< નીતિવચનો 29 >
1 ૧ જે માણસ વારંવાર ઠપકો પામવા છતાં પોતાની ગરદન અક્કડ રાખે છે, તે અકસ્માતમાં નાશ પામશે, તેનો કોઈ ઉપાય રહેશે નહિ.
He, that being often reproved hardens his neck, shall suddenly be destroyed, and that without remedy.
2 ૨ જ્યારે ન્યાયી લોકો સત્તા પર આવે છે ત્યારે લોકો આનંદોત્સવ કરે છે, પણ જ્યારે દુષ્ટોના હાથમાં સત્તા આવે છે ત્યારે તેઓ નિસાસા નાખે છે.
When the righteous are in authority, the people rejoice: but when the wicked bears rule, the people mourn.
3 ૩ જે કોઈ ડહાપણને પ્રેમ કરે તે પોતાના પિતાને આનંદ આપે છે, પણ જે ગણિકાઓની સાથે સંબંધ રાખે છે તે પોતાની સંપત્તિ પણ ગુમાવે છે.
Whoever loves wisdom rejoices his father: but he that keeps company with harlots spends his substance.
4 ૪ નીતિમાન ન્યાયી રાજા દેશને સ્થિરતા આપે છે, પણ જે લાંચ મેળવવાનું ચાહે છે તે તેનો નાશ કરે છે.
The king by judgment establishes the land: but he that receives gifts overthrows it.
5 ૫ જે માણસ પોતાના પડોશીનાં ખોટાં વખાણ કરે છે તે તેને ફસાવવા જાળ પાથરે છે.
A man that flatters his neighbor spreads a net for his feet.
6 ૬ દુષ્ટ માણસ પોતાના પાપના ફાંદામાં ફસાય છે, પણ નેકીવાન માણસ ગીતો ગાય છે અને આનંદ કરે છે.
In the transgression of an evil man there is a snare: but the righteous does sing and rejoice.
7 ૭ નેકીવાન માણસ ગરીબોના હિતની ચિંતા રાખે છે; દુષ્ટ માણસ તે જાણવાની દરકાર પણ કરતો નથી.
The righteous considers the cause of the poor: but the wicked regards not to know it.
8 ૮ તિરસ્કાર કરનાર માણસો શહેર સળગાવે છે, પણ ડાહ્યા માણસો રોષને સમાવે છે.
Scornful men bring a city into a snare: but wise men turn away wrath.
9 ૯ જ્યારે ડાહ્યો માણસ મૂર્ખ સાથે વાદવિવાદમાં ઊતરે છે, ત્યારે કાં તો તે ગુસ્સે થાય છે અગર તે હસે છે, પણ તેને કંઈ નિરાંત વળતી નથી.
If a wise man contends with a foolish man, whether he rage or laugh, there is no rest.
10 ૧૦ લોહીના તરસ્યા માણસો પ્રામાણિક માણસો પર વૈર રાખે છે તેઓ પ્રામાણિકનો જીવ લેવા મથે છે.
The bloodthirsty hate the upright: but the just seek his soul.
11 ૧૧ મૂર્ખ માણસ પોતાનો ક્રોધ બહાર ઠાલવે છે, પણ ડાહ્યો માણસ પોતાની જાતને કાબૂમાં રાખે છે અને ક્રોધ સમાવી દે છે.
A fool utters all his mind: but a wise man keeps it in till afterwards.
12 ૧૨ જો કોઈ શાસનકર્તા જૂઠી વાતો સાંભળવા માટે ધ્યાન આપે, તો તેના સર્વ સેવકો ખરાબ થઈ જાય છે.
If a ruler listen to lies, all his servants are wicked.
13 ૧૩ ગરીબ માણસ તથા જુલમગાર માણસ ભેગા થાય છે; અને તે બન્નેની આંખોને યહોવાહ પ્રકાશ આપે છે.
The poor and the deceitful man meet together: the LORD lightens both their eyes.
14 ૧૪ જે રાજા વિશ્વાસુપણાથી ગરીબોનો ન્યાય કરે છે, તેનું રાજ્યાસન સદાને માટે સ્થિર રહેશે.
The king that faithfully judges the poor, his throne shall be established for ever.
15 ૧૫ સોટી તથા ઠપકો ડહાપણ આપે છે; પણ સ્વતંત્ર મૂકેલું બાળક પોતાની માતાને બદનામ કરે છે.
The rod and reproof give wisdom: but a child left to himself brings his mother to shame.
16 ૧૬ જ્યારે દુષ્ટોની વૃદ્ધિ થાય છે, ત્યારે પાપ વધે છે; પણ નેકીવાનો તેઓની પડતી થતી જોશે.
When the wicked are multiplied, transgression increases: but the righteous shall see their fall.
17 ૧૭ તું તારા દીકરાને શિક્ષા કરીશ તો તે તારા માટે આશીર્વાદરૂપ હશે અને તે તારા આત્માને આનંદ આપશે.
Correct your son, and he shall give you rest; yes, he shall give delight to your soul.
18 ૧૮ જ્યાં સંદર્શન નથી, ત્યાં લોકો મર્યાદા છોડી દે છે, પણ નિયમના પાળનાર આશીર્વાદિત છે.
Where there is no vision, the people perish: but he that keeps the law, happy is he.
19 ૧૯ માત્ર શબ્દોથી ગુલામોને સુધારી શકાશે નહિ, કારણ કે તે સમજશે તો પણ ગણકારશે નહિ.
A servant will not be corrected by words: for though he understand he will not answer.
20 ૨૦ શું તેં ઉતાવળે બોલનાર માણસને જોયો છે? તેના કરતાં કોઈ મૂર્ખ તરફથી વધારે આશા રાખી શકાય.
See you a man that is hasty in his words? there is more hope of a fool than of him.
21 ૨૧ જે માણસ પોતાના ચાકરને નાનપણથી વહાલપૂર્વક ઉછેરે છે, આખરે તે તેનો દીકરો થઈ બેસશે.
He that delicately brings up his servant from a child shall have him become his son at the length.
22 ૨૨ ક્રોધી માણસ ઝઘડા સળગાવે છે અને ગુસ્સાવાળો માણસ ઘણા ગુના કરે છે.
An angry man stirs up strife, and a furious man abounds in transgression.
23 ૨૩ અભિમાન માણસને અપમાનિત કરે છે, પણ નમ્ર વ્યક્તિ સન્માન મેળવે છે.
A man’s pride shall bring him low: but honor shall uphold the humble in spirit.
24 ૨૪ ચોરનો ભાગીદાર તેનો પોતાનો જ દુશ્મન છે; તે સોગન ખાય છે, પણ કંઈ જાહેર કરતો નથી.
Whoever is partner with a thief hates his own soul: he hears cursing, and denudes it not.
25 ૨૫ માણસની બીક ફાંદારૂપ છે; પણ જે કોઈ યહોવાહ પર વિશ્વાસ રાખે છે તે સુરક્ષિત છે.
The fear of man brings a snare: but whoever puts his trust in the LORD shall be safe.
26 ૨૬ ઘણા માણસો અધિકારીની કૃપા શોધે છે, પણ ન્યાય તો યહોવાહ પાસેથી જ મળી શકે છે.
Many seek the ruler’s favor; but every man’s judgment comes from the LORD.
27 ૨૭ અન્યાયી માણસ નેકીવાનને કંટાળાજનક છે, અને નેકીવાન દુષ્ટોને કંટાળાજનક છે.
An unjust man is an abomination to the just: and he that is upright in the way is abomination to the wicked.