< નીતિવચનો 6 >

1 મારા દીકરા, જો તું તારા પડોશીનો જામીન થયો હોય, જો તેં કોઈ પારકાને બદલે વચન આપ્યું હોય,
Hijo mío, si saliste fiador por tu prójimo, Si empeñaste tu palabra a un extraño,
2 તો તું તારા મુખના વચનોથી ફસાઈ ગયો છે, તું તારા મુખના શબ્દોને લીધે સપડાયો છે.
Si te enredaste con tus palabras, Y quedaste atrapado con los dichos de tu boca,
3 મારા દીકરા, એ બાબતમાં તું આટલું કરીને છૂટો થઈ જજે, તારા પડોશીની આગળ નમી જઈને કાલાવાલા કરજે.
Haz esto ahora, hijo mío, y líbrate. Ya que caíste en las manos de tu prójimo: Vé, humíllate e importuna a tu prójimo.
4 તારી આંખોને નિદ્રા લેવા ન દે અને તારી પાંપણોને ઢળવા દઈશ નહિ.
No concedas sueño a tus ojos, Ni adormecimiento a tus párpados.
5 જેમ હરણ શિકારીના હાથમાંથી છટકી જાય; પંખી જેમ પારધી પાસેથી છૂટી જાય, તેમ તું તારી જાતને છોડાવી લેજે.
Líbrate como gacela de la mano [del cazador], Como un ave de la trampa.
6 હે આળસુ માણસ, તું કીડી પાસે જા, તેના માર્ગોનો વિચાર કરીને બુદ્ધિવાન થા.
Mira a la hormiga, oh perezoso, Observa sus caminos y sé sabio,
7 તેના પર કોઈ આગેવાન નથી, કોઈ આજ્ઞા કરનાર નથી, કે કોઈ માલિક નથી.
La cual, sin tener jefe, Ni gobernador, ni soberano,
8 છતાંપણ તે ઉનાળાંમાં પોતાનાં અનાજનો, અને કાપણીની ઋતુમાં પોતાના ખોરાકનો સંગ્રહ કરે છે.
Prepara en el verano su comida. En el tiempo de la cosecha guarda su sustento.
9 ઓ આળસુ માણસ, તું ક્યાં સુધી સૂઈ રહેશે? તું ક્યારે તારી ઊંઘમાંથી ઊઠશે?
¿Hasta cuándo estarás acostado, oh perezoso? ¿Cuándo te levantarás de tu sueño?
10 ૧૦ તું કહે છે કે “હજી થોડોક આરામ, થોડીક ઊંઘ, અને પગ વાળીને થોડોક વિશ્રામ લેવા દો.”
Un rato duermes, otro dormitas, Un rato cruzas los brazos y descansas.
11 ૧૧ તો તું જાણજે કે ચોરની જેમ અને હથિયારબંધ લૂંટારાની જેમ ગરીબી તારા પર ત્રાટકશે.
Te llega la miseria como un vagabundo, Y tu necesidad como un hombre armado.
12 ૧૨ નકામો માણસ અને દુષ્ટ માણસ ગેરમાર્ગે દોરનારી વાતોથી જીવન જીવે છે,
Hombre depravado es el hombre inicuo, Que anda en la perversidad de su boca,
13 ૧૩ તે પોતાની આંખોથી મીંચકારા મારી, પગથી ધૂળમાં નિશાનીઓ કરશે, અને આંગળીથી ઇશારો કરશે.
Guiña con un ojo, menea los pies, Hace señas con los dedos.
14 ૧૪ તેના મનમાં કપટ છે, તે ખોટાં તરકટ રચ્યા કરે છે; અને તે હંમેશા કુસંપના બીજ રોપે છે.
En su corazón hay perversidades, Maquina maldades, y continuamente busca rencillas.
15 ૧૫ તેથી અચાનક તેના પર વિપત્તિનાં વાદળ ઘેરાય છે; અને તે એકાએક ભાંગીને ભૂક્કો થઈ જાય છે, તે ફરી બેઠો થઈ શકતો નથી.
Por tanto, su calamidad vendrá de repente. Súbitamente será quebrantado y no habrá remedio.
16 ૧૬ છ વાનાં યહોવાહ ધિક્કારે છે, હા સાત વાનાં તેમને કંટાળો ઉપજાવે છે:
Seis [cosas] aborrece Yavé, Y aun siete repugna su alma:
17 ૧૭ એટલે ગર્વિષ્ઠની આંખો, જૂઠું બોલનારની જીભ, નિર્દોષનું લોહી વહેવડાવનાર હાથ,
Ojos altivos, boca mentirosa, Manos que derraman sangre inocente,
18 ૧૮ દુષ્ટ યોજનાઓ રચનાર હૃદય, દુષ્ટતા કરવા માટે તરત દોડી જતા પગ,
Corazón que maquina planes perversos, Pies presurosos para correr al mal,
19 ૧૯ અસત્ય ઉચ્ચારનાર જૂઠો સાક્ષી, અને ભાઈઓમાં કુસંપનું બીજ વાવનાર માણસ.
Testigo falso que habla mentiras, Y el que enciende discordias entre sus hermanos.
20 ૨૦ મારા દીકરા, તારા પિતાની આજ્ઞાઓનું પાલન કરજે અને તારી માતાની શિખામણો ભૂલીશ નહિ.
Hijo mío, guarda el mandamiento de tu padre, Y no abandones la instrucción de tu madre.
21 ૨૧ એને સદા તારા હૃદયમાં બાંધી રાખજે; તેમને તારે ગળે બાંધ.
Átalos continuamente a tu corazón, Enlázalos en torno a tu cuello.
22 ૨૨ જ્યારે તું ચાલતો હોઈશ ત્યારે તેઓ તને માર્ગદર્શન આપશે; જ્યારે તું ઊંઘતો હશે ત્યારે તેઓ તારી ચોકી કરશે; અને જ્યારે તું જાગતો હશે ત્યારે તેઓ તારી સાથે વાતચીત કરશે.
Cuando camines, te guiarán. Cuando duermas, te protegerán. Hablarán contigo al despertar.
23 ૨૩ કેમ કે આજ્ઞા તે દીપક છે, અને નિયમ તે પ્રકાશ છે; અને ઠપકો તથા શિક્ષણ તે જીવનના માર્ગદર્શક છે.
Porque el mandamiento es lámpara, La enseñanza es luz Y camino de vida las reprensiones de la instrucción.
24 ૨૪ તે તને ખરાબ સ્ત્રીથી રક્ષણ આપશે, પરસ્ત્રીની લોભામણી વાણીથી તને બચાવશે.
Te guardarán de la mala mujer, De la blandura de la boca de la mujer extraña.
25 ૨૫ તારું અંતઃકરણ તેના સૌંદર્ય પર મોહિત ન થાય, અને તેની આંખનાં પોપચાંથી તું સપડાઈશ નહિ.
No codicies en tu corazón su hermosura, Ni dejes que te cautive con sus párpados.
26 ૨૬ કારણ કે ગણિકાને ચૂકવવાનું મુલ્ય રોટલીના ટુકડા જેવું નજીવું છે, પણ વ્યભિચારિણી સ્ત્રી પુરુષના મૂલ્યવાન જીવનનો શિકાર કરશે.
Porque si la prostituta busca una hogaza de pan, La adúltera caza una vida preciosa.
27 ૨૭ જો કોઈ માણસ અગ્નિ પોતાને છાતીએ રાખે તો તેનું વસ્ત્ર સળગ્યા વિના ન રહે?
¿Tomará el hombre fuego en su seno, Sin que ardan sus ropas?
28 ૨૮ જો કોઈ માણસ અંગારા પર ચાલે તો શું તેના પગ દાઝયા વગર રહે?
¿Andará un hombre sobre brasas, Sin que se quemen sus pies?
29 ૨૯ એટલે કોઈ તેના પાડોશીની પત્ની પાસે જાય છે અને તેને સ્પર્શ કરે છે; તેને શિક્ષા થયા વિના રહેતી નથી.
Así sucederá con el que se une a la mujer de su prójimo. Ninguno que la toque quedará impune.
30 ૩૦ જો કોઈ માણસ ભૂખ સંતોષવા ચોરી કરે તો લોકો એવા માણસને ધિક્કારતા નથી.
¿No desprecian al ladrón aunque robe Para llenar su estómago cuando tiene hambre?
31 ૩૧ પણ જો તે પકડાય છે તો તેણે ચોરી કરી હોય તેના કરતાં સાતગણું પાછું આપવું પડે છે; તેણે પોતાના ઘરની સઘળી સંપત્તિ સોંપી દેવી પડે છે.
Si es sorprendido, tiene que pagar siete veces Y entregar todo lo que tiene en su casa.
32 ૩૨ જે પરસ્ત્રી સાથે વ્યભિચાર કરે છે તે અક્કલહીન છે, તે પોતાની જાતે પોતાનું જીવન બરબાદ કરે છે.
Pues el adúltero es hombre sin cordura, Destructor de sí mismo es el que lo hace.
33 ૩૩ તેને ઘા તથા અપમાન જ મળશે, અને તેનું કલંક કદી ભૂંસાશે નહિ.
Heridas y deshonra hallará, Y su afrenta no será borrada.
34 ૩૪ કેમ કે વહેમ એ પુરુષનો કાળ છે; અને તે વૈર વાળતી વખતે જરાય દયા રાખશે નહિ.
Porque los celos son la ira del hombre. En el día de la venganza no perdonará,
35 ૩૫ તે કોઈ બદલો સ્વીકારશે નહિ, તું તેને ઘણી ભેટો આપશે, તો પણ તે સંતોષ પામશે નહિ.
Ni aceptará algún rescate. No se aplacará aunque ofrezcas muchos regalos.

< નીતિવચનો 6 >