< નીતિવચનો 13 >

1 જ્ઞાની દીકરો પોતાના પિતાની શિખામણ માને છે, પણ અડિયલ દીકરો ઠપકાને ગણકારતો જ નથી.
Син мудрий приймає карта́ння від батька, а насмішник доко́ру не слухає.
2 માણસ પોતાના શબ્દોથી હિતકારક ફળ ભોગવે છે, પણ કપટીનો જીવ જુલમ વેઠશે.
З плоду уст чоловік споживає добро́, а жадо́ба зрадливих — наси́льство.
3 પોતાનું મોં સંભાળીને બોલનાર પોતાના જીવનું રક્ષણ કરે છે, પરંતુ જીભને છૂટી મૂકનાર વિનાશ નોતરે છે.
Хто уста свої стереже́, той душу свою береже́, а хто гу́би свої розпуска́є, — на того поги́біль.
4 આળસુનો જીવ ઇચ્છા કરે છે, પણ કશું પામતો નથી, પણ ઉદ્યમી વ્યક્તિ પૂર્ણ રીતે સંતુષ્ટ હોય છે.
Пожадає душа лінюха́, та даре́мно, душа ж роботя́щих наси́титься.
5 સદાચારી માણસ જૂઠને ધિક્કારે છે, પણ દુષ્ટ માણસ અપમાન અને ફજેતીનો ભોગ બને છે.
Нена́видить праведний слово брехливе, безбожний же чинить лихе, і себе засоро́млює.
6 નેકી ભલા માણસોનું રક્ષણ કરે છે; પણ દુષ્ટતા પાપીઓને ઉથલાવી નાખે છે,
Праведність оберігає невинного на дорозі його, а безбожність погу́блює грішника.
7 કેટલાક કશું ન હોવા છતાં ધનવાન હોવાનો દંભ કરે છે અને કેટલાક એવા પણ છે કે જેઓ કંગાળ હોવા છતાં ધનવાન હોય છે.
Дехто вдає багача́, хоч нічо́го не має, а дехто вдає бідака́, хоч маєток великий у нього.
8 દ્રવ્યવાનના જીવનો બદલો તેનું દ્રવ્ય છે, પણ ગરીબ વ્યક્તિને ધમકી સાંભળવી પડતી નથી.
Викуп за душу люди́ни — багатство її, а вбогий й доко́ру не чує.
9 નેકીવાનોનો પ્રકાશ આનંદ છે, પણ દુષ્ટનો દીવો હોલવી નાંખવામાં આવશે.
Світло праведних ве́село світить, а світильник безбожних пога́сне.
10 ૧૦ અભિમાનથી તો કેવળ ઝઘડો જ ઉત્પન્ન થાય છે; પણ સારી સલાહ માનનારાઓ પાસે ડહાપણ છે.
Тільки сварка пихо́ю зчиня́ється, а мудрість із тими, хто ра́диться.
11 ૧૧ કુમાર્ગે મેળવેલી સંપત્તિ કદી ટકતી નથી. પણ મહેનતથી સંગ્રહ કરેલી સંપત્તિની વૃદ્ધિ થાય છે.
Багатство, заско́ро здобуте, — поме́ншується, хто ж збирає пома́лу — примно́жує.
12 ૧૨ આશાનું ફળ મળવામાં વિલંબ થતાં અંતઃકરણ ઝૂરે છે, પણ ઇચ્છાઓની પરિપૂર્ણતા જ જીવન છે.
Задовга надія — неду́га для серця, а бажа́ння, що спо́внюється, — це дерево життя.
13 ૧૩ શિખામણને નકારનારનો નાશ થાય છે, પણ આજ્ઞાઓનો આદર કરનારને બદલો મળે છે.
Хто пого́рджує словом Господнім, той шкодить собі, хто ж страх має до заповіді, тому надолу́житься.
14 ૧૪ જ્ઞાનીનું શિક્ષણ જીવનનો ઝરો છે, જે તે વ્યક્તિને મૃત્યુના ફાંદામાંથી ઉગારી લે છે.
Наука премудрого — крини́ця життя, щоб віддали́тися від пасток сме́рти.
15 ૧૫ સારી સમજવાળાને કૃપા મળે છે, પણ કપટીનો માર્ગ ખરબચડો છે.
Добрий розум прино́сить приємність, а дорога зрадли́вих — погу́ба для них.
16 ૧૬ પ્રત્યેક ડાહ્યો માણસ ડહાપણથી નિર્ણય લે છે; પણ મૂર્ખ પોતાની મૂર્ખાઈ જાહેર કરે છે.
Кожен розумний за мудрістю робить, а безу́мний глупо́ту показує.
17 ૧૭ દુષ્ટ સંદેશાવાહક મુશ્કેલીમાં સપડાઈ જાય છે, પણ વિશ્વાસુ સંદેશવાહક સમાધાન લાવે છે.
Безбожний посо́л у нещастя впаде́, а вірний посол — немов лік.
18 ૧૮ જે શિખામણનો ત્યાગ કરે છે તેને ગરીબી અને અપમાન પ્રાપ્ત થાય છે, પણ ઠપકાનો સ્વીકાર કરે છે તેને માન મળે છે.
Хто ламає поу́ку — убозтво та га́ньба тому́, а хто береже осторо́гу — шанований він.
19 ૧૯ ઇચ્છાની તૃપ્તિ આત્માને મીઠી લાગે છે, પણ દુષ્ટતાથી પાછા વળવું એ મૂર્ખોને આઘાતજનક લાગે છે.
Ви́конане побажа́ння приємне душі, а вступи́тись від зла — то оги́да безумним.
20 ૨૦ જો તું જ્ઞાની માણસોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે. પણ જે મૂર્ખની સોબત કરે છે તેને નુકસાન થશે.
Хто з мудрими ходить, той мудрим стає, а хто товаришу́є з безу́мним, той лиха набу́де.
21 ૨૧ પાપીઓની પાછળ નુકસાન લાગેલું રહે છે, પણ જે સારા માણસો છે તેઓને હિતકારક બદલો મળશે.
Грішників зло доганя́є, а праведним Бог надолу́жить добром.
22 ૨૨ સારો માણસ પોતાનાં સંતાનોનાં સંતાનોને માટે વારસો મૂકી જાય છે, પણ પાપીનું ધન નેકીવાનને સારુ ભરી મૂકવામાં આવે છે.
Добрий лишає спа́док і ону́кам, маєток же грішника схо́ваний буде для праведного.
23 ૨૩ ગરીબોના ખેતરમાં ઘણું અનાજ ઊપજે છે, પણ અન્યાયના કારણથી નાશ પામનારા માણસો પણ છે.
Убогому буде багато поживи і з поля невпра́вного, та деякі гинуть з безпра́в'я.
24 ૨૪ જે પોતાના બાળકને શિસ્તપાલનની કેળવણી માટે સોટી મારતો નથી તે પોતાના બાળકનો દુશ્મન છે; પણ તેના પર પ્રીતિ કરનાર તેને વેળાસર શિક્ષા કરે છે.
Хто стримує різку свою, той нена́видить сина свого, хто ж кохає його, той шукає для ньо́го карта́ння.
25 ૨૫ નેકીવાન પોતાને સંતોષ થતાં સુધી ખાય છે, પણ દુષ્ટનું પેટ હંમેશાં ભૂખ્યુંને ભૂખ્યું જ રહે છે.
Праведний їсть, скільки схоче душа, живіт же безбожників за́всіди брак відчуває.

< નીતિવચનો 13 >