< નીતિવચનો 27 >
1 ૧ આવતી કાલની બડાશ મારીશ નહિ, કારણ કે આવતીકાલે શું થઈ જશે તે તું જાણતો નથી.
Ne bahaj se z naslednjim dnem; kajti ne veš, kakšen dan se lahko rodi.
2 ૨ બીજો માણસ તારાં વખાણ ભલે કરે, પણ તું તારે મુખે તારાં વખાણ ન કર; પારકા કરે તો ભલે, પણ તારા પોતાના હોઠ ન કરે.
Naj te hvali drug človek in ne tvoja lastna usta, tujec in ne tvoje lastne ustnice.
3 ૩ પથ્થર વજનદાર હોય છે અને રેતી ભારે હોય છે; પણ મૂર્ખની ઉશ્કેરણી બંને કરતાં ભારે હોય છે.
Kamen je težak in pesek ima težo, toda bedakov bes je težji kakor oba skupaj.
4 ૪ ક્રોધ ક્રૂર છે અને કોપ રેલરૂપ છે, પણ ઈર્ષ્યા આગળ કોણ ટકી શકે?
Bes je krut in jeza je nezaslišana, toda kdo je zmožen obstati pred zavistjo?
5 ૫ છુપાવેલા પ્રેમ કરતાં ઉઘાડો ઠપકો સારો છે.
Odprto oštevanje je boljše kakor skrita ljubezen.
6 ૬ મિત્રના ઘા પ્રામાણિક હોય છે, પણ દુશ્મનનાં ચુંબન ખુશામતથી ભરેલા હોય છે.
Zveste so rane od prijatelja, toda poljubi sovražnika so varljivi.
7 ૭ ધરાયેલાને મધ પણ કડવું લાગે છે, પણ ભૂખ્યાને દરેક કડવી વસ્તુ પણ મીઠી લાગે છે.
Siti duši se satovje gabi, toda lačni duši je vsaka grenka stvar sladka.
8 ૮ પોતાનું ઘર છોડીને ભટકતી વ્યક્તિ જેણે પોતાનો માળો છોડી દીધો હોય તેવા પક્ષી જેવી છે.
Kakor ptica, ki se oddaljuje od svojega gnezda, tako je človek, ki se oddaljuje od svojega kraja.
9 ૯ જેમ સુગંધીથી અને અત્તરથી મન પ્રસન્ન થાય છે, તેમ અંત: કરણથી સલાહ આપનાર મિત્રની મીઠાશથી પણ થાય છે.
Mazilo in dišava razveseljujeta srce, tako počne sladkost človekovega prijatelja s srčnim nasvetom.
10 ૧૦ તારા પોતાના મિત્રને તથા તારા પિતાના મિત્રને તજીશ નહિ; વિપત્તિને સમયે તારા ભાઈના ઘરે ન જા. દૂર રહેતા ભાઈ કરતાં નજીકનો પડોશી સારો છે.
Svojega lastnega prijatelja in prijatelja svojega očeta ne zapusti niti na dan svoje katastrofe ne pojdi v hišo svojega brata, kajti boljši je sosed, ki je blizu, kakor brat daleč proč.
11 ૧૧ મારા દીકરા, જ્ઞાની થા અને મારા હૃદયને આનંદથી ભરી દે, જેથી મને મહેણાં મારનારને હું જવાબ આપી શકું.
Moj sin, bodi moder in razveseli moje srce, da lahko odgovorim tistemu, ki me graja.
12 ૧૨ શાણો માણસ આફતને આવતી જોઈને તેને ટાળે છે, પણ મૂર્ખ માણસ આગળ વધતો રહે છે અને તેને લીધે સહન કરે છે.
Razsoden človek sluti zlo in se skrije, toda naivneži gredo dalje in so kaznovani.
13 ૧૩ અજાણ્યા માટે જામીનગીરી આપનારનું વસ્ત્ર લઈ લે અને જો તે દુરાચારી સ્ત્રીનો જામીન થાય; તો તેને જવાબદારીમાં રાખ.
Vzemi obleko tistega, ki je pôrok za tujca in vzemi njegovo jamstvo za tujo žensko.
14 ૧૪ જે કોઈ પરોઢિયે ઊઠીને પોતાના મિત્રને મોટે સાદે આશીર્વાદ આપે છે, તે તેને શાપ સમાન લાગશે.
Kdor z močnim glasom blagoslavlja svojega prijatelja, vzdigujoč ga zgodaj zjutraj, se mu bo to štelo [v] prekletstvo.
15 ૧૫ ચોમાસામાં વરસાદનું સતત વરસવું તથા કજિયાળી સ્ત્રી એ બંને સરખાં છે.
Nenehno kapljanje na zelo deževen dan in prepirljiva ženska sta si podobna.
16 ૧૬ જે તેને રોકી શકે તે પવનને રોકી શકે, અથવા પોતાના જમણા હાથમાં લગાડેલા તેલની સુગંધ પણ પકડી શકે.
Kdorkoli jo skriva, skriva veter in mazilo svoje desnice, ki izdaja samo sebe.
17 ૧૭ લોઢું લોઢાને ધારદાર બનાવે છે; તેમ એક મિત્ર બીજા મિત્રને તેજ બનાવે છે.
Železo ostri železo; tako človek ostri obličje svojega prijatelja.
18 ૧૮ જે કોઈ અંજીરી સાચવે છે તે અંજીર ખાશે અને જે પોતાના માલિકની કાળજી રાખે છે તે માન પામે છે.
Kdorkoli varuje figovo drevo, bo jedel njegov sad, tako bo spoštovan, kdor čaka na svojega gospodarja.
19 ૧૯ જેમ માણસના ચહેરાની પ્રતિમા પાણીમાં પડે છે, તેવી જ રીતે એક માણસના હૃદયનું પ્રતિબિંબ બીજા માણસ પર પડે છે.
Kakor v vodi obraz odzdravlja obrazu, tako srce človeka k človeku.
20 ૨૦ જેમ શેઓલ અને વિનાશ કદી તૃપ્ત થતાં નથી; તે જ રીતે માણસની આંખો કદી તૃપ્ત થતી નથી. (Sheol )
Pekel in uničenje nikdar nista polna, tako človekove oči nikoli niso nasičene. (Sheol )
21 ૨૧ ચાંદી ગાળવા સારુ કુલડી અને સોનાને માટે ભઠ્ઠી હોય છે; તેમ માણસની પરીક્ષા તેની પ્રશંસા ઉપરથી થાય છે.
Kakor je talilni lonec za srebro in talilna peč za zlato, tak je človek do svoje hvale.
22 ૨૨ જો તું મૂર્ખને ખાંડણિયામાં નાખીને ખંડાતા દાણા સાથે સાંબેલાથી ખાંડે, તોપણ તેની મૂર્ખાઈ તેનાથી જુદી પડવાની નથી.
Čeprav bi bedaka s tolkačem stolkel v stopi med pšenico, vendarle njegova nespametnost ne bo odšla od njega.
23 ૨૩ તારાં ઘેટાંબકરાંની પરિસ્થિતિ જાણવાની કાળજી રાખ અને તારાં જાનવરની યોગ્ય દેખરેખ રાખ.
Bodi marljiv, da spoznaš stanje svojih tropov in dobro glej k svojim čredam.
24 ૨૪ કેમ કે દ્રવ્ય સદા ટકતું નથી. શું મુગટ વંશપરંપરા ટકે છે?
Kajti bogastva niso na veke in mar se krona prenaša vsakemu rodu?
25 ૨૫ સૂકું ઘાસ લઈ જવામાં આવે છે કે તરત ત્યાં કુમળું ઘાસ ઊગી નીકળે છે અને પર્વત પરની વનસ્પતિનો સંગ્રહ કરવામાં આવે છે.
Seno je odneseno, prikaže se nežna trava in gorska zelišča se zberejo.
26 ૨૬ ઘેટાં તારા વસ્ત્રોને અર્થે હોય છે અને બકરાં તારા ખેતરનું મૂલ્ય છે.
Jagnjeta so za tvoje oblačilo in kozli so nagrada polja.
27 ૨૭ વળી બકરીઓનું દૂધ તારે માટે, તારા કુટુંબને માટે અને તારી દાસીઓના ગુજરાન માટે પૂરતું થશે.
Imel boš dovolj kozjega mleka za svojo hrano, za hrano svoje družine in za vzdrževanje svojih dekel.