< ફિલિપ્પીઓને પત્ર 4 >

1 એ માટે, મારા પ્રિય અને જેમને ઝંખું છું તેવા ભાઈઓ, મારા આનંદ તથા મુગટરૂપ, તેવી જ રીતે પ્રભુ પ્રત્યેના વિશ્વાસમાં સ્થિર રહો, મારા પ્રિય ભાઈઓ.
ⲁ̅ϩⲱⲥⲧⲉ ⲛⲁⲥⲛⲏⲩ ⲙⲙⲉⲣⲓⲧ ⲁⲩⲱ ⲉϯⲟⲩⲁϣⲟⲩ ⲡⲁⲣⲁϣⲉ ⲁⲩⲱ ⲡⲁⲕⲗⲟⲙ ⲁϩⲉⲣⲁⲧ ⲧⲏⲩⲧⲛ ⲛⲧⲉⲉⲓϩⲉ ϩⲙ ⲡϫⲟⲉⲓⲥ ⲛⲁⲙⲉⲣⲁⲧⲉ
2 યુઓદિયાને બોધ કરું છું તથા સુન્તેખેને બોધ કરું છું કે એ, તેઓ બંને પ્રભુમાં એક ચિત્તની થાય.
ⲃ̅ϯⲡⲁⲣⲁⲕⲁⲗⲉⲓ ⲛⲉⲩϩⲟⲇⲓⲁ ϯⲡⲁⲣⲁⲕⲁⲗⲉⲓ ⲛⲥⲩⲛⲧⲩⲭⲏ ⲙⲉⲉⲩⲉ ⲉⲟⲩⲁ ⲛⲟⲩⲱⲧ ϩⲙ ⲡϫⲟⲉⲓⲥ
3 વળી મારા ખરા જોડીદાર, હું તને વિનંતી કરું છું કે તું એ બહેનોની મદદ કરજે, કારણ કે તેઓએ મારી સાથે તથા કલેમેન્ટની સાથે તથા બીજા મારા સહ કાર્યકર્તાઓ જેઓનાં નામ જીવનનાં પુસ્તકમાં છે તેઓની સાથે સુવાર્તા પ્રચારના કાર્યમાં પુષ્કળ મહેનત કરી છે.
ⲅ̅ⲁⲓⲟ ϯⲥⲟⲡⲥ ⲙⲙⲟⲕ ϩⲱⲱⲕ ⲥⲩⲍⲩⲅⲉ ⲡϩⲁⲕ ϯⲧⲟⲟⲧⲕ ⲛⲙⲙⲁⲩ ⲛⲁⲓ ⲉⲛⲧⲁⲩϣⲙϣⲉ ⲛⲙⲙⲁⲓ ϩⲙ ⲡⲉⲩⲁⲅⲅⲉⲗⲓⲟⲛ ⲙⲛ ⲡⲕⲉⲕⲗⲏⲙⲏⲥ ⲁⲩⲱ ⲡⲁⲕⲉⲥⲉⲉⲡⲉ ⲛϣⲃⲣⲣϩⲱⲃ ⲛⲁⲓ ⲉⲣⲉⲡⲉⲩⲣⲁⲛ ϩⲙ ⲡϫⲱⲱⲙⲉ ⲙⲡⲱⲛϩ
4 પ્રભુમાં સદા આનંદ કરો; હું ફરીથી કહું છું, કે આનંદ કરો.
ⲇ̅ⲣⲁϣⲉ ϩⲙ ⲡϫⲟⲉⲓⲥ ϯϫⲱ ⲟⲛ ⲙⲙⲟⲥ ϫⲉ ⲣⲁϣⲉ
5 તમારી સહનશીલતા સર્વ માણસોના જાણવામાં આવે. કેમ કે પ્રભુનું આગમન નજીક છે.
ⲉ̅ⲧⲉⲧⲛⲙⲛⲧϩⲁⲕ ⲙⲁⲣⲉⲥⲟⲩⲱⲛϩ ⲉⲃⲟⲗ ⲛⲣⲱⲙⲉ ⲛⲓⲙ ⲁⲡϫⲟⲉⲓⲥ ϩⲱⲛ ⲉϩⲟⲩⲛ
6 કશાની ચિંતા કરો નહિ; પણ સર્વ વિષે પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભારરસ્તુતિ સહિત, તમારી અરજો ઈશ્વરને જણાવો.
ⲋ̅ⲙⲡⲣϥⲓⲣⲟⲟⲩϣ ⲗⲁⲁⲩ ⲁⲗⲗⲁ ⲛⲟⲩⲟⲉⲓϣ ⲛⲓⲙ ϩⲙ ⲡⲉϣⲗⲏⲗ ⲙⲛ ⲡⲥⲟⲡⲥ ⲛⲉⲧⲛⲁⲓⲧⲏⲙⲁ ⲙⲁⲣⲟⲩⲟⲩⲱⲛϩ ⲉⲃⲟⲗ ⲙⲡⲛⲟⲩⲧⲉ ϩⲛ ⲟⲩϣⲡϩⲙⲟⲧ
7 ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.
ⲍ̅ⲁⲩⲱ ϯⲣⲏⲛⲏ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲉⲧϫⲟⲥⲉ ⲉⲙⲉⲉⲩⲉ ⲛⲓⲙ ⲛⲁϩⲁⲣⲉϩ ⲉⲛⲉⲧⲛϩⲏⲧ ⲁⲩⲱ ⲛⲉⲧⲛⲙⲉⲉⲩⲉ ϩⲙ ⲡⲉⲭⲥ ⲓⲏⲥ
8 છેવટે, ભાઈઓ, જે કંઈ સત્ય, જે કંઈ સન્માનપાત્ર, જે કંઈ ઉચિત, જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ સુકીર્તિમાન છે તથા જો કોઈ સદગુણ, જો કોઈ પ્રશંસા હોય, તો આ બાબતોનો વિચાર કરો.
ⲏ̅ⲧⲉⲛⲟⲩ ϭⲉ ⲛⲉⲥⲛⲏⲩ ϩⲱⲃ ⲛⲓⲙ ⲙⲙⲉ ϩⲱⲃ ⲛⲓⲙ ⲛⲥⲉⲙⲛⲟⲛ ϩⲱⲃ ⲛⲓⲙ ⲛⲇⲓⲕⲁⲓⲟⲛ ϩⲱⲃ ⲛⲓⲙ ⲉⲧⲟⲩⲁⲁⲃ ϩⲱⲃ ⲛⲓⲙ ⲉⲧⲛⲁⲛⲟⲩϥ ⲥⲙⲟⲩ ⲛⲓⲙ ⲁⲣⲉⲧⲏ ⲛⲓⲙ ⲧⲁⲓⲟ ⲛⲓⲙ ⲛⲁⲓ ⲙⲉⲉⲩⲉ ⲉⲣⲟⲟⲩ
9 જે તમે શીખ્યા તથા પામ્યા તથા સાંભળ્યું તથા મારામાં જોયું તેવું બધું કરો; અને શાંતિનો ઈશ્વર તમારી સાથે રહેશે.
ⲑ̅ⲉⲧⲉ ⲛⲁⲓ ⲛⲉ ⲉⲛⲧⲁⲧⲉⲧⲛⲥⲃⲟ ⲉⲣⲟⲟⲩ ⲁⲩⲱ ⲁⲧⲉⲧⲛϫⲓⲧⲟⲩ ⲁⲧⲉⲧⲛⲥⲟⲧⲙⲟⲩ ⲁⲩⲱ ⲁⲧⲉⲧⲛⲛⲁⲩ ⲉⲣⲟⲟⲩ ⲛϩⲏⲧ ⲛⲁⲓ ⲁⲣⲓⲥⲟⲩ ⲁⲩⲱ ⲡⲛⲟⲩⲧⲉ ⲛϯⲣⲏⲛⲏ ⲛⲁϣⲱⲡⲉ ⲛⲙⲙⲏⲧⲛ
10 ૧૦ મેં પ્રભુમાં પુષ્કળ આનંદ કર્યો, કારણ કે મારા વિષેની તમારી ચિંતા આખરે ફરીથી તાજી થઈ છે; તે બાબતોમાં તમે ચિંતા તો કરતા હતા. પણ મને સહાય કરવાનો તમને પ્રસંગ મળ્યો નહિ.
ⲓ̅ⲁⲓⲣⲁϣⲉ ⲇⲉ ϩⲙ ⲡϫⲟⲉⲓⲥ ⲉⲙⲁⲧⲉ ϫⲉ ⲁⲧⲉⲧⲛⲟⲩⲣⲟⲧ ⲉⲣⲡⲁⲙⲉⲉⲩⲉ ⲛⲑⲉ ⲟⲛ ⲉⲧⲉⲧⲛⲉⲓⲣⲉ ⲙⲙⲟϥ ⲙⲡⲉⲧⲛϭⲙ ⲡⲟⲩⲟⲉⲓϣ ⲇⲉ
11 ૧૧ હું તંગીને લીધે બોલું છું એમ નહિ, કેમ કે જે અવસ્થામાં હું છું, તેમાં સંતોષી રહેવાને હું શીખ્યો છું.
ⲓ̅ⲁ̅ⲛⲛⲉⲓϫⲱ ⲙⲙⲟⲥ ⲁⲛ ϫⲉ ⲁⲧⲉⲧⲛϣⲱⲱⲧ ⲁⲛⲟⲕ ⲅⲁⲣ ⲁⲓⲉⲓⲙⲉ ϩⲛ ⲛⲉϯⲛϩⲏⲧⲟⲩ ⲉⲧⲣⲁⲣⲱϣⲉ
12 ૧૨ ગરીબીમાં કેવી રીતે જીવવું એ પણ હું જાણું છું તથા સમૃદ્ધિમાં પણ કેવી રીતે જીવવું એ પણ હું જાણું છું; દરેકપ્રકારે તથા સર્વમાં તૃપ્તિમાં તથા ભૂખમાં, પુષ્કળતામાં અને તંગીમાં રહેવાને હું શીખ્યો છું.
ⲓ̅ⲃ̅ϯⲥⲟⲟⲩⲛ ⲛⲑⲃⲃⲓⲟ ϯⲥⲟⲟⲩⲛ ⲛⲣϩⲟⲩⲟ ϩⲛ ϩⲱⲃ ⲛⲓⲙ ϯϫⲟⲛⲧ ⲛϩⲏⲧⲟⲩ ⲧⲏⲣⲟⲩ ⲉⲥⲉⲓ ⲉϩⲕⲟ ⲉⲣϩⲟⲩⲟ ⲉϣⲱⲱⲧ
13 ૧૩ જે મને સામર્થ્ય આપે છે તેમની સહાયથી હું બધું કરી શકું છું.
ⲓ̅ⲅ̅ϯϭⲙϭⲟⲙ ϩⲛ ϩⲱⲃ ⲛⲓⲙ ϩⲙ ⲡⲉⲧϯ ϭⲟⲙ ⲛⲁⲓ
14 ૧૪ તોપણ તમે મારા સંકટમાં મને મદદ કરી તે સારુ કર્યું.
ⲓ̅ⲇ̅ⲡⲗⲏⲛ ⲕⲁⲗⲱⲥ ⲁⲧⲉⲧⲛⲁⲁⲥ ⲉⲁⲧⲉⲧⲛⲕⲟⲓⲛⲱⲛⲉⲓ ⲛⲙⲙⲁⲓ ⲉⲧⲁⲑⲗⲓⲯⲓⲥ
15 ૧૫ ઓ, ફિલિપ્પીઓ, તમે જાણો છો કે, સુવાર્તાનાં આરંભમાં, જયારે હું મકદોનિયામાંથી રવાના થયો, ત્યારે આપવા-લેવાની બાબતમાં એકલા તમારા વિના બીજાકોઈ વિશ્વાસી સમુદાયે ભાગ લીધો નહોતો.
ⲓ̅ⲉ̅ⲧⲉⲧⲛⲥⲟⲟⲩⲛ ⲇⲉ ϩⲱⲧ ⲧⲏⲩⲧⲛ ⲛⲉⲫⲓⲗⲓⲡⲡⲏⲥⲓⲟⲥ ϫⲉ ϩⲛ ⲧⲁⲣⲭⲏ ⲙⲡⲧⲁϣⲉⲟⲓϣ ⲛⲧⲉⲣⲓⲉⲓ ⲉⲃⲟⲗ ϩⲛ ⲧⲙⲁⲕⲉⲇⲟⲛⲓⲁ ⲙⲡⲉ ⲗⲁⲁⲩ ⲛⲉⲕⲕⲗⲏⲥⲓⲁ ⲕⲟⲓⲛⲱⲛⲉⲓ ⲛⲙⲙⲁⲓ ⲉⲡϣⲁϫⲉ ⲛϯ ϩⲓϫⲓ ⲉⲓ ⲙⲏⲧⲓ ⲛⲧⲱⲧⲛ ⲟⲩⲁⲁⲧ ⲧⲏⲩⲧⲛ
16 ૧૬ કેમ કે થેસ્સાલોનિકામાં પણ અનેક વાર મારે જે જે જોઈતું હતું તે બધું તમે મને મોકલી આપ્યું હતું.
ⲓ̅ⲋ̅ϫⲉ ϩⲣⲁⲓ ⲟⲛ ϩⲛ ⲑⲉⲥⲥⲁⲗⲟⲛⲓⲕⲏ ⲁⲧⲉⲧⲛⲧⲛⲛⲟⲟⲩ ⲛⲁⲓ ⲛⲟⲩⲥⲟⲡ ⲁⲩⲱ ⲥⲛⲁⲩ ⲉⲧⲁⲭⲣⲓⲁ
17 ૧૭ હું કંઈ દાન માગું છું એમ નહિ, પણ તમારા હિતમાં ઘણાં ફળ મળે એ માગું છું.
ⲓ̅ⲍ̅ⲟⲩⲭ ⲟⲧⲉⲓ ϫⲉ ⲉⲓϣⲓⲛⲉ ⲛⲥⲁ ⲡϯ ⲁⲗⲗⲁ ⲉⲓϣⲓⲛⲉ ⲛⲥⲁ ⲡⲕⲁⲣⲡⲟⲥ ⲉⲧⲟϣ ⲉϩⲟⲩⲛ ⲉⲡⲉⲧⲛϣⲁϫⲉ
18 ૧૮ મારી પાસે સર્વ ચીજવસ્તુઓ છે; અને તે પણ પુષ્કળ છે. તમારાં દાન એપાફ્રોદિતસની મારફતે મને મળ્યા છે તેથી હું સમૃદ્ધ છું. તે તો સુગંધીદાર ધૂપ ઈશ્વરને પ્રિય માન્ય અર્પણ છે.
ⲓ̅ⲏ̅ϯⲙⲉϩ ⲇⲉ ⲛⲛⲕⲁ ⲛⲓⲙ ⲁⲩⲱ ϯⲣϩⲟⲩⲟ ⲁⲓϫⲱⲕ ⲉⲃⲟⲗ ⲉⲁⲓϫⲓ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲛ ⲉⲡⲁⲫⲣⲟⲇⲓⲧⲟⲥ ⲛⲛⲉⲛⲧⲁⲧⲉⲧⲛⲧⲛⲛⲟⲟⲩⲥⲟⲩ ⲟⲩⲥϯ ⲛⲟⲩϥⲉ ⲟⲩⲑⲩⲥⲓⲁ ⲉⲥϣⲏⲡ ⲉⲥⲣⲁⲛⲁϥ ⲙⲡⲛⲟⲩⲧⲉ
19 ૧૯ મારો ઈશ્વર પોતાના મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજ ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડશે.
ⲓ̅ⲑ̅ⲡⲁⲛⲟⲩⲧⲉ ⲇⲉ ⲉϥⲉϫⲱⲕ ⲉⲃⲟⲗ ⲛⲧⲉⲧⲛⲭⲣⲓⲁ ⲧⲏⲣⲥ ⲕⲁⲧⲁ ⲧⲉⲩⲙⲛⲧⲣⲙⲙⲁⲟ ϩⲛ ⲟⲩⲉⲟⲟⲩ ϩⲙ ⲡⲉⲭⲥ ⲓⲏⲥ
20 ૨૦ આપણા ઈશ્વરને તથા પિતાને સદાસર્વકાળ સુધી મહિમા હો. આમીન. (aiōn g165)
ⲕ̅ⲡⲉⲟⲟⲩ ⲇⲉ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲡⲉⲛⲉⲓⲱⲧ ϣⲁ ⲉⲛⲉϩ ⲛⲛⲓⲉⲛⲉϩ ϩⲁⲙⲏⲛ (aiōn g165)
21 ૨૧ ખ્રિસ્ત ઈસુમાં સર્વ સંતોને સલામ કહેજો, મારી સાથે જે ભાઈઓ છે તેઓ તમને સલામ કહે છે.
ⲕ̅ⲁ̅ϣⲓⲛⲉ ⲉⲛⲉⲧⲟⲩⲁⲁⲃ ⲧⲏⲣⲟⲩ ϩⲙ ⲡⲉⲭⲥ ⲓⲏⲥ ⲥⲉϣⲓⲛⲉ ⲉⲣⲱⲧⲛ ⲛϭⲓ ⲛⲉⲥⲛⲏⲩ ⲉⲧⲛⲙⲙⲁⲓ
22 ૨૨ સર્વ સંતો, વિશેષે જે કાઈસારનાં ઘરનાં છે, તેઓ તમને સલામ કહે છે.
ⲕ̅ⲃ̅ⲥⲉϣⲓⲛⲉ ⲉⲣⲱⲧⲛ ⲛϭⲓ ⲛⲉⲧⲟⲩⲁⲁⲃ ⲧⲏⲣⲟⲩ ⲛϩⲟⲩⲟ ⲇⲉ ⲛⲉⲃⲟⲗ ϩⲙ ⲡⲏⲉⲓ ⲙⲡⲣⲣⲟ
23 ૨૩ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો. આમીન.
ⲕ̅ⲅ̅ⲧⲉⲭⲁⲣⲓⲥ ⲙⲡⲉⲛϫⲟⲉⲓⲥ ⲓⲏⲥ ⲡⲉⲭⲥ ⲙⲛ ⲡⲉⲧⲛⲡⲛⲁ

< ફિલિપ્પીઓને પત્ર 4 >