< નીતિવચનો 4 >

1 દીકરાઓ, પિતાની શિખામણ સાંભળો, સમજણ મેળવવા માટે ધ્યાન આપો.
小子等よ父の訓をきけ 聡明を知んために耳をかたむけよ
2 હું તમને ઉત્તમ બોધ આપું છું; મારા શિક્ષણનો ત્યાગ કરશો નહિ.
われ善教を汝らにさづく わが律を棄つることなかれ
3 જ્યારે હું મારા પિતાનો માનીતો દીકરો હતો, ત્યારે હું મારી માતાની દૃષ્ટિમાં સુકુમાર તથા એકનોએક હતો,
われも我が父には子にして 我が母の目には獨の愛子なりき
4 ત્યારે મારા પિતાએ મને શિક્ષણ આપીને કહ્યું હતું કે, “તારા હૃદયમાં મારા શબ્દો સંઘરી રાખજે અને મારી આજ્ઞાઓ પાળીને જીવતો રહે.
父われを教へていへらく我が言を汝の心にとどめ わが誡命をまもれ 然らば生べし
5 ડહાપણ પ્રાપ્ત કર, બુદ્ધિ સંપાદન કર; એ ભૂલીશ નહિ અને મારા મુખના શબ્દ ભૂલીને આડે માર્ગે વળીશ નહિ.
智慧をえ聡明をえよ これを忘るるなかれ また我が口の言に身をそむくるなかれ
6 ડહાપણનો ત્યાગ ન કરીશ અને તે તારું રક્ષણ કરશે, તેના પર પ્રેમ રાખજે અને તે તારી સંભાળ રાખશે.
智慧をすつることなかれ彼なんぢを守らん 彼を愛せよ彼なんぢを保たん
7 ડહાપણ એ ખૂબ જ મહત્વની બાબત છે, તેથી ડહાપણ પ્રાપ્ત કર અને તારું જે કંઈ છે તે આપી દે, એનાથી તને બુદ્ધિ પ્રાપ્ત થશે.
智慧は第一なるものなり 智慧をえよ 凡て汝の得たる物をもて聡明をえよ
8 તેનું સન્માન કર અને તે તને ઉચ્ચ પદવીએ ચઢાવશે; જ્યારે તું તેને ભેટશે, ત્યારે તે તને પ્રતિષ્ઠિત કરશે.
彼を尊べ さらば彼なんぢを高く挙げん もし彼を懐かば彼汝を尊榮からしめん
9 તે તારા માથાને શોભાનો શણગાર પહેરાવશે; તે તને તેજસ્વી મુગટ આપશે.”
かれ美しき飾を汝の首に置き 榮の冠弁を汝に予へん
10 ૧૦ હે મારા દીકરા, મારી વાતો સાંભળીને ધ્યાન આપ એટલે તારા આયુષ્યનાં વર્ષો વધશે.
我が子よきけ 我が言を納れよ さらば汝の生命の年おほからん
11 ૧૧ હું તને ડહાપણનો માર્ગ બતાવીશ; હું તને પ્રામાણિકપણાને માર્ગે દોરીશ.
われ智慧の道を汝に教へ義しき徑筋に汝を導けり
12 ૧૨ જ્યારે તું ચાલશે, ત્યારે તારાં રસ્તામાં કોઈ ઊભો રહી નહિ શકે અને તું દોડશે ત્યારે તને ઠોકર વાગશે નહિ.
歩くとき汝の歩は艱まず 趨るときも躓かじ
13 ૧૩ શિખામણને મજબૂત પકડી રાખ, તેને છોડતો નહિ; તેની કાળજી રાખજે, કારણ કે તે જ તારું જીવન છે.
堅く訓誨を執りて離すこと勿れ これを守れ これは汝の生命なり
14 ૧૪ દુષ્ટ માણસોના માર્ગને અનુસરીશ નહિ અને ખરાબ માણસોને રસ્તે પગ મૂકીશ નહિ.
邪曲なる者の途に入ることなかれ 惡者の路をあやむこと勿れ
15 ૧૫ તે માર્ગે ન જા, તેનાથી દૂર રહેજે; તેનાથી પાછો ફરી જઈને ચાલ્યો જા.
これを避よ 過ること勿れ 離れて去れ
16 ૧૬ કેમ કે તેઓ નુકસાન કર્યા વગર ઊંઘતા નથી અને કોઈને ફસાવે નહિ, તો તેમની ઊંઘ ઊડી જાય છે.
そは彼等は惡を爲さざれば睡らず 人を躓かせざればいねず
17 ૧૭ કારણ કે તેઓ દુષ્ટતાને અન્ન તરીકે ખાય છે અને જોરજુલમને દ્રાક્ષારસની જેમ પીએ છે.
不義のパンを食ひ暴虐の洒を飮めばなり
18 ૧૮ પણ સદાચારીઓનો માર્ગ પ્રભાતના પ્રકાશ જેવો છે; જે દિવસ થતાં સુધી વધતો અને વધતો જાય છે.
義者の途は旭光のごとし いよいよ光輝をまして昼の正午にいたる
19 ૧૯ દુષ્ટોનો માર્ગ અંધકારરૂપ છે, તેઓ શા કારણથી ઠેસ ખાય છે, તે તેઓ જાણતા નથી.
惡者の途は幽冥のごとし 彼らはその蹟くもののなになるを知ざるなり
20 ૨૦ મારા દીકરા, મારાં વચનો ઉપર ધ્યાન આપ; મારાં વચન સાંભળ.
わが子よ我が言をきけ 我が語るところに汝の耳を傾けよ
21 ૨૧ તારી આંખ આગળથી તેઓને દૂર થવા ન દે; તેને તારા હૃદયમાં સંઘરી રાખ.
之を汝の目より離すこと勿れ 汝の心のうちに守れ
22 ૨૨ જે કોઈને મારાં વચનો મળે છે તેના માટે તે જીવનરૂપ છે અને તેઓના આખા શરીરને આરોગ્યરૂપ છે.
是は之を得るものの生命にしてまたその全體の良薬なり
23 ૨૩ પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ, કારણ કે તેમાંથી જ જીવનનો ઉદ્દભવ છે.
すべての操守べき物よりもまさりて汝の心を守れ そは生命の流これより出ればなり
24 ૨૪ કુટિલ વાણી તારી પાસેથી દૂર કર અને ભ્રષ્ટ વાત તારાથી દૂર રાખ.
虚偽の口を汝より棄さり 惡き口唇を汝より遠くはなせ
25 ૨૫ તારી આંખો સામી નજરે જુએ અને તારાં પોપચાં તારી આગળ સીધી નજર નાખે.
汝の目は正く視 汝の眼瞼は汝の前を眞直に視るべし
26 ૨૬ તારા પગનો માર્ગ સપાટ કર; પછી તારા સર્વ માર્ગો નિયમસર થાય.
汝の足の徑をかんがへはかり 汝のすべての道を直くせよ
27 ૨૭ જમણે કે ડાબે વળ્યા વિના સીધા માર્ગે જજે; દુષ્ટતાથી તારો પગ દૂર કર.
右にも左にも偏ること勿れ汝の足を惡より離れしめよ

< નીતિવચનો 4 >