< નીતિવચનો 8 >
1 ૧ શું ડહાપણ હાંક મારતું નથી? અને બુદ્ધિ પોકારતી નથી?
Isn't wisdom calling? Isn't understanding raising her voice?
2 ૨ તે રસ્તાઓના સંગમ આગળ, માર્ગની એકબાજુ ઊંચા ચબુતરાઓની ટોચ પર ઊભું રહે છે.
On the top of the hill by the road, she stands up at the crossroads.
3 ૩ અને શહેરમાં પ્રવેશવાના દરવાજા આગળ, અને બારણામાં પેસવાની જગ્યાએ, તે મોટે અવાજે પોકારે છે:
Beside the gates of the town, right there at the entrance, she cries out:
4 ૪ “હે માણસો, હું તમને પોકાર કરીને કહું છું મારું બોલવું પ્રત્યેક માણસને માટે છે.
“I'm calling out to you, everyone! My call is to everyone in the whole world!
5 ૫ હે અજ્ઞાની લોકો, શાણપણ શીખો અને હે મૂર્ખા તમે સમજણા થાઓ.
If you're immature, learn how to grow up. If you're stupid, learn what makes good sense.
6 ૬ સાંભળો, હું તમને ઉત્તમ વાતો કહેવાનો છું અને જે સાચું છે તે જ બાબતો વિષે મારું મુખ ઊઘડશે.
Listen to me because I have valuable things to explain to you.
7 ૭ મારું મુખ સત્ય ઉચ્ચારશે, મારા હોઠોને જૂઠાણું ધિક્કારપાત્ર લાગે છે.
I say what's right, because I tell the truth and I hate wickedness in all its forms.
8 ૮ મારા મુખના સઘળા શબ્દો પ્રામાણિક છે, તેઓમાં કશું વાંકુ કે વિપરીત નથી.
All the words I say are true; none are false or misleading.
9 ૯ સમજુ માણસો માટે મારા શબ્દો સ્પષ્ટ છે. અને જ્ઞાનીઓને માટે તે યથાયોગ્ય છે.
My words are straightforward to anyone with understanding; they are correct to those who have knowledge.
10 ૧૦ ચાંદી નહિ પણ મારી સલાહ લો અને ચોખ્ખા સોના કરતાં ડહાપણ પ્રાપ્ત કરો.
Choose my instruction over silver; choose knowledge over pure gold.
11 ૧૧ કારણ કે ડહાપણ રત્નો કરતાં વધારે મૂલ્યવાન છે; સર્વ મેળવવા ધારેલી વસ્તુઓ તેની બરાબરી કરી શકે નહિ.
For wisdom is more valuable than rubies; everything you could ever want just doesn't compare!
12 ૧૨ મેં જ્ઞાને ચતુરાઈને પોતાનું રહેઠાણ બનાવ્યું છે, અને કૌશલ્ય અને વિવેકબુદ્ધિને હું શોધી કાઢું છું.
I, wisdom, am at home with good decisions. I know how to find knowledge and discernment.
13 ૧૩ યહોવાહનો ભય એટલે પાપને ધિક્કારવું, અભિમાન, ઉદ્ધતાઈ, દુષ્ટમાર્ગ અને અવળું બોલાનારાઓને હું ધિક્કારું છું.
Honoring the Lord means hating evil. So I hate pride and arrogance, wicked behavior and telling lies.
14 ૧૪ ડહાપણ તથા કૌશલ્ય મારાં છે; મારી પાસે ઊંડી સમજ અને શક્તિ છે.
I have advice and good judgment; I know what makes sense, and I have power.
15 ૧૫ મારા દ્વારા જ રાજાઓ રાજ કરે છે અને રાજકર્તાઓ ન્યાય ચૂકવે છે.
It's because of me that kings reign, and rulers issue fair decrees.
16 ૧૬ મારે લીધે રાજકુમારો શાસન કરે છે અને ઉમદા લોકો સાચો ચુકાદો આપે છે.
It's because of me that leaders and nobles govern—all who rule justly.
17 ૧૭ મારા પર પ્રેમ રાખનારાઓ પર હું પ્રેમ રાખું છું; અને જેઓ મને ઉત્સુકતાથી શોધે છે તે મને પામે છે.
I love those who love me, and those who really look for me will find me.
18 ૧૮ દ્રવ્ય તથા ડહાપણ મારી પાસે છે, મારી પાસે ટકાઉ સંપત્તિ અને સદાચાર છે.
With me go riches and honor, lasting wealth and prosperity.
19 ૧૯ મારાં ફળ સોના કરતાં ચડિયાતાં છે, ચોખ્ખા સોના કરતાં અને મારી પેદાશ ઊંચી જાતની ચાંદી કરતાં શ્રેષ્ઠ છે.
The fruit I produce is better than gold, even pure gold, and my harvest is better than even the best silver.
20 ૨૦ હું સદાચારને માર્ગે ચાલું છું, મારો માર્ગ ન્યાયનો છે,
I live in a way that's right; I follow the paths of justice.
21 ૨૧ જેથી મારા પર પ્રેમ રાખનારને હું સમૃદ્ધિ આપી શકું અને તેઓના ભંડારો ભરપૂર કરી શકું.
I grant wealth to those who love me; I fill their treasure storehouses.
22 ૨૨ યહોવાહે સૃષ્ટિક્રમના આરંભમાં, આદિકૃત્યો અગાઉ મારું સર્જન કર્યુ.
The Lord created me first of all; I was made before anything else.
23 ૨૩ સદાકાળથી, આરંભથી, પૃથ્વીનું સર્જન થયા પહેલાં મને સ્થાપન કરવામાં આવ્યું હતું.
I was formed a long time ago, at the first, before the world began.
24 ૨૪ જ્યારે કોઈ જળનિધિઓ ન હતા, જ્યારે પાણીથી ભરપૂર કોઈ ઝરણાંઓ ન હતાં ત્યારે મારો જન્મ થયો હતો.
I was born when there were no ocean depths, when there were no springs pouring out water.
25 ૨૫ પર્વતોના પાયા નંખાયા તે અગાઉ, ડુંગરો સર્જાયા તે પૂર્વે મારો જન્મ થયો હતો.
I was born before the mountains or the hills had been formed,
26 ૨૬ ત્યાં સુધી યહોવાહે પૃથ્વી અને ખેતરો પણ સૃજ્યાં નહોતાં. અરે! ધૂળ પણ સૃજી નહોતી ત્યારે મારું અસ્તિત્વ હતું.
when he hadn't made the earth and its fields or any of the earth's dust.
27 ૨૭ જ્યારે તેમણે આકાશની સ્થાપના કરી, અને સાગર ઉપર ક્ષિતિજની ગોઠવણી કરી ત્યારે મારું અસ્તિત્વ હતું.
I was there when he placed the heavens in position, when he drew the horizon over the ocean,
28 ૨૮ જ્યારે તેમણે ઊંચે અંતરિક્ષને સ્થિર કર્યુ; અને જળનીધિના ઝરણાં વહાવ્યાં.
when he made the clouds in the sky above, when he created the springs of the oceans,
29 ૨૯ જ્યારે તેમણે સાગરની હદ નિયુક્ત કરી અને તેની મર્યાદાનું ઉલ્લંઘન કરવાની તેમણે મના ફરમાવી. અને જ્યારે તેમણે પૃથ્વીના પાયા નાખ્યા.
when he set limits on the sea so that the waters would not go farther than he ordered, and when he laid out the foundations of the earth.
30 ૩૦ ત્યારે કુશળ કારીગર તરીકે હું તેમની સાથે હતું; અને હું દિનપ્રતિદિન તેમને આનંદ આપતું હતું; અને સદા હું તેમની સમક્ષ હર્ષ કરતું હતું.
Then I was beside him as a master craftsman. I made him happy every day, and I was always full of joy in his presence.
31 ૩૧ તેમની વસતિવાળી પૃથ્વી પર હું હર્ષ પામતું હતું, અને માણસોની સંગતમાં મને આનંદ મળતો હતો.
I was so happy in the world he created, celebrating together with human beings.
32 ૩૨ મારા દીકરાઓ, મારું સાંભળો; કારણ કે મારા માર્ગોનો અમલ કરનાર આશીર્વાદિત છે.
And now, my sons, listen to me, for happy are those who follow my ways.
33 ૩૩ મારી શિખામણ સાંભળીને જ્ઞાની થા; અને તેની અવગણના કરીશ નહિ.
Listen to my instruction and be wise—do not reject it.
34 ૩૪ જે મારું સાંભળે છે તે વ્યક્તિ આશીર્વાદિત છે, અને હંમેશાં મારા દરવાજા સમક્ષ લક્ષ આપે છે; તથા મારા પ્રવેશદ્વાર આગળ મારી રાહ જુએ છે તે પણ આશીર્વાદિત છે.
Happy are those who listen to me, watching for me every day at my doors, waiting at my entrance way.
35 ૩૫ કારણ કે જેઓને હું મળું છું તેઓને જીવન મળે છે, તેઓ યહોવાહની કૃપા પામશે.
For those who find me, find life, and are accepted by the Lord.
36 ૩૬ પણ જે મારી સામે પાપ કરે છે, તે પોતાના આત્માને જ નુકશાન પહોંચાડે છે; જેઓ મને ધિક્કારે છે, તેઓ મૃત્યુના ચાહકો છે.”
But those who don't find me hurt themselves; everyone who hates me loves death.”