< નીતિવચનો 1 >
1 ૧ ઇઝરાયલનો રાજા, જે દાઉદનો પુત્ર હતો, તે સુલેમાનનાં નીતિવચનો.
Mudre izreke Salomona, sina Davidova, kralja izraelskog:
2 ૨ ડહાપણ તથા શિક્ષણ સંપાદન થાય, ડહાપણની વાતો સમજવામાં આવે,
da se spozna mudrost i pouka, da se shvate razumne riječi;
3 ૩ ડહાપણભરેલી વર્તણૂકની, નેકીની, ન્યાયીપણાની અને ઇનસાફની કેળવણી મળે.
da se primi umna pouka, pravda i pravica i nepristranost;
4 ૪ ભોળા માણસને ચતુરાઈ મળે અને જુવાનોને ડહાપણ તથા વિવેકબુદ્ધિ મળે.
da se dade pamet neiskusnima, mladiću znanje i umijeće;
5 ૫ જ્ઞાની પુરુષ સાંભળીને વિદ્ધત્તાની વૃદ્ધિ કરે અને બુદ્ધિમાન માણસને માર્ગદર્શન મળે.
kad mudar čuje, da umnoži znanje, a razuman steče mudrije misli;
6 ૬ કહેવતો તથા અલંકારો; જ્ઞાનીઓનાં વચનો તથા તેઓના મર્મો સમજાય.
da razumije izreke i prispodobe, riječi mudraca i njihove zagonetke.
7 ૭ યહોવાહનો ભય એ ડહાપણનો આરંભ છે. મૂર્ખો ડહાપણને તથા શિક્ષણને ધિક્કારે છે.
Strah je Gospodnji početak spoznaje, ali ludi preziru mudrost i pouku.
8 ૮ મારા દીકરા, તારા પિતાની શિખામણ સાંભળ અને તારી માતાનું શિક્ષણ તજીશ નહિ.
Poslušaj, sine moj, pouku oca svoga i ne odbacuj naputka svoje majke!
9 ૯ તેઓ તારા મસ્તકે શોભાયમાન મુગટરૂપ અને તારા ગળાના હારરૂપ થશે.
Jer će ti biti ljupki vijenac na glavi i ogrlica oko tvoga vrata.
10 ૧૦ મારા દીકરા, જો પાપીઓ તને લલચાવે, તો તું તેઓનું માનતો નહિ.
Sine moj, ako te grešnici mame, ne pristaj;
11 ૧૧ જો તેઓ કહે કે, “અમારી સાથે ચાલ, આપણે ખૂન કરવા માટે સંતાઈ રહીએ; આપણે નિર્દોષને વિનાકારણ હુમલો કરવાને છુપાઈ રહીએ.
ako bi rekli: “Hodi s nama, da vrebamo krv, čekamo u zasjedi nevina ni za što;
12 ૧૨ શેઓલની જેમ આપણે તેઓને જીવતા અને જીવતા ગળી જઈએ, જાણે કે તેઓ કબરમાં ગરક થઈ ગયા હોય. (Sheol )
da ih progutamo žive kao carstvo smrti i cijele kao one koji silaze u grob; (Sheol )
13 ૧૩ વિવિધ પ્રકારનો કિંમતી માલ આપણા હાથમાં આવશે; આપણે લૂંટથી આપણાં ઘરો ભરીશું.
naplijenit ćemo svakojaka blaga, napuniti svoje kuće plijenom;
14 ૧૪ તું અમારી સાથે જોડાઈ જા આપણે બધા સિલકની સહિયારી થેલી રાખીશું.”
bacat ćeš s nama svoj ždrijeb, svi ćemo zajedno imati jednu kesu.”
15 ૧૫ મારા દીકરા, તેઓના માર્ગમાં તેઓની સાથે ન ચાલ; તેઓના માર્ગેથી તારા પગ પાછા રાખ;
Sine moj, ne idi s njima na put, makni nogu od njihove staze.
16 ૧૬ તેઓના પગ દુષ્ટતા કરવા માટે દોડે છે અને તેઓ લોહી વહેવડાવવા માટે ઉતાવળ કરે છે.
Jer na zlo trče svojim nogama i hite prolijevati krv.
17 ૧૭ કારણ કે જ્યારે પક્ષીઓ સાવધ હોય ત્યારે જાળ પાથરવી તે નિરર્થક છે.
Jer uzalud je razapinjati mrežu pred očima svima pticama.
18 ૧૮ આ માણસો પોતાને જ મારી નાખવાને માટે સંતાઈ રહે છે, તેઓ પોતાના જ જીવને માટે ગુપ્ત રીતે છુપાઈ રહે છે.
A oni vrebaju vlastitu krv, postavljaju zasjedu svojemu životu.
19 ૧૯ ધનના પ્રત્યેક લોભીના માર્ગો આવા જ હોય છે. આવું ધન તેના માલિકોનું જ સત્યાનાશ વાળે છે.
Takva je sudba svih lakomih na ružan dobitak: on ih života stane.
20 ૨૦ ડહાપણ શેરીએ શેરીએ મોટેથી પોકારે છે, તે જાહેર સ્થળોમાં પોતાની વાણી ઉચ્ચારે છે.
Mudrost glasno uzvikuje na ulici, na trgovima diže svoj glas;
21 ૨૧ તે ઘોંઘાટવાળા રસ્તા પર બૂમો પાડે છે અને શહેરના દરવાજે ઊભું રહીને વચનો ઉચ્ચારે છે,
propovijeda po bučnim uglovima, na otvorenim gradskim vratima govori svoje riječi:
22 ૨૨ “હે અજ્ઞાનીઓ, તમે ક્યાં સુધી ભોળપણને વળગી રહેશો? ઓ ઠઠ્ઠા-મશ્કરી કરનારાઓ, તમે ક્યાં સુધી ઠઠ્ઠા-મશ્કરી કરવામાં આનંદ મેળવશો? અને ઓ મૂર્ખાઓ, તમે ક્યાં સુધી ડહાપણને ધિક્કારશો?
“Dokle ćete, vi glupi, ljubiti glupost i dokle će podsmjevačima biti milo podsmijevanje, i dokle će bezumnici mrziti znanje?
23 ૨૩ મારી ચેતવણી પર ધ્યાન આપો; હું મારો આત્મા તમારા પર રેડીશ; હું મારાં વચનો તમને જણાવીશ.
Poslušajte moju opomenu! Gle, svoj duh pred vas izlijevam, hoću vas poučiti svojim riječima.
24 ૨૪ મેં બોલાવ્યા અને તમે ઇનકાર કર્યો; મેં મારો હાથ લાંબો કર્યો છે, પણ કોઈએ તેની દરકાર કરી નહિ.
Koliko sam vas zvala, a vi ste odbijali; pružala sam ruku, ali je nitko ne opazi.
25 ૨૫ પણ તમે મારી સર્વ શિખામણને તુચ્છ ગણી અને મારા ઠપકાને પણ ગણકારતા નથી.
Nego ste odbacili svaki moj savjet i niste poslušali moje opomene;
26 ૨૬ માટે તમારા પર મુશ્કેલીઓ આવશે ત્યારે હું હાસ્ય કરીશ, જ્યારે તમારા પર ભય આવશે ત્યારે હું તમારી મશ્કરી કરીશ.
zato ću se i ja smijati vašoj propasti, rugat ću se kad vas obuzme tjeskoba:
27 ૨૭ એટલે જ્યારે તોફાનની જેમ તમારા પર ભય આવી પડશે અને વંટોળિયાની જેમ તમારા પર વિપત્તિઓ ધસી આવશે; જ્યારે સંકટ તથા વેદના તમારા પર આવશે, ત્યારે હું તમારી મશ્કરી કરીશ.
kad navali na vas strah kao nevrijeme i zgrabi vas propast kao vihor, kad navali na vas nevolja i muka.
28 ૨૮ ત્યારે તેઓ મને પોકાર કરશે પણ હું ઉત્તર આપીશ નહિ; તેઓ ખંતથી મને શોધશે, પણ હું તેઓને મળીશ નહિ.
Tada će me zvati, ali se ja neću odazvati; tražit će me, ali me neće naći.
29 ૨૯ કેમ કે તેઓએ વિદ્યાનો ધિક્કાર કર્યો છે અને તેઓએ યહોવાહનો ભય રાખવાનું ઇચ્છ્યું નહિ.
Jer su mrzili spoznaju i nisu izabrali Gospodnjeg straha
30 ૩૦ તેઓએ મારી સલાહ બિલકુલ માની નહિ અને તેઓએ મારો બધો ઠપકો તુચ્છ ગણ્યો.
niti su poslušali moj savjet, nego su prezreli svaku moju opomenu.
31 ૩૧ તેઓ પોતાના માર્ગનું ફળ ભોગવશે અને પોતાની કુયુક્તિઓની પૂરેપૂરી શિક્ષા ભોગવશે.
Zato će jesti plod svojeg vladanja i nasititi se vlastitih savjeta.
32 ૩૨ અબુદ્ધો પાછા હઠી જાય તે બાબત તેઓનો સંહાર કરશે; અને મૂર્ખોની બેદરકારી તેઓનો વિનાશ કરશે.
Jer glupe će ubiti njihovo odbijanje, a nemar će upropastiti bezumne.
33 ૩૩ પણ જે કોઈ મારું કહ્યું સાંભળશે તે સુરક્ષિત રહેશે અને નુકસાન થવાના ભય વગર શાંતિમાં રહેશે.”
A tko sluša mene, bezbrižan ostaje i spokojno živi bez straha od zla.”