજવામાં આવતો નથી; તે પોતાના સર્વ શત્રુઓનો તિરસ્કાર કરે છે.
Jego drogi zawsze są ciężkie, twoje sądy są zbyt daleko od niego, parska na wszystkich swoich wrogów.
6 ૬ તે પોતાના હૃદયમાં કહે છે, “હું કદી નિષ્ફળ થઈશ નહિ; પેઢી દરપેઢી હું વિપત્તિમાં નહિ આવું.”
Mówi w swoim sercu: Nie zachwieję się, nie [zaznam] zła po wszystkie pokolenia.
7 ૭ તેનું મુખ શાપ, કપટ તથા જુલમથી ભરેલું છે; તેની જીભમાં ઉપદ્રવ તથા અન્યાય ભરેલા છે.
Jego usta pełne są przekleństw, zdrady i podstępu, pod jego językiem krzywda i nieprawość.
8 ૮ તે ગામોની છૂપી જગ્યાઓમાં બેસે છે; તે સંતાઈને નિર્દોષનું ખૂન કરે છે; તેની આંખો નિરાધારને છાની રીતે તાકી રહે છે.
Siedzi w zasadzkach wsi, w ukryciach zabija niewinnego, jego oczy wypatrują ubogiego.
9 ૯ જેમ સિંહ ગુફામાં છુપાઈ રહે છે; તેમ તે ગુપ્ત જગ્યામાં ભરાઈ રહે છે. તે ગરીબોને પકડવાને છુપાઈ રહે છે, તે ગરીબને પકડીને પોતાની જાળમાં ખેંચી લઈ જાય છે.
Czyha w kryjówce jak lew w swej jaskini; czatuje, by schwytać ubogiego, porywa go i wciąga w swe sieci.
10 ૧૦ તેઓના બળ આગળ ગરીબો દબાઈને નીચા નમી જાય છે; લાચાર બની તેઓના પંજામાં સપડાઈ જાય છે.
Schyla się, zniża się, od jego mocy padają ubodzy.
11 ૧૧ તે પોતાના હૃદયમાં કહે છે, “ઈશ્વર ભૂલી ગયા છે; તેમણે પોતાનું મુખ જોયું નથી, સંતાડી રાખ્યું છે અને તે કદી જોશે નહિ.”
Mówi w swym sercu: Bóg zapomniał, zakrył swoje oblicze, nigdy nie zobaczy.
12 ૧૨ હે યહોવાહ, ઊઠો; હે ઈશ્વર, તમારો હાથ ઊંચો કરો. ગરીબોને ભૂલી ન જાઓ.
Powstań, PANIE Boże, podnieś swą rękę; nie zapominaj o ubogich.
13 ૧૩ દુષ્ટો શા માટે ઈશ્વરનો નકાર કરે છે? અને પોતાના હૃદયમાં કહે છે, “તમે બદલો નહિ માગો.”
Dlaczego niegodziwy znieważa Boga? Mówi w swym sercu: Nie będziesz się upominał.
14 ૧૪ તમે જોયું છે; કેમ કે તમારા હાથમાં લેવાને માટે તમે ઉપદ્રવ કરનારા તથા ઈર્ષ્યાખોરોને નજરમાં રાખો છો. નિરાધાર પોતાને તમારા હવાલામાં સોંપે છે; તમે અનાથને બચાવો છો.
Lecz ty widzisz utrapienie i patrzysz na krzywdę, aby za nie odpłacić twą ręką. Na ciebie się zdaje ubogi, ty jesteś pomocnikiem sierocie.
15 ૧૫ દુષ્ટ લોકોના હાથ તમે ભાંગી નાખો; તમે દુષ્ટ માણસની દુષ્ટતાને એટલે સુધી શોધી કાઢો કે કંઈ પણ બાકી રહે નહિ.
Złam ramię niegodziwego i złego, dochodź jego nieprawości, aż jej już nie będzie.
16 ૧૬ યહોવાહ સદાસર્વકાળ રાજા છે; તેમના દેશમાંથી વિદેશીઓ નાશ પામ્યા છે.
PAN [jest] Królem na wieki wieków, z jego ziemi zniknęły narody.
17 ૧૭ હે યહોવાહ, તમે નમ્રની અભિલાષા જાણો છો; તમે તેઓનાં હૃદયોને દૃઢ કરશો, તમે તેઓની પ્રાર્થના સાંભળશો;
Usłyszałeś pragnienia pokornych, PANIE, utwierdzisz ich serca, nakłonisz swego ucha;
18 ૧૮ તમે અનાથ તથા દુઃખીઓનો ન્યાય કરો તેથી પૃથ્વીનાં માણસો હવે પછી ત્રાસદાયક રહે નહિ.
Aby bronić sieroty i udręczonego, aby śmiertelny człowiek nie gnębił już na ziemi.