< નીતિવચનો 24 >
1 ૧ દુષ્ટ માણસોની અદેખાઈ ન કર, તેઓની સાથે રહેવાની ઇચ્છા ન કર.
Nie zazdrość złym ludziom ani nie pragnij z nimi przebywać;
2 ૨ કારણ કે તેઓનાં મન હિંસાના વિચારો કરે છે અને તેઓના હોઠ ઉપદ્રવની વાતો કરે છે.
Ich serce bowiem obmyśla przemoc, a ich wargi mówią o krzywdzie.
3 ૩ ડહાપણ વડે ઘર બંધાય છે અને બુદ્ધિથી તે સ્થિર થાય છે.
Dom buduje się mądrością, a umacnia się rozumem.
4 ૪ ડહાપણ વડે સર્વ મૂલ્યવાન તથા સુખદાયક દ્રવ્યથી ઓરડાઓ ભરપૂર થાય છે.
Dzięki wiedzy komory będą napełnione wszelkimi kosztownymi i przyjemnymi bogactwami.
5 ૫ બહાદુર માણસ બળવાન હોય છે, પણ જે વ્યક્તિ પાસે ડહાપણ છે તે બહાદુર વ્યક્તિ કરતાં વધારે બળવાન હોય છે.
Mądry człowiek jest silny, a mąż, który ma wiedzę, dodaje siły.
6 ૬ કેમ કે ચતુર માણસની સલાહ પ્રમાણે તું યુદ્ધ કરશે અને વધારે સલાહકારીઓમાં સલામતી છે.
Bo dzięki mądrej radzie poprowadzisz wojnę, a mnóstwo doradców [da ci] wybawienie.
7 ૭ ડહાપણ એ મૂર્ખની શક્તિ ઉપરાંત છે; તે જાહેરમાં પોતાનું મુખ ખોલી શકતો નથી.
Mądrość jest dla głupca zbyt wzniosła; nie otwiera ust swoich w bramie.
8 ૮ જે ખોટાં કામ કરવા માટે યુક્તિઓ રચે છે તેને લોકો ઉપદ્રવી પુરુષ કહેશે.
Kto knuje zło, będzie zwany złośliwym.
9 ૯ મૂર્ખની યોજનાઓ પાપી છે અને લોકો બડાઈ કરનારને ધિક્કારે છે.
Obmyślanie głupoty [jest] grzechem, a szyderca budzi odrazę w ludziach.
10 ૧૦ જો તું સંકટને દિવસે નાહિંમત થઈ જાય, તો તારું બળ થોડું જ છે.
Jeśli w dniu ucisku ustaniesz, twoja siła jest słaba.
11 ૧૧ જેઓને મોત માટે ઘસડી જવામાં આવે છે તેઓને છોડાવ જેઓ માર્યા જવાની તૈયારીમાં છે તેઓને છોડાવવાનું ચૂકતો નહિ.
[Jeśli] odmówisz ratunku prowadzonym na śmierć i tym, którzy idą na stracenie;
12 ૧૨ જો તું કહે કે, “અમે તો એ જાણતા નહોતા.” તો જે અંત: કરણોની ચકાસણી કરે છે તે શું તેનો વિચાર કરશે નહિ? અને જે તારા જીવનો રક્ષક છે તે શું નથી જાણતો? અને શું તે દરેક માણસને તેની કરણી પ્રમાણે ફળ આપશે નહિ?
Jeśli powiesz: Nie wiedzieliśmy o tym; czy ten, który waży serca, nie rozumie? A ten, który strzeże twojej duszy, nie pozna? I czy nie odda człowiekowi według jego uczynków?
13 ૧૩ મારા દીકરા, મધ ખા કેમ કે તે ગુણકારી છે, મધનું ચાકું પણ ખા, કેમ કે તેનો સ્વાદ તને મીઠો લાગે છે.
Synu mój, jedz miód, bo jest dobry, i plaster miodu słodki dla twojego podniebienia.
14 ૧૪ ખરેખર ડહાપણ તારા આત્માને માટે છે, જો તને તે મળ્યું હોય, તો તને તેનું પ્રતિફળ મળશે અને તારી આશા વ્યર્થ જશે નહિ.
Tak [będzie] poznanie mądrości dla twojej duszy; jeśli ją znajdziesz, będzie nagroda, a twoja nadzieja nie będzie zawiedziona.
15 ૧૫ હે દુષ્ટ માણસ, સજ્જનના ઘર આગળ લાગ જોઈ બેસી રહીશ નહિ, તેના ઘર પર આક્રમણ કરીશ નહિ.
Nie czyhaj, niegodziwcze, przed mieszkaniem sprawiedliwego, nie burz miejsca jego odpoczynku;
16 ૧૬ કારણ કે નીતિમાન માણસ સાત વાર પડશે તોપણ તે પાછો ઊભો થશે, પણ દુષ્ટો વિપત્તિથી પાયમાલ થઈ જશે.
Bo sprawiedliwy upada siedem razy, jednak znowu powstaje; a niegodziwi popadną w nieszczęście.
17 ૧૭ જ્યારે તારા દુશ્મનની પડતી થાય, ત્યારે હર્ષ ન કર અને જ્યારે તે પાયમાલ થાય ત્યારે તારા હૃદયમાં તું મગ્ન થતો નહિ.
Nie ciesz się, gdy twój nieprzyjaciel upadnie, i niech twoje serce się nie raduje, gdy się potknie;
18 ૧૮ નહિ તો યહોવાહ તે જોઈને નારાજ થશે અને તેના ઉપરથી પોતાનો રોષ પાછો ખેંચી લેશે.
Aby PAN tego nie widział i nie uznał za zło, i nie odwrócił od niego swojego gniewu.
19 ૧૯ દુષ્કર્મીઓને લીધે તું ચિડાતો નહિ અને દુષ્ટોની અદેખાઈ ન કર.
Nie gniewaj się z powodu złoczyńców ani nie zazdrość niegodziwym;
20 ૨૦ કારણ કે દુર્જનોનું કોઈ ભવિષ્ય નથી અને દુષ્ટોનો દીવો હોલવાઈ જશે.
Bo zły nie otrzyma nagrody, pochodnia niegodziwych zostanie zgaszona.
21 ૨૧ મારા દીકરા, યહોવાહનું તથા રાજાનું ભય રાખ; બળવાખોરો સાથે કશો સંબંધ ન રાખ,
Synu mój, bój się PANA i króla, a nie przestawaj z chwiejnymi;
22 ૨૨ કારણ કે તેઓના પર અચાનક આફત આવી પડશે અને તે બન્નેના તરફથી આવતા વિનાશની ખબર કોને છે?
Bo ich nieszczęście nastąpi nagle, a któż zna upadek obydwóch?
23 ૨૩ આ પણ જ્ઞાનીઓનાં વચન છે. ન્યાયમાં પક્ષપાત બતાવવો તે યોગ્ય નથી.
I to też [należy] do mądrych. Niedobrze jest mieć wzgląd na osobę w sądzie.
24 ૨૪ જે કોઈ દુષ્ટને કહે છે, “તું નેક છે,” તે લોકો દ્વારા શાપિત ગણાશે અને પ્રજાઓ તેને ધિક્કારશે.
Kto mówi niegodziwemu: Jesteś sprawiedliwy, tego będą ludzie przeklinać, a narody będą się nim brzydzić.
25 ૨૫ પણ જે કોઈ દોષિતને ઠપકો આપશે તેઓ આનંદિત થશે અને તેઓના પર ઘણો આશીર્વાદ ઊતરશે.
A ci, którzy [go] strofują, będą szczęśliwi i przyjdzie na nich obfite błogosławieństwo.
26 ૨૬ જે કોઈ સાચો જવાબ આદરપૂર્વક આપે છે, તે હોઠોનું ચુંબન કરે છે.
Pocałują wargi tego, który daje słuszną odpowiedź.
27 ૨૭ તારું બહારનું કામ તૈયાર રાખ અને તારા ખેતરનું કામ તૈયાર કર અને ત્યારપછી તારું ઘર બાંધ.
Przygotuj swoją pracę na zewnątrz, a wykonuj ją na swoim polu, a potem buduj swój dom.
28 ૨૮ વિનાકારણ તારા પડોશી વિરુદ્ધ સાક્ષી પૂરીશ નહિ અને તારા હોઠોથી ઠગાઈ ન કર.
Nie bądź bez powodu świadkiem przeciw swemu bliźniemu ani nie oszukuj swymi wargami.
29 ૨૯ એમ ન કહે કે, “જેવું તેણે મને કર્યું છે, તેવું હું તેને કરીશ; તેને તેના કામ પ્રમાણે હું બદલો આપીશ.”
Nie mów: Zrobię mu, jak on mi zrobił, oddam temu człowiekowi według jego uczynku.
30 ૩૦ હું આળસુ વ્યક્તિના ખેતર પાસે થઈને તથા બેવકૂફ માણસની દ્રાક્ષવાડી પાસે થઈને જતો હતો;
Szedłem koło pola leniwego i koło winnicy nierozumnego;
31 ૩૧ ત્યારે મેં જોયું તો તેમાં બધે ઝાંખરાં ઊગી નીકળ્યાં હતાં, જમીન કાંટાથી છવાઈ ગઈ હતી અને તેની પથ્થરનો કોટ તૂટી ગયો હતો.
A oto wszystko zarosło cierniem, pokrzywy pokryły wszystko, a kamienny mur był zburzony.
32 ૩૨ પછી મેં જોયું અને વિચાર કર્યો; હું સમજ્યો અને મને શિખામણ મળી.
Spojrzałem i rozważałem w sercu; obejrzałem i wyciągnąłem naukę.
33 ૩૩ હજી થોડીક નિદ્રા, થોડીક ઊંઘ લેવા દો, થોડીક વાર હાથ વાળીને સૂવા દો.
Trochę snu, trochę drzemania, trochę założenia rąk, by odpocząć;
34 ૩૪ એમ કરવાથી તારી દરિદ્રતા લૂંટારાની જેમ અને તારી કંગાલાવસ્થા હથિયારબંધ માણસની જેમ આવી પહોંચશે.
A twoje ubóstwo przyjdzie jak podróżny, a niedostatek – jak mąż uzbrojony.