< નીતિવચનો 3 >
1 ૧ મારા દીકરા, મારી આજ્ઞાઓ ભૂલી ન જા અને તારા હૃદયમાં મારા શિક્ષણને સંઘરી રાખજે;
Oğlum, təlimimi unutma, Qoy qəlbin əmrlərimə bağlansın.
2 ૨ કેમ કે તે તને દીર્ઘાયુષ્ય, આવરદાના વર્ષો અને શાંતિની વૃદ્ધિ આપશે.
Onlar ömrünü uzadar, Həyatına illər, firavanlıq artırar.
3 ૩ કૃપા તથા સત્યતા તારો ત્યાગ ન કરો, તેઓને તું તારા ગળે બાંધી રાખજે, તેઓને તારા હૃદયપટ પર લખી રાખજે.
Qoy səni xeyirxahlıq və sədaqət tərk etməsin, Onları boynuna bağla, ürəyinin lövhəsinə yaz.
4 ૪ તેથી તું ઈશ્વર તથા માણસની દૃષ્ટિમાં કૃપા તથા સુકીર્તિ પામશે.
Onda Allahın və insanların gözündə Lütf tapıb şərəfə çatarsan.
5 ૫ તારા પૂર્ણ હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ અને તારી પોતાની સમજણ પર આધાર રાખીશ નહિ.
Bütün qəlbinlə Rəbbə güvən, Öz idrakına etibar etmə.
6 ૬ તારા સર્વ માર્ગોમાં પ્રભુનો અધિકાર સ્વીકાર અને તે તારા માર્ગો સીધા કરશે.
Bütün yollarında Onu tanı, O sənin yollarını düzəldər.
7 ૭ તું તારી પોતાની નજરમાં જ્ઞાની ન થા; યહોવાહનો ભય રાખીને દુષ્ટતાથી દૂર થા.
Öz gözündə özünü hikmətli sanma, Rəbdən qorx, şərdən çəkin.
8 ૮ તેથી તારું શરીર તંદુરસ્ત રહેશે અને તારું શરીર તાજગીમાં રહેશે.
Bu, bədəninə şəfa verər, Sümüklərinə ilik olar.
9 ૯ તારા ધનથી તથા તારી પેદાશના પ્રથમ ફળથી યહોવાહનું સન્માન કર.
Rəbbi var-dövlətinlə, Məhsulunun nübarı ilə şərəfləndir.
10 ૧૦ એમ કરવાથી તારા અન્નના ભંડાર ભરપૂર થશે અને તારા દ્રાક્ષકુંડો નવા દ્રાક્ષારસથી ઊભરાઈ જશે.
Onda anbarların nemətlə dolar, Şərab çənlərin təzə şərabla daşar.
11 ૧૧ મારા દીકરા, યહોવાહની શિક્ષાને તુચ્છ ન ગણ અને તેમના ઠપકાથી કંટાળી ન જા.
Oğlum, Rəbbin verdiyi tərbiyəyə xor baxma, Onun məzəmmətinə nifrət etmə.
12 ૧૨ કેમ કે જેમ પિતા પોતાના પુત્રને ઠપકો આપે છે તેમ યહોવાહ જેના પર પ્રેમ રાખે છે તેને ઠપકો આપે છે.
Ata sevdiyi oğlunu necə məzəmmət edərsə, Rəbb də sevdiyini elə məzəmmət edər.
13 ૧૩ જે માણસને ડહાપણ મળે છે, અને જે માણસ બુદ્ધિ સંપાદન કરે છે, તે આશીર્વાદિત છે.
Hikmətə çatan, Dərrakə tapan insan nə bəxtiyardır!
14 ૧૪ કેમ કે તેનો વેપાર ચાંદીના વેપાર કરતાં અને તેનો વળતર ચોખ્ખા સોનાના વળતર કરતાં શ્રેષ્ઠ છે.
Bunları qazanmaq gümüş qazanmaqdan yaxşıdır, Bu qazanc saf qızıldan dəyərlidir.
15 ૧૫ ડહાપણ માણેક કરતાં વધારે મૂલ્યવાન છે અને તારી મનગમતી કોઈપણ વસ્તુ તેની બરાબરી કરી શકે તેમ નથી.
Hikmət yaqutlardan qiymətlidir, Xoşladığın bütün şeylər ona tay deyil.
16 ૧૬ તેના જમણા હાથમાં દીર્ઘાયુષ્ય છે, તેના ડાબા હાથમાં સમૃદ્ધિ અને સન્માન છે.
Onun sağ əlində uzun ömür, Sol əlində sərvət və şərəf var.
17 ૧૭ તેના માર્ગો સુખદાયક અને તેના બધા રસ્તા શાંતિપૂર્ણ છે.
Onun yolları bəyənilir, Bütün yolları əmin-amandır.
18 ૧૮ જેઓ તે ગ્રહણ કરે છે તેઓનું તે જીવનવૃક્ષ છે, જેઓ તેને દૃઢતાથી પકડી રાખે છે તેઓ સુખી થાય છે.
Ona bağlananlar üçün o, həyat ağacıdır, Ondan möhkəm yapışanlar nə bəxtiyardır!
19 ૧૯ યહોવાહે પૃથ્વીને ડહાપણથી અને આકાશોને સમજશક્તિથી ભરીને સ્થાપન કર્યા છે.
Rəbb dünyanın təməlini hikmətlə qurub, Dərrakə vasitəsilə göyləri bərqərar edib.
20 ૨૦ તેમના ડહાપણને પ્રતાપે ઊંડાણમાંથી પાણીનાં ઝરણાં ફૂટી નીકળ્યાં અને વાદળોમાંથી ઝાકળ ટપકે છે.
Biliyi ilə dərinliklər yarılıb, Göylərdən şeh çilənir.
21 ૨૧ મારા દીકરા, સુજ્ઞાન તથા વિવેકબુદ્ધિ પકડી રાખ, તેઓને તારી નજર આગળથી દૂર થવા ન દે.
Oğlum, sağlam şüura, dərrakəyə bağlan, Bunlardan gözünü çəkmə.
22 ૨૨ તો તેઓ તારા આત્માનું જીવન અને તારા ગળાની શોભા થશે.
Onlar sənin həyatın olar, Gözəl naxış kimi boynuna bağlanar.
23 ૨૩ પછી તું તારા માર્ગમાં સુરક્ષિત જઈ શકીશ અને તારો પગ ઠોકર ખાઈને લથડશે નહિ.
O zaman rahat gəzərsən, Ayaqların büdrəməz.
24 ૨૪ જ્યારે તું ઊંઘી જશે, ત્યારે તને કોઈ ડર લાગશે નહિ; જ્યારે તું સૂઈ જશે, ત્યારે તને મીઠી ઊંઘ આવશે.
Qorxusuz, rahat yatarsan, Şirin yuxu taparsan.
25 ૨૫ જ્યારે આકસ્મિક ભય આવી પડે અથવા દુષ્ટ માણસોની પાયમાલી થાય ત્યારે તું ગભરાઈશ નહિ.
Qəfil fəlakətdən, Pislərə gələn bəladan qorxma.
26 ૨૬ કેમ કે યહોવાહ તારી સાથે રહેશે અને તારા પગને સપડાઈ જતાં બચાવશે.
Çünki güvəndiyin Rəbdir, O qoymaz ki, sən tələyə düşəsən.
27 ૨૭ હિત કરવાની શક્તિ તારા હાથમાં હોય તો જેને માટે તે ઘટિત હોય તેનું હિત કરવામાં પાછો ન પડ.
Əlindən yaxşılıq gəlirsə, Buna layiq insanlardan əsirgəmə.
28 ૨૮ જ્યારે તારી પાસે પૈસા હોય, ત્યારે તારા પડોશીને એમ ન કહે, “જા અને ફરીથી આવજે, આવતીકાલે હું આપીશ.”
İmkanın varsa, qonşuna demə: «Sonra gələrsən, sabah verərəm».
29 ૨૯ જે વ્યક્તિ તારી પડોશમાં નિર્ભય રહે છે, તેવા તારા પડોશીનું ભૂંડું કરવાનો પ્રયત્ન ન કર.
Yanında sakit yaşayan qonşun üçün Şər qurma.
30 ૩૦ કોઈ માણસે તારું કંઈ નુકસાન કર્યું ન હોય, તો તેની સાથે કારણ વગર તકરાર ન કર.
Sənə pislik etməyənlə Nahaq yerə çəkişmə.
31 ૩૧ દુષ્ટ માણસની અદેખાઈ ન કર, અથવા તેનો એક પણ માર્ગ પસંદ ન કર.
Zorakıya qibtə etmə, O gedən yolların heç birini seçmə.
32 ૩૨ કેમ કે આડા માણસોને યહોવાહ ધિક્કારે છે; પણ પ્રામાણિક માણસો તેનો મર્મ સમજે છે.
Çünki azğınlar Rəbdə ikrah yaradar, Rəbb əməlisalehlərlə dost olar.
33 ૩૩ યહોવાહ દુષ્ટ માણસોના ઘર પર શાપ ઉતારે છે; પણ તે ન્યાયી માણસોના ઘરને આશીર્વાદ આપે છે.
Rəbb pislərin ocağına lənət edər, Salehlərin yurduna xeyir-dua verər.
34 ૩૪ તે તિરસ્કાર કરનારાનો તિરસ્કાર કરે છે, પણ તે નમ્ર જનોને કૃપા આપે છે.
Rəbb rişxəndçilərə istehza edər, İtaətkarlara isə lütf göstərər.
35 ૩૫ જ્ઞાનીઓ ગૌરવનો વારસો પામશે, પણ મૂર્ખોને બદનામી જ મળશે.
Hikmətlilər şərəfi irs alacaq, Axmağın nəsibi şərəfsizlik olacaq.