< નીતિવચનો 18 >
1 ૧ જુદો પડેલો માણસ ફક્ત પોતાની ઇચ્છાઓ વિશે જ વિચારે છે અને બધી સારી સલાહોને ગુસ્સાથી નકારે છે.
A man who isolates himself pursues selfishness, and defies all sound judgement.
2 ૨ મૂર્ખને બુદ્ધિમાં રસ નથી હોતો, પણ તેને ફક્ત પોતાનાં મંતવ્યોને જ રજૂ કરવાં હોય છે.
A fool has no delight in understanding, but only in revealing his own opinion.
3 ૩ જ્યારે દુષ્ટ આવે છે ત્યારે સાથે તુચ્છકાર પણ લેતો આવે છે, અપકીર્તિ સાથે શરમ અને નિંદા પણ આવે છે.
When wickedness comes, contempt also comes, and with shame comes disgrace.
4 ૪ માણસના મુખના શબ્દો ઊંડા પાણી જેવા છે; ડહાપણનો ઝરો વહેતી નદી જેવો છે.
The words of a man’s mouth are like deep waters. The fountain of wisdom is like a flowing brook.
5 ૫ દુષ્ટની શેહશરમ રાખવી અથવા ઇનસાફમાં નેક માણસનો અન્યાય કરવો એ સારું નથી.
To be partial to the faces of the wicked is not good, nor to deprive the innocent of justice.
6 ૬ મૂર્ખના હોઠ કજિયા કરાવે છે અને તેનું મુખ ફટકા માગે છે.
A fool’s lips come into strife, and his mouth invites beatings.
7 ૭ મૂર્ખનું મોં એ તેનો વિનાશ છે અને તેના હોઠ એ તેના પોતાના આત્માનો ફાંદો છે.
A fool’s mouth is his destruction, and his lips are a snare to his soul.
8 ૮ કૂથલીના શબ્દો સ્વાદિષ્ટ ભોજનના કોળિયા જેવા હોય છે અને તે તરત ગળે ઊતરી જઈને શરીરના અંદરના ભાગમાં પહોંચી જાય છે.
The words of a gossip are like dainty morsels: they go down into a person’s innermost parts.
9 ૯ વળી જે પોતાનાં કામ કરવામાં ઢીલો છે તે ઉડાઉનો ભાઈ છે.
One who is slack in his work is brother to him who is a master of destruction.
10 ૧૦ યહોવાહનું નામ મજબૂત કિલ્લો છે; નેકીવાન તેમાં નાસી જઈને સુરક્ષિત રહે છે.
The LORD’s name is a strong tower: the righteous run to him, and are safe.
11 ૧૧ ધનવાન માણસનું ધન એ તેનું કિલ્લેબંધીવાળું શહેર છે અને તેની પોતાની માન્યતા પ્રમાણે તે ઊંચા કોટ જેવું છે.
The rich man’s wealth is his strong city, like an unscalable wall in his own imagination.
12 ૧૨ માણસનું હૃદય અભિમાની થયા પછી નાશ આવે છે, પણ વિનમ્રતા સન્માનની અગાઉ આવે છે.
Before destruction the heart of man is proud, but before honour is humility.
13 ૧૩ સાંભળ્યા પહેલાં જવાબ આપવામાં મૂર્ખાઈ તથા લજ્જા છે.
He who answers before he hears, that is folly and shame to him.
14 ૧૪ હિંમતવાન માણસ પોતાનું દુ: ખ સહન કરી શકશે, પણ ઘાયલ મન કોણ વેઠી શકે?
A man’s spirit will sustain him in sickness, but a crushed spirit, who can bear?
15 ૧૫ બુદ્ધિશાળી વ્યક્તિ ડહાપણ પ્રાપ્ત કરવા મથે છે અને જ્ઞાની વ્યક્તિના કાન ડહાપણ શોધે છે.
The heart of the discerning gets knowledge. The ear of the wise seeks knowledge.
16 ૧૬ વ્યક્તિની ભેટ તેને માટે માર્ગ ખુલ્લો કરે છે અને તેને મહત્વની વ્યક્તિની સમક્ષ લઈ જાય છે.
A man’s gift makes room for him, and brings him before great men.
17 ૧૭ જે પોતાનો દાવો પ્રથમ માંડે છે તે વાજબી દેખાય છે પણ તેનો પ્રતિવાદી આવીને તેને ઉઘાડો પાડે છે.
He who pleads his cause first seems right— until another comes and questions him.
18 ૧૮ ચિઠ્ઠી નાખવાથી તકરાર સમી જાય છે અને સમર્થોના ભાગ વહેંચવામાં આવે છે.
The lot settles disputes, and keeps strong ones apart.
19 ૧૯ દુભાયેલા ભાઈ સાથે સલાહ કરવી તે કિલ્લાવાળા નગરને જીતવા કરતાં મુશ્કેલ છે અને એવા કજિયા કિલ્લાની ભૂંગળો જેવા છે.
A brother offended is more difficult than a fortified city. Disputes are like the bars of a fortress.
20 ૨૦ માણસ પોતાના મુખના ફળથી પેટ ભરીને ખાશે, તેના હોઠોની ઊપજથી તે ધરાશે.
A man’s stomach is filled with the fruit of his mouth. With the harvest of his lips he is satisfied.
21 ૨૧ મરણ તથા જીવન જીભના અધિકારમાં છે અને જે તેને પ્રેમ કરશે તે તેવું ફળ ખાશે.
Death and life are in the power of the tongue; those who love it will eat its fruit.
22 ૨૨ જેને પત્ની મળે તે તેને માટે સારી બાબત છે અને તેથી તેને યહોવાહની કૃપા પ્રાપ્ત થાય છે.
Whoever finds a wife finds a good thing, and obtains favour of the LORD.
23 ૨૩ ગરીબ દયાને માટે કાલાવાલા કરે છે, પણ દ્વવ્યવાન ઉદ્ધતાઈથી જવાબ આપે છે.
The poor plead for mercy, but the rich answer harshly.
24 ૨૪ જે ઘણા મિત્રો કરે છે તે પોતાનું નુકસાન વહોરે છે, પણ એક એવો મિત્ર છે કે જે ભાઈના કરતાં નિકટનો સંબંધ રાખી રહે છે.
A man of many companions may be ruined, but there is a friend who sticks closer than a brother.