< નીતિવચનો 3 >

1 મારા દીકરા, મારી આજ્ઞાઓ ભૂલી ન જા અને તારા હૃદયમાં મારા શિક્ષણને સંઘરી રાખજે;
בני תורתי אל תשכח ומצותי יצר לבך׃
2 કેમ કે તે તને દીર્ઘાયુષ્ય, આવરદાના વર્ષો અને શાંતિની વૃદ્ધિ આપશે.
כי ארך ימים ושנות חיים ושלום יוסיפו לך׃
3 કૃપા તથા સત્યતા તારો ત્યાગ ન કરો, તેઓને તું તારા ગળે બાંધી રાખજે, તેઓને તારા હૃદયપટ પર લખી રાખજે.
חסד ואמת אל יעזבך קשרם על גרגרותיך כתבם על לוח לבך׃
4 તેથી તું ઈશ્વર તથા માણસની દૃષ્ટિમાં કૃપા તથા સુકીર્તિ પામશે.
ומצא חן ושכל טוב בעיני אלהים ואדם׃
5 તારા પૂર્ણ હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ અને તારી પોતાની સમજણ પર આધાર રાખીશ નહિ.
בטח אל יהוה בכל לבך ואל בינתך אל תשען׃
6 તારા સર્વ માર્ગોમાં પ્રભુનો અધિકાર સ્વીકાર અને તે તારા માર્ગો સીધા કરશે.
בכל דרכיך דעהו והוא יישר ארחתיך׃
7 તું તારી પોતાની નજરમાં જ્ઞાની ન થા; યહોવાહનો ભય રાખીને દુષ્ટતાથી દૂર થા.
אל תהי חכם בעיניך ירא את יהוה וסור מרע׃
8 તેથી તારું શરીર તંદુરસ્ત રહેશે અને તારું શરીર તાજગીમાં રહેશે.
רפאות תהי לשרך ושקוי לעצמותיך׃
9 તારા ધનથી તથા તારી પેદાશના પ્રથમ ફળથી યહોવાહનું સન્માન કર.
כבד את יהוה מהונך ומראשית כל תבואתך׃
10 ૧૦ એમ કરવાથી તારા અન્નના ભંડાર ભરપૂર થશે અને તારા દ્રાક્ષકુંડો નવા દ્રાક્ષારસથી ઊભરાઈ જશે.
וימלאו אסמיך שבע ותירוש יקביך יפרצו׃
11 ૧૧ મારા દીકરા, યહોવાહની શિક્ષાને તુચ્છ ન ગણ અને તેમના ઠપકાથી કંટાળી ન જા.
מוסר יהוה בני אל תמאס ואל תקץ בתוכחתו׃
12 ૧૨ કેમ કે જેમ પિતા પોતાના પુત્રને ઠપકો આપે છે તેમ યહોવાહ જેના પર પ્રેમ રાખે છે તેને ઠપકો આપે છે.
כי את אשר יאהב יהוה יוכיח וכאב את בן ירצה׃
13 ૧૩ જે માણસને ડહાપણ મળે છે, અને જે માણસ બુદ્ધિ સંપાદન કરે છે, તે આશીર્વાદિત છે.
אשרי אדם מצא חכמה ואדם יפיק תבונה׃
14 ૧૪ કેમ કે તેનો વેપાર ચાંદીના વેપાર કરતાં અને તેનો વળતર ચોખ્ખા સોનાના વળતર કરતાં શ્રેષ્ઠ છે.
כי טוב סחרה מסחר כסף ומחרוץ תבואתה׃
15 ૧૫ ડહાપણ માણેક કરતાં વધારે મૂલ્યવાન છે અને તારી મનગમતી કોઈપણ વસ્તુ તેની બરાબરી કરી શકે તેમ નથી.
יקרה היא מפניים וכל חפציך לא ישוו בה׃
16 ૧૬ તેના જમણા હાથમાં દીર્ઘાયુષ્ય છે, તેના ડાબા હાથમાં સમૃદ્ધિ અને સન્માન છે.
ארך ימים בימינה בשמאולה עשר וכבוד׃
17 ૧૭ તેના માર્ગો સુખદાયક અને તેના બધા રસ્તા શાંતિપૂર્ણ છે.
דרכיה דרכי נעם וכל נתיבותיה שלום׃
18 ૧૮ જેઓ તે ગ્રહણ કરે છે તેઓનું તે જીવનવૃક્ષ છે, જેઓ તેને દૃઢતાથી પકડી રાખે છે તેઓ સુખી થાય છે.
עץ חיים היא למחזיקים בה ותמכיה מאשר׃
19 ૧૯ યહોવાહે પૃથ્વીને ડહાપણથી અને આકાશોને સમજશક્તિથી ભરીને સ્થાપન કર્યા છે.
יהוה בחכמה יסד ארץ כונן שמים בתבונה׃
20 ૨૦ તેમના ડહાપણને પ્રતાપે ઊંડાણમાંથી પાણીનાં ઝરણાં ફૂટી નીકળ્યાં અને વાદળોમાંથી ઝાકળ ટપકે છે.
בדעתו תהומות נבקעו ושחקים ירעפו טל׃
21 ૨૧ મારા દીકરા, સુજ્ઞાન તથા વિવેકબુદ્ધિ પકડી રાખ, તેઓને તારી નજર આગળથી દૂર થવા ન દે.
בני אל ילזו מעיניך נצר תשיה ומזמה׃
22 ૨૨ તો તેઓ તારા આત્માનું જીવન અને તારા ગળાની શોભા થશે.
ויהיו חיים לנפשך וחן לגרגרתיך׃
23 ૨૩ પછી તું તારા માર્ગમાં સુરક્ષિત જઈ શકીશ અને તારો પગ ઠોકર ખાઈને લથડશે નહિ.
אז תלך לבטח דרכך ורגלך לא תגוף׃
24 ૨૪ જ્યારે તું ઊંઘી જશે, ત્યારે તને કોઈ ડર લાગશે નહિ; જ્યારે તું સૂઈ જશે, ત્યારે તને મીઠી ઊંઘ આવશે.
אם תשכב לא תפחד ושכבת וערבה שנתך׃
25 ૨૫ જ્યારે આકસ્મિક ભય આવી પડે અથવા દુષ્ટ માણસોની પાયમાલી થાય ત્યારે તું ગભરાઈશ નહિ.
אל תירא מפחד פתאם ומשאת רשעים כי תבא׃
26 ૨૬ કેમ કે યહોવાહ તારી સાથે રહેશે અને તારા પગને સપડાઈ જતાં બચાવશે.
כי יהוה יהיה בכסלך ושמר רגלך מלכד׃
27 ૨૭ હિત કરવાની શક્તિ તારા હાથમાં હોય તો જેને માટે તે ઘટિત હોય તેનું હિત કરવામાં પાછો ન પડ.
אל תמנע טוב מבעליו בהיות לאל ידיך לעשות׃
28 ૨૮ જ્યારે તારી પાસે પૈસા હોય, ત્યારે તારા પડોશીને એમ ન કહે, “જા અને ફરીથી આવજે, આવતીકાલે હું આપીશ.”
אל תאמר לרעיך לך ושוב ומחר אתן ויש אתך׃
29 ૨૯ જે વ્યક્તિ તારી પડોશમાં નિર્ભય રહે છે, તેવા તારા પડોશીનું ભૂંડું કરવાનો પ્રયત્ન ન કર.
אל תחרש על רעך רעה והוא יושב לבטח אתך׃
30 ૩૦ કોઈ માણસે તારું કંઈ નુકસાન કર્યું ન હોય, તો તેની સાથે કારણ વગર તકરાર ન કર.
אל תרוב עם אדם חנם אם לא גמלך רעה׃
31 ૩૧ દુષ્ટ માણસની અદેખાઈ ન કર, અથવા તેનો એક પણ માર્ગ પસંદ ન કર.
אל תקנא באיש חמס ואל תבחר בכל דרכיו׃
32 ૩૨ કેમ કે આડા માણસોને યહોવાહ ધિક્કારે છે; પણ પ્રામાણિક માણસો તેનો મર્મ સમજે છે.
כי תועבת יהוה נלוז ואת ישרים סודו׃
33 ૩૩ યહોવાહ દુષ્ટ માણસોના ઘર પર શાપ ઉતારે છે; પણ તે ન્યાયી માણસોના ઘરને આશીર્વાદ આપે છે.
מארת יהוה בבית רשע ונוה צדיקים יברך׃
34 ૩૪ તે તિરસ્કાર કરનારાનો તિરસ્કાર કરે છે, પણ તે નમ્ર જનોને કૃપા આપે છે.
אם ללצים הוא יליץ ולעניים יתן חן׃
35 ૩૫ જ્ઞાનીઓ ગૌરવનો વારસો પામશે, પણ મૂર્ખોને બદનામી જ મળશે.
כבוד חכמים ינחלו וכסילים מרים קלון׃

< નીતિવચનો 3 >