< નીતિવચનો 20 >
1 ૧ દ્રાક્ષારસ હાંસી ઊડાવનાર છે અને દારૂ દંગો મચાવે છે; જે કોઈ પીવાની ભૂલ કરે છે તે જ્ઞાની નથી.
Wine is a mocker, strong drink is raging: and whosoever is deceived thereby is not wise.
2 ૨ રાજાની ધમકી સિંહની ગર્જના જેવી છે; તેને કોપાવનાર પોતાના જ જીવની વિરુદ્ધ અપરાધ કરે છે.
The fear of a king is as the roaring of a lion: whoso provokes him to anger sins against his own soul.
3 ૩ ઝઘડાથી દૂર રહેવું એ માણસને માટે શોભાસ્પદ છે, પણ દરેક મૂર્ખ ઝઘડો કરવા માટે ઊતાવળો હોય છે.
It is an honour for a man to cease from strife: but every fool will be meddling.
4 ૪ આળસુ માણસ શિયાળાનું બહાનું કાઢીને ખેડતો નથી, તેથી કાપણી વખતે પાક લેવા જાય છે, ત્યારે તેને કશું મળતું નથી.
The sluggard will not plow by reason of the cold; therefore shall he beg in harvest, and have nothing.
5 ૫ અક્કલ માણસના મનમાં ઊંડા પાણી જેવી છે; પણ સમજણો માણસ તેને બહાર કાઢી લાવશે.
Counsel in the heart of man is like deep water; but a man of understanding will draw it out.
6 ૬ ઘણા લોકો પોતપોતાનો કરેલો ઉપકાર કહી બતાવશે, પણ જેના પર વિશ્વાસ રાખી શકાય એવો માણસ ક્યાં મળે?
Most men will proclaim every one his own goodness: but a faithful man who can find?
7 ૭ ન્યાયી માણસ પોતાના પ્રામાણિક માર્ગમાં ચાલે છે અને તેના પછી તેને અનુસરનારા તેનાં બાળકો આશીર્વાદિત છે.
The just man walks in his integrity: his children are blessed after him.
8 ૮ ન્યાયાસન પર બિરાજેલો રાજા પોતાનું કામ જાહેર કરે છે પોતાની આંખથી બધી દુષ્ટતાને વિખેરી નાખે છે.
A king that sits in the throne of judgment scatters away all evil with his eyes.
9 ૯ કોણ કહી શકે કે, “મેં મારું અંત: કરણ શુદ્ધ કર્યું છે, હું પાપથી મુક્ત થયો છું?”
Who can say, I have made my heart clean, I am pure from my sin?
10 ૧૦ જેઓ જુદાં જુદાં વજનિયાં અને માપિયાં રાખે છે, યહોવાહ તે બન્નેને ધિક્કારે છે.
Divers weights, and divers measures, both of them are alike abomination to the LORD.
11 ૧૧ વળી છોકરાં પણ પોતાનાં આચરણથી ઓળખાય છે કે, તેઓનાં કાર્યો શુદ્ધ અને સાચાં છે કે કેમ?
Even a child is known by his doings, whether his work be pure, and whether it be right.
12 ૧૨ કાન કે જે સાંભળે છે અને આંખ કે જે જોઈ શકે છે તે બન્નેને યહોવાહે બનાવ્યાં છે.
The hearing ear, and the seeing eye, the LORD has made even both of them.
13 ૧૩ ઊંઘ સાથે પ્રીત કરીશ નહિ, રખેને તું દરિદ્રાવસ્થામાં આવી પડે; તારી આંખો ઉઘાડ એટલે તું અન્નથી તૃપ્ત થશે.
Love not sleep, lest you come to poverty; open your eyes, and you shall be satisfied with bread.
14 ૧૪ “આ તો નકામું છે! નકામું છે!” એવું ખરીદનાર કહે છે, પણ તે ત્યાંથી ગયા પછી બડાઈ મારે છે.
It is nil, it is nil, says the buyer: but when he is gone his way, then he boasts.
15 ૧૫ પુષ્કળ સોનું પુષ્કળ માણેકમોતી કરતાં જ્ઞાની હોવું વધારે કિંમતી જેવું છે.
There is gold, and a multitude of rubies: but the lips of knowledge are a precious jewel.
16 ૧૬ અજાણ્યાના જામીન થનારનાં વસ્ત્રો લઈ લે, પારકાનો જામીન થનારને જવાબદાર ગણ.
Take his garment that is guarantor for a stranger: and take a pledge of him for a strange woman.
17 ૧૭ અસત્યની રોટલી માણસને મીઠી લાગે છે પણ પાછળથી તેનું મોં કાંકરાથી ભરાઈ જાય છે.
Bread of deceit is sweet to a man; but afterwards his mouth shall be filled with gravel.
18 ૧૮ દરેક યોજના સલાહથી પરિપૂર્ણ થયેલી છે માટે ચતુરની સૂચના પ્રમાણે તારે યુદ્ધ કરવું.
Every purpose is established by counsel: and with good advice make war.
19 ૧૯ જે કૂથલી કરવા માટે અહીંતહીં ભટકે છે તે ગુપ્ત વાતો પ્રગટ કરે છે માટે એવા માણસના કામમાં હાથ નાખતો નહિ.
He that goes about as a talebearer reveals secrets: therefore meddle not with him that flatters with his lips.
20 ૨૦ જો કોઈ વ્યક્તિ પોતાનાં માતા કે પિતાને શાપ આપે છે, તો તેનો દીવો ઘોર અંધકારમાં હોલવી નાખવામાં આવશે.
Whoso curses his father or his mother, his lamp shall be put out in obscure darkness.
21 ૨૧ જે વારસો જલદીથી સંપાદન કરવામાં આવે છે તેનો અંત આશીર્વાદિત થશે નહિ.
An inheritance may be got hastily at the beginning; but the end thereof shall not be blessed.
22 ૨૨ “હું દુષ્ટતાનો બદલો લઈશ!” એવું તારે ન કહેવું જોઈએ; યહોવાહની રાહ જો અને તે તને ઉગારી લેશે.
Say not you, I will recompense evil; but wait on the LORD, and he shall save you.
23 ૨૩ જુદાં જુદાં વજનિયાંને યહોવાહ ધિક્કારે છે અને ખોટું ત્રાજવું રાખવું એ સારું નથી.
Divers weights are an abomination unto the LORD; and a false balance is not good.
24 ૨૪ યહોવાહ માણસના પગલાંને દોરે છે, તો પછી માણસ કેવી રીતે પોતાનો માર્ગ સમજી શકે?
Man's activities are of the LORD; how can a man then understand his own way?
25 ૨૫ વગર વિચારે એમ કહી દેવું કે, “આ વસ્તુઓ પવિત્ર છે,” અને માનતા માન્યા પછી તેના વિષે તપાસ કરવી એ માણસને ફાંદારૂપ છે.
It is a snare to the man who devours that which is holy, and after vows to make enquiry.
26 ૨૬ જ્ઞાની રાજા દુષ્ટોને વિખેરી નાખે છે અને તેઓને કચડી નાખે છે.
A wise king scatters the wicked, and brings the wheel over them.
27 ૨૭ માણસનો આત્મા યહોવાહનો દીવો છે, તે હૃદયના અંતરના ભાગોને તપાસે છે.
The spirit of man is the candle of the LORD, searching all the inward parts of the belly.
28 ૨૮ કૃપા અને સત્ય રાજાનું રક્ષણ કરે છે, તેનું રાજ્યાસન વફાદારી પર ટકેલું છે.
Mercy and truth preserve the king: and his throne supported by mercy.
29 ૨૯ યુવાનોનું ગૌરવ તેઓનું બળ છે અને વૃદ્ધ પુરુષોની શોભા માથાનાં પાળિયાં છે.
The glory of young men is their strength: and the beauty of old men is the grey head.
30 ૩૦ ચાબખા અને ઘા દુષ્ટતાને ભૂંસી નાખે છે અને ફટકા હૃદયના અંતરના ઊંડાણ સુધી પહોંચે છે.
The blueness of a wound cleanses away evil: so do stripes the inward parts of the belly.