< નીતિવચનો 22 >
1 ૧ સારું નામ એ પુષ્કળ ધન કરતાં અને પ્રેમયુક્ત રહેમ નજર સોનારૂપા કરતાં ઇચ્છવાજોગ છે.
A good name is more desirable than great riches, and loving favour is better than silver and gold.
2 ૨ દરિદ્રી અને દ્રવ્યવાન એક બાબતમાં સરખા છે કે યહોવાહે તે બન્નેના ઉત્પન્નકર્તા છે.
The rich and the poor have this in common: The LORD is the maker of them all.
3 ૩ ડાહ્યો માણસ આફતને આવતી જોઈને સંતાઈ જાય છે, પણ મૂર્ખ માણસ આગળ ચાલ્યો જાય છે અને દંડાય છે.
A prudent man sees danger and hides himself; but the simple pass on, and suffer for it.
4 ૪ વિનમ્રતા તથા ધન, સન્માન તથા જીવન એ યહોવાહના ભયનાં ફળ છે.
The result of humility and the fear of the LORD is wealth, honour, and life.
5 ૫ આડા માણસના માર્ગમાં કાંટા અને ફાંદા છે; જે માણસને જીવન વહાલું છે તે તેનાથી દૂર રહે છે.
Thorns and snares are in the path of the wicked; whoever guards his soul stays far from them.
6 ૬ બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ અને જ્યારે તે વૃદ્ધ થાય ત્યારે તેમાંથી તે ખસે નહિ.
Train up a child in the way he should go, and when he is old he will not depart from it.
7 ૭ ધનવાન ગરીબ ઉપર સત્તા ચલાવે છે અને દેણદાર લેણદારનો ગુલામ છે.
The rich rule over the poor. The borrower is servant to the lender.
8 ૮ જે અન્યાય વાવશે તે વિપત્તિ લણશે અને તેના ક્રોધની સોટી વ્યર્થ જશે.
He who sows wickedness reaps trouble, and the rod of his fury will be destroyed.
9 ૯ ઉદાર દૃષ્ટિના માણસ પર આશીર્વાદ ઊતરશે કારણ કે તે પોતાના અન્નમાંથી દરિદ્રીને આપે છે.
He who has a generous eye will be blessed, for he shares his food with the poor.
10 ૧૦ ઘમંડી વ્યક્તિને દૂર કર એટલે ઝઘડો પણ સમી જશે અને મારામારી તથા અપમાનનો અંત આવશે.
Drive out the mocker, and strife will go out; yes, quarrels and insults will stop.
11 ૧૧ જે હૃદયની શુદ્ધતા ચાહે છે તેના બોલવાના પ્રભાવને લીધે રાજા તેનો મિત્ર થશે.
He who loves purity of heart and speaks gracefully is the king’s friend.
12 ૧૨ યહોવાહની દૃષ્ટિ જ્ઞાનીની સંભાળ રાખે છે, પણ કપટી માણસના શબ્દોને તે ઉથલાવી નાખે છે.
The LORD’s eyes watch over knowledge, but he frustrates the words of the unfaithful.
13 ૧૩ આળસુ કહે છે, “બહાર તો સિંહ છે! હું રસ્તામાં માર્યો જઈશ.”
The sluggard says, “There is a lion outside! I will be killed in the streets!”
14 ૧૪ પરસ્ત્રીનું મુખ ઊંડી ખાઈ જેવું છે; જે કોઈ તેમાં પડે છે તેના ઉપર યહોવાહનો કોપ ઊતરે છે.
The mouth of an adulteress is a deep pit. He who is under the LORD’s wrath will fall into it.
15 ૧૫ મૂર્ખાઈ બાળકના હૃદયની સાથે જોડાયેલી છે, પણ શિક્ષાની સોટી તેનામાંથી તેની મૂર્ખાઈને દૂર કરશે.
Folly is bound up in the heart of a child; the rod of discipline drives it far from him.
16 ૧૬ પોતાની માલમિલકત વધારવાને માટે જે ગરીબને ત્રાસ આપે છે અથવા જે ધનવાનને બક્ષિશ આપે છે તે પોતે કંગાલાવસ્થામાં આવશે.
Whoever oppresses the poor for his own increase and whoever gives to the rich, both come to poverty.
17 ૧૭ જ્ઞાની માણસોના શબ્દો ધ્યાનથી સાંભળ અને મારા ડહાપણ પર તારું અંતઃકરણ લગાડ.
Turn your ear, and listen to the words of the wise. Apply your heart to my teaching.
18 ૧૮ કેમ કે જો તું તેઓને તારા અંતરમાં રાખે અને જો તેઓ બન્ને તારા હોઠો પર સ્થિર થાય તો તે સુખકારક છે.
For it is a pleasant thing if you keep them within you, if all of them are ready on your lips.
19 ૧૯ તારો ભરોસો યહોવાહ પર રહે, માટે આજે મેં તને, હા, તને તે જણાવ્યાં છે.
I teach you today, even you, so that your trust may be in the LORD.
20 ૨૦ મેં તારા માટે સુબોધ અને ડહાપણની ત્રીસ કહેવતો એટલા માટે લખી રાખી છે કે,
Haven’t I written to you thirty excellent things of counsel and knowledge,
21 ૨૧ સત્યનાં વચનો તું ચોક્કસ જાણે જેથી તને મોકલનાર છે તેની પાસે જઈને સત્ય વચનોથી તું તેને ઉત્તર આપે?
To teach you truth, reliable words, to give sound answers to the ones who sent you?
22 ૨૨ ગરીબને લૂંટીશ નહિ, કારણ કે તે ગરીબ છે, તેમ જ રસ્તાઓમાં પડી રહેલા ગરીબો પર પણ જુલમ ન કર,
Don’t exploit the poor because he is poor; and don’t crush the needy in court;
23 ૨૩ કારણ કે યહોવાહ તેમનો પક્ષ કરીને લડશે અને જેઓ તેઓનું છીનવી લે છે તેઓના જીવ તે છીનવી લેશે.
for the LORD will plead their case, and plunder the life of those who plunder them.
24 ૨૪ ક્રોધી માણસ સાથે મિત્રતા ન કર અને તામસી માણસની સોબત ન કર.
Don’t befriend a hot-tempered man. Don’t associate with one who harbours anger,
25 ૨૫ જેથી તું તેના માર્ગો શીખે અને તારા આત્માને ફાંદામાં લાવી નાખે.
lest you learn his ways and ensnare your soul.
26 ૨૬ વચન આપનારાઓમાંનો જામીન અને દેવાને માટે જામીન આપનાર એ બેમાંથી તું એકે પણ થઈશ નહિ.
Don’t you be one of those who strike hands, of those who are collateral for debts.
27 ૨૭ જો તારી પાસે દેવું ચૂકવવા માટે કંઈ ન હોય તો તારી નીચેથી તે તારું બિછાનું શા માટે ન લઈ જાય?
If you don’t have means to pay, why should he take away your bed from under you?
28 ૨૮ તારા પિતૃઓએ જે અસલના સીમા પથ્થર નક્કી કર્યા છે તેને ન ખસેડ.
Don’t move the ancient boundary stone which your fathers have set up.
29 ૨૯ પોતાના કામમાં ઉદ્યોગી હોય એવા માણસને શું તું જુએ છે? તે રાજાઓની હજૂરમાં ઊભો રહે છે; તે સામાન્ય લોકોની આગળ ઊભો રહેતો નથી.
Do you see a man skilled in his work? He will serve kings. He won’t serve obscure men.