< નીતિવચનો 23 >

1 જ્યારે તું કોઈ અધિકારીની સાથે જમવા બેસે, ત્યારે તારી આગળ જે પીરસેલુ હોય તેનું ખૂબ ધ્યાનથી અવલોકન કર.
治める人と共に座して食事するとき、あなたの前にあるものを、よくわきまえ、
2 જો તું ખાઉધરો હોય, તો તારે ગળે છરી મૂક.
あなたがもし食をたしなむ者であるならば、あなたののどに刀をあてよ。
3 સ્વાદિષ્ટ વાનગીઓથી લોભાઈ ન જા, કારણ કે તે કપટી ભોજન છે.
そのごちそうをむさぼり食べてはならない、これは人を欺く食物だからである。
4 ધનવાન થવા માટે તન તોડીને મહેનત ન કર; હોશિયાર થઈને પડતું મૂકજે.
富を得ようと苦労してはならない、かしこく思いとどまるがよい。
5 જે કંઈ વિસાતનું નથી તે પર તું તારી દૃષ્ટિ ચોંટાડશે અને અચાનક દ્રવ્ય આકાશમાં ઊડી જશે અને ગરુડ પક્ષીના જેવી પાંખો નિશ્ચે ધારણ કરે છે.
あなたの目をそれにとめると、それはない、富はたちまち自ら翼を生じて、わしのように天に飛び去るからだ。
6 કંજૂસ માણસનું અન્ન ન ખા તેની સ્વાદિષ્ટ વાનગીથી તું લોભાઈ ન જા,
物惜しみする人のパンを食べてはならない、そのごちそうをむさぼり願ってはならない。
7 કારણ કે જેવો તે વિચાર કરે છે, તેવો જ તે છે. તે તને કહે છે, “ખાઓ અને પીઓ!” પણ તેનું મન તારા પ્રત્યે નથી.
彼は心のうちで勘定する人のように、「食え、飲め」とあなたに言うけれども、その心はあなたに真実ではない。
8 જે કોળિયો તેં ખાધો હશે, તે તારે ઓકી કાઢવો પડશે અને તારાં મીઠાં વચનો વ્યર્થ જશે.
あなたはついにその食べた物を吐き出すようになり、あなたのねんごろな言葉もむだになる。
9 મૂર્ખના સાંભળતાં બોલીશ નહિ, કેમ કે તારા શબ્દોના ડહાપણનો તે તિરસ્કાર કરશે.
愚かな者の耳に語ってはならない、彼はあなたの言葉が示す知恵をいやしめるからだ。
10 ૧૦ પ્રાચીન સીમા પથ્થરોને ખસેડીશ નહિ અથવા અનાથના ખેતરોમાં પ્રવેશ કરીશ નહિ.
古い地境を移してはならない、みなしごの畑を侵してはならない。
11 ૧૧ કારણ કે તેઓનો ઉદ્ધારનાર બળવાન છે તે તારી વિરુદ્ધ તેના પક્ષની હિમાયત કરશે.
彼らのあがない主は強くいらせられ、あなたに逆らって彼らの訴えを弁護されるからだ。
12 ૧૨ શિખામણ પર તારું મન લગાડ અને ડહાપણના શબ્દોને તારા કાન દે.
あなたの心を教訓に用い、あなたの耳を知識の言葉に傾けよ。
13 ૧૩ બાળકને ઠપકો આપતાં ખચકાઈશ નહિ; કેમ કે જો તું તેને સોટી મારીશ તો તે કંઈ મરી જશે નહિ.
子を懲らすことを、さし控えてはならない、むちで彼を打っても死ぬことはない。
14 ૧૪ જો તું તેને સોટીથી મારીશ, તો તું તેના આત્માને શેઓલમાં જતાં ઉગારશે. (Sheol h7585)
もし、むちで彼を打つならば、その命を陰府から救うことができる。 (Sheol h7585)
15 ૧૫ મારા દીકરા, જો તારું હૃદય જ્ઞાની હોય, તો મારું હૃદય હરખાશે.
わが子よ、もしあなたの心が賢くあれば、わたしの心もまた喜び、
16 ૧૬ જ્યારે તારા હોઠો નેક વાત બોલશે, ત્યારે મારું અંતઃકરણ હરખાશે.
もしあなたのくちびるが正しい事を言うならば、わたしの心も喜ぶ。
17 ૧૭ તારા મનમાં પાપીની ઈર્ષ્યા ન કરીશ, પણ હંમેશા યહોવાહથી ડરીને ચાલજે.
心に罪びとをうらやんではならない、ただ、ひねもす主を恐れよ。
18 ૧૮ ત્યાં ચોક્કસ ભવિષ્ય છે અને તારી આશા સાર્થક થશે.
かならず後のよい報いがあって、あなたの望みは、すたらない。
19 ૧૯ મારા દીકરા, મારી વાત સાંભળ અને ડાહ્યો થા અને તારા હૃદયને સાચા માર્ગમાં દોરજે.
わが子よ、よく聞いて、知恵を得よ、かつ、あなたの心を道に向けよ。
20 ૨૦ દ્રાક્ષારસ પીનારાઓની અથવા માંસના ખાઉધરાની સોબત ન કર.
酒にふけり、肉をたしなむ者と交わってはならない。
21 ૨૧ કારણ કે દ્રાક્ષારસ પીનારાઓ તથા ખાઉધરાઓ કંગાલવસ્થામાં આવશે અને ઊંઘ તેમને ચીંથરેહાલ કરી દેશે.
酒にふける者と、肉をたしなむ者とは貧しくなり、眠りをむさぼる者は、ぼろを身にまとうようになる。
22 ૨૨ તારા પોતાના પિતાનું કહેવું સાંભળ અને જ્યારે તારી માતા વૃદ્ધ થાય ત્યારે તેને તુચ્છ ન ગણ.
あなたを生んだ父のいうことを聞き、年老いた母を軽んじてはならない。
23 ૨૩ સત્યને ખરીદ, પણ તેને વેચીશ નહિ; હા, ડહાપણ, શિખામણ તથા બુદ્ધિને પણ ખરીદ.
真理を買え、これを売ってはならない、知恵と教訓と悟りをも買え。
24 ૨૪ નીતિમાન દીકરાનો પિતા આનંદથી હરખાય છે અને જે દીકરો શાણો છે તે તેના જન્મ આપનારને આનંદ આપશે.
正しい人の父は大いによろこび、知恵ある子を生む者は子のために楽しむ。
25 ૨૫ તારા માતાપિતા પ્રસન્ન થાય એવું કર અને તારી જન્મ આપનાર માતાને હર્ષ થાય એવું કર.
あなたの父母を楽しませ、あなたを産んだ母を喜ばせよ。
26 ૨૬ મારા દીકરા, મને તારું હૃદય આપ અને તારી આંખો મારા માર્ગોને લક્ષમાં રાખે.
わが子よ、あなたの心をわたしに与え、あなたの目をわたしの道に注げ。
27 ૨૭ ગણિકા એક ઊંડી ખાઈ છે અને પરસ્ત્રી એ સાંકડો કૂવો છે.
遊女は深い穴のごとく、みだらな女は狭い井戸のようだ。
28 ૨૮ તે લૂંટારાની જેમ સંતાઈને તાકી રહે છે અને માણસોમાં કપટીઓનો વધારો કરે છે.
彼女は盗びとのように人をうかがい、かつ世の人のうちに、不信実な者を多くする。
29 ૨૯ કોને અફસોસ છે? કોણ ગમગીન છે? કોણ ઝઘડે છે? કોણ ફરિયાદ કરે છે? કોણ વગર કારણે ઘવાય છે? કોની આંખોમાં રતાશ છે?
災ある者はだれか、憂いある者はだれか、争いをする者はだれか、煩いある者はだれか、ゆえなく傷をうける者はだれか、赤い目をしている者はだれか。
30 ૩૦ જે ઘણીવાર સુધી દ્રાક્ષારસ પિધા કરે છે તેઓને, જેઓ મિશ્ર મધ શોધવા જાય છે તેઓને અફસોસ છે.
酒に夜をふかす者、行って、混ぜ合わせた酒を味わう者である。
31 ૩૧ જ્યારે દ્રાક્ષારસ લાલ હોય, જ્યારે તે પ્યાલામાં પોતાનો રંગ પ્રકાશતો હોય અને જ્યારે તે સરળતાથી પેટમાં ઊતરતો હોય, ત્યારે તે પર દૃષ્ટિ ન કર.
酒はあかく、杯の中にあわだち、なめらかにくだる、あなたはこれを見てはならない。
32 ૩૨ આખરે તે સર્પની જેમ કરડે છે અને નાગની જેમ ડસે છે.
これはついに、へびのようにかみ、まむしのように刺す。
33 ૩૩ તારી આંખો અજાણ્યા વસ્તુઓ જોશે અને તારું હૃદય વિપરીત બાબતો બોલશે.
あなたの目は怪しいものを見、あなたの心は偽りを言う。
34 ૩૪ હા, કોઈ સમુદ્રમાં સૂતો હોય કે, કોઈ વહાણના સઢના થાંભલાની ટોચ પર આડો પડેલો હોય, તેના જેવો તું થશે.
あなたは海の中に寝ている人のように、帆柱の上に寝ている人のようになる。
35 ૩૫ તું કહેશે કે, “તેઓએ મારા પર પ્રહાર કર્યો!” “પણ મને વાગ્યું નહિ. તેઓએ મને માર્યો, પણ મને કંઈ ખબર પડી નહિ. હું ક્યારે જાગીશ? મારે ફરી એકવાર પીવું છે.”
あなたは言う、「人がわたしを撃ったが、わたしは痛くはなかった。わたしを、たたいたが、わたしは何も覚えはない。いつわたしはさめるのか、また酒を求めよう」と。

< નીતિવચનો 23 >