< ફિલિપ્પીઓને પત્ર 4 >
1 ૧ એ માટે, મારા પ્રિય અને જેમને ઝંખું છું તેવા ભાઈઓ, મારા આનંદ તથા મુગટરૂપ, તેવી જ રીતે પ્રભુ પ્રત્યેના વિશ્વાસમાં સ્થિર રહો, મારા પ્રિય ભાઈઓ.
ωστε αδελφοι μου αγαπητοι και επιποθητοι χαρα και στεφανοσ μου ουτωσ στηκετε εν κυριω αγαπητοι
2 ૨ યુઓદિયાને બોધ કરું છું તથા સુન્તેખેને બોધ કરું છું કે એ, તેઓ બંને પ્રભુમાં એક ચિત્તની થાય.
ευοδιαν παρακαλω και συντυχην παρακαλω το αυτο φρονειν εν κυριω
3 ૩ વળી મારા ખરા જોડીદાર, હું તને વિનંતી કરું છું કે તું એ બહેનોની મદદ કરજે, કારણ કે તેઓએ મારી સાથે તથા કલેમેન્ટની સાથે તથા બીજા મારા સહ કાર્યકર્તાઓ જેઓનાં નામ જીવનનાં પુસ્તકમાં છે તેઓની સાથે સુવાર્તા પ્રચારના કાર્યમાં પુષ્કળ મહેનત કરી છે.
ναι ερωτω και σε συζυγε γνησιε συλλαμβανου αυταισ αιτινεσ εν τω ευαγγελιω συνηθλησαν μοι μετα και κλημεντοσ και των λοιπων συνεργων μου ων τα ονοματα εν βιβλω ζωησ
4 ૪ પ્રભુમાં સદા આનંદ કરો; હું ફરીથી કહું છું, કે આનંદ કરો.
χαιρετε εν κυριω παντοτε παλιν ερω χαιρετε
5 ૫ તમારી સહનશીલતા સર્વ માણસોના જાણવામાં આવે. કેમ કે પ્રભુનું આગમન નજીક છે.
το επιεικεσ υμων γνωσθητω πασιν ανθρωποισ ο κυριοσ εγγυσ
6 ૬ કશાની ચિંતા કરો નહિ; પણ સર્વ વિષે પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભારરસ્તુતિ સહિત, તમારી અરજો ઈશ્વરને જણાવો.
μηδεν μεριμνατε αλλ εν παντι τη προσευχη και τη δεησει μετα ευχαριστιασ τα αιτηματα υμων γνωριζεσθω προσ τον θεον
7 ૭ ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.
και η ειρηνη του θεου η υπερεχουσα παντα νουν φρουρησει τασ καρδιασ υμων και τα νοηματα υμων εν χριστω ιησου
8 ૮ છેવટે, ભાઈઓ, જે કંઈ સત્ય, જે કંઈ સન્માનપાત્ર, જે કંઈ ઉચિત, જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ સુકીર્તિમાન છે તથા જો કોઈ સદગુણ, જો કોઈ પ્રશંસા હોય, તો આ બાબતોનો વિચાર કરો.
το λοιπον αδελφοι οσα εστιν αληθη οσα σεμνα οσα δικαια οσα αγνα οσα προσφιλη οσα ευφημα ει τισ αρετη και ει τισ επαινοσ ταυτα λογιζεσθε
9 ૯ જે તમે શીખ્યા તથા પામ્યા તથા સાંભળ્યું તથા મારામાં જોયું તેવું બધું કરો; અને શાંતિનો ઈશ્વર તમારી સાથે રહેશે.
α και εμαθετε και παρελαβετε και ηκουσατε και ειδετε εν εμοι ταυτα πρασσετε και ο θεοσ τησ ειρηνησ εσται μεθ υμων
10 ૧૦ મેં પ્રભુમાં પુષ્કળ આનંદ કર્યો, કારણ કે મારા વિષેની તમારી ચિંતા આખરે ફરીથી તાજી થઈ છે; તે બાબતોમાં તમે ચિંતા તો કરતા હતા. પણ મને સહાય કરવાનો તમને પ્રસંગ મળ્યો નહિ.
εχαρην δε εν κυριω μεγαλωσ οτι ηδη ποτε ανεθαλετε το υπερ εμου φρονειν εφ ω και εφρονειτε ηκαιρεισθε δε
11 ૧૧ હું તંગીને લીધે બોલું છું એમ નહિ, કેમ કે જે અવસ્થામાં હું છું, તેમાં સંતોષી રહેવાને હું શીખ્યો છું.
ουχ οτι καθ υστερησιν λεγω εγω γαρ εμαθον εν οισ ειμι αυταρκησ ειναι
12 ૧૨ ગરીબીમાં કેવી રીતે જીવવું એ પણ હું જાણું છું તથા સમૃદ્ધિમાં પણ કેવી રીતે જીવવું એ પણ હું જાણું છું; દરેકપ્રકારે તથા સર્વમાં તૃપ્તિમાં તથા ભૂખમાં, પુષ્કળતામાં અને તંગીમાં રહેવાને હું શીખ્યો છું.
οιδα και ταπεινουσθαι οιδα και περισσευειν εν παντι και εν πασιν μεμυημαι και χορταζεσθαι και πειναν και περισσευειν και υστερεισθαι
13 ૧૩ જે મને સામર્થ્ય આપે છે તેમની સહાયથી હું બધું કરી શકું છું.
παντα ισχυω εν τω ενδυναμουντι με χριστω
14 ૧૪ તોપણ તમે મારા સંકટમાં મને મદદ કરી તે સારુ કર્યું.
πλην καλωσ εποιησατε συγκοινωνησαντεσ μου τη θλιψει
15 ૧૫ ઓ, ફિલિપ્પીઓ, તમે જાણો છો કે, સુવાર્તાનાં આરંભમાં, જયારે હું મકદોનિયામાંથી રવાના થયો, ત્યારે આપવા-લેવાની બાબતમાં એકલા તમારા વિના બીજાકોઈ વિશ્વાસી સમુદાયે ભાગ લીધો નહોતો.
οιδατε δε και υμεισ φιλιππησιοι οτι εν αρχη του ευαγγελιου οτε εξηλθον απο μακεδονιασ ουδεμια μοι εκκλησια εκοινωνησεν εισ λογον δοσεωσ και ληψεωσ ει μη υμεισ μονοι
16 ૧૬ કેમ કે થેસ્સાલોનિકામાં પણ અનેક વાર મારે જે જે જોઈતું હતું તે બધું તમે મને મોકલી આપ્યું હતું.
οτι και εν θεσσαλονικη και απαξ και δισ εισ την χρειαν μοι επεμψατε
17 ૧૭ હું કંઈ દાન માગું છું એમ નહિ, પણ તમારા હિતમાં ઘણાં ફળ મળે એ માગું છું.
ουχ οτι επιζητω το δομα αλλ επιζητω τον καρπον τον πλεοναζοντα εισ λογον υμων
18 ૧૮ મારી પાસે સર્વ ચીજવસ્તુઓ છે; અને તે પણ પુષ્કળ છે. તમારાં દાન એપાફ્રોદિતસની મારફતે મને મળ્યા છે તેથી હું સમૃદ્ધ છું. તે તો સુગંધીદાર ધૂપ ઈશ્વરને પ્રિય માન્ય અર્પણ છે.
απεχω δε παντα και περισσευω πεπληρωμαι δεξαμενοσ παρα επαφροδιτου τα παρ υμων οσμην ευωδιασ θυσιαν δεκτην ευαρεστον τω θεω
19 ૧૯ મારો ઈશ્વર પોતાના મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજ ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડશે.
ο δε θεοσ μου πληρωσει πασαν χρειαν υμων κατα τον πλουτον αυτου εν δοξη εν χριστω ιησου
20 ૨૦ આપણા ઈશ્વરને તથા પિતાને સદાસર્વકાળ સુધી મહિમા હો. આમીન. (aiōn )
τω δε θεω και πατρι ημων η δοξα εισ τουσ αιωνασ των αιωνων αμην (aiōn )
21 ૨૧ ખ્રિસ્ત ઈસુમાં સર્વ સંતોને સલામ કહેજો, મારી સાથે જે ભાઈઓ છે તેઓ તમને સલામ કહે છે.
ασπασασθε παντα αγιον εν χριστω ιησου ασπαζονται υμασ οι συν εμοι αδελφοι
22 ૨૨ સર્વ સંતો, વિશેષે જે કાઈસારનાં ઘરનાં છે, તેઓ તમને સલામ કહે છે.
ασπαζονται υμασ παντεσ οι αγιοι μαλιστα δε οι εκ τησ καισαροσ οικιασ
23 ૨૩ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો. આમીન.
η χαρισ του κυριου ιησου χριστου μετα παντων υμων αμην