< ફિલિપ્પીઓને પત્ર 2 >
1 ૧ માટે જો ખ્રિસ્તમાં કંઈ ઉત્તેજન, જો પ્રેમનો કંઈ દિલાસો, જો પવિત્ર આત્માની કંઈ સંગત, જો કંઈ હૃદયની અનુકંપા તથા કરુણા હોય,
Așadar, dacă este vreo încurajare în Cristos, dacă este vreo mângâiere a dragostei, dacă este vreo părtășie a Duhului, dacă sunt adâncuri ale iubirii și îndurări,
2 ૨ તો મારો આનંદ એવી રીતે સંપૂર્ણ કરો કે, તમે એક જ મનના થાઓ, એક સરખો પ્રેમ રાખો, એક જીવના તથા એક હૃદયના થાઓ.
Împliniți-mi bucuria, ca una să gândiți, având aceeași dragoste, fiind de acord, într-o singură minte.
3 ૩ પક્ષાપક્ષીથી કે મિથ્યાભિમાનથી કશું કરો નહિ, દરેકે નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા.
Nu faceți nimic prin ceartă sau glorie deșartă, ci, în umilința minții, toți să stimeze pe alții mai presus de ei înșiși.
4 ૪ તમે દરેક માત્ર પોતાના હિત પર જ નહિ, પણ બીજાઓનાં હિત પર પણ લક્ષ રાખો.
Nu priviți fiecare spre propriile lucruri, ci fiecare și spre cele ale altora.
5 ૫ ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું, તેવું તમે પણ રાખો
Lăsați să fie în voi această minte, care era și în Cristos Isus;
6 ૬ પોતે ઈશ્વરના રૂપમાં હોવા છતાં, તેમણે ઈશ્વર સમાન હોવાનું પકડી રાખવાને ઇચ્છ્યું નહિ,
Care, în chipul lui Dumnezeu fiind, nu a socotit ca tâlhărie a fi egal cu Dumnezeu,
7 ૭ પણ તેમણે દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોની સમાનતામાં આવીને પોતાને ખાલી કર્યા;
Ci s-a făcut pe sine însuși lipsit de importanță și a luat asupra lui chipul unui rob și a fost făcut în asemănarea oamenilor;
8 ૮ અને માણસના રૂપમાં પ્રગટ થઈને, વધસ્તંભ પરના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યા.
Și, fiind găsit la înfățișare ca un om, s-a umilit și s-a făcut ascultător până la moarte, chiar moarte de cruce.
9 ૯ તેને કારણે ઈશ્વરે તેમને ઘણાં ઊંચા કર્યા અને સર્વ નામો કરતાં એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે,
De aceea Dumnezeu l-a și înălțat cel mai mult și i-a dat un nume care este mai presus de fiecare nume,
10 ૧૦ સ્વર્ગમાંના, પૃથ્વી પરનાં તથા પાતાળમાંનાં સર્વ ઈસુને નામે ઘૂંટણે પડીને નમે;
Pentru ca, la numele lui Isus, fiecare genunchi să se plece, al celor din cer și de pe pământ și de sub pământ;
11 ૧૧ અને ઈશ્વરપિતાના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે.
Și să mărturisească fiecare limbă că Isus Cristos este Domnul, spre gloria lui Dumnezeu Tatăl.
12 ૧૨ તેથી, મારા પ્રિય ભાઈઓ, તમે જેમ હંમેશા આધીન રહેતા હતા તેમ, કેવળ મારી હાજરીમાં જ નહિ, પણ હવે વિશેષે કરીને મારી ગેરહાજરીમાં પણ તમારો ઉદ્ધાર થાય માટે ભય તથા કંપારીસહિત પ્રયત્ન કરો.
De aceea, preaiubiții mei, precum totdeauna ați dat ascultare, nu ca în prezența mea doar, ci mult mai mult în absența mea, lucrați cu propria voastră salvare, cu teamă și tremur.
13 ૧૩ કેમ કે જે પોતાની પ્રસન્નતા પ્રમાણે તમારામાં ઇચ્છવાની તથા પ્રયત્ન કરવાની પ્રેરણા આપે છે, તે તો ઈશ્વર છે.
Fiindcă Dumnezeu este cel care lucrează în voi, deopotrivă a voi și a face după buna lui plăcere.
14 ૧૪ બડબડાટ તથા તકરાર વગર બધું કરો
Faceți toate lucrurile fără cârtiri și dispute,
15 ૧૫ કે, જેથી કુટિલ તથા આડી પ્રજા મધ્યે તમે નિર્દોષ તથા સાલસ, ઈશ્વરનાં નિષ્કલંક સંતાન, જીવનનું વચન પ્રગટ કરીને દુનિયામાં જ્યોતિઓ તરીકે પ્રકાશો.
Ca să fiți ireproșabili și inocenți, fiii lui Dumnezeu, fără mustrare, în mijlocul unei națiuni strâmbe și perverse, printre care străluciți ca lumini în lume,
16 ૧૬ જેથી ખ્રિસ્તનાં સમયમાં મને ગર્વ કરવાનું એવું કારણ મળે કે હું નિરર્થક દોડ્યો નથી અને મેં વ્યર્થ શ્રમ કર્યો નથી.
Ținând sus cuvântul vieții, ca să mă bucur în ziua lui Cristos, că nu am alergat în zadar, nici nu am muncit în zadar.
17 ૧૭ પણ જો હું તમારા વિશ્વાસના અર્પણ તથા સેવા પર રેડાવું પડે તોપણ હું આનંદ કરીશ અને તમારી સર્વની સાથે આનંદ કરીશ.
Da, și dacă voi fi turnat peste sacrificiul și serviciul credinței voastre, mă bucur și mă bucur împreună cu voi toți.
18 ૧૮ એમ જ તમે પણ મારી સાથે આનંદમાં સહભાગી બનો.
Din același motiv și voi vă bucurați și vă bucurați împreună cu mine.
19 ૧૯ પણ હું પ્રભુ ઈસુમાં આશા રાખું છું કે, હું તિમોથીને તમારી પાસે વહેલો મોકલીશ, જેથી તમારી ખબર જાણીને મને પણ આનંદ થાય.
Dar mă încred în Domnul Isus, să vă trimit curând pe Timotei, ca să fiu și eu mângâiat, când voi afla cele despre voi.
20 ૨૦ કેમ કે તમારી સંભાળ સારી રીતે રાખે તેવો તિમોથી જેવા સારા સ્વભાવવાળો બીજો કોઈ માણસ મારી પાસે નથી.
Fiindcă nu am pe nimeni cu aceeași minte, care se va îngriji cu sinceritate de cele despre voi.
21 ૨૧ કેમ કે સર્વ માણસો ખ્રિસ્ત ઈસુની વાત નહિ, પણ પોતાની જ વાત શોધે છે.
Fiindcă toți caută lucrurile lor, nu lucrurile lui Isus Cristos.
22 ૨૨ પણ તમને તો અનુભવથી ખાતરી થઈ છે કે જેમ દીકરો પિતાની સાથે કામ કરે, તેમ તેણે સુવાર્તા ના પ્રસાર ને માટે મારી સાથે સેવા કરી.
Dar știți dovada despre el, cum, ca un fiu cu tatăl a servit cu mine în evanghelie.
23 ૨૩ એ માટે હું આશા રાખું છું કે, જયારે મારા વિષે શું થવાનું છે તે હું જાણીશ કે તરત હું તેને મોકલી દઈશ;
De aceea pe el sper să [vi]-l trimit îndată ce voi vedea cum îmi va merge.
24 ૨૪ વળી હું પ્રભુમાં ભરોસો રાખું છું કે, હું પોતે પણ વહેલો આવીશ.
Dar mă încred în Domnul, că voi veni și eu curând.
25 ૨૫ તોપણ મારો ભાઈ એપાફ્રોદિતસ, મારી સાથે કામ કરનાર તથા સહયોદ્ધો, તેમ જ તમારો સંદેશવાહક તથા મારી જરૂરિયાત પૂરી પાડનાર છે’ તેને તમારી પાસે મોકલવાની અગત્ય મને જણાઈ;
Totuși am socotit necesar să-l trimit la voi pe Epafrodit, fratele meu și conlucrător și co-luptător, dar trimisul vostru și cel ce a servit nevoilor mele.
26 ૨૬ કારણ કે તે તમો સર્વ પર બહુ પ્રેમ રાખતો હતો અને તે ઘણો ઉદાસ હતો, કેમ કે તમે સાંભળ્યું હતું કે તે બીમાર છે;
Fiindcă tânjea după voi toți și a fost foarte mâhnit pentru că ați auzit că a fost bolnav.
27 ૨૭ તે મરણતોલ બીમાર હતો ખરો; પણ ઈશ્વરે તેના પર દયા કરી, કેવળ તેના પર જ નહિ, પણ મારા પર પણ કે, મને શોક ન થાય અને આઘાત ન લાગે.
Căci, într-adevăr, a fost bolnav, aproape de moarte, dar Dumnezeu a avut milă de el; și nu numai de el, ci și de mine, ca nu cumva să am întristare peste întristare.
28 ૨૮ તમે તેને જોઈને ફરીથી ખુશ થાઓ અને મારું દુઃખ પણ ઓછું થાય, માટે મેં ખૂબ ઉતાવળે તેને મોકલ્યો.
De aceea l-am trimis cu mai multă grijă, ca, atunci când îl vedeți din nou, să vă bucurați și să fiu eu mai puțin întristat.
29 ૨૯ માટે તમે પૂર્ણ આનંદથી પ્રભુને નામે તેનો આદરસત્કાર કરો; અને એવાઓને માનયોગ્ય ગણો;
Primiți-l așadar în Domnul, cu toată veselia, și țineți în onoare pe astfel de oameni.
30 ૩૦ કેમ કે ખ્રિસ્તનાં કામને માટે તે મરણની નજીક આવી ગયો અને મારે અર્થે તમારી સેવામાં જે અધૂરું હતું તે સંપૂર્ણ કરવાને તેણે પોતાનો જીવ જોખમમાં નાખ્યો.
Pentru că din cauza lucrării lui Cristos a fost el aproape de moarte, neținând la viața lui, ca să suplinească lipsa serviciului vostru către mine.