< ફિલેમોનને પત્ર 1 >
1 ૧ સેવાકાર્યમાં અમારા સાથીદાર વહાલાં ફિલેમોન, બહેન આફિયા, અમારા સાથી સૈનિક આર્ખિપસ તથા તારા ઘરમાંની વિશ્વાસી સમુદાયને
Pablo, prisionero de Cristo Jesús, y el hermano Timoteo, al querido Filemón, colaborador nuestro,
2 ૨ ખ્રિસ્ત ઈસુનો બંદીવાન પાઉલ તથા ભાઈ તિમોથી લખે છે
y a Apia, la hermana, y a Arquipo nuestro compañero de armas, y a la Iglesia que está en tu casa:
3 ૩ ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કૃપા તથા શાંતિ થાઓ.
gracia a vosotros y paz, de parte de Dios Nuestro Padre, y del Señor Jesucristo.
4 ૪ ભાઈ ફિલેમોન પ્રભુ ઈસુ પર તથા સર્વ સંતો પરના તારા પ્રેમ તથા વિશ્વાસ વિષે,
Doy gracias a mi Dios, haciendo sin cesar memoria de ti en mis oraciones,
5 ૫ સાંભળવાથી તારું સ્મરણ હું નિત્ય મારી પ્રાર્થનાઓમાં કરું છું અને મારા ઈશ્વરની આભારસ્તુતિ કરું છું.
porque oigo hablar de tu caridad y de la fe que tienes para el Señor Jesús y para con todos los santos;
6 ૬ મારી પ્રાર્થના છે કે આપણામાં જે સર્વ સારું છે તેનું જ્ઞાન થયાથી, તારા વિશ્વાસની ભાગીદારી ખ્રિસ્ત ઈસુના મહિમાને સારુ સફળ થાય.
a fin de que la participación de tu fe sea eficaz para que se conozca todo el bien que hay en vosotros en relación con Cristo.
7 ૭ કારણ કે તારા પ્રેમમાં મને ઘણો આનંદ તથા દિલાસો મળ્યો છે; કેમ કે, ઓ ભાઈ, તારાથી સંતોના હૃદય ઉત્તેજિત થયાં છે.
Tuve mucho gozo y consuelo con motivo de tu caridad, por cuanto los corazones de los santos han hallado alivio por ti, hermano.
8 ૮ માટે જે યોગ્ય છે તે તને આજ્ઞા તરીકે કહેવાને મને ખ્રિસ્તમાં છૂટ છે ખરી,
Por lo cual, aunque tengo toda libertad en Cristo para mandarte lo que conviene,
9 ૯ તોપણ હું પાઉલ વૃદ્ધ તથા હમણાં ખ્રિસ્ત ઈસુનો બંદીવાન હોવાથી હું બીજી રીતે, એટલે પ્રેમથી, તને વિનંતી કરું છું.
prefiero, sin embargo, rogarte a título de amor, siendo como soy, Pablo, el anciano y ahora además prisionero de Cristo Jesús.
10 ૧૦ ઓનેસીમસ આ બંદીખાનામાં જે મારા દીકરા જેવો થયો છે તેને વિષે હું તને વિનંતી કરું છું.
Te ruego, pues, por mi hijo Onésimo, a quien he engendrado entre cadenas,
11 ૧૧ અગાઉ તે તને ઉપયોગી ન હતો, પણ હમણાં તે તને તથા મને પણ ઉપયોગી છે;
el cual en un tiempo te fue inútil, mas ahora es muy útil para ti y para mí.
12 ૧૨ તેને પોતાને, એટલે મારા પોતાના હૃદય જેવાને, મેં તારી પાસે પાછો મોકલ્યો છે.
Te lo devuelvo; tú, empero, recíbelo a él como a mi propio corazón.
13 ૧૩ તેને હું મારી પાસે રાખવા ઇચ્છતો હતો, કે સુવાર્તાને લીધે હું બંદીવાસમાં છું તે દરમિયાન તે તારા બદલામાં મારી મદદ કરે.
Quisiera retenerlo junto a mí, para que en tu nombre me sirviese en las cadenas por el Evangelio;
14 ૧૪ પણ તારી મરજી વિના કંઈ કરવાની મારી ઇચ્છા ન હતી, એ માટે કે તારો ઉપકાર દબાણથી નહિ, પણ રાજીખુશીથી થાય.
pero sin consultarte no quise hacer nada, para que tu beneficio no fuese como forzado, sino voluntario.
15 ૧૫ કેમ કે તે સદા તારી પાસે રહે, તે માટે જ કદાચ થોડીવાર સુધી તારાથી દૂર થયો હશે, (aiōnios )
Quizás por esto él se ha apartado por un tiempo, a fin de que lo tengas para siempre, (aiōnios )
16 ૧૬ હવે પછી દાસના જેવો નહિ, પણ દાસથી અધિક, એટલે વહાલા ભાઈના જેવો છે, મને તો તે વિશેષ કરીને એવો છે, પણ તને તો દેહમાં તથા પ્રભુમાં કેટલો બધો વિશેષ છે!
no ya como siervo, sino más que siervo como hermano amado, amado para mí en particular, pero ¡cuánto más para ti, no solo en la carne sino en el Señor!
17 ૧૭ માટે જો તું મને ભાગીદાર ગણે, તો જેમ મારો તેમ તેનો સ્વીકાર કરજે.
Si pues me tienes a mí por compañero, acógelo como a mí mismo.
18 ૧૮ પણ જો તેણે તારો કંઈ અન્યાય કર્યો હોય કે તેની પાસે તારું કંઈ લેણું હોય તો તેની જવાબદારી હું લઉં છું.
Si en algo te ha perjudicado o te debe, ponlo a mi cuenta.
19 ૧૯ હું પાઉલ મારે પોતાને હાથે લખું છું કે, તે હું ભરપાઈ કરીશ; તોપણ હું તને નથી કહેતો કે તું પોતા વિષે મારો કરજદાર છે.
Yo Pablo lo escribo con mi propia mano; yo lo pagaré, por no decirte que tú, tú mismo, te me debes.
20 ૨૦ હા, ભાઈ, તારાથી પ્રભુમાં મને આનંદ થાય; ખ્રિસ્તમાં મારું હૃદય શાંત કર.
Sí, hermano, obtenga yo de ti gozo en el Señor, alivia mi corazón en Cristo.
21 ૨૧ તું મારું કહેલું માનીશ એવો ભરોસો રાખીને તારા પર આ પત્ર લખું છું, કેમ કે હું જાણું છું કે, જે હું કહું છું તે કરતાં પણ તું વધારે કરીશ.
Te escribo, confiando en tu obediencia, sabiendo que harás todavía más de lo que digo.
22 ૨૨ સારુ, મારે માટે રહેવાની વ્યવસ્થા તૈયાર રાખજે. કેમ કે મને આશા છે કે તમારી પ્રાર્થનાઓથી મારે તમારી પાસે આવવાનું થશે.
Y al mismo tiempo prepara hospedaje para mí; pues espero que por vuestras oraciones os he de ser restituido.
23 ૨૩ એપાફ્રાસ, ખ્રિસ્ત ઈસુમાં મારો સાથી બંદીવાન,
Te saluda Epafras, mi compañero de cautiverio, en Cristo Jesús,
24 ૨૪ સેવાકાર્યમાં મારા સાથીદાર માર્ક, આરિસ્તાર્ખસ, દેમાસ તથા લૂક સર્વ તને ક્ષેમકુશળ કહે છે.
y Marcos, Aristarco, Demas y Lucas, mis colaboradores.
25 ૨૫ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો. આમીન.
La gracia del Señor Jesucristo sea con vuestro espíritu. Amén.