< નીતિવચનો 15 >

1 નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે, પણ કઠોર શબ્દો રીસ ચઢાવે છે.
מענה רך ישיב חמה ודבר עצב יעלה אף׃
2 જ્ઞાની વ્યક્તિની વાણી ડહાપણ ઉચ્ચારે છે, પરંતુ મૂર્ખની વાણી મૂર્ખાઈથી ઉભરાય છે.
לשון חכמים תיטיב דעת ופי כסילים יביע אולת׃
3 યહોવાહની દૃષ્ટિ સર્વત્ર હોય છે, તે સારા અને ખરાબ પર લક્ષ રાખે છે.
בכל מקום עיני יהוה צפות רעים וטובים׃
4 નિર્મળ જીભ જીવનનું વૃક્ષ છે, પણ કુટિલતા આત્માને ભાંગી નાખે છે.
מרפא לשון עץ חיים וסלף בה שבר ברוח׃
5 મૂર્ખ પોતાના પિતાની શિખામણને તુચ્છ ગણે છે, પણ ઠપકાને ગંભીરતાથી લક્ષમાં લેનાર શાણો થાય છે.
אויל ינאץ מוסר אביו ושמר תוכחת יערם׃
6 નેકીવાનોના ઘરમાં ધનનો ભંડાર છે, પણ દુષ્ટની કમાણીમાં આફત હોય છે.
בית צדיק חסן רב ובתבואת רשע נעכרת׃
7 જ્ઞાની માણસના હોઠો ડહાપણ ફેલાવે છે, પણ મૂર્ખનું હૃદય મૂર્ખતા ફેલાવે છે.
שפתי חכמים יזרו דעת ולב כסילים לא כן׃
8 દુષ્ટના યજ્ઞાર્પણને યહોવાહ ધિક્કારે છે, પરંતુ પ્રામાણિકની પ્રાર્થનાથી તે પ્રસન્ન થાય છે.
זבח רשעים תועבת יהוה ותפלת ישרים רצונו׃
9 દુષ્ટના માર્ગથી યહોવાહ કંટાળે છે, પરંતુ નીતિને માર્ગે ચાલનાર પર તે પ્રેમ દર્શાવે છે.
תועבת יהוה דרך רשע ומרדף צדקה יאהב׃
10 ૧૦ સદ્દ્માર્ગને તજી દઈને જનારને આકરી સજા થશે, અને ઠપકાનો તિરસ્કાર કરનાર મરણ પામશે.
מוסר רע לעזב ארח שונא תוכחת ימות׃
11 ૧૧ શેઓલ તથા અબદોન યહોવાહ સમક્ષ ખુલ્લાં છે; તો માણસોનાં હૃદય કેટલાં વિશેષ ખુલ્લાં હોવાં જોઈએ? (Sheol h7585)
שאול ואבדון נגד יהוה אף כי לבות בני אדם׃ (Sheol h7585)
12 ૧૨ તિરસ્કાર કરનારને કોઈ ઠપકો આપે તે તેને ગમતું હોતું નથી; અને તે જ્ઞાની માણસની પાસે જવા પણ ઇચ્છતો નથી.
לא יאהב לץ הוכח לו אל חכמים לא ילך׃
13 ૧૩ અંતરનો આનંદ ચહેરાને પ્રફુલ્લિત કરે છે, પરંતુ હૃદયમાં શોક હોય તો મન ભાંગી જાય છે.
לב שמח ייטב פנים ובעצבת לב רוח נכאה׃
14 ૧૪ જ્ઞાની હૃદય ડહાપણની ઇચ્છા રાખે છે, પરંતુ મૂર્ખનો આહાર મૂર્ખાઈ છે.
לב נבון יבקש דעת ופני כסילים ירעה אולת׃
15 ૧૫ જેઓને સતાવવામાં આવે છે તેઓના સર્વ દિવસો ખરાબ જ છે, પણ ખુશ અંતઃકરણવાળાને તો સતત મિજબાની જેવું હોય છે.
כל ימי עני רעים וטוב לב משתה תמיד׃
16 ૧૬ ઘણું ઘન હોય પણ તે સાથે મુશ્કેલીઓ હોય, તેના કરતા થોડું ધન હોય પણ તે સાથે યહોવાહનો ભય હોય તે વધારે ઉત્તમ છે.
טוב מעט ביראת יהוה מאוצר רב ומהומה בו׃
17 ૧૭ વૈરીને ત્યાં પુષ્ટ બળદના ભોજન કરતાં પ્રેમી માણસને ત્યાં સાદાં શાકભાજી ખાવાં ઉત્તમ છે.
טוב ארחת ירק ואהבה שם משור אבוס ושנאה בו׃
18 ૧૮ ગરમ મિજાજનો માણસ ઝઘડા ઊભા કરે છે, પણ ધીરજવાન માણસ કજિયાને શાંત પાડે છે.
איש חמה יגרה מדון וארך אפים ישקיט ריב׃
19 ૧૯ આળસુનો માર્ગ કાંટાથી ભરાયેલી જાળ જેવો છે, પણ પ્રામાણિકનો માર્ગ વિઘ્નોથી મુક્ત છે.
דרך עצל כמשכת חדק וארח ישרים סללה׃
20 ૨૦ ડાહ્યો દીકરો પોતાના પિતાને સુખી કરે છે, પણ મૂર્ખ દીકરો પોતાની માતાને તુચ્છ ગણે છે.
בן חכם ישמח אב וכסיל אדם בוזה אמו׃
21 ૨૧ અજ્ઞાનીને મૂર્ખાઈ આનંદરૂપ લાગે છે, પણ બુદ્ધિમાન માણસ સીધે માર્ગે ચાલે છે.
אולת שמחה לחסר לב ואיש תבונה יישר לכת׃
22 ૨૨ સલાહ વિનાની યોજના નિષ્ફળ જાય છે, પરંતુ પુષ્કળ સલાહથી તે સફળ થાય છે.
הפר מחשבות באין סוד וברב יועצים תקום׃
23 ૨૩ પોતાના મુખે આપેલા ઉત્તરથી વ્યક્તિ ખુશ થાય છે; અને યોગ્ય સમયે બોલાયેલો શબ્દ કેટલો સરસ લાગે છે!
שמחה לאיש במענה פיו ודבר בעתו מה טוב׃
24 ૨૪ જ્ઞાની માણસ માટે તે જીવન તરફ જતો માર્ગ છે કે, જે તેને શેઓલ તરફ જતા માર્ગેથી પાછો વાળે છે. (Sheol h7585)
ארח חיים למעלה למשכיל למען סור משאול מטה׃ (Sheol h7585)
25 ૨૫ યહોવાહ અભિમાનીનું ઘર તોડી પાડે છે, પણ વિધવાની હદ તે કાયમ રાખશે.
בית גאים יסח יהוה ויצב גבול אלמנה׃
26 ૨૬ દુષ્ટની યોજનાઓથી યહોવાહ કંટાળે છે, પરંતુ તેમની દૃષ્ટિએ દયાળુના શબ્દો શુદ્ધ છે.
תועבת יהוה מחשבות רע וטהרים אמרי נעם׃
27 ૨૭ જે લોભી છે તે પોતાના જ કુટુંબ પર આફત લાવે છે, પરંતુ જે લાંચને ધિક્કારે છે તેનું જીવન આબાદ થશે.
עכר ביתו בוצע בצע ושונא מתנת יחיה׃
28 ૨૮ સદાચારી માણસ વિચાર કરીને ઉત્તર આપે છે, પણ દુષ્ટ પોતાના મુખે ખરાબ વાતો વહેતી મૂકે છે.
לב צדיק יהגה לענות ופי רשעים יביע רעות׃
29 ૨૯ યહોવાહ દુષ્ટથી દૂર રહે છે, પણ તે સદાચારીની પ્રાર્થના સાંભળે છે.
רחוק יהוה מרשעים ותפלת צדיקים ישמע׃
30 ૩૦ આંખોના અજવાળાથી હૃદયને આનંદ થાય છે, અને સારા સમાચાર શરીરને પુષ્ટ બનાવે છે.
מאור עינים ישמח לב שמועה טובה תדשן עצם׃
31 ૩૧ ઠપકાનું પરિણામ જીવન છે, એ બાબત સાંભળનારની ગણતરી જ્ઞાનીઓમાં થાય છે.
אזן שמעת תוכחת חיים בקרב חכמים תלין׃
32 ૩૨ શિખામણનો ત્યાગ કરનાર પોતે પોતાના જ જીવનને તુચ્છ ગણે છે, પણ ઠપકાને સ્વીકારનાર બુદ્ધિ પ્રાપ્ત કરે છે.
פורע מוסר מואס נפשו ושומע תוכחת קונה לב׃
33 ૩૩ યહોવાહનો ભય ડહાપણનું શિક્ષણ છે, પહેલા દીનતા છે અને પછી માન છે.
יראת יהוה מוסר חכמה ולפני כבוד ענוה׃

< નીતિવચનો 15 >