< નીતિવચનો 27 >

1 આવતી કાલની બડાશ મારીશ નહિ, કારણ કે આવતીકાલે શું થઈ જશે તે તું જાણતો નથી.
Недей се хвали с утрешния ден, Защото не знаеш какво ще роди денят.
2 બીજો માણસ તારાં વખાણ ભલે કરે, પણ તું તારે મુખે તારાં વખાણ ન કર; પારકા કરે તો ભલે, પણ તારા પોતાના હોઠ ન કરે.
Нека те хвали друг, а не твоите уста, - Чужд, а не твоите устни.
3 પથ્થર વજનદાર હોય છે અને રેતી ભારે હોય છે; પણ મૂર્ખની ઉશ્કેરણી બંને કરતાં ભારે હોય છે.
Камъкът е тежък и пясъкът много тегли; Но досадата на безумния е по-тежка и от двете.
4 ક્રોધ ક્રૂર છે અને કોપ રેલરૂપ છે, પણ ઈર્ષ્યા આગળ કોણ ટકી શકે?
Яростта е жестока и гневът е като наводнение, Но кой може да устои пред завистта?
5 છુપાવેલા પ્રેમ કરતાં ઉઘાડો ઠપકો સારો છે.
Явното изобличение е по-добро От оная любов, която не се проявява.
6 મિત્રના ઘા પ્રામાણિક હોય છે, પણ દુશ્મનનાં ચુંબન ખુશામતથી ભરેલા હોય છે.
Удари от приятел са искрени, А целувки от неприятел - изобилни.
7 ધરાયેલાને મધ પણ કડવું લાગે છે, પણ ભૂખ્યાને દરેક કડવી વસ્તુ પણ મીઠી લાગે છે.
Наситената душа се отвръща и от медена пита, А на гладната душа всичко горчиво е сладко.
8 પોતાનું ઘર છોડીને ભટકતી વ્યક્તિ જેણે પોતાનો માળો છોડી દીધો હોય તેવા પક્ષી જેવી છે.
Както птица, която е напуснала гнездото си, Така е човек, който е напуснал мястото си.
9 જેમ સુગંધીથી અને અત્તરથી મન પ્રસન્ન થાય છે, તેમ અંત: કરણથી સલાહ આપનાર મિત્રની મીઠાશથી પણ થાય છે.
Както благоуханните места и каденията веселят сърцето, Така - и сладостта на сърдечния съвет на приятел.
10 ૧૦ તારા પોતાના મિત્રને તથા તારા પિતાના મિત્રને તજીશ નહિ; વિપત્તિને સમયે તારા ભાઈના ઘરે ન જા. દૂર રહેતા ભાઈ કરતાં નજીકનો પડોશી સારો છે.
Не оставяй своя приятел нито приятеля на баща си. И не влизай в къщата на брата си, в деня на злощастието си. По-добре близък съсед, отколкото далечен брат.
11 ૧૧ મારા દીકરા, જ્ઞાની થા અને મારા હૃદયને આનંદથી ભરી દે, જેથી મને મહેણાં મારનારને હું જવાબ આપી શકું.
Сине мой, бъди мъдър и радвай сърцето ми, За да имам що да отговарям на онзи, който ме укорява.
12 ૧૨ શાણો માણસ આફતને આવતી જોઈને તેને ટાળે છે, પણ મૂર્ખ માણસ આગળ વધતો રહે છે અને તેને લીધે સહન કરે છે.
Благоразумният предвижда злото и се укрива, А неразумните вървят напред - и страдат.
13 ૧૩ અજાણ્યા માટે જામીનગીરી આપનારનું વસ્ત્ર લઈ લે અને જો તે દુરાચારી સ્ત્રીનો જામીન થાય; તો તેને જવાબદારીમાં રાખ.
Вземи дрехата на този, който поръчителствува за чужд; Да! Вземи залог от онзи, който поръчителствува за чужда жена.
14 ૧૪ જે કોઈ પરોઢિયે ઊઠીને પોતાના મિત્રને મોટે સાદે આશીર્વાદ આપે છે, તે તેને શાપ સમાન લાગશે.
Който става рано и благославя ближния си с висок глас, Ще се счете, като че го кълне.
15 ૧૫ ચોમાસામાં વરસાદનું સતત વરસવું તથા કજિયાળી સ્ત્રી એ બંને સરખાં છે.
Непрестанно капене в дъждовен ден И жена крамолница са еднакви;
16 ૧૬ જે તેને રોકી શકે તે પવનને રોકી શકે, અથવા પોતાના જમણા હાથમાં લગાડેલા તેલની સુગંધ પણ પકડી શકે.
Който би я обуздал, обуздал би вятъра И би хвърлил дървено масло с десницата си.
17 ૧૭ લોઢું લોઢાને ધારદાર બનાવે છે; તેમ એક મિત્ર બીજા મિત્રને તેજ બનાવે છે.
Желязо остри желязо; Така човек остри лицето си срещу приятеля си.
18 ૧૮ જે કોઈ અંજીરી સાચવે છે તે અંજીર ખાશે અને જે પોતાના માલિકની કાળજી રાખે છે તે માન પામે છે.
Който пази смоковницата ще яде плода й, И който се грижи за господаря си ще бъде почитан.
19 ૧૯ જેમ માણસના ચહેરાની પ્રતિમા પાણીમાં પડે છે, તેવી જ રીતે એક માણસના હૃદયનું પ્રતિબિંબ બીજા માણસ પર પડે છે.
Както водата отразява лице срещу лице, Така сърцето - човек срещу човека.
20 ૨૦ જેમ શેઓલ અને વિનાશ કદી તૃપ્ત થતાં નથી; તે જ રીતે માણસની આંખો કદી તૃપ્ત થતી નથી. (Sheol h7585)
Адът и погибелта не се насищат; Така и човешките очи не се насищат. (Sheol h7585)
21 ૨૧ ચાંદી ગાળવા સારુ કુલડી અને સોનાને માટે ભઠ્ઠી હોય છે; તેમ માણસની પરીક્ષા તેની પ્રશંસા ઉપરથી થાય છે.
Горнилото е за пречистване среброто и пещта за златото. А човекът се изпитва чрез онова, с което се хвали.
22 ૨૨ જો તું મૂર્ખને ખાંડણિયામાં નાખીને ખંડાતા દાણા સાથે સાંબેલાથી ખાંડે, તોપણ તેની મૂર્ખાઈ તેનાથી જુદી પડવાની નથી.
Ако и с черясло сгрухаш безумния в кутел между грухано жито, Пак безумието му няма да се отдели от него.
23 ૨૩ તારાં ઘેટાંબકરાંની પરિસ્થિતિ જાણવાની કાળજી રાખ અને તારાં જાનવરની યોગ્ય દેખરેખ રાખ.
Внимавай да познаваш състоянието на стадата си, И грижи се за добитъка си;
24 ૨૪ કેમ કે દ્રવ્ય સદા ટકતું નથી. શું મુગટ વંશપરંપરા ટકે છે?
Защото богатството не е вечно, И короната не трае из род в род.
25 ૨૫ સૂકું ઘાસ લઈ જવામાં આવે છે કે તરત ત્યાં કુમળું ઘાસ ઊગી નીકળે છે અને પર્વત પરની વનસ્પતિનો સંગ્રહ કરવામાં આવે છે.
Сеното се прибира, зеленината се явява, И планинските билки се събират.
26 ૨૬ ઘેટાં તારા વસ્ત્રોને અર્થે હોય છે અને બકરાં તારા ખેતરનું મૂલ્ય છે.
Агнетата ти служат за облекло, И козлите за купуване на нива.
27 ૨૭ વળી બકરીઓનું દૂધ તારે માટે, તારા કુટુંબને માટે અને તારી દાસીઓના ગુજરાન માટે પૂરતું થશે.
Ще има достатъчно козе мляко за храна На теб, на дома ти и за живеене на слугините ти.

< નીતિવચનો 27 >