< ઓબાધા 1 >
1 ૧ ઓબાદ્યાનું સંદર્શન. પ્રભુ યહોવાહ અદોમ વિષે આમ કહે છે; યહોવાહ તરફથી અમને ખબર મળી છે કે, એક એલચીને પ્રજાઓ પાસે એમ કહીને મોકલવામાં આવ્યો છે “ઊઠો ચાલો આપણે અદોમની વિરુદ્ધ લડાઈ કરવાને જઈએ!”
俄巴底亞得了耶和華的默示。 論以東說: 我從耶和華那裏聽見信息, 並有使者被差往列國去, 說:起來吧, 一同起來與以東爭戰!
2 ૨ જુઓ, “હું તને પ્રજાઓમાં સૌથી નાનું બનાવીશ. તું અતિશય ધિક્કારપાત્ર ગણાઈશ.
我使你-以東在列國中為最小的, 被人大大藐視。
3 ૩ ખડકોની બખોલમાં રહેનારા તથા ઊંચે વાસો કરનારા; તારા અંત: કરણના અભિમાને તને ઠગ્યો છે. તું તારા મનમાં એમ માને છે કે, “કોણ મને નીચે ભૂમિ પર પાડશે?”
住在山穴中、居所在高處的啊, 你因狂傲自欺, 心裏說:誰能將我拉下地去呢?
4 ૪ યહોવાહ એમ કહે છે, જો કે તું ગરુડની જેમ ઊંચે ચઢીશ, અને જો કે તારો માળો તારાઓમાં બાંધેલો હોય, તોપણ ત્યાંથી હું તને નીચે પાડીશ.
你雖如大鷹高飛, 在星宿之間搭窩, 我必從那裏拉下你來。 這是耶和華說的。
5 ૫ જો ચોરો તારી પાસે આવે, અને રાત્રે લૂંટારાઓ તારી પાસે આવે, તો અરે તું કેવો નષ્ટ થયો છે. તો શું તેઓને સંતોષ થાય તેટલું તેઓ લઈ નહિ જાય? જો દ્રાક્ષ વીણનારા તારી પાસે આવે તો, તેઓ નકામી દ્રાક્ષાઓ પડતી નહિ મૂકે?
盜賊若來在你那裏, 或強盜夜間而來- 你何竟被剪除- 豈不偷竊直到夠了呢? 摘葡萄的若來到你那裏, 豈不剩下些葡萄呢?
6 ૬ એસાવ કેવો લૂંટાઈ ગયો અને તેના છૂપા ભંડારો કેવા શોધી કાઢવામાં આવ્યા છે!
以掃的隱密處何竟被搜尋? 他隱藏的寶物何竟被查出?
7 ૭ તારી સાથે મૈત્રી કરનારા સર્વ માણસો તને તારા માર્ગે એટલે સરહદ બહાર કાઢી મૂકશે. જે માણસો તારી સાથે સલાહસંપમાં રહેતા હતા તેઓએ તને છેતરીને તારા પર જીત મેળવી છે. જેઓ તારી સાથે શાંતિમાં રોટલી ખાય છે તેઓએ તારી નીચે જાળ બિછાવે છે. તેની તને સમજ પડતી નથી.
與你結盟的都送你上路,直到交界; 與你和好的欺騙你,且勝過你; 與你一同吃飯的設下網羅陷害你; 在你心裏毫無聰明。
8 ૮ યહોવાહ કહે છે, તે દિવસે આખા અદોમમાંથી જ્ઞાની પુરુષોનો અને એસાવ પર્વત પરથી બુદ્ધિનો નાશ શું હું નહિ કરું?
耶和華說:到那日, 我豈不從以東除滅智慧人? 從以掃山除滅聰明人?
9 ૯ હે તેમાન, તારા શૂરવીર પુરુષો ભયભીત થઈ જશે જેથી એસાવ પર્વત પરના પ્રત્યેક વ્યકિતનો નાશ અને સર્વનો સંહાર થશે.
提幔哪, 你的勇士必驚惶, 甚至以掃山的人都被殺戮剪除。
10 ૧૦ તારા ભાઈ યાકૂબ પર જુલમ ગુજાર્યાને કારણે તું શરમથી ઢંકાઈ જઈશ અને તારો સદાને માટે નાશ થશે.
因你向兄弟雅各行強暴, 羞愧必遮蓋你, 你也必永遠斷絕。
11 ૧૧ જે દિવસે પરદેશીઓ તેની સંપત્તિ લઈ ગયા અને બીજા દેશના લોકો તેનાં દરવાજાઓની અંદર પ્રવેશ્યા અને યરુશાલેમ પર ચિઠ્ઠીઓ નાખી. તે દિવસે તું દૂર ઊભો રહ્યો અને તેઓમાંનો એક જ હોય તેવું તેં કર્યું.
當外人擄掠雅各的財物, 外邦人進入他的城門, 為耶路撒冷拈鬮的日子, 你竟站在一旁,像與他們同夥。
12 ૧૨ પણ તારા ભાઈના સંકટ સમયે તેના હાલ તું જોઈ ન રહે, યહૂદાના લોકના વિનાશને સમયે તું તેઓને જોઈને ખુશ ન થા. અને સંકટ સમયે અભિમાનથી ન બોલ.
你兄弟遭難的日子, 你不當瞪眼看着; 猶大人被滅的日子, 你不當因此歡樂; 他們遭難的日子, 你不當說狂傲的話。
13 ૧૩ મારા લોકોની આપત્તિને દિવસે એમના દરવાજામાં દાખલ ન થા; તેઓની આપત્તિના સમયે તેઓની વિપત્તિ ન નિહાળ. તેમની વિપત્તિના સમયે તેઓની સંપત્તિ પર હાથ ન નાખ.
我民遭災的日子, 你不當進他們的城門; 他們遭災的日子, 你不當瞪眼看着他們受苦; 他們遭災的日子, 你不當伸手搶他們的財物;
14 ૧૪ નાસી જતા લોકને કાપી નાખવા માટે તું તેઓના રસ્તામાં આડો ઊભો ન રહે. અને તેના લોકના જેઓ બચેલા હોય તેઓને સંકટ સમયે શત્રુઓના હાથમાં સોંપી ન દે.
你不當站在岔路口剪除他們中間逃脫的; 他們遭難的日子, 你不當將他們剩下的人交付仇敵。
15 ૧૫ કેમ કે સર્વ પ્રજાઓ પર યહોવાહનો દિવસ પાસે છે. તમે જેવું બીજા સાથે કર્યું તેવું જ તમારી સાથે થશે. તમારા કૃત્યોનું ફળ તમારે જ ભોગવવું પડશે.
耶和華降罰的日子臨近萬國。 你怎樣行,他也必照樣向你行; 你的報應必歸到你頭上。
16 ૧૬ જેમ તમે મારા પવિત્ર પર્વત પર પીધું છે, તેમ બધાં પ્રજાઓ નિત્ય પીશે. તેઓ પીશે, અને ગળી જશે, અને તેઓનું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે.
你們猶大人在我聖山怎樣喝了苦杯, 萬國也必照樣常常地喝; 且喝且咽,他們就歸於無有。
17 ૧૭ પરંતુ સિયોનના પર્વત પર જેઓ બચી રહેલા હશે તેઓ પવિત્ર થશે અને યાકૂબના વંશજો પોતાનો વારસો પ્રાપ્ત કરશે.
在錫安山必有逃脫的人, 那山也必成聖; 雅各家必得原有的產業。
18 ૧૮ યાકૂબનું કુટુંબ અગ્નિ જેવું અને યૂસફનું કુટુંબ જ્વાળા જેવું થશે. અને એસાવના વંશજો ખૂંપરારૂપ થશે. અને તેઓ આગ લગાડીને તેને ભસ્મ કરશે. એસાવના ઘરનું કોઈ માણસ જીવતું રહેશે નહિ. કેમ કે યહોવાહ એ બોલ્યા છે.
雅各家必成為大火; 約瑟家必為火焰; 以掃家必如碎稭; 火必將他燒着吞滅。 以掃家必無餘剩的。 這是耶和華說的。
19 ૧૯ દક્ષિણના લોકો એસાવના પર્વતનો અને નીચાણના પ્રદેશના લોકો પલિસ્તીઓનો કબજો લેશે; અને તેઓ એફ્રાઇમના અને સમરુનના પ્રદેશનો કબજો લેશે; અને બિન્યામીનના લોકો ગિલ્યાદનો કબજો લેશે.
南地的人必得以掃山; 高原的人必得非利士地, 也得以法蓮地和撒馬利亞地; 便雅憫人必得基列。
20 ૨૦ બંદીવાસમાં ગયેલા ઇઝરાયલીઓનું સૈન્ય કે જે કનાનીઓ છે, તે છેક સારફત સુધીનો કબજો લેશે. અને યરુશાલેમના બંદીવાસમાં ગયેલા લોકો જેઓ સફારાદમાં છે, તેઓ દક્ષિણના નગરોનો કબજો લેશે.
在迦南人中被擄的以色列眾人 必得地直到撒勒法; 在西法拉中被擄的耶路撒冷人 必得南地的城邑。
21 ૨૧ એસાવના પર્વતનો ન્યાય કરવા સારુ ઉદ્ધારકો સિયોન પર્વત પર ચઢી આવશે અને રાજ્ય યહોવાહનું થશે.
必有拯救者上到錫安山,審判以掃山; 國度就歸耶和華了。