< નીતિવચનો 4 >
1 ૧ દીકરાઓ, પિતાની શિખામણ સાંભળો, સમજણ મેળવવા માટે ધ્યાન આપો.
Give ear, my sons, to the teaching of a father; give attention so that you may have knowledge:
2 ૨ હું તમને ઉત્તમ બોધ આપું છું; મારા શિક્ષણનો ત્યાગ કરશો નહિ.
For I give you good teaching; do not give up the knowledge you are getting from me.
3 ૩ જ્યારે હું મારા પિતાનો માનીતો દીકરો હતો, ત્યારે હું મારી માતાની દૃષ્ટિમાં સુકુમાર તથા એકનોએક હતો,
For I was a son to my father, a gentle and an only one to my mother.
4 ૪ ત્યારે મારા પિતાએ મને શિક્ષણ આપીને કહ્યું હતું કે, “તારા હૃદયમાં મારા શબ્દો સંઘરી રાખજે અને મારી આજ્ઞાઓ પાળીને જીવતો રહે.
And he gave me teaching, saying to me, Keep my words in your heart; keep my rules so that you may have life:
5 ૫ ડહાપણ પ્રાપ્ત કર, બુદ્ધિ સંપાદન કર; એ ભૂલીશ નહિ અને મારા મુખના શબ્દ ભૂલીને આડે માર્ગે વળીશ નહિ.
Get wisdom, get true knowledge; keep it in memory, do not be turned away from the words of my mouth.
6 ૬ ડહાપણનો ત્યાગ ન કરીશ અને તે તારું રક્ષણ કરશે, તેના પર પ્રેમ રાખજે અને તે તારી સંભાળ રાખશે.
Do not give her up, and she will keep you; give her your love, and she will make you safe.
7 ૭ ડહાપણ એ ખૂબ જ મહત્વની બાબત છે, તેથી ડહાપણ પ્રાપ્ત કર અને તારું જે કંઈ છે તે આપી દે, એનાથી તને બુદ્ધિ પ્રાપ્ત થશે.
The first sign of wisdom is to get wisdom; go, give all you have to get true knowledge.
8 ૮ તેનું સન્માન કર અને તે તને ઉચ્ચ પદવીએ ચઢાવશે; જ્યારે તું તેને ભેટશે, ત્યારે તે તને પ્રતિષ્ઠિત કરશે.
Put her in a high place, and you will be lifted up by her; she will give you honour, when you give her your love.
9 ૯ તે તારા માથાને શોભાનો શણગાર પહેરાવશે; તે તને તેજસ્વી મુગટ આપશે.”
She will put a crown of grace on your head, giving you a head-dress of glory.
10 ૧૦ હે મારા દીકરા, મારી વાતો સાંભળીને ધ્યાન આપ એટલે તારા આયુષ્યનાં વર્ષો વધશે.
Give ear, O my son, and let your heart be open to my sayings; and long life will be yours.
11 ૧૧ હું તને ડહાપણનો માર્ગ બતાવીશ; હું તને પ્રામાણિકપણાને માર્ગે દોરીશ.
I have given you teaching in the way of wisdom, guiding your steps in the straight way.
12 ૧૨ જ્યારે તું ચાલશે, ત્યારે તારાં રસ્તામાં કોઈ ઊભો રહી નહિ શકે અને તું દોડશે ત્યારે તને ઠોકર વાગશે નહિ.
When you go, your way will not be narrow, and in running you will not have a fall.
13 ૧૩ શિખામણને મજબૂત પકડી રાખ, તેને છોડતો નહિ; તેની કાળજી રાખજે, કારણ કે તે જ તારું જીવન છે.
Take learning in your hands, do not let her go: keep her, for she is your life.
14 ૧૪ દુષ્ટ માણસોના માર્ગને અનુસરીશ નહિ અને ખરાબ માણસોને રસ્તે પગ મૂકીશ નહિ.
Do not go in the road of sinners, or be walking in the way of evil men.
15 ૧૫ તે માર્ગે ન જા, તેનાથી દૂર રહેજે; તેનાથી પાછો ફરી જઈને ચાલ્યો જા.
Keep far from it, do not go near; be turned from it, and go on your way.
16 ૧૬ કેમ કે તેઓ નુકસાન કર્યા વગર ઊંઘતા નથી અને કોઈને ફસાવે નહિ, તો તેમની ઊંઘ ઊડી જાય છે.
For they take no rest till they have done evil; their sleep is taken away if they have not been the cause of someone's fall.
17 ૧૭ કારણ કે તેઓ દુષ્ટતાને અન્ન તરીકે ખાય છે અને જોરજુલમને દ્રાક્ષારસની જેમ પીએ છે.
The bread of evil-doing is their food, the wine of violent acts their drink.
18 ૧૮ પણ સદાચારીઓનો માર્ગ પ્રભાતના પ્રકાશ જેવો છે; જે દિવસ થતાં સુધી વધતો અને વધતો જાય છે.
But the way of the upright is like the light of early morning, getting brighter and brighter till the full day.
19 ૧૯ દુષ્ટોનો માર્ગ અંધકારરૂપ છે, તેઓ શા કારણથી ઠેસ ખાય છે, તે તેઓ જાણતા નથી.
The way of sinners is dark; they see not the cause of their fall.
20 ૨૦ મારા દીકરા, મારાં વચનો ઉપર ધ્યાન આપ; મારાં વચન સાંભળ.
My son, give attention to my words; let your ear be turned to my sayings.
21 ૨૧ તારી આંખ આગળથી તેઓને દૂર થવા ન દે; તેને તારા હૃદયમાં સંઘરી રાખ.
Let them not go from your eyes; keep them deep in your heart.
22 ૨૨ જે કોઈને મારાં વચનો મળે છે તેના માટે તે જીવનરૂપ છે અને તેઓના આખા શરીરને આરોગ્યરૂપ છે.
For they are life to him who gets them, and strength to all his flesh.
23 ૨૩ પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ, કારણ કે તેમાંથી જ જીવનનો ઉદ્દભવ છે.
And keep watch over your heart with all care; so you will have life.
24 ૨૪ કુટિલ વાણી તારી પાસેથી દૂર કર અને ભ્રષ્ટ વાત તારાથી દૂર રાખ.
Put away from you an evil tongue, and let false lips be far from you.
25 ૨૫ તારી આંખો સામી નજરે જુએ અને તારાં પોપચાં તારી આગળ સીધી નજર નાખે.
Keep your eyes on what is in front of you, looking straight before you.
26 ૨૬ તારા પગનો માર્ગ સપાટ કર; પછી તારા સર્વ માર્ગો નિયમસર થાય.
Keep a watch on your behaviour; let all your ways be rightly ordered.
27 ૨૭ જમણે કે ડાબે વળ્યા વિના સીધા માર્ગે જજે; દુષ્ટતાથી તારો પગ દૂર કર.
Let there be no turning to the right or to the left, keep your feet from evil.