< નીતિવચનો 14 >
1 ૧ દરેક સમજુ સ્ત્રી પોતાના ઘરની આબાદી વધારે છે, પણ મૂર્ખ સ્ત્રી પોતાને જ હાથે તેનો નાશ કરે છે.
೧ಜ್ಞಾನವಂತೆಯು ತನ್ನ ಮನೆಯನ್ನು ಕಟ್ಟಿಕೊಳ್ಳುವಳು, ಜ್ಞಾನಹೀನಳು ಅದನ್ನು ಸ್ವಂತ ಕೈಯಿಂದ ನಾಶಮಾಡುವಳು.
2 ૨ જે વિશ્વનીયતામાં ચાલે છે તે યહોવાહનો ડર રાખે છે, પણ જે પોતાના માર્ગોમાં અવળો ચાલે છે તે તેને ધિક્કારે છે.
೨ಸರಳಮಾರ್ಗಿಯು ಯೆಹೋವನಿಗೆ ಭಯಪಡುವನು, ವಕ್ರಮಾರ್ಗಿಯು ಆತನನ್ನು ಅಸಡ್ಡೆಮಾಡುವನು.
3 ૩ મૂર્ખના મુખમાં અભિમાનની સોટી છે, પણ જ્ઞાનીઓના હોઠ તેઓનું રક્ષણ કરે છે.
೩ಮೂರ್ಖನ ಮಾತುಗಳು ಅವನ ಬೆನ್ನಿಗೆ ಬೆತ್ತ, ಜ್ಞಾನಿಗಳ ತುಟಿಗಳು ಅವರನ್ನು ಕಾಯುವವು.
4 ૪ જ્યાં બળદ ન હોય ત્યાં ગભાણ સાફ જ રહે છે, પણ બળદના બળથી ઘણી ઊપજ થાય છે.
೪ಎತ್ತುಗಳಿಲ್ಲದಿರುವಾಗ ಗೋದಲಿಯು ಶುದ್ಧ, ಆದರೆ ಎತ್ತಿನ ಶಕ್ತಿಯಿಂದಲೇ ಬೆಳೆಯ ವೃದ್ಧಿಯಾಗುವುದು.
5 ૫ વિશ્વાસુ સાક્ષી જૂઠું બોલશે નહિ, પણ જૂઠો સાક્ષી જૂઠું જ બોલે છે.
೫ಸತ್ಯಸಾಕ್ಷಿಯು ಸುಳ್ಳಾಡನು, ಸುಳ್ಳುಸಾಕ್ಷಿಯು ಅಸತ್ಯವನ್ನೇ ಆಡುವನು.
6 ૬ હાંસી ઉડાવનાર ડહાપણ શોધે છે પણ તેને જડતું નથી, પણ ડાહી વ્યક્તિ પાસે ડહાપણ સહેલાઈથી આવે છે.
೬ಧರ್ಮನಿಂದಕನಲ್ಲಿ ಹುಡುಕಿದರೂ ಜ್ಞಾನವು ಸಿಕ್ಕದು, ವಿವೇಕಿಗೆ ತಿಳಿವಳಿಕೆಯು ಸುಲಭವಾಗಿ ದೊರೆಯುವುದು.
7 ૭ મૂર્ખ માણસથી દૂર રહેવું, તેની પાસે તને જ્ઞાનવાળા શબ્દો સાંભળવા નહિ મળે,
೭ನೀನು ಜ್ಞಾನಹೀನನ ಬಳಿಗೆ ಹೋದರೆ ಅವನ ತುಟಿಗಳಲ್ಲಿ ಯಾವ ತಿಳಿವಳಿಕೆಯನ್ನೂ ಕಾಣಲಾರೆ.
8 ૮ પોતાનો માર્ગ સમજવામાં ડાહ્યા માણસનું ડહાપણ છે, પણ મૂર્ખની મૂર્ખાઈ તેનું કપટ છે.
೮ಸನ್ಮಾರ್ಗವನ್ನು ಗ್ರಹಿಸಿಕೊಳ್ಳುವುದೇ ಜಾಣನ ಜ್ಞಾನ, ಮೂಢರ ಮೂರ್ಖತನ ಮೋಸಕರ.
9 ૯ મૂર્ખ પ્રાયશ્ચિત્તને હસવામાં ઉડાવે છે, પણ પ્રામાણિક માણસો ઈશ્વરની કૃપા મેળવે છે.
೯ಮೂರ್ಖರನ್ನು ಅವರ ದೋಷವೇ ಹಾಸ್ಯಮಾಡುವುದು, ಯಥಾರ್ಥವಂತರಲ್ಲಿ (ದೇವರ) ದಯೆಯಿರುವುದು.
10 ૧૦ અંતઃકરણ પોતે પોતાની વેદના જાણે છે, અને પારકા તેના આનંદમાં જોડાઈ શકતો નથી.
೧೦ಪ್ರತಿಯೊಬ್ಬನು ತನ್ನ ಹೃದಯದ ವ್ಯಾಕುಲವನ್ನು ತಾನು ಗ್ರಹಿಸಿಕೊಳ್ಳುವನು, ಅವನ ಆನಂದದಲ್ಲಿಯೂ ಬೇರೆಯವರು ಪಾಲುಗಾರರಾಗುವುದಿಲ್ಲ.
11 ૧૧ દુષ્ટનું ઘર પાયમાલ થશે, પણ પ્રામાણિકનો તંબુ સમૃદ્ધ રહેશે.
೧೧ದುಷ್ಟರ ಮನೆಗೆ ನಾಶನ, ಶಿಷ್ಟರ ಗುಡಾರಕ್ಕೆ ಏಳಿಗೆ.
12 ૧૨ એક એવો માર્ગ છે જે માણસને ઠીક લાગે છે, પણ અંતે તેનું પરિણામ તો મરણનો માર્ગ નીવડે છે.
೧೨ಮನುಷ್ಯನ ದೃಷ್ಟಿಗೆ ಸರಳವಾಗಿ ತೋರುವ ಒಂದು ದಾರಿಯುಂಟು. ಅದು ಕಟ್ಟಕಡೆಗೆ ಮರಣಮಾರ್ಗವೇ.
13 ૧૩ હસતી વેળાએ પણ હૃદય ખિન્ન હોય છે, અને હર્ષનો અંત શોક છે.
೧೩ನಗುವವನಿಗೂ ಮನೋವ್ಯಥೆಯುಂಟು, ಉಲ್ಲಾಸದ ಅಂತ್ಯವು ವ್ಯಾಕುಲವೇ.
14 ૧૪ પાપી હૃદયવાળાએ પોતાના જ માર્ગનું ફળ ભોગવવું પડશે અને સારો માણસ પોતાનાં જ કર્મોનું ફળ માણે છે.
೧೪ಭ್ರಷ್ಟನು ಕರ್ಮಫಲವನ್ನು ತಿಂದು ತಿಂದು ದಣಿಯುವನು, ಶಿಷ್ಟನು ತನ್ನಲ್ಲಿ ತಾನೇ ತೃಪ್ತನಾಗುವನು.
15 ૧૫ ભોળો માણસ બધું માની લે છે, પણ ચતુર માણસ પોતાની વર્તણૂક બરાબર તપાસે છે.
೧೫ಮೂಢನು ಯಾವ ಮಾತನ್ನಾದರೂ ನಂಬುವನು, ಜಾಣನು ತನ್ನ ನಡತೆಯನ್ನು ಚೆನ್ನಾಗಿ ಗಮನಿಸುವನು.
16 ૧૬ જ્ઞાની માણસ દુષ્ટતાથી દૂર રહે છે, પણ મૂર્ખ માણસ ઉન્મત્ત થઈને બેદરકાર બને છે.
೧೬ಜ್ಞಾನಿಯು ಕೇಡಿಗೆ ಭಯಪಟ್ಟು ಓರೆಯಾಗುವನು, ಜ್ಞಾನಹೀನನು ಸೊಕ್ಕಿನಿಂದ ಭಯವನ್ನು ಲಕ್ಷಿಸನು.
17 ૧૭ જલદી ક્રોધ કરનાર મૂર્ખાઈ કરી બેસે છે, અને દુષ્ટ યોજનાઓ ઘડનાર ધિક્કાર પામે છે.
೧೭ಮುಂಗೋಪಿಯು ಬುದ್ಧಿಹೀನನಾಗಿ ವರ್ತಿಸುವನು, ಕುಯುಕ್ತಿಯುಳ್ಳವನು ದ್ವೇಷಕ್ಕೆ ಪಾತ್ರನು.
18 ૧૮ ભોળા લોકો મૂર્ખાઈનો વારસો પામે છે, પણ ડાહ્યા માણસોને વિદ્યાનો મુગટ પહેરાવવામાં આવે છે.
೧೮ಮೂರ್ಖರಿಗೆ ಮೂರ್ಖತನವೇ ಸ್ವತ್ತು, ಜಾಣರಿಗೆ ಜ್ಞಾನವೇ ಕಿರೀಟ.
19 ૧૯ દુષ્ટોને સજ્જનો આગળ ઝૂકવું પડે છે, અને જેઓ દુષ્ટ છે તેઓને સદાચારીઓને બારણે નમવું પડે છે.
೧೯ಕೆಟ್ಟವರು ಒಳ್ಳೆಯವರಿಗೆ ಬಾಗುವರು, ದುಷ್ಟರು ಶಿಷ್ಟರ ಬಾಗಿಲಲ್ಲಿ ಅಡ್ಡಬೀಳುವರು.
20 ૨૦ ગરીબને પોતાના પડોશીઓ પણ ધિક્કારે છે, પરંતુ ધનવાનને ઘણા મિત્રો હોય છે.
೨೦ಬಡವನು ನೆರೆಯವನಿಗೂ ಅಸಹ್ಯ, ಧನವಂತನಿಗೆ ಬಹು ಜನ ಮಿತ್ರರು.
21 ૨૧ પોતાના પડોશીને તુચ્છ ગણનાર પાપ કરે છે, પણ ગરીબ પર દયા કરનાર આશીર્વાદિત છે.
೨೧ನೆರೆಯವನನ್ನು ತಿರಸ್ಕರಿಸುವವನು ದೋಷಿ, ದರಿದ್ರನನ್ನು ಕನಿಕರಿಸುವವನು ಧನ್ಯನು.
22 ૨૨ ભૂંડી યોજનાઓ ઘડનાર શું ભૂલ નથી કરતા? પણ સારી યોજનાઓ ઘડનારને કૃપા અને સત્ય પ્રાપ્ત થશે.
೨೨ಕುಯುಕ್ತಿಯುಳ್ಳವರು ದಾರಿತಪ್ಪಿದವರೇ ಸರಿ, ಒಳ್ಳೆಯದನ್ನು ಕಲ್ಪಿಸುವವರು ಪ್ರೀತಿಸತ್ಯತೆಗಳಿಗೆ ಪಾತ್ರರು.
23 ૨૩ જ્યાં મહેનત છે ત્યાં લાભ પણ હોય છે, પણ જ્યાં ખાલી વાતો જ થાય ત્યાં માત્ર ગરીબી જ આવે છે.
೨೩ಶ್ರಮೆಯಿಂದ ಸಮೃದ್ಧಿ, ಹರಟೆಯಿಂದ ಕೊರತೆ.
24 ૨૪ જ્ઞાનીઓનો મુગટ તેઓની સંપત્તિ છે, પણ મૂર્ખોની મૂર્ખાઈ તે જ તેમનો બદલો છે.
೨೪ಜ್ಞಾನಿಗಳ ಜ್ಞಾನಕಿರೀಟವೇ ಅವರ ಶ್ರೇಷ್ಠ ಸಂಪತ್ತು, ಜ್ಞಾನಹೀನರ ಮೂರ್ಖತನವು ಬರೀ ಮೂರ್ಖತನವೇ.
25 ૨૫ સાચો સાક્ષી જીવનોને બચાવે છે, પણ કપટી માણસ જૂઠાણું ઉચ્ચારે છે.
೨೫ಸತ್ಯಸಾಕ್ಷಿಯು ಪ್ರಾಣರಕ್ಷಕ, ಸುಳ್ಳುಸಾಕ್ಷಿಯು ವಂಚಕ.
26 ૨૬ યહોવાહનાં ભયમાં દૃઢ વિશ્વાસ સમાયેલો છે, તેનાં સંતાનોને તે આશ્રય આપે છે.
೨೬ಯೆಹೋವನಿಗೆ ಭಯಪಡುವುದರಿಂದ ಕೇವಲ ನಿರ್ಭಯ, ಆತನ ಮಕ್ಕಳಿಗೆ ಆಶ್ರಯವಿದ್ದೇ ಇರುವುದು.
27 ૨૭ મોતના ફાંદામાંથી છૂટી જવાને માટે, યહોવાહનો ભય જીવનનો ઝરો છે.
೨೭ಯೆಹೋವನ ಭಯ ಜೀವದ ಬುಗ್ಗೆ, ಮೃತ್ಯುಪಾಶದಿಂದ ತಪ್ಪಿಸಿಕೊಳ್ಳಲು ಅದು ಸಾಧನವಾಗಿದೆ.
28 ૨૮ ઘણી પ્રજા તે રાજાનું ગૌરવ છે, પણ પ્રજા વિના શાસક નાશ પામે છે.
೨೮ಪ್ರಜೆಗಳ ವೃದ್ಧಿ ರಾಜನ ಮಹಿಮೆ, ಪ್ರಜೆಗಳ ನಾಶ ಪ್ರಭುವಿಗೆ ಭಯ.
29 ૨૯ જે ક્રોધ કરવામાં ધીમો છે તે વધારે સમજુ છે, પણ ઉતાવળિયા સ્વભાવનો માણસ મૂર્ખાઈને પ્રદર્શિત કરે છે.
೨೯ದೀರ್ಘಶಾಂತನು ಕೇವಲ ಬುದ್ಧಿವಂತನು, ಮುಂಗೋಪಿಯು ಮೂರ್ಖತನವನ್ನು ಧ್ವಜವಾಗಿ ಎತ್ತುವನು.
30 ૩૦ હૃદયની શાંતિ શરીરનું જીવન છે; પણ ઈર્ષ્યા હાડકાનો સડો છે.
೩೦ಶಾಂತಗುಣವು ದೇಹಕ್ಕೆ ಜೀವಾಧಾರವು, ಕ್ರೋಧವು ಎಲುಬಿಗೆ ಕ್ಷಯವು.
31 ૩૧ ગરીબ પર જુલમ કરનાર તેના સર્જનહારનું અપમાન કરે છે, પણ ગરીબ પર કૃપા રાખનાર તેને માન આપે છે.
೩೧ಬಡವರನ್ನು ಹಿಂಸಿಸುವವನು ಸೃಷ್ಟಿಕರ್ತನನ್ನು ಹೀನೈಸುವನು, ಗತಿಯಿಲ್ಲದವರನ್ನು ಕರುಣಿಸುವವನು ಆತನನ್ನು ಘನಪಡಿಸುವನು.
32 ૩૨ દુષ્ટને પોતાની દુષ્ટતાથી હડસેલી નાખવામાં આવશે, પરંતુ ન્યાયી માણસને પોતાના મૃત્યુમાં પણ આશા હોય છે.
೩೨ದುಷ್ಟನು ವಿಪತ್ತಿಗೊಳಗಾಗಿ ಹಾಳಾಗುವನು, ಶಿಷ್ಟನು ಮರಣಕಾಲದಲ್ಲಿಯೂ ಆಶ್ರಯಹೊಂದುವನು.
33 ૩૩ બુદ્ધિમાનના હૃદયમાં ડહાપણ વસે છે, પણ મૂર્ખના અંતરમાં ડહાપણ નથી હોતું તે જણાઈ આવે છે.
೩೩ವಿವೇಕಿಯ ಹೃದಯ ಜ್ಞಾನಾಶ್ರಯ, ಜ್ಞಾನಹೀನನ ಹೃದಯದಲ್ಲಿ ಅದು ಕಾಣದು.
34 ૩૪ ન્યાયીપણાથી પ્રજા મહાન બને છે, પણ પાપ તો પ્રજાનું કલંક છે.
೩೪ಪ್ರಜೆಗೆ ಧರ್ಮವು ಉನ್ನತಿ, ಅಧರ್ಮವು ಅವಮಾನ.
35 ૩૫ બુદ્ધિમાન સેવક પર રાજાની કૃપા હોય છે, પણ બદનામી કરાવનાર પર તેમનો ક્રોધ ઊતરે છે.
೩೫ಜಾಣನಾದ ಸೇವಕನಿಗೆ ರಾಜನ ಕೃಪೆ, ಮಾನಗೇಡಿಗೆ ರಾಜನ ರೌದ್ರ.