< નીતિવચનો 7 >
1 ૧ મારા દીકરા, મારાં વચનો પાળ અને મારી આજ્ઞાઓ સંઘરી રાખ.
My son, keep my sayings, and, my commandments, treasure by thee;
2 ૨ મારી આજ્ઞાઓ પાડીને જીવતો રહે અને મારા શિક્ષણને તારી આંખની કીકીની જેમ જતન કરજે.
Keep my commandments and live, and mine instruction, as the pupil of thine eye;
3 ૩ તેઓને તારી આંગળીઓ પર બાંધ; તેઓને તારા હૃદયપટ પર લખી રાખ.
Bind them upon thy fingers, write them, on the tablet of thy heart;
4 ૪ ડહાપણને કહે કે “તું મારી બહેન છે,” અને બુદ્ધિને કહે, “તું મારી ઘનિષ્ઠ મિત્ર છે.”
Say unto wisdom, My sister, thou! and, an acquaintance, call thou, understanding:
5 ૫ જેથી એ બન્ને તને વ્યભિચારી સ્ત્રીથી બચાવશે. તે ખુશામતના શબ્દો ઉચ્ચારનારી પરસ્ત્રીથી તારું રક્ષણ કરશે.
That thou mayest be kept, from the woman that is a stranger, from the female unknown, who, with her speeches, doth flatter.
6 ૬ કારણ કે એક વખત મેં મારા ઘરની બારી નજીક ઊભા રહીને જાળીમાંથી સામે નજર કરી;
For, in the window of my house, through my lattice, I looked out;
7 ૭ અને ત્યાં મેં ઘણાં ભોળા યુવાનોને જોયા. તેમાં એક અક્કલહીન યુવાન મારી નજરે પડ્યો.
And saw among the simple ones, discerned among the youths, A young man lacking sense;
8 ૮ એક સ્ત્રીના ઘરના ખૂણા પાસેથી તે બજારમાંથી પસાર થતો હતો, તે સીધો તેના ઘર તરફ જતો હતો.
Passing through the street, near her corner, and, on the way to her house, he sauntered along;
9 ૯ દિવસ આથમ્યો હતો, સાંજ પડવા આવી હતી અને રાતના અંધકારનાં સમયે.
In the twilight, in the evening of the day, in the midst of the night, and the gloom;
10 ૧૦ અચાનક એક સ્ત્રી તેને મળવા બહાર આવી, તેણે ગણિકાના જેવાં વસ્ત્રો પહેર્યા હતાં અને તે જાણતી હતી કે તે શા માટે ત્યાં છે.
And lo! a woman, came to meet him, attired as one unchaste, of a wily heart.
11 ૧૧ તે કપટી અને મીઠું બોલનારી અને સ્વછંદી હતી, તેના પગ પોતાના ઘરમાં કદી ટકતા ન હતા;
Boisterous, is she, and rebellious, In her house, abide not her feet;
12 ૧૨ કોઈવાર ગલીઓમાં હોય, તો ક્યારેક બજારની એકાંત જગામાં, તો કોઈવાર ચોકમાં શેરીના-ખૂણે લાગ તાકીને ઊભી રહેતી હતી.
Now outside, now in the broadways, and, near every corner, she lieth in wait:
13 ૧૩ તે સ્ત્રીએ તેને પકડીને ચુંબન કર્યુ; અને નિર્લજ્જ મોઢે તેને કહ્યું કે,
So she caught him, and kissed him, and, embolding her face, she said to him:
14 ૧૪ શાંત્યર્પણો મારી પાસે તૈયાર કરેલાં છે, આજે મેં પ્રતિજ્ઞા લીધી છે; આજે મેં મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરી છે.
Peace-offerings, are by me, to-day, have I paid my vows;
15 ૧૫ તેથી હું તને મળવા બહાર આવી છું. હું ક્યારની તને શોધતી હતી, આખરે તું મળ્યો છે.
For this cause, came I forth to meet thee, to seek diligently thy face, and I have found thee:
16 ૧૬ મેં મારા પલંગ ઉપર સુંદર ભરતકામવાળી ચાદરો પાથરી છે તથા મિસરી શણનાં સુંદર વસ્ત્રો બિછાવ્યાં છે.
Coverlets, have I spread on my couch of pleasure, dark-hued stuffs, of the yarn of Egypt;
17 ૧૭ મેં મારું બિછાનું બોળ, અગર અને તજથી સુગંધીદાર બનાવ્યું છે.
I have sprinkled my bed, with myrrh, aloes, and cinnamon:
18 ૧૮ ચાલ, આપણે સવાર સુધી ભરપેટ પ્રેમનો અનુભવ કરીએ; આખી રાત મગ્ન થઈ પ્રેમની મજા માણીએ.
Come! let us take our fill of endearments, until morning, let us delight ourselves with caresses;
19 ૧૯ મારો પતિ ઘરે નથી; તે લાંબી મુસાફરીએ ગયો છે.
For the husband is not in his house, he hath gone on a journey afar;
20 ૨૦ તે પોતાની સાથે રૂપિયાની થેલી લઈ ગયો છે; અને તે પૂનમે પાછો ઘરે આવશે.”
A bag of silver, hath he taken in his hand, On the day of the full moon, will he enter his house.
21 ૨૧ તે ઘણા મીઠા શબ્દોથી તેને વશ કરે છે; અને તે પોતાના હોઠોની ખુશામતથી તેને ખેંચી જાય છે.
She turneth him aside, with her great persuasiveness, —with the flattery of her lips, she compelleth him:
22 ૨૨ જેમ બળદ કસાઈવાડે જાય છે, અને જેમ ગુનેગારને સજા માટે સાંકળે બાંધીને લઈ જવાય છે તેમ તે જલદીથી તેની પાછળ જાય છે.
Going after her instantly, as an ox, to the slaughter, he entereth, and, as in fetters, unto the correction of a fool.
23 ૨૩ આખરે તેનું કાળજું તીરથી વીંધાય છે; જેમ કોઈ પક્ષી પોતાનો જીવ જશે એમ જાણ્યા વિના જાળમાં ધસી જાય છે, તેમ તે સપડાઈ જાય છે.
Until an arrow cleaveth his liver, as a bird hasteth into a snare, and knoweth not, that, for his life, it is!
24 ૨૪ હવે, મારા દીકરાઓ, સાંભળો; અને મારા મુખનાં વચનો પર લક્ષ આપો.
Now, therefore, ye sons, hearken unto me, and attend, to the sayings of my mouth;
25 ૨૫ તારું હૃદય તેના માર્ગો તરફ વળવા ન દે; તેના રસ્તાઓમાં ભટકીને જતો નહિ.
Let not thy heart, turn aside to her ways, Do not go astray, in her paths.
26 ૨૬ કારણ, તેણે ઘણાંને ઘાયલ કર્યા છે, તેઓને મારી નાખ્યા છે; અને તેનાથી માર્યા ગયેલાઓની સંખ્યા પુષ્કળ છે.
For, many, wounded, hath she caused to fall, —yea strong men, slain wholly by her:
27 ૨૭ તેનું ઘર મૃત્યુના માર્ગે છે; એ માર્ગ મૃત્યુના ઓરડામાં પહોંચાડે છે. (Sheol )
Ways to hades, are in her house, descending into the chambers of death. (Sheol )