< ગણના 1 >

1 સિનાઈના અરણ્યમાં મુલાકાતમંડપમાં યહોવાહે મૂસાની સાથે વાત કરી. ઇઝરાયલીઓ મિસર દેશમાંથી રવાના થયા ત્યાર પછી બીજા વર્ષના બીજા મહિનાના પ્રથમ દિવસે આ બન્યું. યહોવાહે મૂસાને કહ્યું કે,
ಇಸ್ರಾಯೇಲರು ಐಗುಪ್ತ ದೇಶದಿಂದ ಹೊರಟ ಎರಡನೆಯ ವರ್ಷದ ಎರಡನೆಯ ತಿಂಗಳಿನ ಮೊದಲನೆಯ ದಿನದಲ್ಲಿ ಸೀನಾಯಿ ಅರಣ್ಯದಲ್ಲಿ ದೇವದರ್ಶನದ ಗುಡಾರದೊಳಗೆ ಯೆಹೋವನು ಮೋಶೆಯ ಸಂಗಡ ಹೀಗೆ ಮಾತನಾಡಿದನು,
2 “ઇઝરાયલપુત્રોના સમગ્ર કુળ પ્રમાણે તથા તેમના પિતાઓનાં કુટુંબ મુજબ તથા તેઓનાં નામ મુજબ દરેક પુરુષની ગણતરી કર.
“ಇಸ್ರಾಯೇಲರ ಸರ್ವಸಮೂಹದ ಗಂಡಸರನ್ನು ಗೋತ್ರದ ಕುಟುಂಬಗಳ ಪ್ರಕಾರ ಹೆಸರು ಹಿಡಿದು ಒಬ್ಬೊಬ್ಬರನ್ನಾಗಿ ಲೆಕ್ಕಿಸಬೇಕು.
3 જેઓ વીસ વર્ષ અને તેનાથી મોટી ઉંમરના હોય અને ઇઝરાયલીપુત્રોમાંના જેટલા લડાઈમાં જવાને માટે લાયક હોય તેમની ગણતરી તેમનાં સૈન્ય મુજબ તું તથા હારુન કરો.
ಇಸ್ರಾಯೇಲರಲ್ಲಿ ಸೈನಿಕರಾಗಿ ಹೊರಡತಕ್ಕವರನ್ನು ಅಂದರೆ ಇಪ್ಪತ್ತು ವರ್ಷ ಮೊದಲುಗೊಂಡು ಹೆಚ್ಚಾದ ವಯಸ್ಸುಳ್ಳವರೆಲ್ಲರನ್ನು ಸೈನ್ಯಸೈನ್ಯವಾಗಿ ನೀನೂ ಆರೋನನೂ ಲೆಕ್ಕಹಾಕಬೇಕು.
4 અને દરેક કુળમાંનો એક પુરુષ જે તેના કુળનો મુખ્ય હોય, તે કુળના આગેવાન તરીકે તમારી સાથે રહે. તેઓએ દરેકે પોતાના કુળના પુરુષોને લડાઈમાં આગેવાની આપવી.
ಈ ಕೆಲಸಕ್ಕಾಗಿ ಕುಲದಲ್ಲಿ ಆಯಾ ಕುಲದ ಒಂದೊಂದು ಮುಖ್ಯಸ್ಥನಾಗಿರುವ ಒಬ್ಬೊಬ್ಬ ಸಹಾಯಕನಿರಬೇಕು ಹಾಗೂ ತನ್ನ ಕುಲಕ್ಕಾಗಿ ಹೋರಾಡುವ ಜನರನ್ನು ಮುಖ್ಯಸ್ಥನು ಮುನ್ನಡೆಸಬೇಕು.
5 તમારી સાથે લડાઈ કરનારા આગેવાનોનાં નામ નીચે મુજબ છે; રુબેનના કુળમાંથી શદેઉરનો દીકરો અલીસૂર.
ನಿಮಗೆ ಸಹಾಯಮಾಡಬೇಕಾದ ಪುರುಷರು ಯಾರಾರೆಂದರೆ: ರೂಬೇನ್ ಕುಲದಿಂದ ಶೆದೇಯೂರನ ಮಗನಾದ ಎಲೀಚೂರ್,
6 શિમયોનના કુળમાંથી સૂરીશાદ્દાયનો દીકરો શલુમિયેલ.
ಸಿಮೆಯೋನ್ ಕುಲದಿಂದ ಚೂರೀಷದ್ದೈಯ ಮಗನಾದ ಶೆಲುಮೀಯೇಲ್,
7 યહૂદાના કુળમાંથી આમ્મીનાદાબનો દીકરો નાહશોન.
ಯೆಹೂದ ಕುಲದಿಂದ ಅಮ್ಮೀನಾದಾಬನ ಮಗನಾದ ನಹಶೋನ್,
8 ઇસ્સાખારના કુળમાંથી સુઆરનો દીકરો નથાનએલ.
ಇಸ್ಸಾಕಾರ್ ಕುಲದಿಂದ ಚೂವಾರನ ಮಗನಾದ ನೆತನೇಲ್,
9 ઝબુલોનના કુળમાંથી હેલોનનો દીકરો અલિયાબ.
ಜೆಬುಲೂನ್ ಕುಲದಿಂದ ಹೇಲೋನನ ಮಗನಾದ ಎಲೀಯಾಬ್,
10 ૧૦ યૂસફના દીકરાઓમાં એફ્રાઇમના કુળમાંથી આમ્મીહૂદનો દીકરો અલિશામા. અને મનાશ્શાના કુળમાંથી પદાહસૂરનો દીકરો ગમાલ્યેલ.
೧೦ಯೋಸೇಫನ ವಂಶದವರಲ್ಲಿ: ಎಫ್ರಾಯೀಮ್ ಕುಲದಿಂದ ಅಮ್ಮೀಹೂದನ ಮಗನಾದ ಎಲೀಷಾಮಾ, ಮನಸ್ಸೆ ಕುಲದಿಂದ ಪೆದಾಚೂರನ ಮಗನಾದ ಗಮ್ಲೀಯೇಲ್,
11 ૧૧ બિન્યામીનના કુળમાંથી ગિદોનીનો દીકરો અબીદાન.
೧೧ಬೆನ್ಯಾಮೀನ್ ಕುಲದಿಂದ ಗಿದ್ಯೋನಿಯ ಮಗನಾದ ಅಬೀದಾನ್,
12 ૧૨ દાનનાં કુળમાંથી આમ્મીશાદ્દાયનો દીકરો અહીએઝેર.
೧೨ದಾನ್ ಕುಲದಿಂದ ಅಮ್ಮೀಷದ್ದೈಯ ಮಗನಾದ ಅಹೀಗೆಜೆರ್,
13 ૧૩ આશેરના કુળમાંથી ઓક્રાનનો દીકરો પાગિયેલ.
೧೩ಆಶೇರ್ ಕುಲದಿಂದ ಒಕ್ರಾನನ ಮಗನಾದ ಪಗೀಯೇಲ್,
14 ૧૪ ગાદના કુળમાંથી દુએલનો દીકરો એલિયાસાફ.
೧೪ಗಾದ್ ಕುಲದಿಂದ ರೆಗೂವೇಲನ ಮಗನಾದ ಎಲ್ಯಾಸಾಫ್,
15 ૧૫ નફતાલીના કુળમાંથી એનાનનો દીકરો અહીરા.”
೧೫ನಫ್ತಾಲಿ ಕುಲದಿಂದ ಏನಾನನ ಮಗನಾದ ಅಹೀರ.”
16 ૧૬ જે લોકોને પસંદ કરાયા તેઓ એ પુરુષો હતા. તેઓ તેમના પૂર્વજોના કુટુંબના અધિપતિઓ હતા. તેઓ ઇઝરાયલ કુળના આગેવાનો હતા.
೧೬ಇವರು ಸರ್ವಸಮೂಹದೊಳಗಿಂದ ಆಯ್ದುಕೊಂಡು ನೇಮಕವಾದವರು. ಇವರು ತಮ್ಮ ಕುಲಗಳಲ್ಲಿ ಪ್ರಧಾನಪುರುಷರು ಹಾಗೂ ಇಸ್ರಾಯೇಲಿನ ಕುಲಗಳ ಪ್ರಮುಖರು.
17 ૧૭ જે પુરુષોનાં નામ અહીં આપેલાં છે, તેઓને મૂસાએ અને હારુને લીધા.
೧೭ಹೆಸರಿನಿಂದ ಸೂಚಿತರಾದ ಈ ಪುರುಷರನ್ನು ಮೋಶೆಯು ಮತ್ತು ಆರೋನನು ಆರಿಸಿಕೊಂಡರು.
18 ૧૮ અને બીજા મહિનાના પ્રથમ દિવસે તેમણે સમગ્ર ઇઝરાયલના પુરુષોને એકત્ર કરી અને તેઓએ તેઓનાં કુટુંબો પ્રમાણે અને તેઓના પિતૃઓનાં કુળ અનુસાર વીસ વર્ષ કે તેથી વધારે વર્ષની ઉંમરના સર્વ પુરુષોનાં નામની વંશાવળીની યાદી કરી સંભળાવી.
೧೮ಅವರು ಎರಡನೆಯ ತಿಂಗಳಿನ ಮೊದಲನೆಯ ದಿನದಲ್ಲಿ ಸಮಸ್ತ ಪುರುಷರನ್ನೂ ಸಮೂಹದವರೆಲ್ಲರನ್ನೂ ಕೂಡಿಸಿದರು. ಇಪ್ಪತ್ತು ವರ್ಷ ಹಾಗೂ ಮೇಲ್ಪಟ್ಟ ವಯಸ್ಸುಳ್ಳವರೆಲ್ಲರೂ ಒಬ್ಬೊಬ್ಬರಾಗಿ ಗೋತ್ರ ಕುಟುಂಬಗಳ ಪ್ರಕಾರ ತಮ್ಮತಮ್ಮ ವಂಶಾವಳಿಯನ್ನು ಬರೆಯಿಸಿಕೊಂಡರು.
19 ૧૯ જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ મૂસાએ સિનાઈના અરણ્યમાં તેઓની ગણતરી કરી.
೧೯ಹೀಗೆ ಯೆಹೋವನು ಮೋಶೆಗೆ ಆಜ್ಞಾಪಿಸಿದಂತೆ ಮೋಶೆ ಸೀನಾಯಿ ಅರಣ್ಯದಲ್ಲಿ ಅವರನ್ನು ಲೆಕ್ಕಮಾಡಿ ಮೊಟ್ಟಮೊದಲು ಜನಗಣತಿ ಪ್ರಾರಂಭಿಸಿದನು.
20 ૨૦ અને ઇઝરાયલના જયેષ્ઠ પુત્ર રુબેનના વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર મુજબ તેઓના નામની સંખ્યા પ્રમાણે માથાદીઠ વીસ તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લશ્કરમાં જોડાવા શક્તિમાન હતા,
೨೦ಇಸ್ರಾಯೇಲಿನ ಚೊಚ್ಚಲ ಮಗನಾದ ರೂಬೇನನ ವಂಶದವರಲ್ಲಿ ಸೈನಿಕರಾಗಿ ಹೊರಡತಕ್ಕವರು ಅಂದರೆ ಇಪ್ಪತ್ತು ವರ್ಷ ಮೊದಲುಗೊಂಡು ಹೆಚ್ಚಾದ ವಯಸ್ಸುಳ್ಳವರು ಗೋತ್ರಕುಟುಂಬಗಳ ಪ್ರಕಾರ ಒಬ್ಬೊಬ್ಬರಾಗಿ ಹೆಸರೆಸರಾಗಿ ಲೆಕ್ಕಮಾಡಲ್ಪಟ್ಟರು.
21 ૨૧ તેઓની ગણતરી રુબેનના કુળમાં છેંતાળીસ હજાર પાંચસો પુરુષોની થઈ.
೨೧ರೂಬೇನನ ಗೋತ್ರದಲ್ಲಿ ಲೆಕ್ಕಿಸಲ್ಪಟ್ಟ ಗಂಡಸರು - 46,500 ಮಂದಿ.
22 ૨૨ શિમયોનના વંશમાં તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર પ્રમાણે, તેઓની ગણતરી થઈ. અને વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જોડાવા શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ માથાદીઠ ગણતરી થઈ.
೨೨ಸಿಮೆಯೋನನ ವಂಶದವರಲ್ಲಿ ಸೈನಿಕರಾಗಿ ಹೊರಡತಕ್ಕವರು ಅಂದರೆ ಇಪ್ಪತ್ತು ವರ್ಷಕ್ಕೆ ಮೇಲ್ಪಟ್ಟ ವಯಸ್ಸುಳ್ಳವರು ಗೋತ್ರಕುಟುಂಬಗಳ ಪ್ರಕಾರ ಒಬ್ಬೊಬ್ಬರಾಗಿ ಹೆಸರು ಹಿಡಿದು ಲೆಕ್ಕಿಸಲ್ಪಟ್ಟರು.
23 ૨૩ તેઓની ગણતરી શિમયોનના કુળમાં ઓગણસાઠ હજાર ત્રણસો પુરુષોની થઈ.
೨೩ಸಿಮೆಯೋನನ ಗೋತ್ರದಲ್ಲಿ ಎಣಿಕೆಯಾದ ಗಂಡಸರು - 59,300 ಮಂದಿ.
24 ૨૪ ગાદના વંશમાં તેઓના કુટુંબો તથા તેઓના પિતાના ઘર મુજબ, વીસ તથા તેથી વધારે વર્ષની ઉંમરના પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ.
೨೪ಗಾದ್ ವಂಶದವರಲ್ಲಿ ಸೈನಿಕರಾಗಿ ಹೊರಡತಕ್ಕವರು ಅಂದರೆ ಇಪ್ಪತ್ತು ವರ್ಷ ಮೊದಲುಗೊಂಡು ಹೆಚ್ಚಾದ ವಯಸ್ಸುಳ್ಳವರು ಗೋತ್ರಕುಟುಂಬಗಳ ಪ್ರಕಾರ ಒಬ್ಬೊಬ್ಬರಾಗಿ ಹೆಸರೆಸರಾಗಿ ಲೆಕ್ಕಮಾಡಲ್ಪಟ್ಟರು.
25 ૨૫ તેઓની ગણતરી, ગાદના કુળમાં, પિસ્તાળીસ હજાર છસો પચાસ પુરુષોની થઈ.
೨೫ಗಾದ್ ಗೋತ್ರದಲ್ಲಿ ಲೆಕ್ಕಿಸಲ್ಪಟ್ಟ ಗಂಡಸರು - 45,650 ಮಂದಿ.
26 ૨૬ યહૂદાના વંશમાં તથા તેઓના પિતાનાં ઘર મુજબ, વીસ તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ
೨೬ಯೆಹೂದ ವಂಶದವರಲ್ಲಿ ಸೈನಿಕರಾಗಿ ಹೊರಡತಕ್ಕವರು ಅಂದರೆ ಇಪ್ಪತ್ತು ವರ್ಷ ಮೊದಲುಗೊಂಡು ಹೆಚ್ಚಾದ ವಯಸ್ಸುಳ್ಳವರು ಗೋತ್ರಕುಟುಂಬಗಳ ಪ್ರಕಾರ ಒಬ್ಬೊಬ್ಬರಾಗಿ ಹೆಸರು ಹಿಡಿದು ಲೆಕ್ಕಿಸಲ್ಪಟ್ಟರು.
27 ૨૭ તેઓની ગણતરી યહૂદાના કુળમાં ચુંમોતેર હજાર છસો પુરુષોની થઈ.
೨೭ಯೆಹೂದ ಗೋತ್ರದಲ್ಲಿ ಲೆಕ್ಕಿಸಲ್ಪಟ್ಟ ಗಂಡಸರು - 74,600 ಮಂದಿ.
28 ૨૮ ઇસ્સાખારનાં વંશમાં તેઓના કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ
೨೮ಇಸ್ಸಾಕಾರ್ ವಂಶದವರಲ್ಲಿ ಸೈನಿಕರಾಗಿ ಹೊರಡತಕ್ಕವರು ಅಂದರೆ ಇಪ್ಪತ್ತು ವರ್ಷ ಮೊದಲುಗೊಂಡು ಹೆಚ್ಚಾದ ವಯಸ್ಸುಳ್ಳವರು ಗೋತ್ರಕುಟುಂಬಗಳ ಪ್ರಕಾರ ಒಬ್ಬೊಬ್ಬರಾಗಿ ಹೆಸರು ಹಿಡಿದು ಲೆಕ್ಕಿಸಲ್ಪಟ್ಟರು.
29 ૨૯ તેઓની ગણતરી ઇસ્સાખારના કુળમાં ચોપન હજાર ચારસો પુરુષોની થઈ.
೨೯ಇಸ್ಸಾಕಾರ್ ಗೋತ್ರದಲ್ಲಿ ಲೆಕ್ಕಿಸಲ್ಪಟ್ಟ ಗಂಡಸರು - 54,400 ಮಂದಿ.
30 ૩૦ ઝબુલોનના વંશમાં તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા મુજબ
೩೦ಜೆಬುಲೂನ್ ವಂಶದವರಲ್ಲಿ ಸೈನಿಕರಾಗಿ ಹೊರಡತಕ್ಕವರು ಅಂದರೆ ಇಪ್ಪತ್ತು ವರ್ಷ ಮೊದಲುಗೊಂಡು ಹೆಚ್ಚಾದ ವಯಸ್ಸುಳ್ಳವರು ಗೋತ್ರಕುಟುಂಬಗಳ ಪ್ರಕಾರ ಒಬ್ಬೊಬ್ಬರಾಗಿ ಹೆಸರು ಹಿಡಿದು ಲೆಕ್ಕಿಸಲ್ಪಟ್ಟರು.
31 ૩૧ તેઓની ગણતરી ઝબુલોનના કુળમાં સતાવન હજાર ચારસો પુરુષોની થઈ.
೩೧ಜೆಬುಲೂನ್ ಗೋತ್ರದಲ್ಲಿ ಲೆಕ್ಕಿಸಲ್ಪಟ್ಟ ಗಂಡಸರು - 57,400 ಮಂದಿ.
32 ૩૨ યૂસફના દીકરાઓના એટલે એફ્રાઇમના વંશમાં, તેઓના કુટુંબો તથા તેઓનાં પિતાનાં ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા. તેઓનાં નામની સંખ્યા મુજબ
೩೨ಯೋಸೇಫನಿಂದ ಹುಟ್ಟಿದವರೊಳಗೆ ಎಫ್ರಾಯೀಮ್ ವಂಶದವರಲ್ಲಿ ಸೈನಿಕರಾಗಿ ಹೊರಡತಕ್ಕವರು ಅಂದರೆ ಇಪ್ಪತ್ತು ವರ್ಷ ಮೊದಲುಗೊಂಡು ಹೆಚ್ಚಾದ ವಯಸ್ಸುಳ್ಳವರು ಗೋತ್ರಕುಟುಂಬಗಳ ಪ್ರಕಾರ ಒಬ್ಬೊಬ್ಬರಾಗಿ ಹೆಸರು ಹಿಡಿದು ಲೆಕ್ಕಿಸಲ್ಪಟ್ಟರು.
33 ૩૩ તેઓની ગણતરી એફ્રાઇમના કુળમાં ચાળીસ હજાર પાંચસો પુરુષોની થઈ.
೩೩ಎಫ್ರಾಯೀಮ್ ಗೋತ್ರದಲ್ಲಿ ಲೆಕ್ಕಿಸಲ್ಪಟ್ಟ ಗಂಡಸರು - 40,500 ಮಂದಿ.
34 ૩૪ મનાશ્શાનાં વંશમાં તેઓના કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ
೩೪ಮನಸ್ಸೆ ವಂಶದವರಲ್ಲಿ ಸೈನಿಕರಾಗಿ ಹೊರಡತಕ್ಕವರು ಅಂದರೆ ಇಪ್ಪತ್ತು ವರ್ಷ ಮೊದಲುಗೊಂಡು ಹೆಚ್ಚಾದ ವಯಸ್ಸುಳ್ಳವರು ಗೋತ್ರಕುಟುಂಬಗಳ ಪ್ರಕಾರ ಒಬ್ಬೊಬ್ಬರಾಗಿ ಹೆಸರು ಹಿಡಿದು ಲೆಕ್ಕಿಸಲ್ಪಟ್ಟರು.
35 ૩૫ તેઓની ગણતરી મનાશ્શાના કુળમાં બત્રીસ હજાર બસો પુરુષોની થઈ.
೩೫ಮನಸ್ಸೆ ಗೋತ್ರದಲ್ಲಿ ಲೆಕ್ಕಿಸಲ್ಪಟ್ಟ ಗಂಡಸರು - 32,200 ಮಂದಿ.
36 ૩૬ બિન્યામીનના વંશમાં તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાના ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા મુજબ.
೩೬ಬೆನ್ಯಾಮೀನ್ ವಂಶದವರಲ್ಲಿ ಸೈನಿಕರಾಗಿ ಹೊರಡತಕ್ಕವರು ಅಂದರೆ ಇಪ್ಪತ್ತು ವರ್ಷ ಮೊದಲುಗೊಂಡು ಹೆಚ್ಚಾದ ವಯಸ್ಸುಳ್ಳವರು ಗೋತ್ರಕುಟುಂಬಗಳ ಪ್ರಕಾರ ಒಬ್ಬೊಬ್ಬರಾಗಿ ಹೆಸರು ಹಿಡಿದು ಲೆಕ್ಕಿಸಲ್ಪಟ್ಟರು.
37 ૩૭ તેઓની ગણતરી બિન્યામીનના કુળમાં પાંત્રીસ હજાર ચારસો પુરુષોની થઈ.
೩೭ಬೆನ್ಯಾಮೀನ್ ಗೋತ್ರದಲ್ಲಿ ಲೆಕ್ಕಿಸಲ್ಪಟ್ಟ ಗಂಡಸರು - 35,400 ಮಂದಿ.
38 ૩૮ દાનના વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાના ઘરની સંખ્યા મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ
೩೮ದಾನ್ ವಂಶದವರಲ್ಲಿ ಸೈನಿಕರಾಗಿ ಹೊರಡತಕ್ಕವರು ಅಂದರೆ ಇಪ್ಪತ್ತು ವರ್ಷ ಮೊದಲುಗೊಂಡು ಹೆಚ್ಚಾದ ವಯಸ್ಸುಳ್ಳವರು ಗೋತ್ರಕುಟುಂಬಗಳ ಪ್ರಕಾರ ಒಬ್ಬೊಬ್ಬರಾಗಿ ಹೆಸರು ಹಿಡಿದು ಲೆಕ್ಕಿಸಲ್ಪಟ್ಟರು.
39 ૩૯ દાનના કુળની ગણતરી બાસઠ હજાર સાતસોની થઈ.
೩೯ದಾನ್ ಗೋತ್ರದಲ್ಲಿ ಲೆಕ್ಕಿಸಲ್ಪಟ್ಟ ಗಂಡಸರು - 62,700 ಮಂದಿ.
40 ૪૦ આશેરના વંશમાં, તેઓના કુટુંબો તથા તેઓનાં પિતાના ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ
೪೦ಆಶೇರ್ ವಂಶದವರಲ್ಲಿ ಸೈನಿಕರಾಗಿ ಹೊರಡತಕ್ಕವರು ಅಂದರೆ ಇಪ್ಪತ್ತು ವರ್ಷ ಮೊದಲುಗೊಂಡು ಹೆಚ್ಚಾದ ವಯಸ್ಸುಳ್ಳವರು ಗೋತ್ರಕುಟುಂಬಗಳ ಪ್ರಕಾರ ಒಬ್ಬೊಬ್ಬರಾಗಿ ಹೆಸರು ಹಿಡಿದು ಲೆಕ್ಕಿಸಲ್ಪಟ್ಟರು.
41 ૪૧ તેઓની ગણતરી આશેરના કુળમાં, એક્તાળીસ હજાર પાંચસોની થઈ.
೪೧ಆಶೇರ್ ಗೋತ್ರದಲ್ಲಿ ಲೆಕ್ಕಿಸಲ್ಪಟ್ಟ ಗಂಡಸರು - 41,500 ಮಂದಿ.
42 ૪૨ નફતાલીનાં વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાના ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા મુજબ
೪೨ನಫ್ತಾಲಿ ವಂಶದವರಲ್ಲಿ ಸೈನಿಕರಾಗಿ ಹೊರಡತಕ್ಕವರು ಅಂದರೆ ಇಪ್ಪತ್ತು ವರ್ಷ ಮೊದಲುಗೊಂಡು ಹೆಚ್ಚಾದ ವಯಸ್ಸುಳ್ಳವರು ಗೋತ್ರಕುಟುಂಬಗಳ ಪ್ರಕಾರ ಒಬ್ಬೊಬ್ಬರಾಗಿ ಹೆಸರು ಹಿಡಿದು ಲೆಕ್ಕಿಸಲ್ಪಟ್ಟರು.
43 ૪૩ તેઓની ગણતરી, નફતાલીના કુળમાં, ત્રેપન હજાર ચારસોની થઈ.
೪೩ನಫ್ತಾಲಿ ಗೋತ್ರದಲ್ಲಿ ಲೆಕ್ಕಿಸಲ್ಪಟ್ಟ ಗಂಡಸರು - 53,400 ಮಂದಿ.
44 ૪૪ જેઓની ગણતરી મૂસા, હારુન તથા ઇઝરાયલીઓના અધિપતિ બાર પુરુષોએ કરી તેઓ એ છે. તેઓ ઇઝરાયલના બાર કુળના અધિપતિ હતા.
೪೪ಮೋಶೆ, ಆರೋನನೂ ಮತ್ತು ಇಸ್ರಾಯೇಲಿನ ಹನ್ನೆರಡು ಕುಲಗಳ ನಾಯಕರು ಲೆಕ್ಕಮಾಡಿದ ಇಸ್ರಾಯೇಲರ ಜನರು ಇವರೇ.
45 ૪૫ તેથી ઇઝરાયલીઓમાંના જે સર્વની ગણતરી તેઓનાં પિતાના ઘર મુજબ થઈ એટલે વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા.
೪೫ಇಸ್ರಾಯೇಲರಲ್ಲಿ ಲೆಕ್ಕಿಸಲ್ಪಟ್ಟವರು ಅಂದರೆ ಇಪ್ಪತ್ತು ವರ್ಷ ಮೊದಲುಗೊಂಡು ಹೆಚ್ಚಾದ ವಯಸ್ಸುಳ್ಳವರಾಗಿದ್ದು ಸೈನಿಕರಾಗಿ ಹೊರಡತಕ್ಕವರನ್ನು ಲೆಕ್ಕಿಸಿದರು.
46 ૪૬ તેઓની ગણતરી છ લાખ ત્રણ હજાર પાંચસો પચાસની હતી.
೪೬ಗಂಡಸರ ಒಟ್ಟು ಸಂಖ್ಯೆ - 6,03,550 ಮಂದಿ.
47 ૪૭ પણ તેઓ મધ્યે લેવીઓની તેઓના પિતાનાં કુળ મુજબ ગણતરી કરવામાં આવી નહિ.
೪೭ಆದರೆ ಅವರೊಡನೆ ಲೇವಿ ಕುಲದ ಕುಟುಂಬಗಳು ಲೆಕ್ಕಿಸಲ್ಪಡಲಿಲ್ಲ.
48 ૪૮ કેમ કે યહોવાહે મૂસાને કહ્યું કે,
೪೮ಏಕೆಂದರೆ ಯೆಹೋವನು ಮೋಶೆಗೆ ಆಜ್ಞಾಪಿಸಿದ್ದೇನೆಂದರೆ,
49 ૪૯ ‘તારે લેવીના કુળની ગણતરી કરવી નહિ અને ઇઝરાયલીઓમાં તેઓની કુલ સંખ્યા તારે નક્કી કરવી નહિ.’”
೪೯“ನೀನು ಇಸ್ರಾಯೇಲರನ್ನು ಎಣಿಸುವಾಗ ಲೇವಿ ಕುಲದವರನ್ನು ಎಣಿಸಬಾರದು.
50 ૫૦ તેના બદલામાં તું લેવીઓને કરારમંડપ પર તથા તેના બધા સામાન પર તથા તેને લગતી સઘળી બાબતો પર ઠરાવ; તેઓ મંડપને તથા તેના સર્વ સરસામાનને ઊંચકી લે; અને તેઓ તેની સંભાળ રાખે અને મંડપની ચારે બાજુ છાવણી કરે.
೫೦ಆಜ್ಞಾಶಾಸನಗಳಿರುವ ಗುಡಾರವನ್ನೂ ಅದರ ಸಾಮಾನು, ಉಪಕರಣ ಇವುಗಳನ್ನೂ ನೋಡಿಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ ಲೇವಿಯರನ್ನು ನೇಮಿಸಬೇಕು. ಅವರು ಆ ಗುಡಾರವನ್ನೂ ಮತ್ತು ಅದರ ಸಾಮಾನುಗಳನ್ನೂ ಹೊರುವುದಕ್ಕಾಗಿ ಇರಬೇಕು. ಅವರು ಅದರ ಸೇವೆಯನ್ನು ಮಾಡುವವರಾಗಿ ಅದರ ಸುತ್ತಲೂ ತಮ್ಮ ಡೇರೆಗಳನ್ನು ಹಾಕಿಕೊಳ್ಳಬೇಕು.
51 ૫૧ જ્યારે મંડપને બીજી જગ્યાએ લઈ જવાનો સમય થાય, ત્યારે લેવીઓએ તેને પાડવાનો અને ફરીથી ઊભો કરવાનો થાય, ત્યારે લેવીઓ તેને ઊભો કરે; અને એ કુળ સિવાયનો કોઈ અજાણ્યા પુરુષ નજીક આવે તો તે માર્યો જાય.
೫೧ಗುಡಾರವು ಹೊರಡುವಾಗ ಲೇವಿಯರೇ ಅದನ್ನು ಬಿಚ್ಚಬೇಕು; ಇಳಿದುಕೊಳ್ಳುವಾಗ ಲೇವಿಯರೇ ಅದನ್ನು ಹಾಕಬೇಕು. ಇತರರು ಹತ್ತಿರಕ್ಕೆ ಬಂದರೆ ಅವರಿಗೆ ಮರಣಶಿಕ್ಷೆಯಾಗಬೇಕು.
52 ૫૨ અને ઇઝરાયલપુત્રો, દરેક પુરુષ પોતપોતાની છાવણી પાસે અને દરેક પુરુષ પોતપોતાની ધજા પાસે પોતાનાં સૈન્ય પ્રમાણે પોતપોતાનો તંબુ ઊભો કરે.
೫೨ಇಸ್ರಾಯೇಲರ ಆಯಾ ಸೈನ್ಯಗಳು ತಮ್ಮ ಡೇರೆಗಳನ್ನು ತಮ್ಮತಮ್ಮ ದಂಡಿನ ಧ್ವಜದ ಹತ್ತಿರ ಹಾಕಿಕೊಳ್ಳಬೇಕು.
53 ૫૩ જો કે, લેવીઓએ પવિત્રમંડપની આસપાસ જ પોતાની છાવણી નાખવી કે જેથી ઇઝરાયલના લોકો પર કંઈ કોપ ન આવે; અને લેવીઓ સાક્ષ્યોના મંડપની સંભાળ રાખે.
೫೩ಆದರೆ ಲೇವಿಯರು ಮಾತ್ರ ತಮ್ಮ ಡೇರೆಗಳನ್ನು ದೇವದರ್ಶನದ ಗುಡಾರದ ಸುತ್ತಲೂ ಹಾಕಿಕೊಳ್ಳಬೇಕು. ಹೀಗಾದರೆ ಯೆಹೋವನ ಕೋಪವು ಇಸ್ರಾಯೇಲರ ಮೇಲೆ ಬರುವುದಕ್ಕೆ ಆಸ್ಪದವಿರುವುದಿಲ್ಲ. ಲೇವಿಯರು ದೇವದರ್ಶನದ ಗುಡಾರವನ್ನು ಕಾಯುವವರಾಗಿರಬೇಕು.”
54 ૫૪ ઇઝરાયલના લોકોએ એ પ્રમાણે કર્યું; યહોવાહે મૂસાની મારફતે જે સર્વ આજ્ઞા આપી હતી, તે મુજબ તેઓએ કર્યું.
೫೪ಇಸ್ರಾಯೇಲರು ಯೆಹೋವನು ಮೋಶೆಗೆ ಆಜ್ಞಾಪಿಸಿದ ಪ್ರಕಾರವೇ ಎಲ್ಲವನ್ನು ಮಾಡಿದರು.

< ગણના 1 >