< ગણના 6 >
1 ૧ યહોવાહે મૂસાને કહ્યું કે,
여호와께서 모세에게 일러 가라사대
2 ૨ “ઇઝરાયલના લોકોને એમ કહે કે, જ્યારે કોઈ સ્ત્રી કે પુરુષ યહોવાહની સેવામાં અલગ થવાની ખાસ પ્રતિજ્ઞા લે એટલે નાઝીરવ્રત લે
이스라엘 자손에게 고하여 그들에게 이르라 남자나 여자가 특별한 서원 곧 나실인의 서원을 하고 자기 몸을 구별하여 여호와께 드리거든
3 ૩ ત્યારે તેણે દ્રાક્ષારસનો અને દારૂનો ત્યાગ કરવો તદુપરાંત તેણે દ્રાક્ષારસનો અથવા દારૂનો સરકો પીવો નહિ તેમ જ દ્રાક્ષાનું શરબત પણ પીવું નહિ અને લીલી કે સૂકી દ્રાક્ષ ખાવી નહિ.
포도주와 독주를 멀리하며 포도주의 초나 독주의 초를 마시지 말며 포도즙도 마시지 말며 생포도나 건포도도 먹지 말지니
4 ૪ જ્યાં સુધી તેનું વ્રત ચાલુ હોય ત્યાં સુધી તેણે દ્રાક્ષવેલામાંથી નીપજેલી કોઈ પણ વસ્તુ દ્રાક્ષનાં બી કે છોતરાં પણ ખાવા નહિ.
자기 몸을 구별하는 모든 날 동안에는 포도나무 소산은 씨나 껍질이라도 먹지 말지며
5 ૫ વળી એ સમય દરમ્યાન તેના માથા પર અસ્ત્રો ન ફરે. અને જ્યાં સુધી વ્રત પૂર્ણ ન થાય ત્યાં સુધી તેણે યહોવાહની સેવામાં વૈરાગ લીધો હોય તે પૂરો થયા સુધી તે શુદ્ધ રહે, તેણે પોતાના માથાનાં વાળ વધારવા.
그 서원을 하고 구별하는 모든 날 동안은 삭도를 도무지 그 머리에 대지 말 것이라 자기 몸을 구별하여 여호와께 드리는 날이 차기까지 그는 거룩한즉 그 머리털을 길게 자라게 할 것이며
6 ૬ યહોવાહની સેવામાં તે નાઝીરી થાય ત્યાં સુધી તે સર્વ દિવસો સુધી તેણે મૃતદેહ પાસે જવું નહિ.
자기 몸을 구별하여 여호와께 드리는 모든 날 동안은 시체를 가까이 하지 말 것이요
7 ૭ પોતાનાં માતાપિતા કે ભાઈ બહેનના મરણ પર તેણે પોતાની જાતને અશુદ્ધ કરવી નહિ, કારણ તેના ઈશ્વરનું વૈરાગીવ્રત તેને શિર છે.
그 부모 형제 자매가 죽은 때에라도 그로 인하여 더럽히지 말 것이니 이는 자기 몸을 구별하여 하나님께 드리는 표가 그 머리에 있음이라
8 ૮ તેના વૈરાગીવ્રતના બધા સમય દરમ્યાન તે યહોવાહને માટે શુદ્ધ છે.
자기 몸을 구별하는 모든 날 동안 그는 여호와께 거룩한 자니라
9 ૯ પરંતુ જો કોઈ વ્યક્તિનું અચાનક તેની પડખે જ અવસાન થાય અને તેથી તે વૈરાગીનું માથું અશુદ્ધ બને, તો તે પોતાના શુદ્ધિકરણના દિવસે એટલે સાતમે દિવસે તેણે પોતાના અશુદ્ધ થયેલા માથાના વાળ કપાવવા.
누가 홀연히 그 곁에서 죽어서 스스로 구별한 자의 머리를 더럽히거든 그 몸을 정결케 하는 날에 머리를 밀 것이니 곧 제칠일에 밀 것이며
10 ૧૦ અને આઠમા દિવસે તેણે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યાજક પાસે બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં લાવવાં.
제팔일에 산비둘기 두 마리나 집비둘기 새끼 두 마리를 가지고 회막문에 와서 제사장에게 줄 것이요
11 ૧૧ અને યાજક એમાંનું એક પાપાર્થાર્પણ તરીકે અને બીજું દહનીયાર્પણ તરીકે ચઢાવે અને મરેલાનાં કારણે પોતાનાં પાપને લીધે તેને માટે પ્રાયશ્ચિત કરે અને તે જ દિવસે તે વ્યક્તિ પોતાના માથાનું શુદ્ધિકરણ કરે.
제사장은 그 하나를 속죄 제물로, 하나를 번제물로 드려서 그의 시체로 인하여 얻은 죄를 속하고 또 그는 당일에 그의 머리를 성결케 할 것이며
12 ૧૨ અને તે યહોવાહની સેવાને માટે પોતાના વૈરાગના દિવસો સમર્પણ કરે. અને દોષાર્થાર્પણરૂપે તેણે એક વર્ષનું નર હલવાન લાવવું. અને આગલા દિવસો ગણવા નહિ, કેમ કે તેનું વૈરાગીવ્રત ભંગ થયું હતું.
자기 몸을 구별하여 여호와께 드릴 날을 새로 정하고 일 년 된 수양을 가져다가 속건제로 드릴지니라 자기 몸을 구별한 때에 그 몸을 더렵혔은즉 지나간 날은 무효니라
13 ૧૩ અને જ્યારે નાઝીરી વ્રતના દિવસો પૂર્ણ થાય ત્યારે તેને માટે આ નિયમ છે. તેને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લઈ જવો.
나실인의 법은 이러하니라 자기 몸을 구별한 날이 차면 그 사람을 회막문으로 데리고 갈 것이요
14 ૧૪ તેણે યહોવાહને પોતાનું અર્પણ ચઢાવવું, એટલે ખોડ વિનાના એક વર્ષના નર ઘેટાંનું દહનીયાર્પણ, ખોડખાંપણ વગરની એક વર્ષની ઘેટીનું પાપાર્થાર્પણ અને ખોડ વિનાના નર ઘેટાંનું શાંત્યર્પણ કરવું,
그는 여호와께 예물을 드리되 번제물로 일 년 된 흠 없는 수양 하나와 속죄 제물로 일 년 된 흠 없는 어린 암양 하나와 화목 제물로 흠 없는 수양 하나와
15 ૧૫ તથા બેખમીર રોટલીની એક ટોપલી, તેલ લગાડેલા બેખમીરી ખાખરા અને તેઓનું ખાદ્યાર્પણ તથા પેયાર્પણ તે લાવે.
무교병 한 광주리와 고운 가루에 기름 섞은 과자들과 기름 바른 무교전병들과 그 소제물과 전제물을 드릴 것이요
16 ૧૬ યાજક આ બધું યહોવાહની આગળ રજૂ કરે. અને તેનું પાપાર્થાર્પણ તથા દહનીયાર્પણ ચઢાવે.
제사장은 그것들을 여호와 앞에 가져다가 속죄제와 번제를 드리고
17 ૧૭ પછી તે યહોવાહ સમક્ષ શાંત્યર્પણોના યજ્ઞ તરીકે બેખમીર રોટલીની ટોપલી સહિત, ઘેટાંને તે ચઢાવે. અને યાજક તેનું ખાદ્યાર્પણ અને તેનું પેયાર્પણ ચઢાવે.
화목 제물로 수양에 무교병 한 광주리를 아울러 여호와께 드리고 그 소제와 전제를 드릴 것이요
18 ૧૮ અને નાઝીરીએ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ વાળ કપાવી નાખવા અને પોતાના વૈરાગી માથાનાં વાળ લઈને શાંત્યર્પણની નીચેના અગ્નિમાં મૂકી દેવા.
자기 몸을 구별한 나실인은 회막문에서 그 머리털을 밀고 그것을 화목 제물 밑에 있는 불에 둘지며
19 ૧૯ પછી યાજક તે ઘેટાંનો બાફેલો છાતીનો ભાગ બાફેલું બાવડું તથા ટોપલીમાંથી એક બેખમીર રોટલી અને એક બેખમીર ખાખરો લે અને નાઝીરી પોતાનું માથું મૂંડાવે ત્યારબાદ તે ચીજો તેના હાથમાં મૂકે.
자기 몸을 구별한 나실인이 그 머리털을 민 후에 제사장이 삶은 수양의 어깨와 광주리 가운데 무교병 하나와 무교전병 하나를 취하여 나실인의 두 손에 두고
20 ૨૦ ત્યારબાદ યાજક અર્પણ તરીકે એ વસ્તુઓ યહોવાહની સમક્ષ અર્પણ કરે. આ પવિત્ર ખોરાક યાજકો માટે નક્કી કરેલ છે, તદઉપરાંત, છાતીનો ભાગ અને જાંધ પણ યાજકના ગણાય, હવે તે નાઝીરીએ દ્રાક્ષારસ પીવાની છૂટ છે.
여호와 앞에 요제로 흔들 것이며 그것과 흔든 가슴과 든 넓적다리는 성물이라 다 제사장에게 돌릴 것이니라 그 후에는 나실인이 포도주를 마실 수 있느니라
21 ૨૧ વ્રત રાખનાર નાઝીરીનો અને વૈરાગીવ્રતને લીધે યહોવાહ પ્રત્યે જે અર્પણ ચઢાવવું તેનો તથા તે સિવાય બીજું કંઈ તેને મળી શકે તેનો નિયમ આ છે. જે પ્રતિજ્ઞા તેણે લીધી હોય ત્યારે તે મુજબ તે તેના વૈરાગવ્રતના નિયમને અનુસરીને વર્તે.
이는 곧 서원한 나실인이 자기 몸을 구별한 일로 인하여 여호와께 예물을 드림과 행할 법이며 이 외에도 힘이 미치는 대로 하려니와 그 서원한 대로 자기 몸을 구별하는 법을 따라 할 것이니라
22 ૨૨ પછી યહોવાહે મૂસાને કહ્યું કે,
여호와께서 모세에게 일러 가라사대
23 ૨૩ હારુન અને તેના દીકરાઓને એમ કહે કે, ‘તમે આ મુજબ ઇઝરાયલી લોકોને આશીર્વાદ આપો તમે તેઓને એમ કહો કે.
아론과 그 아들들에게 고하여 이르기를 너희는 이스라엘 자손을 위하여 이렇게 축복하여 이르되
24 ૨૪ યહોવાહ તને આશીર્વાદ આપો અને તારું રક્ષણ કરો.
여호와는 네게 복을 주시고 너를 지키시기를 원하며
25 ૨૫ યહોવાહ પોતાના મુખનો પ્રકાશ તારા પર પાડો અને તારા પર કૃપા કરો.
여호와는 그 얼굴로 네게 비취사 은혜 베푸시기를 원하며
26 ૨૬ યહોવાહ પોતાનું મુખ તારા પર ઉઠાવો અને તને શાંતિ આપો.’”
여호와는 그 얼굴을 네게로 향하여 드사 평강주시기를 원하노라 할지니라 하라
27 ૨૭ એમ તેઓ ઇઝરાયલી લોકોને મારું નામ આપે. અને હું તેઓને આશીર્વાદ આપીશ.”
그들은 이같이 내 이름으로 이스라엘 자손에게 축복할지니 내가 그들에게 복을 주리라