< ગણના 36 >
1 ૧ યૂસફના વંશજોના-કુટુંબોમાંના મનાશ્શાના દીકરા માખીરના દીકરા ગિલ્યાદના કુટુંબના પિતૃઓનાં ઘરના વડીલોએ પાસે આવીને મૂસાની આગળ; તથા ઇઝરાયલી લોકોના પિતૃઓના વડીલો એટલે અધિપતિઓની આગળ જઈને નમ્ર અરજ કરીને કહ્યું,
त्यसपछि योसेफका सन्तानहरूका कुलका माकीरका (जो मनश्शेको छोरा थिए) छोरा गिलादको कुलका पुर्खाहरूका अगुवाहरू आए अनि
2 ૨ તેઓએ કહ્યું, “યહોવાહે મારા માલિકને આજ્ઞા કરી છે કે, ચિઠ્ઠી નાખીને ઇઝરાયલી લોકોને દેશનો ભાગ વહેંચી આપવો. યહોવાહ તરફથી તમને આજ્ઞા મળી છે કે અમારા ભાઈ સલોફહાદનો ભાગ તેની દીકરીઓને આપવો.
मोशा र इस्राएलका मानिसहरूका पुर्खाहरूका परिवारहरूको प्रमुखहरूको सामु भने, “परमप्रभुले हाम्रा मालिक तपाईंलाई इस्राएलका मानिसहरूलाई चिट्ठाद्वारा भूमिको हिस्सा दिने आज्ञा दिनुभयो । हाम्रो भाइ सलोफादको हिस्सा तिनका छोरीहरूलाई दिन परमप्रभुले तपाईंलाई आज्ञा गर्नुभएको थियो ।
3 ૩ પરંતુ જો તેની દીકરીઓ ઇઝરાયલી લોકોમાંના કોઈ બીજા કુળના પુરુષો સાથે લગ્ન કરે, તો તેઓના દેશનો ભાગ અમારા પિતૃઓના ભાગમાંથી નાબૂદ કરવામાં આવશે. તો જે કુળની તેઓ થાય તેને તે ભાગ જોડી દેવામાં આવે. એમ કરવાથી અમારા વારસાના હિસ્સામાંથી તે નાબૂદ કરવામાં આવશે.
तर यदि तिनका छोरीहरूले इस्राएलका मानिसहरूको अन्य कुलका पुरुषसँग विवाह गरे भने, भूमिको तिनीहरूको हिस्सा हाम्रा पुर्खाहरूको हिस्साबाट हट्ने छ । यो तिनीहरू सहभागी हुने कुलको हिस्सामा थपिने छ ।
4 ૪ જ્યારે ઇઝરાયલીઓનું જ્યુબિલી પર્વ આવશે, ત્યારે તેઓનો ભાગ તેઓ જે કુળની થઈ હશે તે કુળને તેના ભાગ સાથે જોડી દેવામાં આવશે. આ પ્રમાણે, તેઓનો ભાગ અમારા પિતૃઓના ભાગમાંથી લઈ લેવામાં આવશે.”
यस अवस्थामा यो हाम्रो अंशको तोकिएको हिस्साबाट हट्ने छ । त्यस अवस्थामा इस्राएलका मानिसहरूको पुनर्स्थापनाको वर्ष आउँदा तिनीहरूको हिस्सा तिनीहरू जोडिने कुलमा नै गाभिने छ । यसरी तिनीहरूको हिस्सा हाम्रो पुर्खाको कुलको हिस्साबाट लगिने छ ।”
5 ૫ મૂસાએ ઇઝરાયલી લોકોને યહોવાહના વચન પ્રમાણે આજ્ઞા આપી. તેણે કહ્યું, “યૂસફના વંશજોના કુળનું કહેવું વાજબી છે.
त्यसैले मोशाले परमप्रभुको वचनमा इस्राएलका मानिसहरूलाई आज्ञा दिए, “योसेफका सन्तानहरूका कुलले भनेको कुरा सही हो ।
6 ૬ સલોફહાદની દીકરીઓ વિષે યહોવાહ એવી આજ્ઞા કરે છે કે, ‘તેઓ જેને ઉત્તમ સમજે તેની સાથે લગ્ન કરવા દે, પણ ફક્ત તેઓ પોતાના જ પિતૃઓના કુળમાં લગ્ન કરે.’”
सलोफादका छोरीको बारेमा परमप्रभुले यो आज्ञा दिनुहुन्छ, 'तिनीहरू आफूलाई उत्तम लाग्ने मानिससँग विवाह गरून्, तर तिनीहरूले आफ्ना पिताको परिवारभित्र मात्र विवाह गर्नुपर्छ ।'
7 ૭ ઇઝરાયલી લોકોનો ભાગ એક કુળમાંથી બીજા કુળમાં બદલી શકાશે નહિ. દરેક ઇઝરાયલી લોકો પોતાના પિતૃઓના કુળના ભાગને વળગી રહશે.
इस्राएलका मानिसहरूको कुनै पनि अंश एउटा कुलबाट अर्कोमा बद्ली गर्नुहुँदैन । इस्राएलका मानिसहरूको हरेक कुलले आ-आफ्नो पुर्खाको कुलको अंशलाई निरन्तरता दिनुपर्छ ।
8 ૮ ઇઝરાયલી લોકોની મધ્યે વારસો પામેલી દરેક સ્ત્રી પોતાના પિતૃઓના કુટુંબમાંના કોઈની સાથે લગ્ન કરે. એટલા માટે કે ઇઝરાયલી લોકોમાંના દરેકને પોતાના પિતૃઓનો વારસો મળે.
आफ्नो कुलमा अंश पाउने हेरक महिलाले आफ्नै पिताको कुलको परिवारभित्र मात्र विवाह गर्नुपर्छ, ताकि इस्राएलका मानिस हरेकले आ-आफ्नो पुर्खाहरूबाटको अंश पाओस् ।
9 ૯ જેથી વારસાનો કોઈ પણ ભાગ એક કુળમાંથી બીજા કુળમાં જશે નહિ. ઇઝરાયલી લોકોના કુળમાંનો દરેક માણસ પોતાના વારસાને વળગી રહશે.”
कुनै पनि हिस्सा एउटा कुलबाट अर्कोमा बद्ली गर्नुहुँदैन । इस्राएलका मानिसको कुलको हरेकले आ-आफ्नो अंश सुरक्षित राख्नुपर्छ ।”
10 ૧૦ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે સલોફહાદની દીકરીઓએ કર્યું.
त्यसैले सलोफादका छोरीहरूले परमप्रभुले आज्ञा गर्नुभएबमोजिम गरे ।
11 ૧૧ માહલાહ, તિર્સા, હોગ્લાહ, મિલ્કાહ તથા નૂહે એટલે સલોફહાદની દીકરીઓએ, મનાશ્શાના દીકરાઓ સાથે લગ્ન કર્યાં.
सलोफादका छोरी महला, तिर्सा, होग्ला, मिल्का र नोआहले मनश्शेका सन्तानहरूसँग विवाह गरे ।
12 ૧૨ તેઓએ યૂસફના દીકરા મનાશ્શાના કુટુંબમાં લગ્ન કર્યાં, તેઓનો વારસો તેઓના પિતૃઓના કુટુંબના કુળમાં કાયમ જળવાઈ રહ્યો.
तिनीहरूले योसेफका छोरा मनश्शेका सन्तानहरूका कुलहरूमा विवाह गरे । यसरी तिनीहरूको हिस्सा तिनीहरूको पिताको कुलभित्र नै रह्यो ।
13 ૧૩ જે આજ્ઞાઓ તથા કાનૂનો યર્દન નદીને કિનારે મોઆબના મેદાનોમાં યરીખો સામે યહોવાહે મૂસાને ઇઝરાયલી લોકો માટે આપ્યા તે એ છે.
परमप्रभुले मोशाद्वारा यरीहोमा यर्दन नजिक मोआबको मैदानमा इस्राएलका मानिसहरूलाई दिनुभएका आज्ञाहरू र नियमहरू यिनै हुन् ।