< નીતિવચનો 7 >

1 મારા દીકરા, મારાં વચનો પાળ અને મારી આજ્ઞાઓ સંઘરી રાખ.
我儿,你要遵守我的言语, 将我的命令存记在心。
2 મારી આજ્ઞાઓ પાડીને જીવતો રહે અને મારા શિક્ષણને તારી આંખની કીકીની જેમ જતન કરજે.
遵守我的命令就得存活; 保守我的法则, 好像保守眼中的瞳人,
3 તેઓને તારી આંગળીઓ પર બાંધ; તેઓને તારા હૃદયપટ પર લખી રાખ.
系在你指头上, 刻在你心版上。
4 ડહાપણને કહે કે “તું મારી બહેન છે,” અને બુદ્ધિને કહે, “તું મારી ઘનિષ્ઠ મિત્ર છે.”
对智慧说:你是我的姊妹, 称呼聪明为你的亲人,
5 જેથી એ બન્ને તને વ્યભિચારી સ્ત્રીથી બચાવશે. તે ખુશામતના શબ્દો ઉચ્ચારનારી પરસ્ત્રીથી તારું રક્ષણ કરશે.
她就保你远离淫妇, 远离说谄媚话的外女。
6 કારણ કે એક વખત મેં મારા ઘરની બારી નજીક ઊભા રહીને જાળીમાંથી સામે નજર કરી;
我曾在我房屋的窗户内, 从我窗棂之间往外观看:
7 અને ત્યાં મેં ઘણાં ભોળા યુવાનોને જોયા. તેમાં એક અક્કલહીન યુવાન મારી નજરે પડ્યો.
见愚蒙人内,少年人中, 分明有一个无知的少年人,
8 એક સ્ત્રીના ઘરના ખૂણા પાસેથી તે બજારમાંથી પસાર થતો હતો, તે સીધો તેના ઘર તરફ જતો હતો.
从街上经过,走近淫妇的巷口, 直往通她家的路去,
9 દિવસ આથમ્યો હતો, સાંજ પડવા આવી હતી અને રાતના અંધકારનાં સમયે.
在黄昏,或晚上, 或半夜,或黑暗之中。
10 ૧૦ અચાનક એક સ્ત્રી તેને મળવા બહાર આવી, તેણે ગણિકાના જેવાં વસ્ત્રો પહેર્યા હતાં અને તે જાણતી હતી કે તે શા માટે ત્યાં છે.
看哪,有一个妇人来迎接他, 是妓女的打扮,有诡诈的心思。
11 ૧૧ તે કપટી અને મીઠું બોલનારી અને સ્વછંદી હતી, તેના પગ પોતાના ઘરમાં કદી ટકતા ન હતા;
这妇人喧嚷,不守约束, 在家里停不住脚,
12 ૧૨ કોઈવાર ગલીઓમાં હોય, તો ક્યારેક બજારની એકાંત જગામાં, તો કોઈવાર ચોકમાં શેરીના-ખૂણે લાગ તાકીને ઊભી રહેતી હતી.
有时在街市上,有时在宽阔处, 或在各巷口蹲伏,
13 ૧૩ તે સ્ત્રીએ તેને પકડીને ચુંબન કર્યુ; અને નિર્લજ્જ મોઢે તેને કહ્યું કે,
拉住那少年人,与他亲嘴, 脸无羞耻对他说:
14 ૧૪ શાંત્યર્પણો મારી પાસે તૈયાર કરેલાં છે, આજે મેં પ્રતિજ્ઞા લીધી છે; આજે મેં મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરી છે.
平安祭在我这里, 今日才还了我所许的愿。
15 ૧૫ તેથી હું તને મળવા બહાર આવી છું. હું ક્યારની તને શોધતી હતી, આખરે તું મળ્યો છે.
因此,我出来迎接你, 恳切求见你的面,恰巧遇见了你。
16 ૧૬ મેં મારા પલંગ ઉપર સુંદર ભરતકામવાળી ચાદરો પાથરી છે તથા મિસરી શણનાં સુંદર વસ્ત્રો બિછાવ્યાં છે.
我已经用绣花毯子 和埃及线织的花纹布铺了我的床。
17 ૧૭ મેં મારું બિછાનું બોળ, અગર અને તજથી સુગંધીદાર બનાવ્યું છે.
我又用没药、沉香、桂皮 薰了我的榻。
18 ૧૮ ચાલ, આપણે સવાર સુધી ભરપેટ પ્રેમનો અનુભવ કરીએ; આખી રાત મગ્ન થઈ પ્રેમની મજા માણીએ.
你来,我们可以饱享爱情,直到早晨; 我们可以彼此亲爱欢乐。
19 ૧૯ મારો પતિ ઘરે નથી; તે લાંબી મુસાફરીએ ગયો છે.
因为我丈夫不在家,出门行远路;
20 ૨૦ તે પોતાની સાથે રૂપિયાની થેલી લઈ ગયો છે; અને તે પૂનમે પાછો ઘરે આવશે.”
他手拿银囊,必到月望才回家。
21 ૨૧ તે ઘણા મીઠા શબ્દોથી તેને વશ કરે છે; અને તે પોતાના હોઠોની ખુશામતથી તેને ખેંચી જાય છે.
淫妇用许多巧言诱他随从, 用谄媚的嘴逼他同行。
22 ૨૨ જેમ બળદ કસાઈવાડે જાય છે, અને જેમ ગુનેગારને સજા માટે સાંકળે બાંધીને લઈ જવાય છે તેમ તે જલદીથી તેની પાછળ જાય છે.
少年人立刻跟随她,好像牛往宰杀之地; 又像愚昧人带锁链去受刑罚,
23 ૨૩ આખરે તેનું કાળજું તીરથી વીંધાય છે; જેમ કોઈ પક્ષી પોતાનો જીવ જશે એમ જાણ્યા વિના જાળમાં ધસી જાય છે, તેમ તે સપડાઈ જાય છે.
直等箭穿他的肝; 如同雀鸟急入网罗,却不知是自丧己命。
24 ૨૪ હવે, મારા દીકરાઓ, સાંભળો; અને મારા મુખનાં વચનો પર લક્ષ આપો.
众子啊,现在要听从我, 留心听我口中的话。
25 ૨૫ તારું હૃદય તેના માર્ગો તરફ વળવા ન દે; તેના રસ્તાઓમાં ભટકીને જતો નહિ.
你的心不可偏向淫妇的道, 不要入她的迷途。
26 ૨૬ કારણ, તેણે ઘણાંને ઘાયલ કર્યા છે, તેઓને મારી નાખ્યા છે; અને તેનાથી માર્યા ગયેલાઓની સંખ્યા પુષ્કળ છે.
因为,被她伤害仆倒的不少; 被她杀戮的而且甚多。
27 ૨૭ તેનું ઘર મૃત્યુના માર્ગે છે; એ માર્ગ મૃત્યુના ઓરડામાં પહોંચાડે છે. (Sheol h7585)
她的家是在阴间之路, 下到死亡之宫。 (Sheol h7585)

< નીતિવચનો 7 >