< નીતિવચનો 26 >

1 જેમ ઉનાળાંમાં હિમ અને કાપણી કરતી વખતે વરસાદ કમોસમનો ગણાય તેમ મૂર્ખને સન્માન શોભતું નથી.
Like snow in summer and rain when the grain is being cut, so honour is not natural for the foolish.
2 ભટકતી ચકલી અને ઊડતા અબાબીલ પક્ષીની માફક, વિનાકારણે આપેલો શાપ કોઈને માથે લાગતો નથી.
As the sparrow in her wandering and the swallow in her flight, so the curse does not come without a cause.
3 ઘોડાને માટે ચાબૂક અને ગધેડાને માટે લગામ હોય છે, તેમ મૂર્ખોની પીઠને માટે સોટી છે.
A whip for the horse, a mouth-bit for the ass, and a rod for the back of the foolish.
4 મૂર્ખને તેની મૂર્ખાઈ પ્રમાણે જવાબ ન આપ, રખેને તું પણ તેના જેવો ગણાય.
Do not give to the foolish man a foolish answer, or you will be like him.
5 મૂર્ખને તેની મૂર્ખતા પ્રમાણે જ ઉત્તર આપ, નહિ તો તે પોતાની જ નજરમાં પોતાને ડાહ્યો સમજશે.
Give a foolish man a foolish answer, or he will seem wise to himself.
6 જે કોઈ મૂર્ખ માણસની મારફતે સંદેશો મોકલે છે તે પોતાના પગ કાપી નાખે છે અને તે નુકસાન વહોરે છે.
He who sends news by the hand of a foolish man is cutting off his feet and drinking in damage.
7 મૂર્ખના મુખેથી અપાતી શિખામણ પક્ષઘાતથી પીડાતા પગ જેવી છે.
The legs of one who has no power of walking are hanging loose; so is a wise saying in the mouth of the foolish.
8 જે વ્યક્તિ મૂર્ખને માન આપે છે, તે પથ્થરના ઢગલામાં રત્નોની કોથળી મૂકનાર જેવો છે.
Giving honour to a foolish man is like attempting to keep a stone fixed in a cord.
9 જેમ પીધેલાના હાથમાં કાંટાની ડાળી હોય છે તેવી જ રીતે મૂર્ખોના મુખનું દૃષ્ટાંત તેમને જ નડે છે.
Like a thorn which goes up into the hand of a man overcome by drink, so is a wise saying in the mouth of a foolish man.
10 ૧૦ ઉત્તમ કારીગર બધું કામ પોતે જ કરે છે પણ મૂર્ખની પાસે કામ કરાવનાર વટેમાર્ગુને રોજે રાખનાર જેવો છે.
Like an archer wounding all who go by, is a foolish man overcome by drink.
11 ૧૧ જેમ કૂતરો ઓકેલું ખાવાને માટે પાછો આવે છે, તેમ મૂર્ખ પોતે કરેલી ભૂલ વારંવાર કરે છે.
Like a dog going back to the food which he has not been able to keep down, is the foolish man doing his foolish acts over again.
12 ૧૨ પોતે પોતાને જ્ઞાની સમજનાર માણસને શું તું જુએ છે? તેના કરતાં તો મૂર્ખને માટે વધારે આશા છે.
Have you seen a man who seems to himself to be wise? There is more hope for the foolish than for him.
13 ૧૩ આળસુ માણસ કહે છે, “રસ્તામાં સિંહ છે! ત્યાં ખુલ્લી જગ્યાઓની વચ્ચે સિંહ છે.”
The hater of work says, There is a lion in the way; a lion is in the streets.
14 ૧૪ જેમ બારણું તેનાં મિજાગરાં પર ફરે છે, તેમ આળસુ પોતાના બિછાના પર આળોટે છે.
A door is turned on its pillar, and the hater of work on his bed.
15 ૧૫ આળસુ પોતાનો હાથ થાળીમાં નાખે છે ખરો પણ તેને પાછો પોતાના મોં સુધી લાવતાં તેને થાક લાગે છે.
The hater of work puts his hand deep into the basin: lifting it again to his mouth is a weariness to him.
16 ૧૬ હોશિયારીથી ઉત્તર આપી શકે તેવા સાત માણસો કરતાં આળસુ પોતાની નજરે પોતાને વધારે ડાહ્યો ગણે છે.
The hater of work seems to himself wiser than seven men who are able to give an answer with good sense.
17 ૧૭ જે રસ્તે ચાલતાં પારકાના કજિયાની ખટપટમાં પડે છે તે કૂતરાના કાન પકડનારના જેવો છે.
He who gets mixed up in a fight which is not his business, is like one who takes a dog by the ears while it is going by.
18 ૧૮ જેઓ બળતાં તીર ફેંકનાર પાગલ માણસ જેવો છે,
As one who is off his head sends about flaming sticks and arrows of death,
19 ૧૯ તેવી જ વ્યક્તિ પોતાના પડોશીને છેતરીને, કહે છે “શું હું ગમ્મત નહોતો કરતો?”
So is the man who gets the better of his neighbour by deceit, and says, Am I not doing so in sport?
20 ૨૦ બળતણ ન હોવાથી અગ્નિ હોલવાઈ જાય છે. અને તેમ જ ચાડી કરનાર ન હોય, તો ત્યાં કજિયા સમી જાય છે.
Without wood, the fire goes out; and where there is no secret talk, argument is ended.
21 ૨૧ જેમ અંગારા કોલસાને અને અગ્નિ લાકડાંને સળગાવે છે, તેમ ઝઘડાખોર માણસ કજિયા ઊભા કરે છે.
Like breath on coals and wood on fire, so a man given to argument gets a fight started.
22 ૨૨ નિંદા કરનાર વ્યક્તિના શબ્દો સ્વાદિષ્ટ કોળિયા જેવા લાગે છે; તે શરીરના અંતરના ભાગમા ઊતરી જાય છે.
The words of one who says evil of his neighbour secretly are like sweet food, they go down into the inner parts of the stomach.
23 ૨૩ કુટિલ હૃદય અને મીઠી વાણી એ અશુદ્ધ ચાંદીની મલિનતાથી મઢેલા માટીના વાસણ જેવાં છે.
Smooth lips and an evil heart are like a vessel of earth plated with silver waste.
24 ૨૪ ધિક્કારવા લાયક માણસ મનમાં દગો રાખે છે અને પોતાના અંતરમાં તે કપટ ભરી રાખે છે.
With his lips the hater makes things seem what they are not, but deceit is stored up inside him;
25 ૨૫ તે મીઠી મીઠી વાતો કરે, પણ તેના પર વિશ્વાસ ન કર, કારણ કે તેના હૃદયમાં સાતગણાં ષળયંત્રોના ઇરાદા ભરેલા હોય છે.
When he says fair words, have no belief in him; for in his heart are seven evils:
26 ૨૬ જો કે તેનો દ્વ્રેષ કપટથી ઢંકાયેલો હોય છે, તોપણ તેની દુષ્ટતા સભા આગળ ઉઘાડી પડી જશે.
Though his hate is covered with deceit, his sin will be seen openly before the meeting of the people.
27 ૨૭ જે બીજાને માટે ખાડો ખોદે તે પોતે તેમાં પડશે અને જે કોઈ બીજાની તરફ પથ્થર ગબડાવે તે તેના પર જ પાછો આવશે.
He who makes a hole in the earth will himself go falling into it: and on him by whom a stone is rolled the stone will come back again.
28 ૨૮ જૂઠી જીભે પોતે જેઓને ઘાયલ કર્યા છે, તેઓનો તે દ્વેષ કરે છે; અને ખુશામત કરનાર વ્યક્તિ પાયમાલી લાવે છે.
A false tongue has hate for those who have clean hearts, and a smooth mouth is a cause of falling.

< નીતિવચનો 26 >