< નીતિવચનો 2 >

1 મારા દીકરા, જો તું મારાં વચનોનો સ્વીકાર કરશે અને મારી આજ્ઞાઓને તારી પાસે સંઘરી રાખીને,
Ndodana yami, nxa usamukela amazwi ami ugcine imilayo yami ngaphakathi kwakho,
2 ડહાપણની વાત સાંભળશે અને બુદ્ધિમાં તારું મન કેન્દ્રિત કરશે;
uvule indlebe yakho izwe ukuhlakanipha unikele inhliziyo yakho ukuthi izwisise,
3 જો તું વિવેકબુદ્ધિને માટે પોકાર કરશે અને સમજણ મેળવવાને માટે ખંત રાખશે;
njalo nxa ucela ukuqedisisa ukhalela kakhulu ukuzwisisa,
4 જો તું ચાંદીની જેમ તેની શોધ કરશે અને સંતાડેલા ખજાનાની જેમ તેને શોધશે;
futhi ukudingisisa njengokudinga isiliva ukuphenye njengento eligugu efihliweyo,
5 તો તને યહોવાહના ભયની સમજણ પડશે અને તને ઈશ્વરનું ડહાપણ પ્રાપ્ત થશે.
lapho-ke uzakuzwisisa ukumesaba uThixo njalo uluzuze ulwazi lukaNkulunkulu.
6 કેમ કે યહોવાહ ડહાપણ આપે છે, તેમના મુખમાંથી ડહાપણ અને સમજણ વ્યક્ત થાય છે.
Ngoba uThixo uyapha ukuhlakanipha, emlonyeni wakhe kuphuma ulwazi lokuqedisisa.
7 તે સત્યજનોને માટે ખરું ડહાપણ સંગ્રહ કરી રાખે છે, પ્રામાણિકપણાથી વર્તનારને તે ઢાલરૂપ છે.
Abaqotho ubapha ukunqoba, ulihawu lalabo abahamba bengasoleki,
8 તે ન્યાયના માર્ગની રક્ષા કરે છે અને પોતાના વિશ્વાસુ લોકોની કાળજી લે છે.
ngoba uyayilinda indlela yabalungileyo avikele ukuhamba kwabathembekileyo bakhe.
9 ત્યારે તું નેકી, ન્યાય તથા ઇનસાફને, હા, દરેક સત્યમાર્ગને સમજશે.
Yikho uzazwisisa lokho okulungileyo lokuqondileyo lokufaneleyo zonke izindlela ezinhle.
10 ૧૦ તારા હૃદયમાં ડહાપણ પ્રવેશ કરશે અને સમજ તારા આત્માને આનંદકારક લાગશે.
Ngoba ukuhlakanipha kuzangena enhliziyweni yakho, lolwazi lube mnandi emphefumulweni wakho.
11 ૧૧ વિવેકબુદ્ધિ તારું ધ્યાન રાખશે, બુદ્ધિ તારું રક્ષણ કરશે.
Ukwazi ukukhetha kuzakuvikela, lokuzwisisa kuzakulinda.
12 ૧૨ તેઓ તને દુષ્ટ માણસોના માર્ગમાંથી, ખોટું બોલનાર માણસો કે,
Ukuhlakanipha kuzakusindisa ezindleleni zabantu ababi, abantu abamazwi abolileyo,
13 ૧૩ જેઓ સદાચારના માર્ગ તજીને અંધકારનાં માર્ગોમાં ચાલે છે.
abatshiya izindlela eziqondileyo, bahambe ngezindlela ezilamathunzi,
14 ૧૪ જ્યારે તેઓ દુષ્ટતા કરે છે ત્યારે તેઓ તે કરવામાં આનંદ માણે છે અને દુષ્ટ માણસોનાં વિપરીત આચરણોથી હરખાય છે.
abathokoza ngokwenza okubi bajabule ngokungcola kokubi,
15 ૧૫ તેઓ આડા માર્ગોને અનુસરે છે અને જેમના રસ્તા અવળા છે, તેમનાથી તેઓ તને ઉગારશે.
abandlela zabo zitshekile lokuhamba kwabo kakuqondakali.
16 ૧૬ વળી ડહાપણ તથા વિવેકબુદ્ધિ તને અનૈતિક સ્ત્રીથી, એટલે પોતાના શબ્દોથી મોહ પમાડનાર પરસ્ત્રીથી બચાવશે.
Kuzakukhulula njalo koyisiphingikazi, lasemfazini olamazwi akhohlisayo,
17 ૧૭ તે પોતાના જુવાનીનાં સાથીને તજી દે છે અને ઈશ્વરની આગળ કરેલો પોતાનો કરાર ભૂલી જાય છે.
osetshiye indoda yakhe yobutsha bakhe wadela isifungo asenza phambi kukaNkulunkulu.
18 ૧૮ કેમ કે તેનું ઘર મૃત્યુની ખીણ તરફ અને તેનો માર્ગ મૃત્યુ તરફ જાય છે.
Ngoba indlu yakhe iholela ekufeni lezindlela zakhe zidonsela kwabafileyo.
19 ૧૯ તેની પાસે જનારાઓમાંથી કોઈ પાછો ફરતો નથી અને તેઓ જીવનનો માર્ગ સંપાદન કરી શકતા નથી.
Kakho ongena kuye obuyayo kumbe aphinde azuze izindlela zokuphila.
20 ૨૦ તેથી તું સજ્જનોના માર્ગમાં ચાલશે અને નેક લોકોનો રસ્તો પકડી રાખશે.
Ngakho uzahamba ezindleleni zabantu abalungileyo walele emikhondweni yabaqondileyo.
21 ૨૧ કેમ કે પ્રામાણિક માણસો જ દેશમાં ઘર બાંધશે અને પ્રામાણિક માણસો તેમાં વિદ્યમાન રહેશે.
Ngoba abaqotho bazahlala elizweni, labangasolekiyo bazasala kulo;
22 ૨૨ પણ દુર્જનો દેશમાંથી નાબૂદ થશે અને અવિશ્વાસુઓને તેમાંથી ઉખેડી નાખવામાં આવશે.
kodwa izigangi zizasuswa elizweni, labangathembekanga bazakhutshwa kulo.

< નીતિવચનો 2 >