< નીતિવચનો 6 >
1 ૧ મારા દીકરા, જો તું તારા પડોશીનો જામીન થયો હોય, જો તેં કોઈ પારકાને બદલે વચન આપ્યું હોય,
Ndodana yami, uba uyisibambiso somakhelwane wakho, watshayela owezizwe isandla sakho,
2 ૨ તો તું તારા મુખના વચનોથી ફસાઈ ગયો છે, તું તારા મુખના શબ્દોને લીધે સપડાયો છે.
uthiywe ngamazwi omlomo wakho, ubanjwe ngamazwi omlomo wakho.
3 ૩ મારા દીકરા, એ બાબતમાં તું આટલું કરીને છૂટો થઈ જજે, તારા પડોશીની આગળ નમી જઈને કાલાવાલા કરજે.
Yenza lokhu khathesi, ndodana yami, uzophule, lokhu usesandleni sikamakhelwane wakho; hamba, uzithobe, umncengisise umakhelwane wakho.
4 ૪ તારી આંખોને નિદ્રા લેવા ન દે અને તારી પાંપણોને ઢળવા દઈશ નહિ.
Unganiki amehlo akho ubuthongo, lokuwozela enkopheni zakho.
5 ૫ જેમ હરણ શિકારીના હાથમાંથી છટકી જાય; પંખી જેમ પારધી પાસેથી છૂટી જાય, તેમ તું તારી જાતને છોડાવી લેજે.
Uzophule njengomziki esandleni somzingeli, lanjengenyoni esandleni somthiyi wenyoni.
6 ૬ હે આળસુ માણસ, તું કીડી પાસે જા, તેના માર્ગોનો વિચાર કરીને બુદ્ધિવાન થા.
Yana ebunyonyweni, vila, ubone indlela zabo, uhlakaniphe.
7 ૭ તેના પર કોઈ આગેવાન નથી, કોઈ આજ્ઞા કરનાર નથી, કે કોઈ માલિક નથી.
Obuthi, bungelamkhokheli, induna, lombusi,
8 ૮ છતાંપણ તે ઉનાળાંમાં પોતાનાં અનાજનો, અને કાપણીની ઋતુમાં પોતાના ખોરાકનો સંગ્રહ કરે છે.
bulungisa isinkwa sabo ehlobo, bubuthe ukudla kwabo esivunweni.
9 ૯ ઓ આળસુ માણસ, તું ક્યાં સુધી સૂઈ રહેશે? તું ક્યારે તારી ઊંઘમાંથી ઊઠશે?
Koze kube nini, vila, ulele? Uzavuka nini ebuthongweni bakho?
10 ૧૦ તું કહે છે કે “હજી થોડોક આરામ, થોડીક ઊંઘ, અને પગ વાળીને થોડોક વિશ્રામ લેવા દો.”
Ubuthongo obuncinyane, ukuwozela okuncinyane, ukusonga izandla okuncinyane ukuthi ulale,
11 ૧૧ તો તું જાણજે કે ચોરની જેમ અને હથિયારબંધ લૂંટારાની જેમ ગરીબી તારા પર ત્રાટકશે.
besebusiza ubuyanga bakho njengesihambi, lenswelo yakho njengomuntu olesihlangu.
12 ૧૨ નકામો માણસ અને દુષ્ટ માણસ ગેરમાર્ગે દોરનારી વાતોથી જીવન જીવે છે,
Umuntu kaBheliyali, umuntu okhohlakeleyo, ohamba lomlomo ophambeneyo,
13 ૧૩ તે પોતાની આંખોથી મીંચકારા મારી, પગથી ધૂળમાં નિશાનીઓ કરશે, અને આંગળીથી ઇશારો કરશે.
afice amehlo akhe, akhulume ngenyawo zakhe, afundise ngeminwe yakhe,
14 ૧૪ તેના મનમાં કપટ છે, તે ખોટાં તરકટ રચ્યા કરે છે; અને તે હંમેશા કુસંપના બીજ રોપે છે.
ukuphambuka kusenhliziyweni yakhe, uceba okubi ngesikhathi sonke, ephosela ingxabano.
15 ૧૫ તેથી અચાનક તેના પર વિપત્તિનાં વાદળ ઘેરાય છે; અને તે એકાએક ભાંગીને ભૂક્કો થઈ જાય છે, તે ફરી બેઠો થઈ શકતો નથી.
Ngenxa yalokhu ingozi yakhe izafika masinyane, ahle ephuke, kuze kungabi leselapho.
16 ૧૬ છ વાનાં યહોવાહ ધિક્કારે છે, હા સાત વાનાં તેમને કંટાળો ઉપજાવે છે:
Lezizinto eziyisithupha iNkosi iyazizonda; yebo, eziyisikhombisa ziyizinengiso emphefumulweni wakhe:
17 ૧૭ એટલે ગર્વિષ્ઠની આંખો, જૂઠું બોલનારની જીભ, નિર્દોષનું લોહી વહેવડાવનાર હાથ,
Amehlo aphakemeyo, ulimi oluqamba amanga, lezandla ezichitha igazi elingelacala,
18 ૧૮ દુષ્ટ યોજનાઓ રચનાર હૃદય, દુષ્ટતા કરવા માટે તરત દોડી જતા પગ,
inhliziyo eceba amacebo amabi, inyawo eziphangisa ukugijimela ububi,
19 ૧૯ અસત્ય ઉચ્ચારનાર જૂઠો સાક્ષી, અને ભાઈઓમાં કુસંપનું બીજ વાવનાર માણસ.
umfakazi wamanga ophafuza izinkohliso, lophosela ingxabano phakathi kwabazalwane.
20 ૨૦ મારા દીકરા, તારા પિતાની આજ્ઞાઓનું પાલન કરજે અને તારી માતાની શિખામણો ભૂલીશ નહિ.
Ndodana yami, gcina umlayo kayihlo, ungakudeli ukufundisa kukanyoko.
21 ૨૧ એને સદા તારા હૃદયમાં બાંધી રાખજે; તેમને તારે ગળે બાંધ.
Kubophele enhliziyweni yakho njalo, kubophele entanyeni yakho.
22 ૨૨ જ્યારે તું ચાલતો હોઈશ ત્યારે તેઓ તને માર્ગદર્શન આપશે; જ્યારે તું ઊંઘતો હશે ત્યારે તેઓ તારી ચોકી કરશે; અને જ્યારે તું જાગતો હશે ત્યારે તેઓ તારી સાથે વાતચીત કરશે.
Ekuhambeni kwakho kuzakukhokhela, ekulaleni kwakho kukulondoloze, lekuvukeni kwakho khona kukhulume lawe.
23 ૨૩ કેમ કે આજ્ઞા તે દીપક છે, અને નિયમ તે પ્રકાશ છે; અને ઠપકો તથા શિક્ષણ તે જીવનના માર્ગદર્શક છે.
Ngoba umlayo uyisibane, lokufundisa kuyikukhanya, lokukhuza kokulaya kuyindlela yempilo,
24 ૨૪ તે તને ખરાબ સ્ત્રીથી રક્ષણ આપશે, પરસ્ત્રીની લોભામણી વાણીથી તને બચાવશે.
ukuze kukugcine emfazini omubi, emazwini ayengayo olimi lowesifazana wemzini.
25 ૨૫ તારું અંતઃકરણ તેના સૌંદર્ય પર મોહિત ન થાય, અને તેની આંખનાં પોપચાંથી તું સપડાઈશ નહિ.
Ungaloyisi ubuhle bakhe enhliziyweni yakho; angakuthathi ngenkophe zakhe.
26 ૨૬ કારણ કે ગણિકાને ચૂકવવાનું મુલ્ય રોટલીના ટુકડા જેવું નજીવું છે, પણ વ્યભિચારિણી સ્ત્રી પુરુષના મૂલ્યવાન જીવનનો શિકાર કરશે.
Ngoba ngenxa yomfazi oyisiphingi ungafika ecezwini lwesinkwa, lomfazi womuntu uzingela umphefumulo oligugu.
27 ૨૭ જો કોઈ માણસ અગ્નિ પોતાને છાતીએ રાખે તો તેનું વસ્ત્ર સળગ્યા વિના ન રહે?
Kambe, umuntu angaphatha umlilo esifubeni sakhe, lezigqoko zakhe zingatshi?
28 ૨૮ જો કોઈ માણસ અંગારા પર ચાલે તો શું તેના પગ દાઝયા વગર રહે?
Umuntu angahamba phezu kwamalahle avuthayo, lenyawo zakhe zingatshi yini?
29 ૨૯ એટલે કોઈ તેના પાડોશીની પત્ની પાસે જાય છે અને તેને સ્પર્શ કરે છે; તેને શિક્ષા થયા વિના રહેતી નથી.
Unjalo ongena kumkamakhelwane wakhe; wonke omthintayo kayikuba msulwa.
30 ૩૦ જો કોઈ માણસ ભૂખ સંતોષવા ચોરી કરે તો લોકો એવા માણસને ધિક્કારતા નથી.
Kabalideleli isela, nxa liseba ukuthi ligcwalise umphefumulo walo, ngoba lilambile.
31 ૩૧ પણ જો તે પકડાય છે તો તેણે ચોરી કરી હોય તેના કરતાં સાતગણું પાછું આપવું પડે છે; તેણે પોતાના ઘરની સઘળી સંપત્તિ સોંપી દેવી પડે છે.
Uba litholwa, lihlawula kuphindwe kasikhombisa, linika yonke impahla yendlu yalo.
32 ૩૨ જે પરસ્ત્રી સાથે વ્યભિચાર કરે છે તે અક્કલહીન છે, તે પોતાની જાતે પોતાનું જીવન બરબાદ કરે છે.
Ofeba lowesifazana uswela ingqondo; owenza lokhu nguye ochitha umphefumulo wakhe.
33 ૩૩ તેને ઘા તથા અપમાન જ મળશે, અને તેનું કલંક કદી ભૂંસાશે નહિ.
Uzathola ukutshaywa lesigcono, lehlazo lakhe kaliyikwesulwa.
34 ૩૪ કેમ કે વહેમ એ પુરુષનો કાળ છે; અને તે વૈર વાળતી વખતે જરાય દયા રાખશે નહિ.
Ngoba ubukhwele bululaka lomuntu; ngakho kayikuba lasihawu ngosuku lwempindiselo.
35 ૩૫ તે કોઈ બદલો સ્વીકારશે નહિ, તું તેને ઘણી ભેટો આપશે, તો પણ તે સંતોષ પામશે નહિ.
Kayikunanza loba yiyiphi inhlawulo, kayikuvuma lanxa usandisa isipho.