< નીતિવચનો 14 >

1 દરેક સમજુ સ્ત્રી પોતાના ઘરની આબાદી વધારે છે, પણ મૂર્ખ સ્ત્રી પોતાને જ હાથે તેનો નાશ કરે છે.
知恵はその家を建て、愚かさは自分の手でそれをこわす。
2 જે વિશ્વનીયતામાં ચાલે છે તે યહોવાહનો ડર રાખે છે, પણ જે પોતાના માર્ગોમાં અવળો ચાલે છે તે તેને ધિક્કારે છે.
まっすぐに歩む者は主を恐れる、曲って歩む者は主を侮る。
3 મૂર્ખના મુખમાં અભિમાનની સોટી છે, પણ જ્ઞાનીઓના હોઠ તેઓનું રક્ષણ કરે છે.
愚かな者の言葉は自分の背にむちを当てる、知恵ある者のくちびるはその身を守る。
4 જ્યાં બળદ ન હોય ત્યાં ગભાણ સાફ જ રહે છે, પણ બળદના બળથી ઘણી ઊપજ થાય છે.
牛がなければ穀物はない、牛の力によって農作物は多くなる。
5 વિશ્વાસુ સાક્ષી જૂઠું બોલશે નહિ, પણ જૂઠો સાક્ષી જૂઠું જ બોલે છે.
真実な証人はうそをいわない、偽りの証人はうそをつく。
6 હાંસી ઉડાવનાર ડહાપણ શોધે છે પણ તેને જડતું નથી, પણ ડાહી વ્યક્તિ પાસે ડહાપણ સહેલાઈથી આવે છે.
あざける者は知恵を求めても得られない、さとき者は知識を得ることがたやすい。
7 મૂર્ખ માણસથી દૂર રહેવું, તેની પાસે તને જ્ઞાનવાળા શબ્દો સાંભળવા નહિ મળે,
愚かな者の前を離れ去れ、そこには知識の言葉がないからである。
8 પોતાનો માર્ગ સમજવામાં ડાહ્યા માણસનું ડહાપણ છે, પણ મૂર્ખની મૂર્ખાઈ તેનું કપટ છે.
さとき者の知恵は自分の道をわきまえることにあり、愚かな者の愚かは、欺くことにある。
9 મૂર્ખ પ્રાયશ્ચિત્તને હસવામાં ઉડાવે છે, પણ પ્રામાણિક માણસો ઈશ્વરની કૃપા મેળવે છે.
神は悪しき者をあざけられる、正しい者は、その恵みを受ける。
10 ૧૦ અંતઃકરણ પોતે પોતાની વેદના જાણે છે, અને પારકા તેના આનંદમાં જોડાઈ શકતો નથી.
心の苦しみは心みずからが知る、その喜びには他人はあずからない。
11 ૧૧ દુષ્ટનું ઘર પાયમાલ થશે, પણ પ્રામાણિકનો તંબુ સમૃદ્ધ રહેશે.
悪しき者の家は滅ぼされ、正しい者の幕屋は栄える。
12 ૧૨ એક એવો માર્ગ છે જે માણસને ઠીક લાગે છે, પણ અંતે તેનું પરિણામ તો મરણનો માર્ગ નીવડે છે.
人が見て自ら正しいとする道でも、その終りはついに死に至る道となるものがある。
13 ૧૩ હસતી વેળાએ પણ હૃદય ખિન્ન હોય છે, અને હર્ષનો અંત શોક છે.
笑う時にも心に悲しみがあり、喜びのはてに憂いがある。
14 ૧૪ પાપી હૃદયવાળાએ પોતાના જ માર્ગનું ફળ ભોગવવું પડશે અને સારો માણસ પોતાનાં જ કર્મોનું ફળ માણે છે.
心のもとれる者はそのしわざの実を刈り取り、善良な人もまたその行いの実を刈り取る。
15 ૧૫ ભોળો માણસ બધું માની લે છે, પણ ચતુર માણસ પોતાની વર્તણૂક બરાબર તપાસે છે.
思慮のない者はすべてのことを信じる、さとき者は自分の歩みを慎む。
16 ૧૬ જ્ઞાની માણસ દુષ્ટતાથી દૂર રહે છે, પણ મૂર્ખ માણસ ઉન્મત્ત થઈને બેદરકાર બને છે.
知恵ある者は用心ぶかく、悪を離れる、愚かな者は高ぶって用心しない。
17 ૧૭ જલદી ક્રોધ કરનાર મૂર્ખાઈ કરી બેસે છે, અને દુષ્ટ યોજનાઓ ઘડનાર ધિક્કાર પામે છે.
怒りやすい者は愚かなことを行い、賢い者は忍耐強い。
18 ૧૮ ભોળા લોકો મૂર્ખાઈનો વારસો પામે છે, પણ ડાહ્યા માણસોને વિદ્યાનો મુગટ પહેરાવવામાં આવે છે.
思慮のない者は愚かなことを自分のものとする、さとき者は知識をもって冠とする。
19 ૧૯ દુષ્ટોને સજ્જનો આગળ ઝૂકવું પડે છે, અને જેઓ દુષ્ટ છે તેઓને સદાચારીઓને બારણે નમવું પડે છે.
悪人は善人の前にひれ伏し、悪しき者は正しい者の門にひれ伏す。
20 ૨૦ ગરીબને પોતાના પડોશીઓ પણ ધિક્કારે છે, પરંતુ ધનવાનને ઘણા મિત્રો હોય છે.
貧しい者はその隣にさえも憎まれる、しかし富める者は多くの友をもつ。
21 ૨૧ પોતાના પડોશીને તુચ્છ ગણનાર પાપ કરે છે, પણ ગરીબ પર દયા કરનાર આશીર્વાદિત છે.
隣り人を卑しめる者は罪びとである、貧しい人をあわれむ者はさいわいである。
22 ૨૨ ભૂંડી યોજનાઓ ઘડનાર શું ભૂલ નથી કરતા? પણ સારી યોજનાઓ ઘડનારને કૃપા અને સત્ય પ્રાપ્ત થશે.
悪を計る者はおのれを誤るではないか、善を計る者にはいつくしみと、まこととがある。
23 ૨૩ જ્યાં મહેનત છે ત્યાં લાભ પણ હોય છે, પણ જ્યાં ખાલી વાતો જ થાય ત્યાં માત્ર ગરીબી જ આવે છે.
すべての勤労には利益がある、しかし口先だけの言葉は貧乏をきたらせるだけだ。
24 ૨૪ જ્ઞાનીઓનો મુગટ તેઓની સંપત્તિ છે, પણ મૂર્ખોની મૂર્ખાઈ તે જ તેમનો બદલો છે.
知恵ある者の冠はその知恵である、愚かな者の花の冠はただ愚かさである。
25 ૨૫ સાચો સાક્ષી જીવનોને બચાવે છે, પણ કપટી માણસ જૂઠાણું ઉચ્ચારે છે.
まことの証人は人の命を救う、偽りを吐く者は裏切者である。
26 ૨૬ યહોવાહનાં ભયમાં દૃઢ વિશ્વાસ સમાયેલો છે, તેનાં સંતાનોને તે આશ્રય આપે છે.
主を恐れることによって人は安心を得、その子らはのがれ場を得る。
27 ૨૭ મોતના ફાંદામાંથી છૂટી જવાને માટે, યહોવાહનો ભય જીવનનો ઝરો છે.
主を恐れることは命の泉である、人を死のわなからのがれさせる。
28 ૨૮ ઘણી પ્રજા તે રાજાનું ગૌરવ છે, પણ પ્રજા વિના શાસક નાશ પામે છે.
王の栄えは民の多いことにあり、君の滅びは民を失うことにある。
29 ૨૯ જે ક્રોધ કરવામાં ધીમો છે તે વધારે સમજુ છે, પણ ઉતાવળિયા સ્વભાવનો માણસ મૂર્ખાઈને પ્રદર્શિત કરે છે.
怒りをおそくする者は大いなる悟りがあり、気の短い者は愚かさをあらわす。
30 ૩૦ હૃદયની શાંતિ શરીરનું જીવન છે; પણ ઈર્ષ્યા હાડકાનો સડો છે.
穏やかな心は身の命である、しかし興奮は骨を腐らせる。
31 ૩૧ ગરીબ પર જુલમ કરનાર તેના સર્જનહારનું અપમાન કરે છે, પણ ગરીબ પર કૃપા રાખનાર તેને માન આપે છે.
貧しい者をしえたげる者はその造り主を侮る、乏しい者をあわれむ者は、主をうやまう。
32 ૩૨ દુષ્ટને પોતાની દુષ્ટતાથી હડસેલી નાખવામાં આવશે, પરંતુ ન્યાયી માણસને પોતાના મૃત્યુમાં પણ આશા હોય છે.
悪しき者はその悪しき行いによって滅ぼされ、正しい者はその正しきによって、のがれ場を得る。
33 ૩૩ બુદ્ધિમાનના હૃદયમાં ડહાપણ વસે છે, પણ મૂર્ખના અંતરમાં ડહાપણ નથી હોતું તે જણાઈ આવે છે.
知恵はさとき者の心にとどまり、愚かな者の心に知られない。
34 ૩૪ ન્યાયીપણાથી પ્રજા મહાન બને છે, પણ પાપ તો પ્રજાનું કલંક છે.
正義は国を高くし、罪は民をはずかしめる。
35 ૩૫ બુદ્ધિમાન સેવક પર રાજાની કૃપા હોય છે, પણ બદનામી કરાવનાર પર તેમનો ક્રોધ ઊતરે છે.
賢いしもべは王の恵みをうけ、恥をきたらす者はその怒りにあう。

< નીતિવચનો 14 >