< નીતિવચનો 17 >
1 ૧ જે ઘર મિજબાનીથી ભરપૂર હોય પણ કજિયાકંકાસવાળું હોય તેના કરતાં શાંતિ સહિત રોટલીનો સૂકો ટુકડો સારો છે.
Aduan sakoo a asomdwoe wɔ ho ye sen ofi a aponto ahyɛ no ma nanso basabasayɛ wɔ mu.
2 ૨ ડહાપણથી વર્તનાર ચાકર બદનામી કરાવનાર દીકરા પર અધિકાર ચલાવશે અને એ ચાકરને દીકરાના ભાઈઓમાં વારસનો ભાગ મળશે.
Ɔsomfo nyansafo bedi ɔba nimguasefo so, na obenya ne kyɛfa wɔ agyapade no mu sɛ anuanom no mu baako.
3 ૩ ચાંદીને ગાળવા માટે કુલડી હોય છે અને સોનાને માટે ભઠ્ઠી હોય છે. પણ અંત: કરણને પારખનાર યહોવાહ છે.
Kyɛmfɛre wɔ hɔ ma dwetɛ na fononoo wɔ hɔ ma sikakɔkɔɔ nanso Awurade na ɔsɔ koma hwɛ.
4 ૪ જે કોઈ વ્યક્તિ અનિષ્ટ વાત સાંભળે છે તે દુષ્ટ છે; જે જૂઠો છે તે નુકસાનકારક જીભ તરફ ધ્યાન આપે છે.
Omumɔyɛfo tie nsusuwii bɔne; ɔtorofo yɛ aso ma adwene bɔne tɛkrɛma.
5 ૫ જે ગરીબની મશ્કરી કરે છે તે તેના સર્જનહારની નિંદા કરે છે અને જે કોઈ બીજાની વિપત્તિને જોઈને રાજી થાય છે તે શિક્ષા પામ્યા વગર રહેશે નહિ.
Nea odi ahiafo ho fɛw no bu wɔn Yɛfo animtiaa; na nea ɔfoa amanehunu so no benya asotwe.
6 ૬ સંતાનોનાં સંતાનો વૃદ્ધ પુરુષનો મુગટ છે અને સંતાનોનો મહિમા તેઓનાં માતાપિતા છે.
Nananom yɛ mmasiriwa anuonyam, na awofo yɛ wɔn mma ahohoahoa.
7 ૭ ભાવપૂર્ણ ભાષણ મૂર્ખને ઘટતું નથી; મહાપુરુષોને માટે જૂઠું બોલવું એ અઘટિત છે.
Anotew nye mma ɔkwasea, saa ara na ano a edi atoro mfata ɔhene.
8 ૮ જેને બક્ષિસ મળે છે તે તેની નજરમાં મૂલ્યવાન પથ્થર જેવી છે; જ્યાં જ્યાં તે જાય છે, ત્યાં ત્યાં તે ઉદય પામે છે.
Nea ɔma adanmude no hu sɛ ɛyɛ suman; osusuw sɛ nkonimdi bɛba bere biara.
9 ૯ દોષને ઢાંકનાર પ્રેમ શોધે છે, પણ તેને જ વારંવાર બોલ્યા કરનાર ઇષ્ટ મિત્રોમાં અંતર પાડે છે.
Nea obu nʼani gu mfomso so no ma ɔdɔ kwan, na nea ɔkɔ so bɔ so no tetew nnamfonom ntam.
10 ૧૦ મૂર્ખને સો ફટકાના કરતાં બુદ્ધિમાનને એક ઠપકાનો ઘા વધારે ઊંડી અસર કરે છે.
Animka sɔ onipa a ɔwɔ nhumu ani sen mmaa ɔha a wɔbɔ ɔkwasea.
11 ૧૧ દુર્જન હંમેશા આફતો શોધ્યા કરે છે. તે માટે તેની સામે ક્રૂર સંદેશાવાહક મોકલવામાં આવશે.
Onipa bɔnefo ani wɔ atuatew nko ara so na wɔbɛsoma odwumayɛni tirimuɔdenfo akɔ no so.
12 ૧૨ જેનાં બચ્ચાં છીનવી લીધાં હોય એવી રીંછણ કોઈને મળજો; પણ મૂર્ખાઈ કરતો મૂર્ખ કોઈને ન મળો.
Eye sɛ wubehyia sisi a wɔawia ne mma sen ɔkwasea a ɔregyimi.
13 ૧૩ જો કોઈ ભલાઈનો બદલો બૂરાઈથી વાળે છે, તો તેના ઘરમાંથી બૂરાઈ દૂર થશે નહિ.
Sɛ obi de bɔne tua papa so ka a, bɔne rempa ne fi da.
14 ૧૪ કોઈ પાણીને બહાર આવવાનું બાકું કરી આપે, તે માફક જ ઝઘડાનો આરંભ છે, માટે ઝઘડો થયા અગાઉ સમાધાન કરી લો.
Ntɔkwaw mfiase te sɛ nea wɔretue suka; enti gyae ma ɛnka na ankɔfa ɔham amma.
15 ૧૫ જે કોઈ દુષ્ટને નિર્દોષ ઠરાવે છે અને જે કોઈ નેકીવાનને દોષપાત્ર ઠરાવે છે તે બન્નેને યહોવાહ ધિક્કારે છે.
Sɛ wobegyaa nea odi fɔ ne sɛ wobebu nea odi bem kumfɔ no, Awurade kyi nʼabien no nyinaa.
16 ૧૬ જ્યારે મૂર્ખને બુદ્ધિ હોતી નથી ત્યારે ડહાપણ ખરીદવા તેના હાથમાં મૂલ્ય ક્યાંથી હોય?
Sika a ɛwɔ ɔkwasea nsam so nni mfaso, efisɛ onni botae biara sɛ obehu nyansa.
17 ૧૭ મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે અને ભાઈ સંકટના સમયને માટે જ જન્મ્યો છે.
Adamfo kyerɛ ɔdɔ bere nyinaa mu, wɔwo onuabarima ma ahokyere bere.
18 ૧૮ અક્કલહીન વગરનો માણસ જ પોતાના પડોશીનો જામીન થાય છે.
Obi a onni adwene no na ɔde ne nsa hyɛ krataa ase di akagyinamu nam so de si awowa ma ne yɔnko.
19 ૧૯ કજિયો ચાહનાર પાપ કરે છે; જે પોતાનો દરવાજો વિશાળ બનાવે છે, તે વિનાશ શોધે છે.
Nea ɔpɛ ntɔkwaw no dɔ bɔne; nea osi ɔpon tenten no frɛfrɛ ɔsɛe.
20 ૨૦ કુટિલ હૃદયના માણસનું કદી હિત થતું નથી; આડી જીભવાળો માણસ વિપત્તિમાં આવી પડે છે.
Onipa a ɔwɔ porɔwee koma no nnya nkɔso; nea ɔwɔ nnaadaa tɛkrɛma no tɔ amane mu.
21 ૨૧ મૂર્ખને પેદા કરનાર દુ: ખી થાય છે; મૂર્ખના પિતાને કદી આનંદ થતો નથી.
Nea ɔwo ɔbakwasea no di awerɛhow, ɔbakwasea agya nni anigye.
22 ૨૨ આનંદી હૃદય એ ઉત્તમ ઔષધ છે, પણ ઘાયલ થયેલું મન હાડકાંને સૂકવી નાખે છે.
Koma mu anigye yɛ aduru, ɛsa ɔyare, nanso honhom a abotow no yoyow nnompe.
23 ૨૩ દુષ્ટ માણસ છાની રીતે લાંચ લઈને ઇનસાફના માર્ગ ઊંધા વાળે છે.
Omumɔyɛfo gye adanmude wɔ sum ase de kyea atɛntrenee.
24 ૨૪ બુદ્ધિમાન વ્યક્તિની આંખ ડહાપણ પર જ હોય છે, પણ મૂર્ખની આંખો પૃથ્વીના છેડા પર ચોંટેલી હોય છે.
Onipa a ɔwɔ nhumu no ani kɔ nyansa so, na ɔkwasea toto nʼani kosi asase ano.
25 ૨૫ મૂર્ખ પુત્ર પિતાને માટે વ્યથારૂપ અને પોતાની માતાને માટે કડવાશરૂપ છે.
Ɔbakwasea hyɛ nʼagya awerɛhow, na ɔma nea onyinsɛn no no di yaw.
26 ૨૬ વળી નિર્દોષને દંડ કરવો તથા પ્રામાણિકપણાને લીધે સજ્જનોને મારવા એ યોગ્ય નથી.
Enye sɛ wɔtwe nea odi bem aso, anaasɛ wotwa adwumayɛfo mmaa wɔ wɔn nokwaredi nti.
27 ૨૭ થોડાબોલો માણસ શાણો છે, ઠંડા મિજાજનો માણસ બુદ્ધિમાન હોય છે.
Onimdefo dwene nʼanom kasa ho, na nea ɔwɔ nhumu no wɔ abodwo.
28 ૨૮ મૂર્ખ ચૂપ રહે ત્યાં સુધી તે ડાહ્યો ગણાય છે, જ્યાં સુધી તે બોલે નહિ, ત્યાં સુધી તે શાણો લેખાય છે.
Mpo sɛ ɔkwasea yɛ dinn a wobu no sɛ onyansafo, na sɛ omua nʼano a wobu no sɛ ɔwɔ nhumu.