< નીતિવચનો 21 >
1 ૧ પાણીના પ્રવાહ જેવું રાજાનું મન યહોવાહના હાથમાં છે; તે જ્યાં ચાહે છે ત્યાં તેને દોરે છે.
Like brooks of water is a king's heart in the hand of the Lord: whithersoever it pleaseth him doth he turn it.
2 ૨ માણસનો દરેક માર્ગ તેની પોતાની નજરમાં તો સીધો દેખાય છે, પણ યહોવાહ તેના હૃદયની તુલના કરે છે.
Every way of a man is straight in his own eyes; but the Lord weigheth the hearts.
3 ૩ ન્યાય તથા નેકીનાં કૃત્યો કરવાં તે યહોવાહને યજ્ઞ કરતાં પણ વધારે પસંદ છે.
To exercise righteousness and justice is more acceptable to the Lord than sacrifice.
4 ૪ અભિમાની આંખો તથા ગર્વિષ્ઠ હૃદય તે દુષ્ટોને દીવારૂપ છે, પણ તે પાપ છે.
Haughtiness of the eyes, and an immoderate heart, are the sinful field of the wicked.
5 ૫ ઉદ્યમીના વિચારોનું પુષ્કળ ફળ મળે છે, પણ દરેક ઉતાવળિયો ફક્ત નિર્ધન બને છે.
The plans of the diligent tend only to plenty; but every hasty man is [destined] only to want.
6 ૬ જૂઠી જીભથી ઘન સંપાદન કરવું તે આમતેમ ઘસડાઈ જતા ધુમાડા જેવું છે, એવું કરનાર મોત માગે છે.
The getting of treasures by a tongue of falsehood is like the fleeting breath of those that seek death.
7 ૭ દુષ્ટ લોકોનો અત્યાચાર તેઓને પોતાને જ ઘસડી જાય છે, કારણ કે, તેઓ ન્યાય કરવાની ના પાડે છે.
The robbery of the wicked will drag them away; because they refuse to execute justice.
8 ૮ અપરાધીનો માર્ગ વાંકોચૂંકો છે, પણ સંતોનાં કાર્યો સીધા હોય છે.
Perverse is the way of the man that is estranged [from goodness]; but as for the pure, his work is upright.
9 ૯ કજિયાખોર સ્ત્રીની સાથે વિશાળ ઘરમાં રહેવા કરતાં અગાશીના એક ખૂણામાં રહેવું વધારે સારું છે.
It is better to dwell in a corner of a roof, than with a quarrelsome woman in a roomy house.
10 ૧૦ દુષ્ટ વ્યક્તિ ખોટું ઇચ્છે છે; તેની નજરમાં તેનો પડોશી પણ કૃપાપાત્ર દેખાતો નથી.
The soul of the wicked longeth for evil: his neighbor findeth no grace in his eyes.
11 ૧૧ જ્યારે ઘમંડી વ્યક્તિને શિક્ષા થાય છે, ત્યારે ભોળો સાવચેત બને છે; અને જ્યારે ડાહ્યાને શિક્ષણ મળે છે, ત્યારે તે વિદ્વાન થાય છે.
When the scorner is punished, the simple is made wise: and when the wise is taught intelligence, he receiveth knowledge.
12 ૧૨ ન્યાયી લોકો દુષ્ટના ઘર ઉપર નજર રાખે છે, પણ ઈશ્વર દુષ્ટોને ઊથલાવી પાડીને પાયમાલ કરે છે.
The righteous regardeth attentively the house of the wicked; [but God] overturneth the wicked into unhappiness.
13 ૧૩ જે કોઈ ગરીબની બૂમ સાંભળીને પોતાના કાન બંધ કરે છે, તેઓ જ્યારે પોતે પોકારશે, ત્યારે તેઓનું સાંભળવામાં આવશે નહિ.
Whoso stoppeth his ears against the cry of the poor, he also will cry himself, but shall not be answered.
14 ૧૪ છૂપી રીતે આપેલ ભેટથી ક્રોધ શમી જાય છે, છુપાવેલી લાંચથી ભારે રોષ શમી જાય છે.
A gift in secret pacifieth anger, and a bribe in the bosom, strong fury.
15 ૧૫ નેકીવાનો ન્યાય કરવામાં આનંદ માને છે, પણ દુષ્કર્મીઓને તો તે વિનાશરૂપ છે.
It is joy to the righteous to execute justice; but it is a terror to wrong-doers.
16 ૧૬ સમજણનો માર્ગ છોડીને ચાલનાર માણસ મરણ પામેલાઓની સભામાં આવી પડશે.
The man that wandereth astray out of the way of intelligence shall rest in the assembly of the departed.
17 ૧૭ મોજશોખ ઉડાવનાર માણસ દરિદ્રી થશે; દ્રાક્ષારસ અને તેલનો રસિયો ધનવાન થશે નહિ.
He that loveth pleasure will be a man of want: he that loveth wine and oil will not become rich.
18 ૧૮ નેકીવાનોનો બદલો દુષ્ટ લોકોને અને પ્રામાણિકોનો બદલો કપટીને ભરવો પડશે.
The wicked shall be a ransom for the righteous, and the treacherous shall be put in the stead of the upright.
19 ૧૯ કજિયાખોર અને ગુસ્સાવાળી સ્ત્રીની સાથે રહેવા કરતાં ઉજ્જડ પ્રદેશમાં જઈ રહેવું સારું છે.
It is better to dwell in a desert land, than with a quarrelsome and vexatious woman.
20 ૨૦ જ્ઞાનીના ઘરમાં મૂલ્યવાન ભંડાર તથા તેલ છે, પણ મૂર્ખ તેનો દૂર ઉપયોગ કરે છે.
There are a desirable treasure and oil in the dwelling of the wise; but a foolish man will swallow it up.
21 ૨૧ જે નેકી તથા દયાનું અનુકરણ કરે છે, તેને જીવન, નેકી તથા સન્માન મળે છે.
He that pursueth righteousness and kindness will find life, righteousness, and honor.
22 ૨૨ જ્ઞાની માણસ સમર્થ નગરના કોટ પર ચઢે છે અને જે સામર્થ્ય પર તેનો ભરોસો હતો તેને તે તોડી પાડે છે.
A wise man scaleth the city of the mighty, and casteth down the strength in which they trusted.
23 ૨૩ જે કોઈ પોતાના મુખની તથા જીભની સંભાળ રાખે છે તે સંકટમાં પોતાના આત્માનું રક્ષણ કરે છે.
Whoso guardeth his mouth and his tongue guardeth his soul against distresses.
24 ૨૪ જે માણસ ઘમંડી છે; તેનું નામ “તિરસ્કાર” કરનાર છે, તે અભિમાનથી મદોન્મત્તપણે વર્તે છે.
The presumptuous and proud, scorner is his name, dealeth in the wrath of presumption.
25 ૨૫ આળસુની ભૂખ જ તેને મારી નાખે છે, કારણ કે તેના હાથ કામ કરવાની ના પાડે છે.
The longing of the slothful will kill him; for his hands refuse to labor.
26 ૨૬ એવા માણસો હોય છે કે જેઓ આખો દિવસ લોભ જ કર્યા કરે છે, પણ નેક માણસ તો આપે છે અને હાથ પાછો ખેંચી રાખતો નથી.
All the day he feeleth a great longing; but the righteous giveth and withholdeth not.
27 ૨૭ દુષ્ટનો યજ્ઞ કંટાળારૂપ છે, તે બદઇરાદાથી યજ્ઞ કરે, તો તે કેટલો બધો કંટાળારૂપ થાય.
The sacrifice of the wicked is an abomination: how much more, when he bringeth it with a sinful purpose?
28 ૨૮ જૂઠી સાક્ષી પૂરનાર નાશ પામશે, પરંતુ જે માણસ ધ્યાનથી સાંભળે છે તેની જીત થશે.
A lying witness shall perish; but the man that is obedient [to the law] can speak for ever.
29 ૨૯ દુષ્ટ માણસ પોતાની મુખમુદ્રા કઠોર કરે છે, પણ પ્રામાણિક તો પોતાના માર્ગનો વિચાર કરીને વર્તે છે.
A wicked man showeth impudence in his face; but as for the upright, he will consider well his way.
30 ૩૦ કોઈ પણ ડહાપણ, બુદ્ધિ કે મસલત યહોવાહની આગળ ચાલી શકે નહિ.
There is no wisdom nor understanding nor counsel against the Lord.
31 ૩૧ યુદ્ધના દિવસ માટે ઘોડો તૈયાર કરવામાં આવે છે, પણ વિજય તો યહોવાહ દ્વારા જ મળે છે.
The horse is prepared for the day of battle; but with the Lord is the victory.