< ગણના 5 >
1 ૧ યહોવાહે મૂસાને કહ્યું,
LEUM GOD El fahk nu sel Moses,
2 ૨ ઇઝરાયલી લોકોને આજ્ઞા કર કે, તેઓ દરેક કુષ્ઠ રોગીને તથા દરેક સ્રાવવાળાને તથા જેઓ શબના સ્પર્શથી અશુદ્ધ થયા હોય તેઓને છાવણીમાંથી બહાર કાઢી મૂકે.
“Sapkin nu sin mwet Israel elos in sisla liki nien aktuktuk uh kutena mwet ma wi musen lepa, oayapa elos su oasr sroano koluk soror ke manolos, ku kutena su fohkfokla ke sripen elos pusral monin ma misa.
3 ૩ સ્ત્રી હોય કે પુરુષ બન્નેને બહાર કાઢી મૂકવાં અને તેઓને છાવણીની બહાર રાખવાં; એ સારુ કે તેઓની છાવણી કે જેની મધ્યે હું વસું છું તેને તેઓ અશુદ્ધ કરે નહિ.”
Kom fah lusla mukul ac mutan nukewa ma tia nasnas inge, tuh elos in tia akfohkfokye nien aktuktuk, yen nga muta inmasrlon mwet luk uh we.”
4 ૪ અને ઇઝરાયલીઓએ એમ કર્યું, તેઓને છાવણીની બહાર કાઢ્યાં. જેમ યહોવાહે મૂસાને કહ્યું હતું તેમ ઇઝરાયલી લોકોએ કર્યું.
Mwet Israel elos akos ac siselosla nukewa liki nien aktuktuk uh, oana ma LEUM GOD El sapkin nu sel Moses.
5 ૫ ફરી યહોવાહ મૂસાને કહ્યું,
LEUM GOD El sang oakwuk inge nu sel Moses
6 ૬ ઇઝરાયલપુત્રોને કહે કે, માણસો જે પાપ કરે છે તેમાંનું કોઈપણ પાપ કરીને જો કોઈ સ્ત્રી કે પુરુષ યહોવાહની વિરુદ્ધ અપરાધ કરે તો તે વ્યક્તિ દોષિત બને છે.
tuh mwet Israel in fahsr kac: Pacl se kutena mwet el lafwekin LEUM GOD ke sripen el orala sie ma koluk lain sie pac mwet,
7 ૭ તેણે પોતે કરેલાં પાપની કબૂલાત કરવી અને પોતાના ગુનાનો પૂરો બદલો ભરી આપવો. ઉપરાંત તેમાં તે પંચમાશ ઉમેરીને જેના સંબંધમાં તેણે ગુનો કર્યો હોય તેને તે આપે.
el enenu in fahkak ma koluk el orala uh, ac akfalye nufon molin ma koluk sac, ac laesla pac ke sie tafu limekosr nu sin mwet se el orala ma koluk sac nu se uh.
8 ૮ પણ ગુનાને માટે જેને બદલો આપવાનો હોય એવું તેનું નજીકનું કોઈ સગું ના હોય, તો તે રકમ યહોવાહને આપવી અને યાજકને ચૂકવવી. વળી જે પ્રાયશ્ચિતનો ઘેટો કે જેથી તેને સારુ પ્રાયશ્ચિત કરવામાં આવશે તે પણ યાજકને મળે.
Tusruktu mwet sac fin misa ac wangin sou fototo lal in ku in moulyang nu se, na ac fah itukyang nu sin LEUM GOD tuh in ma lun mwet tol. Moul se inge ma sayen na sheep mukul soko ma mwet sac el ac srukak in kisakinyuk mwe aknasnasyela ma koluk lal.
9 ૯ અને ઇઝરાયલી લોકોની સર્વ પવિત્ર વસ્તુઓનાં દરેક ઉચ્છાલીયાર્પણ કે જે તે યાજકની પાસે લાવે તે તેનું ગણાય.
Mwe sang nukewa ma mwet Israel uh sang nu sin LEUM GOD ac fah ma lun mwet tol se su elos sang nu se.
10 ૧૦ અને દરેક અર્પણની અર્પિત વસ્તુઓ તેની થાય; જે કોઈ પુરુષ જે કંઈ ભેટ આપે છે તે યાજકની થાય.
Kutena mwe sang ma itukyang nu sin sie mwet tol, ac fah ma na lal.
11 ૧૧ ફરી યહોવાહે મૂસાને કહ્યું કે,
LEUM GOD El sapkin nu sel Moses
12 ૧૨ ઇઝરાયલ પ્રજા સાથે વાત કરીને કહે કે, જો કોઈ પરણિત સ્ત્રી પોતાના પતિ વિરુદ્ધ પાપ કરે.
in fahkang oakwuk inge nu sin mwet Israel. Sie mukul fin sifacna fweni mu mutan kial aklalfonyal
13 ૧૩ એટલે કોઈ અન્ય પુરુષ તેની સાથે વ્યભિચાર કરે અને તેના પતિની આંખોથી તે ગુપ્ત તથા છાનું રહે અને તે સ્ત્રી અશુદ્ધ થાય અને તેની વિરુદ્ધ કોઈ સાક્ષી આપનાર ના હોય, તેમ જ તે કૃત્ય કરતી વેળાએ તે પકડાઇના હોય,
ke el orek kosro yurin sie pacna mukul, tusruk mukul tumal el tia etu na pwaye, mweyen sahp mutan kial uh okanla, ac wangin mwet liye in orek loh kac,
14 ૧૪ અને છતાં તેના પતિને તેના પર ઈર્ષ્યા થાય અને તે અશુદ્ધ થઈ હોય અથવા તેના પતિના મનમાં વહેમ જાગ્યો હોય પણ તે અશુદ્ધ થઈ ના હોય.
na mukul sac ku in lemtai mutan kial ke ouiya se inge. Ku mukul tumal ku pac in lemtai mutan kial, mutan sac finne tia orek kosro.
15 ૧૫ તો એ બાબતમાં તે પુરુષ પોતાની પત્નીને યાજક પાસે લાવે. તે તેને માટે પોતાનું અર્પણ લાવે, એટલે એક દશાંશ એફાહ જવનો મેંદો તેની પર તે કંઈ તેલ રેડે નહિ કે લોબાન પણ ન મૂકે. કારણ કે એ ઈર્ષ્યાનું ખાદ્યાર્પણ છે. એટલે કે અન્યાય યાદ કરાવવા માટેનું સ્મરણદાયક ખાદ્યાર્પણ છે.
Ke lumah luo inge kewa, mukul sac fah pwanla mutan kial nu yurin mwet tol, ac use mwe kisa oakwuki nu kac, su paun in flao luo ma orek ke barley, tusruk el fah tia okoaung kutena oil in olive nu fac, ku sang kutena mwe keng nu fac, mweyen mwe kisa se inge ma sin mukul lemta sac, in oru in kalem ma pwaye kac uh.
16 ૧૬ યાજકે તે સ્ત્રીને યહોવાહ સમક્ષ રજૂ કરવી.
Mwet tol uh fah fahk nu sin mutan sac in tuyak ye mutun loang uh.
17 ૧૭ પછી યાજકે માટીના પાત્રમાં પવિત્ર પાણી લેવું અને યાજકે મંડપની ભૂમિ પરની ધૂળ લઈને તેમાં નાખવી.
Mwet tol el fah ukuiya kutu kof mutal nu in sie pol orek ke kle, ac eis kutu fohkfok su oan fin falful in Lohm Nuknuk Mutal, ac filiya in kof uh tuh in akmwenye kof uh.
18 ૧૮ પછી યાજક તે સ્ત્રીને યહોવાહ સમક્ષ રજૂ કરે અને તેના વાળ છોડી નંખાવે અને તેના હાથમાં સ્મરણદાયક ખાદ્યાર્પણ એટલે સંશયનું ખાદ્યાપર્ણ આપે. અને યાજકે કડવું શાપકારક પાણી પોતાનાં હાથમાં લે.
Na el fah tulalik aunsifen mutan sac, ac filiya mwe kisa flao in paol. Mwet tol sac fah sifacna sruokya pol se ma kof mwen sac oan loac, ma in oru sie selnga.
19 ૧૯ ત્યારબાદ યાજક તે સ્ત્રી પાસે પ્રતિજ્ઞા લેવડાવે અને તે સ્ત્રીને કહે કે, “જો કોઈ પુરુષ સાથે તેં વ્યભિચાર કર્યો હોય નહિ અને જો તું તારું પતિવ્રત ભંગ કરીને અશુદ્ધ થઈ હોય નહિ તો આ શાપના કડવા પાણીની સત્તાથી તું મુક્ત થશે.
Toko mwet tol sac fah sap tuh mutan sac in insese nu ke fulahk su ac fwackyak sin mwet tol, su fahk ouinge: “Kom fin tiana orek kosro, kom fah tia ongoiya ke selnga se su kof se inge ac use.
20 ૨૦ પણ જો તું તારું પતિવ્રત ભંગ કરીને અશુદ્ધ થઈ હોય અને તે તારા પતિ સિવાય બીજા કોઈ પુરુષ સાથે વ્યભિચાર કર્યો હોય તો,
Tusruktu kom fin tuh orek kosro
21 ૨૧ ત્યારે યાજક તે સ્ત્રીને શાપયુક્ત પ્રતિજ્ઞા લેવડાવે. અને યાજક સ્ત્રીને કહે કે, “યહોવાહ તને તારા લોકમાં શાપરૂપ તથા સોગનરૂપ કરે. જો યહોવાહ તારી જાંઘો સડાવે અને તારું પેટ સુજાવે ત્યારે આમ થશે.
lela LEUM GOD Elan oru tuh inem in sie mwe selnga inmasrlon mwet lom uh. Lela Elan oru acn in orek tulik lom in tulakeni, ac insiom in mutyak.
22 ૨૨ આ શાપકારક પાણી તારા આંતરડામાં પ્રવેશીને તને સુજાવી દે અને તારી જાંઘને સડાવી નાખે. પછી તે સ્ત્રી જવાબ આપે કે “જો હું દોષિત હોઉં તો હા, એમ જ થાઓ.”
Lela kof se inge in utyak nu insiom ac oru in mutyak, ac nien orek tulik lom in tulakeni.” Na mutan sac fah fahk, “Nga insese; lela LEUM GOD Elan oru oana.”
23 ૨૩ અને યાજક એક પુસ્તકમાં એ લખી લે અને એ શબ્દો કડવા પાણીમાં ધોઈ નાખે.
Na mwet tol el fah simusla kas in selnga inge ac fweang nu in pol in kof mwen sac.
24 ૨૪ ત્યારબાદ યાજક તે સ્ત્રીને શાપકારક પાણી પીવડાવે. જેથી શાપકારક પાણી તે સ્ત્રીના અંગમાં પ્રવેશ કરી અને કડવું થશે.
Meet liki el ac sang mutan sac in nim kof sac, su ac ku in oru elan waiok upa,
25 ૨૫ અને યાજક તે સ્ત્રીના હાથમાંથી સંશયનું ખાદ્યાર્પણ લે અને યહોવાહની સમક્ષ તે ખાદ્યાર્પણને ઘરાવીને વેદી પાસે લાવે.
mwet tol el ac fah eis flao in kisa liki inpoun mutan sac, ac kolak in kisakin nu sin LEUM GOD, ac filiya fin loang uh.
26 ૨૬ એ પછી યાજકે તે ખાદ્યાર્પણમાંથી યાદગીરી તરીકે એક મુઠી ભરી વેદીમાં દહન કરવું. અને પછી તે સ્ત્રીને પાણી પાઈ દેવું.
Toko el fah lafusak kutu tuh in sie mwe kisa in esmakin, ac furreak fin loang uh. Tukun ma inge nukewa, el fah sang mutan sac in numla kof sac.
27 ૨૭ અને તેને પાણી પાયા પછી એમ થશે કે જો તે સ્ત્રીએ વ્યભિચાર કર્યો હશે તો, અને પોતાના પતિનો અપરાધ કર્યો હશે તો તે શાપકારક પાણી તેનાં પેટમાં પ્રવેશી કડવું થશે અને તેનું પેટ સૂજી જશે. અને તેની જાંઘ સડીને ખરી પડશે. અને તે સ્ત્રી પોતાનાં લોકમાં શાપિત થશે.
Fin pwaye mutan sac el tuh orek kosro, kof sac ac pwanak ngal upa nu sel; insial ac mutyak, ac nien tulik lal ac tulakeni. Inel ac fah sie mwe selnga in masrlon mwet lal.
28 ૨૮ પણ જો તે સ્ત્રી અશુદ્ધ થઈ નહિ હોય પણ તે શુદ્ધ હશે તો તે મુક્ત થશે અને તેને પેટે સંતાન થશે.
Tusruktu el fin pwayena ac wangin mwatal, ac fah wangin keok nu sel, ac el ac ku in sifil orek tulik.
29 ૨૯ જ્યારે કોઈ સ્ત્રી પોતાનું પતિવ્રત ચૂકી જઈને અશુદ્ધ થાય ત્યારે ઈર્ષ્યા માટેનો નિયમ એ છે.
Pa inge ma sap nu ke lemta, ke pacl sie mukul el sifacna fweni mu mutan kial uh orek kosro.
30 ૩૦ અથવા પુરુષના મનમાં ઈર્ષ્યા ઉત્પન્ન થયો હોય અને તે પુરુષને પોતાની સ્ત્રી પર વહેમ આવ્યો હોય ત્યારે તે પુરુષ યહોવાહ સમક્ષ તે સ્ત્રીને લાવવી અને યાજક તેના પર આ સર્વ નિયમ અમલમાં મૂકે.
Mutan sac fah enenu in tu ye mutun loang uh, na mwet tol el fah oru ouiya inge nukewa nu sin mutan sac.
31 ૩૧ પછી તે પુરુષ અન્યાયથી મુક્ત થશે અને તે સ્ત્રી પોતે જ તેના દોષ માટે જવાબદાર છે.’”
Mukul sac ac fah wangin mwatal, a mutan sac fin kosro, el ac fah sifacna us mwatal.