< નીતિવચનો 31 >

1 લમૂએલ રાજાની માતાએ જે ઈશ્વરવાણી તેને શીખવી હતી તે આ છે.
דברי למואל מלך משא אשר יסרתו אמו׃
2 હે મારા દીકરા? ઓ મારા દીકરા? હે મારી માનતાઓના દીકરા?
מה ברי ומה בר בטני ומה בר נדרי׃
3 તારી શક્તિ સ્ત્રીઓ પાછળ વેડફીશ નહિ, અને તારા માર્ગો રાજાઓનો નાશ કરનારની પાછળ વેડફીશ નહિ.
אל תתן לנשים חילך ודרכיך למחות מלכין׃
4 દીકરા લમૂએલ, દ્રાક્ષારસ પીવો તે રાજાને શોભતું નથી, વળી “દ્રાક્ષાસવ ક્યાં છે?” તે રાજ્યના હાકેમોએ પૂછવું યોગ્ય નથી.
אל למלכים למואל אל למלכים שתו יין ולרוזנים או שכר׃
5 કારણ કે પીવાને લીધે તેઓ પોતાના નિયમો ભૂલી જાય છે, અને દુઃખીઓને નિષ્પક્ષ ન્યાય આપી શકતા નથી.
פן ישתה וישכח מחקק וישנה דין כל בני עני׃
6 જેઓ મરવાની અણી પર હોય તેને દ્રાક્ષાસવ અને જેઓ દુભાયેલા હોય તેને દ્રાક્ષારસ આપ.
תנו שכר לאובד ויין למרי נפש׃
7 ભલે તેઓ પીને પોતાની ગરીબીને વિસારે પડે, અને તેઓને પોતાનાં દુ: ખો યાદ આવે નહિ.
ישתה וישכח רישו ועמלו לא יזכר עוד׃
8 જે પોતાના માટે બોલી શકતા નથી તેઓને માટે તું બોલ અને તું નિરાધારોના હક માટે સહાય કર.
פתח פיך לאלם אל דין כל בני חלוף׃
9 તારું મુખ ઉઘાડીને અદલ ઇનસાફ કર અને ગરીબ તથા દરિદ્રીને માન આપ.
פתח פיך שפט צדק ודין עני ואביון׃
10 ૧૦ સદગુણી પત્ની કોને મળે? કેમ કે તેનું મૂલ્ય તો રત્નો કરતાં વધારે છે.
אשת חיל מי ימצא ורחק מפנינים מכרה׃
11 ૧૧ તેનો પતિ તેના પર પૂરો વિશ્વાસ રાખે છે, અને તેને સંપત્તિની કોઈ ખોટ પડશે નહિ.
בטח בה לב בעלה ושלל לא יחסר׃
12 ૧૨ પોતાના આયુષ્યનાં સર્વ દિવસો પર્યંત, તે તેનું ભલું જ કરે છે અને કદી ખોટું કરતી નથી.
גמלתהו טוב ולא רע כל ימי חייה׃
13 ૧૩ તે ઊન અને શણ ભેગું કરે છે, અને ખંતથી પોતાના હાથે કામ કરવામાં આનંદ માણે છે.
דרשה צמר ופשתים ותעש בחפץ כפיה׃
14 ૧૪ તે દૂરથી પોતાનું અન્ન લઈ આવનાર, વેપારીના વહાણ જેવી છે.
היתה כאניות סוחר ממרחק תביא לחמה׃
15 ૧૫ ઘરનાં સર્વને માટે ખાવાનું તૈયાર કરવા તે પરોઢ થતાં પહેલાં ઊઠી જાય છે અને તેની દાસીઓ માટે દિવસભરના કામનું આયોજન કરે છે.
ותקם בעוד לילה ותתן טרף לביתה וחק לנערתיה׃
16 ૧૬ તે કોઈ ખેતરનો વિચાર કરીને તેને ખરીદે છે, પોતાના નફામાંથી તે પોતાને હાથે દ્રાક્ષવાડીઓ રોપે છે.
זממה שדה ותקחהו מפרי כפיה נטע כרם׃
17 ૧૭ પોતાની કમરે તે ખડતલ અને ભારે ઉધમી છે, તે પોતાના હાથ બળવાન કરે છે.
חגרה בעוז מתניה ותאמץ זרעותיה׃
18 ૧૮ તે પોતાના વેપારના નફાનો ખ્યાલ રાખે છે; તેથી રાતભર તેનો દીવો હોલવાતો નથી.
טעמה כי טוב סחרה לא יכבה בליל נרה׃
19 ૧૯ તે એક હાથે પૂણી પકડે છે અને બીજે હાથે રેંટિયો ચલાવે છે.
ידיה שלחה בכישור וכפיה תמכו פלך׃
20 ૨૦ તે ગરીબોને ઉદારતાથી આપે છે; અને જરૂરિયાતમંદોને છૂટે હાથે મદદ કરે છે.
כפה פרשה לעני וידיה שלחה לאביון׃
21 ૨૧ તેના કુટુંબના સભ્યોને માટે તે શિયાળાની કશી બીક રહેવા દેતી નથી, તેના આખા કુટુંબે ઊનનાં કિરમજી વસ્ત્ર પહેરેલાં છે.
לא תירא לביתה משלג כי כל ביתה לבש שנים׃
22 ૨૨ તે પોતાને માટે બુટ્ટાદાર રજાઈઓ બનાવે છે, તેના વસ્ત્રો ઝીણા શણનાં તથા જાંબુડા રંગનાં છે.
מרבדים עשתה לה שש וארגמן לבושה׃
23 ૨૩ તેનો પતિ નગર દરવાજે આદર પામે છે, અને દેશનાં મુખ્ય આગેવાનોમાં તે પ્રતિષ્ઠિત છે.
נודע בשערים בעלה בשבתו עם זקני ארץ׃
24 ૨૪ તે શણનાં વસ્ત્રો બનાવીને વેપારીઓને વેચે છે અને તેઓને કમરબંધ બનાવી આપે છે.
סדין עשתה ותמכר וחגור נתנה לכנעני׃
25 ૨૫ શક્તિ અને સન્માન તેનો પોશાક છે. અને તે ભવિષ્ય વિષેની ચિંતાને હસી કાઢે છે.
עז והדר לבושה ותשחק ליום אחרון׃
26 ૨૬ તેના મોંમાંથી ડહાપણની વાતો નીકળે છે, તેના જીભનો નિયમ માયાળુપણું છે.
פיה פתחה בחכמה ותורת חסד על לשונה׃
27 ૨૭ તે પોતાના ઘરમાં બધા કામની દેખરેખ રાખે છે અને તે કદી આળસની રોટલી ખાતી નથી.
צופיה הליכות ביתה ולחם עצלות לא תאכל׃
28 ૨૮ તે પોતાના ઘરના માણસોની વર્તનની બરાબર તપાસ રાખે છે; અને તેના પતિ તેના વખાણ કરે છે અને પ્રશંસા કરતાં કહે છે કે,
קמו בניה ויאשרוה בעלה ויהללה׃
29 ૨૯ “જગતમાં ઘણી સદાચારી સ્ત્રીઓ છે, પણ તું તે સર્વ કરતાં ઉત્તમ છે.”
רבות בנות עשו חיל ואת עלית על כלנה׃
30 ૩૦ લાવણ્ય ઠગારું છે અને સૌંદર્ય વ્યર્થ છે, પરંતુ યહોવાહનો ડર રાખનાર સ્ત્રીની પ્રંશસા થશે.
שקר החן והבל היפי אשה יראת יהוה היא תתהלל׃
31 ૩૧ તેના હાથની પેદાશમાંથી તેને આપો અને તેના કામોને માટે ભાગળોમાં તેની પ્રશંસા કરો.
תנו לה מפרי ידיה ויהללוה בשערים מעשיה׃

< નીતિવચનો 31 >