< નીતિવચનો 25 >

1 આ પણ સુલેમાનનાં નીતિવચનો છે કે, જેનો ઉતારો યહૂદિયાના રાજા હિઝકિયાના માણસોએ કર્યો હતો.
此等もまたソロモンの箴言なり ユダの王ヒゼキヤに属せる人々これを輯めたり
2 કોઈ બાબત ગુપ્ત રાખવી તેમાં ઈશ્વરનો મહિમા છે, પણ કોઈ બાબત શોધી કાઢવી એમાં રાજાનું ગૌરવ છે.
事を隠すは神の榮誉なり 事を窮むるは王の榮誉なり
3 જેમ આકાશની ઊંચાઈ તથા પૃથ્વીનું ઊંડાણ હોય છે, તેમ રાજાઓનું મન અગાધ છે.
天の高さと地の深さと 王たる者の心とは測るべからず
4 ચાંદીમાંથી નકામો ભાગ કાઢી નાખો, એટલે ચાંદીનો કારીગર તેમાંથી વાસણ બનાવી શકશે.
銀より渣滓を除け さらば銀工の用ふべき器いでん
5 તેમ રાજા પાસેથી દુષ્ટોને દૂર કરો, એટલે તેનું સિંહાસન ન્યાય વડે સ્થિર થશે.
王の前より惡者をのぞけ 然ばその位義によりて堅く立ん
6 રાજાની હાજરીમાં પોતાની બડાઈ ન કર અને મોટા માણસોની જગ્યાએ ઊભા ન રહે.
王の前に自ら高ぶることなかれ 貴人の場に立つことなかれ
7 ઉમરાવના દેખતાં તને નીચે ઉતારવામાં આવે તેના કરતાં, “આમ આવો” કહીને ઉપર બેસાડવામાં આવે એ વધારે સારું છે.
なんぢが目に見る王の前にて下にさげらるるよりは ここに上れといはるること愈れり
8 દાવામાં જલદી ઊતરી ન પડ. કેમ કે આખરે તારો પ્રતિવાદી તને ઝંખવાણો પાડે ત્યારે શું કરવું તે તને સૂઝે નહિ?
汝かろがろしく出でて争ふことなかれ 恐くは終にいたりて汝の鄰に辱しめられん その時なんぢ如何になさんとするか
9 તારા દાવા વિષે તારા પ્રતિવાદી સાથે જ વિવાદ કર અને બીજાની ગુપ્ત વાત ઉઘાડી ન કર,
なんぢ鄰と争ふことあらば只これと争へ 人の密事を洩すなかれ
10 ૧૦ રખેને તે સાંભળનાર તારી નિંદા કરે અને તારા પરનો બટ્ટો દૂર થાય નહિ.
恐くは聞者なんぢを卑しめん 汝そしられて止ざらん
11 ૧૧ પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ ચાંદીની ટોપલીમાંનાં સોનાનાં સફરજન જેવો છે.
機にかなひて語る言は銀の彫刻物に金の林檎を嵌たるが如し
12 ૧૨ જ્ઞાની વ્યક્તિએ આપેલો ઠપકો આજ્ઞાંકિતના કાનમાં સોનાની કડીઓ તથા સોનાના ઘરેણાં જેવો છે.
智慧をもて譴むる者の之をきく者の耳におけることは 金の耳環と精金の飾のごとし
13 ૧૩ ફસલના સમયમાં બરફની શીતળતા જેવી લાગે છે તેવી જ વિશ્વાસુ સંદેશાવાહક તેના મોકલનારાઓને લાગે છે; તે પોતાના માલિકના આત્માને તાજો કરે છે.
忠信なる使者は之を遣す者におけること穡收の日に冷かなる雪あるがごとし 能その主の心を喜ばしむ
14 ૧૪ જે કોઈ ભેટો આપવાની વ્યર્થ ડંફાસો મારે છે, પણ કંઈ આપતો નથી, તે વરસાદ વગરનાં વાદળાં તથા પવન જેવો છે.
おくりものすと偽りて誇る人は雨なき雲風の如し
15 ૧૫ લાંબી મુદતની સહનશીલતાથી અધિકારીનું મન માને છે અને કોમળ જીભ હાડકાને ભાંગે છે.
怒を緩くすれば君も言を容る 柔かなる舌は骨を折く
16 ૧૬ જો તને મધ મળ્યું હોય, તો જોઈએ તેટલું જ ખા રખેને તે તારા ગળા સુધી આવે અને તારે તે ઓકી કાઢવું પડે.
なんぢ蜜を得るか 惟これを足る程に食へ 恐くは食ひ過して之を吐出さん
17 ૧૭ તું તારા પડોશીના ઘરમાં કવચિત જ જા, નહિ તો તે તારાથી કંટાળીને તારો ધિક્કાર કરશે.
なんぢの足を鄰の家にしげくするなかれ 恐くは彼なんぢを厭ひ惡まん
18 ૧૮ પોતાના પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરનાર માણસ હથોડા, તલવાર તથા તીક્ષ્ણ તીર જેવો છે.
その鄰に敵して虚偽の證をたつる人は斧刃または利き箭のごとし
19 ૧૯ સંકટસમયે અવિશ્વાસુ માણસ પર મૂકેલો વિશ્વાસ સડેલા દાંત અને ઊતરી ગયેલા પગ જેવો છે.
艱難に遇ふとき忠実ならぬ者を頼むは惡しき歯または跛たる足を恃むがごとし
20 ૨૦ જે દુઃખી દિલવાળા માણસ આગળ ગીતો ગાય છે, તે ઠંડીમાં અંગ પરથી વસ્ત્ર કાઢી લેનાર જેવો અથવા ઘા પર સરકો રેડનાર જેવો છે.
心の傷める人の前に歌をうたふは寒き日に衣をぬぐが如く 曹達のうへに酢を注ぐが如し
21 ૨૧ જો તારો શત્રુ ભૂખ્યો હોય, તો તેને ખાવા માટે રોટલો આપ; અને જો તે તરસ્યો હોય, તો પીવા માટે પાણી આપ.
なんぢの仇もし飢ゑなば之に糧をくらはせ もし渇かば之に水を飮ませよ
22 ૨૨ કેમ કે એમ કરવાથી તું તેના માથા પર અંગારાનો ઢગલો કરશે અને યહોવાહ તને તેનો બદલો આપશે.
なんぢ斯するは火をこれが首に積むなり ヱホバなんぢに報いたまふべし
23 ૨૩ ઉત્તરનો પવન વરસાદ લાવે છે; તેમ જ ચાડીકરનારી જીભ ક્રોધિત ચહેરો ઉપજાવે છે.
北風は雨をおこし かげごとをいふ舌は人の顔をいからす
24 ૨૪ કજિયાખોર સ્ત્રીની સાથે વિશાળ ઘરમાં રહેવું, તે કરતાં અગાશીના ખૂણામાં રહેવું સારું છે.
争ふ婦と偕に室に居らんより屋蓋の隅にをるは宜し
25 ૨૫ જેવું તરસ્યા જીવને માટે ઠંડુ પાણી છે, તેવી જ દૂર દેશથી મળેલી સારી ખબર છે.
遠き國よりきたる好き消息は渇きたる人における冷かなる水のごとし
26 ૨૬ જેવો ડહોળાયેલો ઝરો અથવા વિનાશક કૂવો છે, તેવો જ દુશ્મનોની આગળથી ખસી જનાર નેક પુરુષ છે.
義者の惡者の前に服するは井の濁れるがごとく泉の汚れたるがごとし
27 ૨૭ વધુ પડતું મધ ખાવું સારું નથી, તેમ જ પોતાનું મહત્વ શોધવું એ કંઈ પ્રતિષ્ઠા નથી.
蜜をおほく食ふは善らず 人おのれの榮誉をもとむるは榮誉にあらず
28 ૨૮ જે માણસ પોતાના પર કાબુ રાખી શકતો નથી તે ખંડિયેર જેવો તથા કોટ વગરના નગર જેવો છે.
おのれの心を制へざる人は石垣なき壊れたる城のごとし

< નીતિવચનો 25 >