< ફિલિપ્પીઓને પત્ર 1 >
1 ૧ ખ્રિસ્ત ઈસુમાં ફિલિપ્પીમાંના સર્વ સંતો, અધ્યક્ષો તથા સેવકો, તે સર્વને ઈસુ ખ્રિસ્તનાં દાસો પાઉલ તથા તિમોથી લખે છે
પૌલતીમથિનામાનૌ યીશુખ્રીષ્ટસ્ય દાસૌ ફિલિપિનગરસ્થાન્ ખ્રીષ્ટયીશોઃ સર્વ્વાન્ પવિત્રલોકાન્ સમિતેરધ્યક્ષાન્ પરિચારકાંશ્ચ પ્રતિ પત્રં લિખતઃ|
2 ૨ ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો.
અસ્માકં તાત ઈશ્વરઃ પ્રભુ ર્યીશુખ્રીષ્ટશ્ચ યુષ્મભ્યં પ્રસાદસ્ય શાન્તેશ્ચ ભોગં દેયાસ્તાં|
3 ૩ પ્રથમ દિવસથી તે આજ સુધી સુવાર્તામાં તમારા સહકારને માટે,
અહં નિરન્તરં નિજસર્વ્વપ્રાર્થનાસુ યુષ્માકં સર્વ્વેષાં કૃતે સાનન્દં પ્રાર્થનાં કુર્વ્વન્
4 ૪ નિત્ય આનંદ સાથે તમો સર્વને માટે મારી પ્રાર્થનામાં વિનંતિ કરતાં,
યતિ વારાન્ યુષ્માકં સ્મરામિ તતિ વારાન્ આ પ્રથમાદ્ અદ્ય યાવદ્
5 ૫ જયારે જયારે હું તમને યાદ કરું છું ત્યારે ત્યારે હું મારા ઈશ્વરનો આભાર માનું છું.
યુષ્માકં સુસંવાદભાગિત્વકારણાદ્ ઈશ્વરં ધન્યં વદામિ|
6 ૬ જેમણે તમારામાં સારાં કામની શરૂઆત કરી તે, ઈસુ ખ્રિસ્તનાં દિવસ સુધી, તેને સંપૂર્ણ કરતા જશે, એવો મને ભરોસો છે.
યુષ્મન્મધ્યે યેનોત્તમં કર્મ્મ કર્ત્તુમ્ આરમ્ભિ તેનૈવ યીશુખ્રીષ્ટસ્ય દિનં યાવત્ તત્ સાધયિષ્યત ઇત્યસ્મિન્ દૃઢવિશ્વાસો મમાસ્તે|
7 ૭ તમો સર્વ વિષે એ પ્રમાણે માનવું મને ઉચિત લાગે છે; કારણ કે મારાં બંધનોમાં અને સુવાર્તાની હિમાયત કરવામાં તથા તેને સાબિત કરવામાં, તમે બધા કૃપામાં મારા સહભાગી હોવાથી, હું તમને મારા હૃદયમાં રાખું છું.
યુષ્માન્ સર્વ્વાન્ અધિ મમ તાદૃશો ભાવો યથાર્થો યતોઽહં કારાવસ્થાયાં પ્રત્યુત્તરકરણે સુસંવાદસ્ય પ્રામાણ્યકરણે ચ યુષ્માન્ સર્વ્વાન્ મયા સાર્દ્ધમ્ એકાનુગ્રહસ્ય ભાગિનો મત્વા સ્વહૃદયે ધારયામિ|
8 ૮ કેમ કે હું ઈસુ ખ્રિસ્તની કરુણાથી તમો સર્વ ઉપર કેટલો બધો પ્રેમ રાખું છું, તે વિષે ઈશ્વર મારા સાક્ષી છે.
અપરમ્ અહં ખ્રીષ્ટયીશોઃ સ્નેહવત્ સ્નેહેન યુષ્માન્ કીદૃશં કાઙ્ક્ષામિ તદધીશ્વરો મમ સાક્ષી વિદ્યતે|
9 ૯ વળી હું એવી પ્રાર્થના કરું છું કે, જ્ઞાનમાં તથા સર્વ વિવેકબુદ્ધિમાં તમારો પ્રેમ ક્રમે ક્રમે વધતો જાય;
મયા યત્ પ્રાર્થ્યતે તદ્ ઇદં યુષ્માકં પ્રેમ નિત્યં વૃદ્ધિં ગત્વા
10 ૧૦ જેથી જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લો અને એમ તમે ખ્રિસ્તનાં દિવસ સુધી નિષ્કલંક તથા નિર્દોષ થાઓ;
જ્ઞાનસ્ય વિશિષ્ટાનાં પરીક્ષિકાયાશ્ચ સર્વ્વવિધબુદ્ધે ર્બાહુલ્યં ફલતુ,
11 ૧૧ વળી ઈશ્વરની સ્તુતિ તથા મહિમા વધે તે માટે ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીપણાનાં ફળોથી તમે ભરપૂર થાઓ.
ખ્રીષ્ટસ્ય દિનં યાવદ્ યુષ્માકં સારલ્યં નિર્વિઘ્નત્વઞ્ચ ભવતુ, ઈશ્વરસ્ય ગૌરવાય પ્રશંસાયૈ ચ યીશુના ખ્રીષ્ટેન પુણ્યફલાનાં પૂર્ણતા યુષ્મભ્યં દીયતામ્ ઇતિ|
12 ૧૨ ભાઈઓ, મને જે જે દુઃખો પડ્યાં, તે સુવાર્તાને વિઘ્નરૂપ થવાને બદલે તેનો પ્રસાર થવામાં સહાયભૂત થયાં, તે તમે જાણો એવું હું ઇચ્છું છું;
હે ભ્રાતરઃ, માં પ્રતિ યદ્ યદ્ ઘટિતં તેન સુસંવાદપ્રચારસ્ય બાધા નહિ કિન્તુ વૃદ્ધિરેવ જાતા તદ્ યુષ્માન્ જ્ઞાપયિતું કામયેઽહં|
13 ૧૩ કેમ કે ખ્રિસ્તને લીધે મારાં જે બંધનો છે તે આખા રાજયદરબારમાં તથા બીજે બધે સ્થળે પ્રસિદ્ધ થયાં;
અપરમ્ અહં ખ્રીષ્ટસ્ય કૃતે બદ્ધોઽસ્મીતિ રાજપુર્ય્યામ્ અન્યસ્થાનેષુ ચ સર્વ્વેષાં નિકટે સુસ્પષ્ટમ્ અભવત્,
14 ૧૪ અને પ્રભુના સમુદાયના કેટલાક ભાઈઓએ મારાં બંધનોને લીધે વિશ્વાસ રાખીને નિર્ભયપણે ઈશ્વરનું વચન બોલવાની વિશેષ હિંમત રાખી.
પ્રભુસમ્બન્ધીયા અનેકે ભ્રાતરશ્ચ મમ બન્ધનાદ્ આશ્વાસં પ્રાપ્ય વર્દ્ધમાનેનોત્સાહેન નિઃક્ષોભં કથાં પ્રચારયન્તિ|
15 ૧૫ કેટલાક તો અદેખાઈ તથા વિરોધથી અને કેટલાક સદ્દભાવથી ખ્રિસ્ત ની સુવાર્તા પ્રગટ કરે છે
કેચિદ્ દ્વેષાદ્ વિરોધાચ્ચાપરે કેચિચ્ચ સદ્ભાવાત્ ખ્રીષ્ટં ઘોષયન્તિ;
16 ૧૬ પહેલા તો મારાં બંધનમાં મારા પર વિશેષ સંકટ લાવવાના ઇરાદાથી, શુદ્ધ મનથી નહિ, પણ પક્ષાપક્ષીથી ખ્રિસ્તની વાત પ્રગટ કરે છે;
યે વિરોધાત્ ખ્રીષ્ટં ઘોષયન્તિ તે પવિત્રભાવાત્ તન્ન કુર્વ્વન્તો મમ બન્ધનાનિ બહુતરક્લોશદાયીનિ કર્ત્તુમ્ ઇચ્છન્તિ|
17 ૧૭ પણ બીજા, ખ્રિસ્તનાં સુવાર્તા વિષે પ્રત્યુત્તર આપવા માટે હું નિર્મિત થયો છું, એવું જાણીને પ્રેમથી પ્રગટ કરે છે.
યે ચ પ્રેમ્ના ઘોષયન્તિ તે સુસંવાદસ્ય પ્રામાણ્યકરણેઽહં નિયુક્તોઽસ્મીતિ જ્ઞાત્વા તત્ કુર્વ્વન્તિ|
18 ૧૮ તો એથી શું? દરેક રીતે, ગમે તો દંભથી કે સત્યથી, ખ્રિસ્ત ની વાત પ્રગટ કરવામાં આવે છે; તેથી હું આનંદ પામું છું અને પામીશ.
કિં બહુના? કાપટ્યાત્ સરલભાવાદ્ વા ભવેત્, યેન કેનચિત્ પ્રકારેણ ખ્રીષ્ટસ્ય ઘોષણા ભવતીત્યસ્મિન્ અહમ્ આનન્દામ્યાનન્દિષ્યામિ ચ|
19 ૧૯ કેમ કે હું જાણું છું કે, તમારી પ્રાર્થનાથી તથા ઈસુ ખ્રિસ્તનાં આત્માની સહાયથી, એ મારા ઉદ્ધારને માટે ઉપયોગી થઈ પડશે, તે હું જાણું છું.
યુષ્માકં પ્રાર્થનયા યીશુખ્રીષ્ટસ્યાત્મનશ્ચોપકારેણ તત્ મન્નિસ્તારજનકં ભવિષ્યતીતિ જાનામિ|
20 ૨૦ એ પ્રમાણે મને વિશ્વાસ, અપેક્ષા તથા આશા છે કે, હું કોઈ પણ બાબતમાં શરમાઈશ નહિ; પણ પૂરી હિંમતથી, હંમેશ મુજબ હમણાં પણ, ગમે તો જીવનથી કે મૃત્યુથી, મારા શરીરદ્વારા ખ્રિસ્તનાં મહિમાની વૃદ્ધિ કરવામાં આવે.
તત્ર ચ મમાકાઙ્ક્ષા પ્રત્યાશા ચ સિદ્ધિં ગમિષ્યતિ ફલતોઽહં કેનાપિ પ્રકારેણ ન લજ્જિષ્યે કિન્તુ ગતે સર્વ્વસ્મિન્ કાલે યદ્વત્ તદ્વદ્ ઇદાનીમપિ સમ્પૂર્ણોત્સાહદ્વારા મમ શરીરેણ ખ્રીષ્ટસ્ય મહિમા જીવને મરણે વા પ્રકાશિષ્યતે|
21 ૨૧ કેમ કે મારે માટે જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે.
યતો મમ જીવનં ખ્રીષ્ટાય મરણઞ્ચ લાભાય|
22 ૨૨ પણ મનુષ્યદેહમાં જીવવું તે જો મારા કામનું ફળ હોય તો મારે શું પસંદ કરવું, તે હું જાણતો નથી;
કિન્તુ યદિ શરીરે મયા જીવિતવ્યં તર્હિ તત્ કર્મ્મફલં ફલિષ્યતિ તસ્માત્ કિં વરિતવ્યં તન્મયા ન જ્ઞાયતે|
23 ૨૩ કેમ કે આ બે બાબત વચ્ચે હું ગૂંચવણમાં છું દેહમાંથી નીકળવાની તથા ખ્રિસ્તની સાથે રહેવાની મારી ઇચ્છા છે, કેમ કે તે વધારે સારું છે;
દ્વાભ્યામ્ અહં સમ્પીડ્યે, દેહવાસત્યજનાય ખ્રીષ્ટેન સહવાસાય ચ મમાભિલાષો ભવતિ યતસ્તત્ સર્વ્વોત્તમં|
24 ૨૪ તોપણ મારે મનુષ્યદેહમાં રહેવું તમારે માટે વધારે અગત્યનું છે.
કિન્તુ દેહે મમાવસ્થિત્યા યુષ્માકમ્ અધિકપ્રયોજનં|
25 ૨૫ મને ભરોસો હોવાથી, હું જાણું છું કે હું રહેવાનો અને તમારા વિશ્વાસની વૃદ્ધિ તથા આનંદને માટે હું તમારાં બધાની સાથે રહેવાનો;
અહમ્ અવસ્થાસ્યે યુષ્માભિઃ સર્વ્વૈઃ સાર્દ્ધમ્ અવસ્થિતિં કરિષ્યે ચ તયા ચ વિશ્વાસે યુષ્માકં વૃદ્ધ્યાનન્દૌ જનિષ્યેતે તદહં નિશ્ચિતં જાનામિ|
26 ૨૬ જેથી તમારી પાસે મારા ફરીથી આવવાથી મારા વિષેનો તમારો આનંદ ખ્રિસ્ત ઈસુમાં ઘણો વધી જાય.
તેન ચ મત્તોઽર્થતો યુષ્મત્સમીપે મમ પુનરુપસ્થિતત્વાત્ યૂયં ખ્રીષ્ટેન યીશુના બહુતરમ્ આહ્લાદં લપ્સ્યધ્વે|
27 ૨૭ માત્ર ખ્રિસ્તની સુવાર્તાને યોગ્ય આચરણ કરો, જેથી ગમે તો હું આવીને તમને જોઉં અથવા દૂર રહું તોપણ તમારા વિષે સાંભળું કે તમે સર્વ એક આત્મામાં સ્થિર રહીને એક જીવથી સુવાર્તાનાં વિશ્વાસને માટે પ્રયત્ન કરો છો.
યૂયં સાવધાના ભૂત્વા ખ્રીષ્ટસ્ય સુસંવાદસ્યોપયુક્તમ્ આચારં કુરુધ્વં યતોઽહં યુષ્માન્ ઉપાગત્ય સાક્ષાત્ કુર્વ્વન્ કિં વા દૂરે તિષ્ઠન્ યુષ્માકં યાં વાર્ત્તાં શ્રોતુમ્ ઇચ્છામિ સેયં યૂયમ્ એકાત્માનસ્તિષ્ઠથ, એકમનસા સુસંવાદસમ્બન્ધીયવિશ્વાસસ્ય પક્ષે યતધ્વે, વિપક્ષૈશ્ચ કેનાપિ પ્રકારેણ ન વ્યાકુલીક્રિયધ્વ ઇતિ|
28 ૨૮ અને વિરોધીઓથી જરા પણ ગભરાતા નથી એ તેઓને માટે વિનાશની પ્રત્યક્ષ નિશાની છે, પણ તમને તો ઉદ્ધારની નિશાની છે અને તે વળી ઈશ્વરથી છે.
તત્ તેષાં વિનાશસ્ય લક્ષણં યુષ્માકઞ્ચેશ્વરદત્તં પરિત્રાણસ્ય લક્ષણં ભવિષ્યતિ|
29 ૨૯ કેમ કે ખ્રિસ્ત પર માત્ર વિશ્વાસ કરવો એટલું જ નહિ, પણ તેમને માટે દુઃખ પણ સહેવું, તેથી ખ્રિસ્તને સારુ આ કૃપાદાન તમને આપવામાં આવ્યું છે;
યતો યેન યુષ્માભિઃ ખ્રીષ્ટે કેવલવિશ્વાસઃ ક્રિયતે તન્નહિ કિન્તુ તસ્ય કૃતે ક્લેશોઽપિ સહ્યતે તાદૃશો વરઃ ખ્રીષ્ટસ્યાનુરોધાદ્ યુષ્માભિઃ પ્રાપિ,
30 ૩૦ જેવું યુદ્ધ તમે મારામાં જોયું છે અને હાલ મારામાં થાય છે એ હમણાં તમે સાંભળો છો, તેવું જ તમારામાં પણ છે.
તસ્માત્ મમ યાદૃશં યુદ્ધં યુષ્માભિરદર્શિ સામ્પ્રતં શ્રૂયતે ચ તાદૃશં યુદ્ધં યુષ્માકમ્ અપિ ભવતિ|