< નીતિવચનો 2 >
1 ૧ મારા દીકરા, જો તું મારાં વચનોનો સ્વીકાર કરશે અને મારી આજ્ઞાઓને તારી પાસે સંઘરી રાખીને,
My son, if you will receive my words, and store up my commandments within you,
2 ૨ ડહાપણની વાત સાંભળશે અને બુદ્ધિમાં તારું મન કેન્દ્રિત કરશે;
so as to turn your ear to wisdom, and apply your heart to understanding;
3 ૩ જો તું વિવેકબુદ્ધિને માટે પોકાર કરશે અને સમજણ મેળવવાને માટે ખંત રાખશે;
yes, if you call out for discernment, and lift up your voice for understanding;
4 ૪ જો તું ચાંદીની જેમ તેની શોધ કરશે અને સંતાડેલા ખજાનાની જેમ તેને શોધશે;
if you seek her as silver, and search for her as for hidden treasures;
5 ૫ તો તને યહોવાહના ભયની સમજણ પડશે અને તને ઈશ્વરનું ડહાપણ પ્રાપ્ત થશે.
then you will understand the fear of the LORD, and find the knowledge of God.
6 ૬ કેમ કે યહોવાહ ડહાપણ આપે છે, તેમના મુખમાંથી ડહાપણ અને સમજણ વ્યક્ત થાય છે.
For the LORD gives wisdom. Out of his mouth comes knowledge and understanding.
7 ૭ તે સત્યજનોને માટે ખરું ડહાપણ સંગ્રહ કરી રાખે છે, પ્રામાણિકપણાથી વર્તનારને તે ઢાલરૂપ છે.
He lays up sound wisdom for the upright. He is a shield to those who walk in integrity,
8 ૮ તે ન્યાયના માર્ગની રક્ષા કરે છે અને પોતાના વિશ્વાસુ લોકોની કાળજી લે છે.
that he may guard the paths of justice, and preserve the way of his saints.
9 ૯ ત્યારે તું નેકી, ન્યાય તથા ઇનસાફને, હા, દરેક સત્યમાર્ગને સમજશે.
Then you will understand righteousness and justice, equity and every good path.
10 ૧૦ તારા હૃદયમાં ડહાપણ પ્રવેશ કરશે અને સમજ તારા આત્માને આનંદકારક લાગશે.
For wisdom will enter into your heart. Knowledge will be pleasant to your soul.
11 ૧૧ વિવેકબુદ્ધિ તારું ધ્યાન રાખશે, બુદ્ધિ તારું રક્ષણ કરશે.
Discretion will watch over you. Understanding will keep you,
12 ૧૨ તેઓ તને દુષ્ટ માણસોના માર્ગમાંથી, ખોટું બોલનાર માણસો કે,
to deliver you from the way of evil, from the men who speak perverse things,
13 ૧૩ જેઓ સદાચારના માર્ગ તજીને અંધકારનાં માર્ગોમાં ચાલે છે.
who forsake the paths of uprightness, to walk in the ways of darkness,
14 ૧૪ જ્યારે તેઓ દુષ્ટતા કરે છે ત્યારે તેઓ તે કરવામાં આનંદ માણે છે અને દુષ્ટ માણસોનાં વિપરીત આચરણોથી હરખાય છે.
who rejoice to do evil, and delight in the perverseness of evil,
15 ૧૫ તેઓ આડા માર્ગોને અનુસરે છે અને જેમના રસ્તા અવળા છે, તેમનાથી તેઓ તને ઉગારશે.
who are crooked in their ways, and wayward in their paths,
16 ૧૬ વળી ડહાપણ તથા વિવેકબુદ્ધિ તને અનૈતિક સ્ત્રીથી, એટલે પોતાના શબ્દોથી મોહ પમાડનાર પરસ્ત્રીથી બચાવશે.
to deliver you from the strange woman, even from the foreigner who flatters with her words,
17 ૧૭ તે પોતાના જુવાનીનાં સાથીને તજી દે છે અને ઈશ્વરની આગળ કરેલો પોતાનો કરાર ભૂલી જાય છે.
who forsakes the friend of her youth, and forgets the covenant of her God;
18 ૧૮ કેમ કે તેનું ઘર મૃત્યુની ખીણ તરફ અને તેનો માર્ગ મૃત્યુ તરફ જાય છે.
for her house leads down to death, her paths to the departed spirits.
19 ૧૯ તેની પાસે જનારાઓમાંથી કોઈ પાછો ફરતો નથી અને તેઓ જીવનનો માર્ગ સંપાદન કરી શકતા નથી.
None who go to her return again, neither do they attain to the paths of life.
20 ૨૦ તેથી તું સજ્જનોના માર્ગમાં ચાલશે અને નેક લોકોનો રસ્તો પકડી રાખશે.
Therefore walk in the way of good men, and keep the paths of the righteous.
21 ૨૧ કેમ કે પ્રામાણિક માણસો જ દેશમાં ઘર બાંધશે અને પ્રામાણિક માણસો તેમાં વિદ્યમાન રહેશે.
For the upright will dwell in the land. The perfect will remain in it.
22 ૨૨ પણ દુર્જનો દેશમાંથી નાબૂદ થશે અને અવિશ્વાસુઓને તેમાંથી ઉખેડી નાખવામાં આવશે.
But the wicked will be cut off from the land. The treacherous will be rooted out of it.