< નીતિવચનો 22 >

1 સારું નામ એ પુષ્કળ ધન કરતાં અને પ્રેમયુક્ત રહેમ નજર સોનારૂપા કરતાં ઇચ્છવાજોગ છે.
ବହୁତ ଧନ ଅପେକ୍ଷା ସୁନାମ ମନୋନୀତ ହେବା ଯୋଗ୍ୟ, ପୁଣି, ରୂପା ଓ ସୁନା ଅପେକ୍ଷା ସ୍ନେହସୂଚକ ଅନୁଗ୍ରହ ଉତ୍ତମ।
2 દરિદ્રી અને દ્રવ્યવાન એક બાબતમાં સરખા છે કે યહોવાહે તે બન્નેના ઉત્પન્નકર્તા છે.
ଧନବାନ ଓ ଦରିଦ୍ର ଏକତ୍ର ମିଳନ୍ତି; ସଦାପ୍ରଭୁ ସେସମସ୍ତଙ୍କର ସୃଷ୍ଟିକର୍ତ୍ତା।
3 ડાહ્યો માણસ આફતને આવતી જોઈને સંતાઈ જાય છે, પણ મૂર્ખ માણસ આગળ ચાલ્યો જાય છે અને દંડાય છે.
ଚତୁର ଲୋକ ବିପଦ ଦେଖି ଆପଣାକୁ ଲୁଚାଏ; ମାତ୍ର ଅବୋଧ ଲୋକମାନେ ଆଗ ବଢ଼ି ଶାସ୍ତି ପାଆନ୍ତି।
4 વિનમ્રતા તથા ધન, સન્માન તથા જીવન એ યહોવાહના ભયનાં ફળ છે.
ନମ୍ରତାର ଓ ସଦାପ୍ରଭୁଙ୍କ ବିଷୟକ ଭୟର ପୁରସ୍କାର ଧନ, ସମ୍ମାନ ଓ ଜୀବନ ଅଟେ।
5 આડા માણસના માર્ગમાં કાંટા અને ફાંદા છે; જે માણસને જીવન વહાલું છે તે તેનાથી દૂર રહે છે.
କୁଟିଳ ଲୋକମାନଙ୍କ ପଥରେ କଣ୍ଟା ଓ ଫାନ୍ଦ ଥାଏ; ଯେ ଆପଣା ପ୍ରାଣ ରକ୍ଷା କରେ, ସେ ସେସବୁରୁ ଦୂରରେ ରହିବ।
6 બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ અને જ્યારે તે વૃદ્ધ થાય ત્યારે તેમાંથી તે ખસે નહિ.
ବାଳକର ଗନ୍ତବ୍ୟ ପଥରେ ତାହାକୁ ଶିକ୍ଷିତ କରାଅ; ତେଣୁ ସେ ବୃଦ୍ଧ ହେଲେ ହେଁ ତହିଁରୁ ବିମୁଖ ହେବ ନାହିଁ।
7 ધનવાન ગરીબ ઉપર સત્તા ચલાવે છે અને દેણદાર લેણદારનો ગુલામ છે.
ଧନବାନ ଦରିଦ୍ର ଉପରେ କର୍ତ୍ତୃତ୍ୱ କରେ, ପୁଣି, ଋଣୀ ମହାଜନର ଦାସ ହୁଏ।
8 જે અન્યાય વાવશે તે વિપત્તિ લણશે અને તેના ક્રોધની સોટી વ્યર્થ જશે.
ଯେ ଅଧର୍ମ ବୀଜ ବୁଣେ, ସେ ବିପଦରୂପ ଶସ୍ୟ କାଟିବ ଓ ତାହାର କୋପରୂପ ଦଣ୍ଡ ଲୁପ୍ତ ହେବ।
9 ઉદાર દૃષ્ટિના માણસ પર આશીર્વાદ ઊતરશે કારણ કે તે પોતાના અન્નમાંથી દરિદ્રીને આપે છે.
ଯାହାର ଦୟାଳୁ ଦୃଷ୍ଟି, ସେ ଆଶିଷ ପାଇବ; ଯେହେତୁ ସେ ଆପଣା ଆହାରରୁ ଦୀନହୀନକୁ ବିତରଣ କରେ।
10 ૧૦ ઘમંડી વ્યક્તિને દૂર કર એટલે ઝઘડો પણ સમી જશે અને મારામારી તથા અપમાનનો અંત આવશે.
ନିନ୍ଦକକୁ ବାହାର କରିଦିଅ, ତହିଁରେ କଳି ବାହାରି ଯିବ; ପୁଣି, ବିରୋଧ ଓ ଅପମାନ ନିବୃତ୍ତ ହେବ।
11 ૧૧ જે હૃદયની શુદ્ધતા ચાહે છે તેના બોલવાના પ્રભાવને લીધે રાજા તેનો મિત્ર થશે.
ଯେଉଁ ଲୋକ ହୃଦୟର ଶୁଚିତା ଭଲ ପାଏ, ଯାହାର ଓଷ୍ଠ ଅନୁଗ୍ରହଯୁକ୍ତ, ରାଜା ତାହାର ବନ୍ଧୁ ହେବ।
12 ૧૨ યહોવાહની દૃષ્ટિ જ્ઞાનીની સંભાળ રાખે છે, પણ કપટી માણસના શબ્દોને તે ઉથલાવી નાખે છે.
ସଦାପ୍ରଭୁଙ୍କ ଚକ୍ଷୁ ଜ୍ଞାନପ୍ରାପ୍ତ ଲୋକକୁ ରକ୍ଷା କରେ; ମାତ୍ର ବିଶ୍ୱାସଘାତକର କଥା ସେ ଓଲଟାଇ ପକାନ୍ତି।
13 ૧૩ આળસુ કહે છે, “બહાર તો સિંહ છે! હું રસ્તામાં માર્યો જઈશ.”
ଅଳସ ଲୋକ କହେ, ବାହାରେ ସିଂହ ଅଛି; ମୁଁ ସଡ଼କରେ ହତ ହେବି।
14 ૧૪ પરસ્ત્રીનું મુખ ઊંડી ખાઈ જેવું છે; જે કોઈ તેમાં પડે છે તેના ઉપર યહોવાહનો કોપ ઊતરે છે.
ପରସ୍ତ୍ରୀର ମୁଖ ଗଭୀର ଖାତ, ସଦାପ୍ରଭୁଙ୍କ ଘୃଣିତ ଲୋକ ତହିଁରେ ପଡ଼ିବ।
15 ૧૫ મૂર્ખાઈ બાળકના હૃદયની સાથે જોડાયેલી છે, પણ શિક્ષાની સોટી તેનામાંથી તેની મૂર્ખાઈને દૂર કરશે.
ପିଲାର ମନରେ ଅଜ୍ଞାନତା ବନ୍ଦ ଥାଏ, ପୁଣି, ଶାସନବାଡ଼ି ତାହା ବାହାର କରି ତାହାଠାରୁ ଦୂର କରିଦିଏ।
16 ૧૬ પોતાની માલમિલકત વધારવાને માટે જે ગરીબને ત્રાસ આપે છે અથવા જે ધનવાનને બક્ષિશ આપે છે તે પોતે કંગાલાવસ્થામાં આવશે.
ଯେଉଁ ଲୋକ ଆପଣା ଧନ ବଢ଼ାଇବା ପାଇଁ ଦରିଦ୍ର ପ୍ରତି ଉପଦ୍ରବ କରେ; ପୁଣି, ଯେ ଧନୀକୁ ଦାନ କରେ, ତାହାକୁ କେବଳ ଅଭାବ ଘଟିବ।
17 ૧૭ જ્ઞાની માણસોના શબ્દો ધ્યાનથી સાંભળ અને મારા ડહાપણ પર તારું અંતઃકરણ લગાડ.
ତୁମ୍ଭେ ଆପଣା କର୍ଣ୍ଣ ଡେରି ଜ୍ଞାନବାନ‍ମାନଙ୍କ କଥା ଶୁଣ; ପୁଣି, ମୋʼ ବିଦ୍ୟାରେ ଆପଣା ମନ ଲଗାଅ।
18 ૧૮ કેમ કે જો તું તેઓને તારા અંતરમાં રાખે અને જો તેઓ બન્ને તારા હોઠો પર સ્થિર થાય તો તે સુખકારક છે.
ଯେହେତୁ ତୁମ୍ଭେ ତାହା ହୃଦୟରେ ରଖିଲେ ଓ ତୁମ୍ଭ ଓଷ୍ଠାଧର ସଙ୍ଗେ ତାହା ଏକତ୍ର ସଂଯୁକ୍ତ ହେଲେ, ଆହ୍ଲାଦଜନକ ହେବ।
19 ૧૯ તારો ભરોસો યહોવાહ પર રહે, માટે આજે મેં તને, હા, તને તે જણાવ્યાં છે.
ସଦାପ୍ରଭୁଙ୍କଠାରେ ଯେପରି ତୁମ୍ଭର ନିର୍ଭର ରହିବ, ଏଥିପାଇଁ ମୁଁ ଆଜି ତୁମ୍ଭକୁ, ବିଶେଷ ରୂପେ ତୁମ୍ଭକୁ ଏହିସବୁ କଥା ଜଣାଇଲି।
20 ૨૦ મેં તારા માટે સુબોધ અને ડહાપણની ત્રીસ કહેવતો એટલા માટે લખી રાખી છે કે,
ତୁମ୍ଭକୁ ସତ୍ୟତାରୂପ ବାକ୍ୟର ନିଶ୍ଚୟତା ଜଣାଇବାକୁ, ପୁଣି, ଯେଉଁମାନେ ତୁମ୍ଭକୁ ପଠାନ୍ତି,
21 ૨૧ સત્યનાં વચનો તું ચોક્કસ જાણે જેથી તને મોકલનાર છે તેની પાસે જઈને સત્ય વચનોથી તું તેને ઉત્તર આપે?
ତୁମ୍ଭେ ଯେପରି ସେମାନଙ୍କୁ ସତ୍ୟ ଉତ୍ତର ଦେଇ ପାର, ଏଥିପାଇଁ ମୁଁ କʼଣ ତୁମ୍ଭ ପ୍ରତି ଯୁକ୍ତିରେ ଓ ବିଦ୍ୟାରେ ଉତ୍କୃଷ୍ଟ ବାକ୍ୟ ଲେଖି ନାହିଁ?
22 ૨૨ ગરીબને લૂંટીશ નહિ, કારણ કે તે ગરીબ છે, તેમ જ રસ્તાઓમાં પડી રહેલા ગરીબો પર પણ જુલમ ન કર,
ଦୀନହୀନକୁ ଦୀନହୀନ ଜାଣି ତାହାର ଦ୍ରବ୍ୟ ହରଣ କର ନାହିଁ, ପୁଣି, ନଗର-ଦ୍ୱାରରେ ଦୁଃଖୀ ପ୍ରତି ଉପଦ୍ରବ କର ନାହିଁ।
23 ૨૩ કારણ કે યહોવાહ તેમનો પક્ષ કરીને લડશે અને જેઓ તેઓનું છીનવી લે છે તેઓના જીવ તે છીનવી લેશે.
ଯେହେତୁ ସଦାପ୍ରଭୁ ସେମାନଙ୍କ ପକ୍ଷରେ ପ୍ରତିବାଦ କରିବେ, ପୁଣି, ଯେଉଁମାନେ ସେମାନଙ୍କ ଦ୍ରବ୍ୟ ଅପହରଣ କରିବେ, ସେ ସେମାନଙ୍କର ପ୍ରାଣ ଅପହରଣ କରିବେ।
24 ૨૪ ક્રોધી માણસ સાથે મિત્રતા ન કર અને તામસી માણસની સોબત ન કર.
ରାଗଶୀଳ ଲୋକ ସଙ୍ଗରେ ମିତ୍ରତା କର ନାହିଁ, ପୁଣି, କ୍ରୋଧୀ ଲୋକ ସହିତ ଗମନ କର ନାହିଁ।
25 ૨૫ જેથી તું તેના માર્ગો શીખે અને તારા આત્માને ફાંદામાં લાવી નાખે.
କଲେ, ତୁମ୍ଭେ ଅବା ତାହାର ବାଟ ଶିକ୍ଷା କରି ଆପଣା ପ୍ରାଣ ପାଇଁ ଫାନ୍ଦ ପ୍ରସ୍ତୁତ କରିବ।
26 ૨૬ વચન આપનારાઓમાંનો જામીન અને દેવાને માટે જામીન આપનાર એ બેમાંથી તું એકે પણ થઈશ નહિ.
ଯେଉଁମାନେ ହାତରେ ତାଳି ଦିଅନ୍ତି ଅବା ଋଣୀର ଲଗା ହୁଅନ୍ତି, ସେମାନଙ୍କ ମଧ୍ୟରେ ତୁମ୍ଭେ ଜଣେ ହୁଅ ନାହିଁ।
27 ૨૭ જો તારી પાસે દેવું ચૂકવવા માટે કંઈ ન હોય તો તારી નીચેથી તે તારું બિછાનું શા માટે ન લઈ જાય?
ଯେବେ ପରିଶୋଧ କରିବାକୁ ତୁମ୍ଭର କିଛି ନ ଥାଏ, ତେବେ ସେ କାହିଁକି ତୁମ୍ଭ ତଳରୁ ତୁମ୍ଭର ଶଯ୍ୟା ନେଇଯିବ?
28 ૨૮ તારા પિતૃઓએ જે અસલના સીમા પથ્થર નક્કી કર્યા છે તેને ન ખસેડ.
ତୁମ୍ଭର ପିତୃପୁରୁଷମାନେ ଯେଉଁ ପୁରାତନ ସୀମା ସ୍ଥାପନ କରିଅଛନ୍ତି, ତାହା ଘୁଞ୍ଚାଅ ନାହିଁ।
29 ૨૯ પોતાના કામમાં ઉદ્યોગી હોય એવા માણસને શું તું જુએ છે? તે રાજાઓની હજૂરમાં ઊભો રહે છે; તે સામાન્ય લોકોની આગળ ઊભો રહેતો નથી.
ତୁମ୍ଭେ କି କୌଣସି ଲୋକକୁ ଆପଣା ବ୍ୟବସାୟରେ ତତ୍ପର ଦେଖୁଅଛ? ସେ ରାଜାମାନଙ୍କ ସମ୍ମୁଖରେ ଠିଆ ହେବ। ସେ ନୀଚ ଲୋକଙ୍କ ଆଗରେ ଠିଆ ହେବ ନାହିଁ।

< નીતિવચનો 22 >